Book Title: Swarajya ane Surajya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સ્વરાજ્ય અને સુરાજ્ય [ ૧૭૫ ગયું છે કે બહુ ગણ્યાગાંડ્યા જ સરળતાથી તે મેળવી શકે. બીજાઓ માટે તે કેળવણું લેવી–માનસિક સંસ્કાર અને ગ્યતા મેળવવાં—એને અર્થ છે પિતાની જુવાની બરબાદ કરવી; એટલું જ નહિ, પણ પિતાના પિષકે અને વડીલેને અર્થે પેટે રાખવા. ગાંધીજીના પ્રયત્નમાં એ પણ એક વસ્તુ સમાયેલી હતી કે લોકે બધા જ સરખી રીતે કેળવાય. આ બાબતમાં પણ સ્વરાજ્યસરકાર ગાંધીજીની દષ્ટિને વિકસાવી શકી નથી. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં ન્યાય મેં ન હોય અને તે મેળવવામાં જરાયે મુશ્કેલી ન હોય. આજે આ બાબતમાં બ્રિટિશ અમલ કરતાં કશે જ સુધારે થયું નથી. ઊલટું કાયદાની ગૂએ વધવા સાથે ન્યાયના પવિત્ર આસન પર બેઠેલાઓ પણ પિતાની ફરજ વધારે ભૂલતા દિખાય છે. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં કરનું ધોરણ એવું હોય કે કરને ભરનાર અને તેને વસૂલ કરનાર બેમાંથી કોઈને હાડમારી સહેવી ન પડે અને સરળતાથી સરકારના હાથમાં કર આવે. આજે આથી સાવ ઊલટું છે. કર ભરનારની હેરાનગતિને સરકારને અંદાજ જ નથી. એની વસૂલાતમાં ગોટાળા કેવા થાય છે એને પણ જાણે પૂરે ખ્યાલ કોઈને આવતો નથી. અને સરકારના ખજાનામાં કર આવવાને બદલે મોટા પ્રમાણમાં તે વચ્ચે જ કે ભરખાઈ જાય છે એને પણ સાચ તોલ કેઈ ને હેય એમ લાગતું નથી. આને લીધે પ્રજા ઉપર કરનું ભારણ વધવા છતાં તેને લાભ પ્રજાને મળતા નથી અને સરકારને પૈસાની ખોટ ઊભી જ રહે છે. આ માટે બહુમુખી વેચાણવેરાને દાખલો ટાંકી શકાય. મેટા અમલદારેમાં હૈયાઉકલત જોઈતા પ્રમાણમાં હોત તો એમણે ક્યારનો ઉકેલ કાઢ્યો હેત એમ કાઈ કહે તે તેને અવગણું નહિ શકાય. સુરાજ્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં સૌને વૈદકીય સારવાર સરળતાથી મળે અને તે પોસાય તેવી હોવી જોઈએ. આજે આ સ્થિતિ નથી. જાણે પૈસાદાર જ જીવવા સર્જાયા છે અને બીજાને જીવવાને તે હક્ક નથી, એ વસ્તુ અત્યારની સરકારી, અર્ધસરકારી કે ખાનગી વૈદકીય સારવાર કરનાર સંસ્થાઓના વ્યવહારથી તરી આવે છે. મધ્યમ વર્ગના અને તેથીયે ઊતરતા વર્ગના લેકે કેવા કષ્ટ સારવાર મેળવે છે અને એ મેળવવા જતાં પેટે કેવા પાટા બાંધવા પડે છે! જે સારવારથી સાજા થવાય તે એને કારી ઘા કેવો લાગે છે અને તે કેટલા વખત સુધી તેને મૂંઝવે છે એને ખ્યાલ કોઈ સત્તાગીને આવતા હોય તે પણ એક સારું લક્ષણ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5