Page #1
--------------------------------------------------------------------------
________________
સ્વરાજ્ય અને સુરાજ્ય
[૨૬] હવે દેશ સ્વરાજ્યના સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે તે વખતે પ્રજાએ, પ્રજાસેવકોએ, અમલદારોએ અને મુખ્ય મુખ્ય રાજ્યતંત્રવાહકોએ વિચાર કરવાની જરૂર છે કે પ્રાપ્ત થયેલું સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું હોય તે તે કેટલે અંશે ? તેમ જ એ પણ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે આ સ્વરાજ્ય–સંચાલનને ઝોક સુરાજ્યની જ દિશામાં છે કે કેમ?
સ્વરાજ્ય અને સુરાજ્ય એક નથી એ કહેવાની જરૂર હોય જ નહિ. જે એક હોય તે કોઈને ફરિયાદનું કારણ રહે જ નહિ. સ્વરાજ્યના સાતમે વર્ષે પહોંચવા છતાં દેશમાં જ્યાં દેખા ત્યાં ફરિયાદ જ મુખ્યપણે સંભળાય છે, ફરિયાદ માત્ર પ્રજાની જ નહિ, પ્રજાસેવકેની પણ છે. અમલદારેની પણ છે, અને રાજ્યધુરાવાહકની પણ છે. ફરિયાદ બધી સાચી જ અને સાધાર હોય છે એમ તે નહિ જ, છતાં એ બધી વાત જુઠી અને નિરાધાર હોય છે એમ માની લેવું એ પણ એવી જ ભૂલ છે. ફરિયાદ સાંભળવી, તેનાં કારણોની શેધ કરવી, તેમાં યથાર્થતા કેટલી છે એ તપાસવું અને જે ફરિયાદનાં કારણે હોય તે તેને જલદીમાં જલદી નિવારવાં એ જીવતી જાગતી અને સુરાજ્યની અભિલાષા સેવતી જનતા તેમ જ લેકશાહી સરકારનું અનિવાર્ય કર્તવ્ય છે, સ્વરાજ્ય એ તે આ ફર્તવ્ય બજાવવાની ભૂમિકા પૂરી પાડે છે. બધી જાતની ફરિયાદોના હવાલે ઉપરથી તેમ જ એને નિવારવાના પ્રયત્નમાં દેખાતી નંદન ગતિ ઉપરથી એટલું તે નિર્વિવાદ કહી શકાય કે હજી સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું નથી.
સુરાજ્ય નથી એનો અર્થ તે કુરાજ્ય જ છે અગર તે અરાજ્ય યા, અરાજકતા છે એ નથી થતો. એટલું તે કબૂલ કરવું જોઈએ કે સ્વરાજ્ય પ્રાપ્ત થયા પછીનાં છ વર્ષો એળે નથી ગયાં. દેશ વિશાળ છે, લેકે અનેક સૈકાઓની વહેમ તેમ જ ભ્રમણાજાળથી ગ્રસ્ત છે. લેકના હાડેહાડમાં અકમધ્યતા, આળસવૃત્તિ, બીજાઓ ઉપર આધાર રાખી સતિષ માનવાની વૃત્તિ અને એ બધા ઉપર ધાર્મિકતાની પડેલી છાપ–એ બધું જોતાં કોઈ પણ સરકાર એકાએક ધાર્યો ફેરફાર કરી કે કરાવી શકે નહિ, તેમ છતાં મળેલું
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૭૪}
દર્શન અને ચિંતન સ્વરાજ સુરાજ્યની આગાહી તે આપે જ છે. એની દિશા સુરાજ્યની છે. તેને મુખ્ય પુરા લેકશાહી છે.
લેકે પોતે જ પોતાના પ્રતિનિધિઓ ચૂટે અને તે પ્રતિનિધિઓ લેકહિત અર્થે જ બધું વિચારે અને કરે એ સુરાજ્યની દિશા છે. પણ દિશા હેવી તે એક વાત અને તે દિશામાં ત્વરિત ગતિએ સાચું પ્રયાણ કરવું એ બીજી વાત છે. ઉંમરલાયક સ્ત્રીપુરુષો મત આપે, પણ તે મતદાન પાછળ પૂરી સમજણ, વિવેક અને નિર્ભયતા ન હોય તે એ મતદાન પિકળ જેવું સાબિત થાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી સંપૂર્ણપણે લોકહિતના પ્રશ્નમાં જાગતા ન રહે તે માટે પ્રયત્નશીલ ન રહે, તે એ પણ એક નાટક ભજવવા જેવું જ થાય. રાજ્યધુરાવાહકે પિતાની સત્તાના જ ગુલામ થઈ જાય અને લેકસંપર્કથી વેગળા પડી પિતાને કોઈ જુદા વર્ગના જ માનવા જેટલું ગુમાન સેવે તે એ પણ લોકશાહીની મશ્કરી જ છે. આપણું સ્વરાજ્ય લોક શાહી ઉપર ચાલે છે એ ખરું, પણ સુરાજ્ય માટે લોકશાહીના અંગેઅંગમાં જે બળ, જે તાજગી, અને જે કૃતિ જોઈએ તે નથી. એટલે સુરાજ્યની દિશામાં હોવા છતાં દેશ આગળ વધી શક્તો નથી, સુરાજ્યનું સુખ અનુભવી શક્તો નથી.
સુરાજ્યનું પહેલું લક્ષણ એ હેવું જોઈએ કે કામ કરી શકે એવા ઉંમરલાયક કોઈ પણ સ્ત્રીપુરુષને બેકાર રહેવું ન પડે. આજે એ સ્થિતિ નથી. અકર્મણ્યતા હાડોહાડમાં હોવા છતાં પણ જીવવા માટે ઘણા લોકો કામ માગે છે અને તેમને પૂરતું કામ મળતું નથી. ગણ્યાગાંઠયા માણસે કામના બેજથી ઘસાય છે તે લોકોને મોટો ભાગ બેકારીથી ઘસાય છે. ગાંધીજીએ પોતાની હિલચાલ દરમ્યાન એ વાત ધ્યાનમાં રાખેલી કે દેશના કરે! માણસોને કામમાં જેતરવા હોય તે શું શું કામ સરળતાથી તેમને ઘરબેઠાં આપી શકાય. ગાંધીજીની આ દૃષ્ટિની અત્યારે ઉપેક્ષા જ નથી થઈ રહી, પણ ખરી રીતે કહીએ તે જાણે-અજાણે સરકારને હાથે એ દષ્ટિને આત્મા હણાઈ રહ્યો છે. એટલે અત્યારે એમ કહી શકાય કે સ્વરાજ્ય હજી સુરાજ્યનું પ્રથમ લક્ષણ સિદ્ધ નથી કર્યું.
સુરાજ્યનું બીજું લક્ષણ એ હેવું જોઈએ કે દેશને દરેક નિવાસી પિતે ધારે તેવી કેળવણું–જીવનપ્રદ કેળવણી—સરળતાથી મેળવી શકે. આજે આ સ્થિતિ છે જ નહિ. કેળવણું મેળવવાનું એટલું બધું મેધું અને મુશ્કેલ બની
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્વરાજ્ય અને સુરાજ્ય
[ ૧૭૫ ગયું છે કે બહુ ગણ્યાગાંડ્યા જ સરળતાથી તે મેળવી શકે. બીજાઓ માટે તે કેળવણું લેવી–માનસિક સંસ્કાર અને ગ્યતા મેળવવાં—એને અર્થ છે પિતાની જુવાની બરબાદ કરવી; એટલું જ નહિ, પણ પિતાના પિષકે અને વડીલેને અર્થે પેટે રાખવા. ગાંધીજીના પ્રયત્નમાં એ પણ એક વસ્તુ સમાયેલી હતી કે લોકે બધા જ સરખી રીતે કેળવાય. આ બાબતમાં પણ સ્વરાજ્યસરકાર ગાંધીજીની દષ્ટિને વિકસાવી શકી નથી.
સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં ન્યાય મેં ન હોય અને તે મેળવવામાં જરાયે મુશ્કેલી ન હોય. આજે આ બાબતમાં બ્રિટિશ અમલ કરતાં કશે જ સુધારે થયું નથી. ઊલટું કાયદાની ગૂએ વધવા સાથે ન્યાયના પવિત્ર આસન પર બેઠેલાઓ પણ પિતાની ફરજ વધારે ભૂલતા દિખાય છે.
સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં કરનું ધોરણ એવું હોય કે કરને ભરનાર અને તેને વસૂલ કરનાર બેમાંથી કોઈને હાડમારી સહેવી ન પડે અને સરળતાથી સરકારના હાથમાં કર આવે. આજે આથી સાવ ઊલટું છે. કર ભરનારની હેરાનગતિને સરકારને અંદાજ જ નથી. એની વસૂલાતમાં ગોટાળા કેવા થાય છે એને પણ જાણે પૂરે ખ્યાલ કોઈને આવતો નથી. અને સરકારના ખજાનામાં કર આવવાને બદલે મોટા પ્રમાણમાં તે વચ્ચે જ કે ભરખાઈ જાય છે એને પણ સાચ તોલ કેઈ ને હેય એમ લાગતું નથી. આને લીધે પ્રજા ઉપર કરનું ભારણ વધવા છતાં તેને લાભ પ્રજાને મળતા નથી અને સરકારને પૈસાની ખોટ ઊભી જ રહે છે. આ માટે બહુમુખી વેચાણવેરાને દાખલો ટાંકી શકાય. મેટા અમલદારેમાં હૈયાઉકલત જોઈતા પ્રમાણમાં હોત તો એમણે ક્યારનો ઉકેલ કાઢ્યો હેત એમ કાઈ કહે તે તેને અવગણું નહિ શકાય.
સુરાજ્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં સૌને વૈદકીય સારવાર સરળતાથી મળે અને તે પોસાય તેવી હોવી જોઈએ. આજે આ સ્થિતિ નથી. જાણે પૈસાદાર જ જીવવા સર્જાયા છે અને બીજાને જીવવાને તે હક્ક નથી, એ વસ્તુ અત્યારની સરકારી, અર્ધસરકારી કે ખાનગી વૈદકીય સારવાર કરનાર સંસ્થાઓના વ્યવહારથી તરી આવે છે. મધ્યમ વર્ગના અને તેથીયે ઊતરતા વર્ગના લેકે કેવા કષ્ટ સારવાર મેળવે છે અને એ મેળવવા જતાં પેટે કેવા પાટા બાંધવા પડે છે! જે સારવારથી સાજા થવાય તે એને કારી ઘા કેવો લાગે છે અને તે કેટલા વખત સુધી તેને મૂંઝવે છે એને ખ્યાલ કોઈ સત્તાગીને આવતા હોય તે પણ એક સારું લક્ષણ ગણાય.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ].
દર્શન અને ચિંતન - સુરાજ્યનાં ઘણાં લક્ષણે દર્શાવી તેના અસ્તિત્વ-નાસ્તિત્વ વિશે ચર્ચા લંબાવી શકાય, પણ એ જરૂરી નથી. તેમ છતાં એક દાખલો ટાંક જોઈએ.
જે છાપાને હેવાલ જઠો ન હોય તે તે જવાબદાર મંત્રીએ જોવાની વિચારસરણું ઉપર પ્રકાશ નાખે છે. મુંબઈ પ્રાંતના એક મંત્રીને પૂછવામાં આવ્યું કે મંત્રીઓના પગાર પૂરતો છે કે નહિ ? મંત્રી મહાશયે અપૂરતો કહ્યાનું છાપામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે અપૂરતે કયા અર્થમાં મોટા મેટા. ઉદ્યોગપતિઓની આવકની સરખામણમાં કે “અ” વર્ગના રાજ્યના રાજાઓના સાલિયાણુઓની સરખામણીમાં ? જો એમ હોય તો તે અપૂરતો અવશ્ય છે. પણ જનતાના મોટા ભાગને જે સગવડે છે તે કરતાં મંત્રીઓની સગવડ ઓછી છે કે વધારે ? જે વધારે હોય તે અપૂરત ન કહી શકાય. છેવટે તે તેઓ જનતાના પ્રતિનિધિ છે, નહિ કે માત્ર માલદારના. હું ધારું છું, મંત્રીઓને રહેવાની અગવડ નહિ હોય, પોશાક તેમ જ ખાનપાનની નહિ હોય, અને અંગત પરિવારને તાલીમ આપવાની પણ નહિ હેય. પણ ધારે કે એવી કાંઈ હોય તે તે અગવડ જ તેમને માટે પૂરતે પગાર ગણવી જોઈએ, કેમ કે તેઓ છેવટે જનતાની સેવા અર્થે એ પદે બેઠા છે.
લેકે કહ્યા કરે છે કે મેટા મેટા હોદ્દેદારોના પગાર બહુ વધારે છે; ખાસ કરી ચીન જેવા દેશની સરખામણીએ તે બહુ વધારે છે. બીજી બાજુ અમલદારેને એ અપૂરતા લાગે. તે આમાં સાચું શું? વિચાર કરતાં જણાશે કે બન્ને સાચા છે. લોકો ટીકા કરે છે તે પિતાના જીવનધરણ અને પિતાની. આવકની દષ્ટિએ. જે ઉચ્ચ કક્ષાના અમલદારોને પગાર અપૂરત લાગત હેય તેમનું મન વધારે આવકવાળાને સામે રાખી વિચાર કરતું હોય છે. પણ જે સ્વરાયે સુરાજ્યની દિશામાં આગળ વધવું હોય તે ઊંચે હોદ્દો. ધરાવનાર અમલદારેએ પોતાનું માનસ બદલવું જ જોઈશે. તેમણે પિતાને વિચાર ર્યા પહેલાં પિતાના હાથ નીચેના અગવડ ભોગવતા અધિકારીઓની સગવડ વધારવાનો વિચાર પ્રથમ કર જોઈશે, અને જ્યાં લગી સામાન્ય જનતાનું જીવનધોરણ ઊંચું ન આવે ત્યાં લગી તેમણે અગવડ વેડવામાં કૃતાર્થતા લેખવી જોઈશે. એમ ન થાય તે તેઓ કદી સામાન્ય જનતાની અને અગવડ ભોગવતા હાથ નીચેના અધિકારીઓની સાચી પ્રીતિ મેળવી નહિ શકે. સુરાજ્યમાં આવી સાચી પ્રીતિ મેળવવી એ જ ધન લેખાય છે.
આમ, બધું ચાલે છે તેમ ચાલતું હોવા છતાં સુરાજ્યનાં કઈ કઈ લક્ષણે સ્પષ્ટ રીતે આવિર્ભાવ પામતાં જાય છે, એ એક આશાસ્પદ અને જીવનપ્રદ વસ્તુ છે. આવાં લક્ષણોમાં, જેનું પ્રભાત ઊગ્યું છે અને જે વિચારનું
Page #5
--------------------------------------------------------------------------
________________ સ્વરાજ્ય અને સુરાજ્ય [ 17 ધ્યાન ખેંચે છે એવાં એકબે લક્ષણોને નિર્દેશ આવશ્યક છે. આચાર્ય વિનેબા ભાવેની ભૂદાનયજ્ઞ પ્રવૃત્તિ એ એક ક્રાન્તિકારી માનસને પૂર રાક પૂરું પાડે છે અને દેશ શરીરમાં એકત્ર થયેલ અને જામી ગયેલ નિરર્થક સંપત્તિના લેહીને ગતિ આપી દેશશરીરની સમધારણ તુલા રાખવાનું કામ કરી રહેલ છે. ગાંધીજીએ પ્રારંભેલ અહિંસાના સર્વતોમુખી યજ્ઞને એ વિસ્તારી અને વિકસાવી રહેલ છે, જેમાં લાખ અને કરોડોની આજીવિકાને પ્રશ્ન ઉકેલવાનો સંભવ છે. ગાંધીજીનું બીજું ચિરસેવિત સ્વપ્ન એ હતું કે બુદ્ધિની એકાંગી કેળવણીના સ્થાનમાં ક્રિયાપ્રધાન સર્વાગી કેળવણું દેશમાં પ્રતિષ્ઠા પામે, અને તે પ્રામાભિમુખ પણ બને. આ સ્વપ્નને મૂર્ત કરવાનો પ્રયત્ન તે કેટલાંયે વર્ષ થયાં ચાલતું હતું, પણ હમણાં એ પ્રયત્ન કાંઈક મેટા પાયા ઉપર શરૂઆત કરી છે અને તે પણ બ્રાહ્મણત્વનો યથાર્થ વારસો ધરાવનાર આજીવન કેળવણું તેમ જ લેકકેળવણુને વરેલ શ્રી. નાનાભાઈ ભટ્ટ જેવાને હાથે. આ વસ્તુ આમ તે સાધારણ લાગે, પણ ચાલુ કેળવણી અને ઉચ્ચ કેળવણીના પડેલા ધોરી રસ્તાઓથી જેઓ સંતુષ્ટ નથી અને જે કાંઈ દેશને જોઈએ તેવું અને ગામડાંને પચે તેવું શિક્ષણ માગી રહ્યા છે તેમને માટે આવશ્યક કાર્યક્ષેત્ર પૂરું પાડે છે. દેશના કેટલાયે ભાગોમાં કોઈ ને કોઈ નાના પાયા ઉપર સુપ્રવૃત્તિઓ ચાલતી દેખાય છે. પણ ઉપરની બે પ્રવૃત્તિઓ એટલા માટે નોંધી છે કે પહેલી અત્યારે ભારતવ્યાપી છે, જ્યારે બીજી ગુજરાત વ્યાપી છતાં છેવટે ભારતવ્યાપી થવાની પૂર્ણ શક્યતા ધરાવે છે. આવી જ પ્રવૃત્તિઓ ક્યારેક સુરાજ્યની ઝાંખી કરાવશે એ ચેસ. –પ્રસ્થાન, ઓગસ્ટ 1953.