Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 5
________________ સંવેદનાઃ ક્રિયાનો પ્રાણઃ અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોએ સંસાર-સાગરને તરવા માટે, દુઃખથી હંમેશ છૂટકારો મેળવવા માટે સમ્યજ્ઞાન અને સમ્યફ ક્રિયાનો સુમેળ કરવાની વાત મૂકી છે. જ્ઞાન વગરની ક્રિયા અથવા ક્રિયા વગરનું જ્ઞાન પૂર્ણ ફળ ન જ આપી શકે. એક રથનાં બે પૈડાં જેવી આ વાત છે. બંને પૈડાંથી જ રથ ચાલે. જ્ઞાન-ક્રિયાનો મહિમા અને બંનેની અનિવાર્યતા જણાવતાં સ્થવિર ભગવંત શ્રી મરણ સમાધિ પન્ના ગ્રંથમાં ફરમાવે છે કે – नाणसहिअं चरित्तं नाणं संपायगं गुणसयाणं । एस जिणाणं आणा नत्थि चरित्त विणा नाणे ।। ચારિત્ર જ્ઞાન સહિત હોય, જ્ઞાન સેંકડો ગુણોને લાવનાર છે. જ્ઞાન વિના ચારિત્ર (ક્લિા) નથી એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે. नाणेण विणा करणं न होइ नाणं वि करणहीणं तु । नाणेण य करणेण य दोहिवि दुक्खक्खयं होइ ।। જ્ઞાન વિના ક્રિયા ન શોભે ક્રિયા વિના જ્ઞાન ન શોભે. જ્ઞાન અને ક્રિયા બંને સાથે હૉય તો દુઃખનો ક્ષય (કર્મનો ક્ષય) થાય. જ્ઞાન વગર ક્રિયા શુદ્ધિ નથી અને ક્રિયા વગરનું જ્ઞાન ફળ વગરના વાંઝિયા વૃક્ષ જેવું છે. ક્રિયાનું જ્ઞાન હશે, એના હેતુ-રહસ્યનો ખ્યાલ હશે તો જ ક્રિયા કરતાં હૈયું ભળશે. મન-વચન-કાયા એકાગ્ર બનશે, એની એકાગ્રતાથી જ સંવેદના પ્રગટ થશે. દરેક સૂત્રોના ઉશ્કરની પદ્ધતિ, પદ-સંપદા, લઘુગુરુ અક્ષર (સ્વર) વગેરેના ઉપયોગપૂર્વક બોલાતાં સૂત્રની સાથે, તે તે સૂત્ર સમયે કયો ભાવ લાવવો ? અંતરને કઈ ભાવનાથી-સંવેદનાથી યુક્ત બનાવવું? એ ઉપયોગ અવશ્ય હોવો જોઈએ તો જ એ ક્રિયા ચેતનવંતી બને. એ ચેતનવંતી ક્રિયાને જ સમ્યક ક્રિયા કહેવાય. સમ્યક ક્રિયાના પાયામાં સમ્યજ્ઞાન છે. ક્રિયા સમયે જ્ઞાનનો ઉપયોગ અવશ્ય હોવો જ જોઈએ; કારણ, “ઉપયોગે ધર્મએ સૂત્ર પ્રમાણે ઉપયોગ હોય ત્યાં જ ધર્મ છે. ઉપયોગ વગરની ક્રિયા ધર્મ ન બને. ક્રિયાને ઉપયોગવાળી બનાવવા માટે સાધનભૂત આ પુસ્તિકાનો ઉપયોગ કરી જીવો ક્રિયાના વાસ્તવિક ફળ સ્વરૂપ અક્રિયપણાને (જ્યાં કોઈ જ ક્રિયા કરવાની રહેતી નથી એવા સ્થાનને) પ્રાપ્ત કરનારા બને, અને એ દ્વારા, વિદુષી સાધ્વીજી શ્રી પ્રશમિતાશ્રીજી એ કરેલ પરિશ્રમને સફળ બનાવે એ જ મંગલ કામના. સૂત્ર સંવેદના ભાગ-૨ તથા વંદિત્ત સૂત્ર - સંવેદનાનું લખાણ સંશોધન માટે મારા ઉપર મોકલીને તેમને મને સ્વાધ્યાયનો સુંદર લાભ આપ્યો છે. વિદિતુ સૂત્ર બોલવા માટે શ્રાવકની દિનચર્યામાં જણાવ્યું છે કે, વંદિતુ સૂત્ર બોલતાં ફક્ત બોલનાર પોતાને જ નહિ, પણ સાંભળનારાઓને ય સંવેગરંગની વૃદ્ધિથી રૂવાટાં ખડાં થઈ જાય, આંખમાં આંસુ ઉભરાય તે રીતે બોલે. આ વિધાનોને ચરિતાર્થ કરવા માટે, ક્રિયા સાથે જ્ઞાનને ભેળવવા માટે સંવેદના જાગૃત કરવા માટે આ ગ્રંથ ઉપયોગી બનશે એ નિર્વિવાદ છે. સંવેદના વગરની ક્રિયા પ્રાણ વિહોણી ગણાય. ગોળ ખાય ને ગળપણની અનુભૂતિ ન થાય. એવું કઈ રીતે બને ? તેમ ક્રિયા કરે અને અંતર સંવેદનાથી ન ભિજાય તે કેમ ચાલે ? • આ રીતે સંવેદના પૂર્વકની ક્રિયાથી ક્રિયાનું ઊંચું ફળ મેળવવામાં સફળ બનો,એજ મંગલ કામના. શ્રી કૃષ્ણનગર જૈન ઉપાશ્રય, - પં. ભવ્યદર્શન વિજય ગણી, અમદ્યવાદ. ૨૦૧૨, ભા.વ.૪

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 280