Book Title: Swarajya ane Surajya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સ્વરાજ્ય અને સુરાજ્ય [૨૬] હવે દેશ સ્વરાજ્યના સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે તે વખતે પ્રજાએ, પ્રજાસેવકોએ, અમલદારોએ અને મુખ્ય મુખ્ય રાજ્યતંત્રવાહકોએ વિચાર કરવાની જરૂર છે કે પ્રાપ્ત થયેલું સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું હોય તે તે કેટલે અંશે ? તેમ જ એ પણ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે આ સ્વરાજ્ય–સંચાલનને ઝોક સુરાજ્યની જ દિશામાં છે કે કેમ? સ્વરાજ્ય અને સુરાજ્ય એક નથી એ કહેવાની જરૂર હોય જ નહિ. જે એક હોય તે કોઈને ફરિયાદનું કારણ રહે જ નહિ. સ્વરાજ્યના સાતમે વર્ષે પહોંચવા છતાં દેશમાં જ્યાં દેખા ત્યાં ફરિયાદ જ મુખ્યપણે સંભળાય છે, ફરિયાદ માત્ર પ્રજાની જ નહિ, પ્રજાસેવકેની પણ છે. અમલદારેની પણ છે, અને રાજ્યધુરાવાહકની પણ છે. ફરિયાદ બધી સાચી જ અને સાધાર હોય છે એમ તે નહિ જ, છતાં એ બધી વાત જુઠી અને નિરાધાર હોય છે એમ માની લેવું એ પણ એવી જ ભૂલ છે. ફરિયાદ સાંભળવી, તેનાં કારણોની શેધ કરવી, તેમાં યથાર્થતા કેટલી છે એ તપાસવું અને જે ફરિયાદનાં કારણે હોય તે તેને જલદીમાં જલદી નિવારવાં એ જીવતી જાગતી અને સુરાજ્યની અભિલાષા સેવતી જનતા તેમ જ લેકશાહી સરકારનું અનિવાર્ય કર્તવ્ય છે, સ્વરાજ્ય એ તે આ ફર્તવ્ય બજાવવાની ભૂમિકા પૂરી પાડે છે. બધી જાતની ફરિયાદોના હવાલે ઉપરથી તેમ જ એને નિવારવાના પ્રયત્નમાં દેખાતી નંદન ગતિ ઉપરથી એટલું તે નિર્વિવાદ કહી શકાય કે હજી સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું નથી. સુરાજ્ય નથી એનો અર્થ તે કુરાજ્ય જ છે અગર તે અરાજ્ય યા, અરાજકતા છે એ નથી થતો. એટલું તે કબૂલ કરવું જોઈએ કે સ્વરાજ્ય પ્રાપ્ત થયા પછીનાં છ વર્ષો એળે નથી ગયાં. દેશ વિશાળ છે, લેકે અનેક સૈકાઓની વહેમ તેમ જ ભ્રમણાજાળથી ગ્રસ્ત છે. લેકના હાડેહાડમાં અકમધ્યતા, આળસવૃત્તિ, બીજાઓ ઉપર આધાર રાખી સતિષ માનવાની વૃત્તિ અને એ બધા ઉપર ધાર્મિકતાની પડેલી છાપ–એ બધું જોતાં કોઈ પણ સરકાર એકાએક ધાર્યો ફેરફાર કરી કે કરાવી શકે નહિ, તેમ છતાં મળેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5