Book Title: Swarajya ane Surajya Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૧૭૬ ]. દર્શન અને ચિંતન - સુરાજ્યનાં ઘણાં લક્ષણે દર્શાવી તેના અસ્તિત્વ-નાસ્તિત્વ વિશે ચર્ચા લંબાવી શકાય, પણ એ જરૂરી નથી. તેમ છતાં એક દાખલો ટાંક જોઈએ. જે છાપાને હેવાલ જઠો ન હોય તે તે જવાબદાર મંત્રીએ જોવાની વિચારસરણું ઉપર પ્રકાશ નાખે છે. મુંબઈ પ્રાંતના એક મંત્રીને પૂછવામાં આવ્યું કે મંત્રીઓના પગાર પૂરતો છે કે નહિ ? મંત્રી મહાશયે અપૂરતો કહ્યાનું છાપામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે અપૂરતે કયા અર્થમાં મોટા મેટા. ઉદ્યોગપતિઓની આવકની સરખામણમાં કે “અ” વર્ગના રાજ્યના રાજાઓના સાલિયાણુઓની સરખામણીમાં ? જો એમ હોય તો તે અપૂરતો અવશ્ય છે. પણ જનતાના મોટા ભાગને જે સગવડે છે તે કરતાં મંત્રીઓની સગવડ ઓછી છે કે વધારે ? જે વધારે હોય તે અપૂરત ન કહી શકાય. છેવટે તે તેઓ જનતાના પ્રતિનિધિ છે, નહિ કે માત્ર માલદારના. હું ધારું છું, મંત્રીઓને રહેવાની અગવડ નહિ હોય, પોશાક તેમ જ ખાનપાનની નહિ હોય, અને અંગત પરિવારને તાલીમ આપવાની પણ નહિ હેય. પણ ધારે કે એવી કાંઈ હોય તે તે અગવડ જ તેમને માટે પૂરતે પગાર ગણવી જોઈએ, કેમ કે તેઓ છેવટે જનતાની સેવા અર્થે એ પદે બેઠા છે. લેકે કહ્યા કરે છે કે મેટા મેટા હોદ્દેદારોના પગાર બહુ વધારે છે; ખાસ કરી ચીન જેવા દેશની સરખામણીએ તે બહુ વધારે છે. બીજી બાજુ અમલદારેને એ અપૂરતા લાગે. તે આમાં સાચું શું? વિચાર કરતાં જણાશે કે બન્ને સાચા છે. લોકો ટીકા કરે છે તે પિતાના જીવનધરણ અને પિતાની. આવકની દષ્ટિએ. જે ઉચ્ચ કક્ષાના અમલદારોને પગાર અપૂરત લાગત હેય તેમનું મન વધારે આવકવાળાને સામે રાખી વિચાર કરતું હોય છે. પણ જે સ્વરાયે સુરાજ્યની દિશામાં આગળ વધવું હોય તે ઊંચે હોદ્દો. ધરાવનાર અમલદારેએ પોતાનું માનસ બદલવું જ જોઈશે. તેમણે પિતાને વિચાર ર્યા પહેલાં પિતાના હાથ નીચેના અગવડ ભોગવતા અધિકારીઓની સગવડ વધારવાનો વિચાર પ્રથમ કર જોઈશે, અને જ્યાં લગી સામાન્ય જનતાનું જીવનધોરણ ઊંચું ન આવે ત્યાં લગી તેમણે અગવડ વેડવામાં કૃતાર્થતા લેખવી જોઈશે. એમ ન થાય તે તેઓ કદી સામાન્ય જનતાની અને અગવડ ભોગવતા હાથ નીચેના અધિકારીઓની સાચી પ્રીતિ મેળવી નહિ શકે. સુરાજ્યમાં આવી સાચી પ્રીતિ મેળવવી એ જ ધન લેખાય છે. આમ, બધું ચાલે છે તેમ ચાલતું હોવા છતાં સુરાજ્યનાં કઈ કઈ લક્ષણે સ્પષ્ટ રીતે આવિર્ભાવ પામતાં જાય છે, એ એક આશાસ્પદ અને જીવનપ્રદ વસ્તુ છે. આવાં લક્ષણોમાં, જેનું પ્રભાત ઊગ્યું છે અને જે વિચારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5