Book Title: Stree Purushna Balabalni Mimansa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ૯૯૦ ] દર્શન અને ચિંતન તેથી તેનું નામ ઉ૫લવરણ (ઉત્પલવણ) પાડવામાં આવ્યું હતું. એ ઉંમર લાયક થઈ ત્યારે એના સૌન્દર્યની કીર્તિ સાંભળી ઘણા રાજપુત્ર અને શ્રેષ્ઠિકુમારેએ એની માગણી કરી. એના બાપ પર આ એક મોટું સંકટ આવી પડ્યું. છોકરી જે પ્રવજ્યા લે તે આપણે આમાંથી મુકત થઈ શકીએ, એવું વિચારી એણે છોકરીને કહ્યું, “તું ભિક્ષુણી થઈશ કે?” આ સાંભળી કરીને અત્યંત આનંદ થયે અને એ ભિક્ષુણું થવા માટે તરત જ તૈયાર થઈ. એ રીતે એને ભિક્ષુણી બનાવવામાં આવી. કયારેક ઉપલવરણ સવારના પહોરમાં એક પ્રફુલ્લિત શાલવૃક્ષ નીચે ઊભી હતી. તે વખતે પાપી માર ઉપલવણામાં બીક તથા લોમહર્ષ (કમકમાટી) ઉત્પન્ન કરવાના અને એને સમાધિમાંથી ભ્રષ્ટ કરવાના હેતુથી ત્યાં આવ્યું અને બેલ્યો, “આ સુપુષિત શાલવૃક્ષ નીચે તું એકલી ઊભી છે. તારા જેવી બીજી સુંદર સ્ત્રી મળવી મુશ્કેલ છે. ગાંડી છેકરી! તને ધૂર્ત લેકેની બીક નથી લાગતી ?” ઉપ્પલવણ બોલી, “આ ઠેકાણે સેંકડે કે હજારે દૂત આવે તે– પણ તેઓ મારે એક વાળ પણ વાંકે કરી શકે તેમ નથી. હે માર ! - જેકે હું એકલી છું, છતાં તારાથી બીતી નથી. મારું મન મારા કાબૂમાં છે. સિદ્ધાંત હું પૂર્ણ રીતે જાણું છું અને હું સર્વબંધનમાંથી મુક્ત થઈ છું. હે માર ! હું તારાથી ગભરાતી નથી.” (બૌદ્ધસંધને પરિચય, પૃ. ૨૬૧ ). આખ્યાન-૫ મગધદેશના મહાતીર્થ નામના ગામમાં એક અત્યંત શ્રીમંત બ્રાહ્મણ કુટુંબમાં મહાકાશ્યપને જન્મ થયો. એનું નાનપણનું નામ પિલી હતું. એ મે થયે ત્યારે પરણવા માટે એની માએ એની પાછળ તગાદો ચલાવ્યો. આજીવન બ્રહ્મચર્ય પાળવાને નિશ્ચય અને માતૃપ્રેમ એ બેન સાણસામાં બિચારે સપડાય. છેવટે એક સોનીને હજાર મહેશ (નિષ્ક) આપી એણે એક સેનાની ઉત્તમ સ્ત્રી–પ્રતિમા બનાવરાવી અને એને વસ્ત્રો, દાગીનાઓ અને ફૂલોથી શણગારી માને કહ્યું, “જે આવી સુંદર સ્ત્રી મળે તે હું પરણું.” કાશ્યપ ધારતું હતું કે એવી સુંદર સ્ત્રી મળશે નહિ અને હું અવિવાહિત રહી શકીશ. પણ એની મા ઘણું ખટપટી હતી. એણે આઠ હાંશિયાર બ્રાહ્મણને એવી સુંદર સ્ત્રીની શોધ માટે દેશદેશ મોકલી આપ્યા. તે વખતે ભદ્રદેશની સ્ત્રીઓ સૌન્દર્ય માટે ઘણી પ્રખ્યાત હતી. તેથી એ બ્રાહ્મણે પહેલા એિ દેશના સાગર નામના એક નગરમાં ગયા, અને સુવર્ણપ્રતિમા નદીકાંઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9