SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪} દર્શન અને ચિંતન સ્વરાજ સુરાજ્યની આગાહી તે આપે જ છે. એની દિશા સુરાજ્યની છે. તેને મુખ્ય પુરા લેકશાહી છે. લેકે પોતે જ પોતાના પ્રતિનિધિઓ ચૂટે અને તે પ્રતિનિધિઓ લેકહિત અર્થે જ બધું વિચારે અને કરે એ સુરાજ્યની દિશા છે. પણ દિશા હેવી તે એક વાત અને તે દિશામાં ત્વરિત ગતિએ સાચું પ્રયાણ કરવું એ બીજી વાત છે. ઉંમરલાયક સ્ત્રીપુરુષો મત આપે, પણ તે મતદાન પાછળ પૂરી સમજણ, વિવેક અને નિર્ભયતા ન હોય તે એ મતદાન પિકળ જેવું સાબિત થાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી સંપૂર્ણપણે લોકહિતના પ્રશ્નમાં જાગતા ન રહે તે માટે પ્રયત્નશીલ ન રહે, તે એ પણ એક નાટક ભજવવા જેવું જ થાય. રાજ્યધુરાવાહકે પિતાની સત્તાના જ ગુલામ થઈ જાય અને લેકસંપર્કથી વેગળા પડી પિતાને કોઈ જુદા વર્ગના જ માનવા જેટલું ગુમાન સેવે તે એ પણ લોકશાહીની મશ્કરી જ છે. આપણું સ્વરાજ્ય લોક શાહી ઉપર ચાલે છે એ ખરું, પણ સુરાજ્ય માટે લોકશાહીના અંગેઅંગમાં જે બળ, જે તાજગી, અને જે કૃતિ જોઈએ તે નથી. એટલે સુરાજ્યની દિશામાં હોવા છતાં દેશ આગળ વધી શક્તો નથી, સુરાજ્યનું સુખ અનુભવી શક્તો નથી. સુરાજ્યનું પહેલું લક્ષણ એ હેવું જોઈએ કે કામ કરી શકે એવા ઉંમરલાયક કોઈ પણ સ્ત્રીપુરુષને બેકાર રહેવું ન પડે. આજે એ સ્થિતિ નથી. અકર્મણ્યતા હાડોહાડમાં હોવા છતાં પણ જીવવા માટે ઘણા લોકો કામ માગે છે અને તેમને પૂરતું કામ મળતું નથી. ગણ્યાગાંઠયા માણસે કામના બેજથી ઘસાય છે તે લોકોને મોટો ભાગ બેકારીથી ઘસાય છે. ગાંધીજીએ પોતાની હિલચાલ દરમ્યાન એ વાત ધ્યાનમાં રાખેલી કે દેશના કરે! માણસોને કામમાં જેતરવા હોય તે શું શું કામ સરળતાથી તેમને ઘરબેઠાં આપી શકાય. ગાંધીજીની આ દૃષ્ટિની અત્યારે ઉપેક્ષા જ નથી થઈ રહી, પણ ખરી રીતે કહીએ તે જાણે-અજાણે સરકારને હાથે એ દષ્ટિને આત્મા હણાઈ રહ્યો છે. એટલે અત્યારે એમ કહી શકાય કે સ્વરાજ્ય હજી સુરાજ્યનું પ્રથમ લક્ષણ સિદ્ધ નથી કર્યું. સુરાજ્યનું બીજું લક્ષણ એ હેવું જોઈએ કે દેશને દરેક નિવાસી પિતે ધારે તેવી કેળવણું–જીવનપ્રદ કેળવણી—સરળતાથી મેળવી શકે. આજે આ સ્થિતિ છે જ નહિ. કેળવણું મેળવવાનું એટલું બધું મેધું અને મુશ્કેલ બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249177
Book TitleSwarajya ane Surajya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Society
File Size219 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy