Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઈનાં દીલ નહી દુભાવતાં ઘરનો કાર્યભાર એવી કુનેહથી ચલાવતાં કે આખા કુટુંબની તેમના તરફ મીઠી નજર રહેતી. પિતે વિચારશીળ અને વિવેકવાનું હોઈ વડીલેને પ્રેમ તેઓ સારે સંપાદન કરી શકયાં હતાં. તેથી તેમની સલાહ સિવાય એક પણ પગલું આગળ ભરાતું નહિ. તેઓમાં પતિઆજ્ઞા ગયણ સુશીલ અને સહિષ્ણુતાના ગુણ સારા ખીલ્યા હતા. ધાર્મિક સંસ્કારે તો પ્રથમથી જ ખીલ્યા હતા અને તે જીંદગીના છેડા પર્યત કાયમ રહ્યા હતા. મન પર કાબુ સારે ધરાવતાં. સહેજ સહેજમાં કદી પણ પોતાને મીજાજ ખાતાં નહિ. જો કે પ્રથમથી જ તેઓ સુખી હતાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાગ્યદેવીની તેમના કુટુંબ પર સારી કૃપા થયેલી અને તેથી આર્થિક સ્થિતિમાં સારાં આગળ વધ્યાં હતાં.ઐશ્વર્ય વૈભવ અને ઠકુરાઈનાં સાધનો પુરતાં હતાં છતાં નમ્રતા અને નિરાભિમાનતા, આ ગુણો કદી તેમનાથી દૂર નહોતા ખસ્યા. એવા સંસ્કારે તે તેમના અતિ ધર્મ પિતાને વારસો હતો. પિોપટબેને પોતાની જીંદગીમાં નાની મોટી અનેક જાત્રાઓ કરી હતી. તેમના પિતાશ્રીએ કહાડેલા શ્રી સિદ્ધગિરિજીના સંધમાં તેઓ પણ ગયાં હતાં, તેઓ બચરવાળ હતાં. એવી સ્થિતિમાં પણ ધર્મને તક મળે ભૂલતાં નહોતાં. બરવાળમાતાની જીંદગી ધર્મનુષ્ઠાન વિશેષ સેવી ન શકે. પણ હૃદય ધમથી કદી દૂર ન હોય, ન બની શકે તેથી હૃદય જરૂર ડંખે. તેવી જ તેમની સ્થિતિ હતી, તે તેમના બાલ્યવયના ધર્મસંસ્કારને આભારી હતી. અને એથી પોતાના બાલકામાં પણ તેવા સંસ્કાર નાખવાને તેઓ ચુક્યાં નહોતાં. ઉત્તમ કુળમાં સંસ્કાર પણ ઉત્તમ જ હોય જેમને પિતૃ પક્ષ પણ ઉત્તમ અને શ્વશુર પક્ષ પણ ઉત્તમ એ પરમ ભાગ્યવાનને જ પ્રાપ્ત થાય છે. પિપટબાઈને એ સફભાગ્ય પ્રાપ્ત થયેલ હોવાથી તેઓનું જીવન સંસ્કારી અને ધડો લેવા લાયક બન્યું હતું. તેમનું વાત્સલ્ય અને પ્રેમાળ સ્વભાવ સંબંધીવર્ગને ચાહ હેરી શક્યો હતો. પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 635