________________
આટલું લખી શકીશ. પરતું ધીરે ધીરે જેમ જેમ હું આ વિષયમાં ઊંડો ઉતરત ગયે અને મને બહેળાં સાધન મળતાં ગયાં, તેમ તેમ મારું આ કાર્યક્ષેત્ર વિશાળ થતું ગયું; અને તેનું પરિણામ એ આવ્યું કે જનતાની સમક્ષ મારા આ ક્ષુદ્રપ્રયાસનું ફળ ઉપસ્થિત કરતાં મને લાંબા સમયને ભોગ આપવો પડશે. અને તેમાં પણ ખાસ કરીને અમારા સાધુધર્મના નિયમ પ્રમાણે એક વર્ષમાં આઠ માસ પરિભ્રમણ કરવાના કારણે આ પુસ્તકને પૂરું કરવામાં આશાતીત સમય લાગી ગયે.
આ પુસ્તક લખવામાં જ્યાં સુધી બન્યું ત્યાં સુધી કોઈપણ વિષયની સત્યતા ઈતિહાસથી જ પુરવાર કરવાનો પ્રયત્ન કરેલો છે અને તેટલા માટેજ હીરવિજયસૂરિના સંબંધમાં, કેટલાક લેખકોએ લખેલી એવી બાબતે, કે જે માત્ર સાંભળવા ઉપરથીજ વગર આધારે લખી દેવામાં આવેલી, તે બાબતને આ પુસ્તકમાં સ્થાન આપ્યું નથી. માત્ર હીરવિજયસૂરિએ અને તેમના ચોક્કસ શિષ્યોએ તેમના ચારિત્રના બળથી-ઉપદેશથી અકબર ઉપર જે પ્રભાવ પાડે, અને જે બાબતેને જેનલેખકોની સાથે બીજા લેખકે પણ દેઈ ને કોઈ રીતે મળતા થયેલા છે, તે જ બાબતને પ્રધાનતયા મેં આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. પુસ્તકના વાંચનારાઓને તે જણાઈ આવશે કે માત્ર ચરિત્રના બળથી–પિતાના ઉપદેશના પ્રભાવથી હીરવિજયસૂરિ અને એમના શિષ્યોએ અકબર જેવા મુસલમાન સમ્રા ઉપર કંઈ ઓછો પ્રભાવ નથી પાડ? અને તેનું જ એ કારણ હતું કે--અકબરનો અને જૈનેને સંબંધ માત્ર અકબરની હયાતી સુધીજ રહેવા પા; પરન્તુ તે પછી ૪-૫ પેઢી સુધી–અર્થાત જહાંગીર, શાહજહાન, મુરાદબક્ષ ઔરંગજેબ અને આઝમશાહ સુધી ઘનિષ્ઠ સંબંધ ચાલુ રહ્યાનાં પ્રમાણ મળે છે. એટલું જ નહિં, પરંતુ અકબરની માફક તેમણે પણ કેટલાંક ફરમાને નવાં કરી આપ્યાં હતાં. તેમ અકબરે આપેલાં કેટલાંક ફરમાનેને તાજા પણ કરી આપ્યાં હતાં. આવાં કેટલાંક ફરમાનેના હિન્દી અને અંગરેજી અનુવાદ બહાર પણ પડી ગયા છે. તે ઉપરાંત અમારા વિહાર દરમીયાન ખંભાતના પ્રાચીન જૈનભંડાર તપાસતાં સાગરગચ્છના ઉપાશ્રયમાંથી અકબર અને જહાંગીરનાં છ ફરમાને (જહાંગીરના એક પત્ર સાથે) અકસ્માત અમને પ્રાપ્ત થયાં. દિલગીર, છું કે તે છ ફરમાને પૈકીનું એક ફરમાન, કે જે જહાંગીરનું આપેલું છે, અને જેમાં વિજયસેનસૂરિના સ્તૂપને માટે ખભાતની અકબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org