Book Title: Stree Purushna Balabalni Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249257/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા [૩૪] • કેઈ કહે છે કે સ્ત્રીઓએ પુનું પૌરુષ હર્યું. બીજાઓ વળી કહે છે કે પુરુષોને લીધે જ સ્ત્રીઓ અબળા બની. આ બેમાં કઈ એક જ કથન સાચું છે કે બને સાચાં છે કે બને ખોટાં છે એ પ્રશ્ન છે. એને ઉત્તર મેળવવા ઈચ્છનારે વિશેષ ઊંડા ઊતરવું જોઈશે. વિકારને વેગ માત્ર અમુક જાતિ સાથે સંબંધ નથી ધરાવતા. તેને તપાસવા આમાની ભૂમિકાઓ ઉપર દષ્ટિપાત કરવો પડશે. સ્ત્રી હોય કે પુરૂષ, બન્નેમાં આત્મા સમાન છે. વાસનાના કૃત્રિમ વાતાવરણથી તેજ ખંડિત ન થયું હોય એ જાગતે તેજસ્થી આત્મા સ્ત્રીના શરીરમાથે હેઈ શકે અને પુરુષના શરીરમાંયે હોઈ શકે. કાવ્ય, કળા, વિદ્યા કે ધર્મના ભવ્ય સંસ્કાર માત્ર અમુક જાતિ સાથે સંકળાયેલા નથી હોતા. એ સંબંધમાં આલંકારિક રાજશેખર પોતાની કાવ્યમીમાંસામાં. કહે છે કે, પુસણની પેઠે સ્ત્રીઓ પણ કવિ થાય, કારણ કે સંસ્કાર એ આત્મા સાથે સંબંધ ધરાવે છે. તે સ્ત્રી કે પુએવા વિભાગની અપેક્ષા નથી રાખો. તે કહે છે કે, “અનેક રાજપુત્રીઓ, મંત્રીપુત્રીઓ, ગણિકાઓ અને સ્ત્રીઓ શાસ્ત્રજ્ઞ અને કવિ તરીકે સંભળાય છે અને જોવામાં પણ આવે છે.” સ્ત્રી જાતિના બળ અને શાલ વિશે શંકા ઉઠાવનારને ઉત્તર આપતાં સાહિત્યસ્વયંભૂ હેમચંદ્ર (પિતાના યોગશાસ્ત્રની ટીકામાં પૃ. ૨૦૦ થી) બહુ જ માર્મિક ભાષામાં વિસ્તારથી કહે છે કે સ્ત્રીઓ પુરુષના જેટલી જ દાન, સમાન અને વાત્સલ્યની પાત્ર છે, કારણ કે તેઓ પણ પુરુષ જેટલી જ ગ્યતા ધરાવે છે. અમુક સ્ત્રી વ્યક્તિઓ ગ્ય ન હોય કે દૂષિત હોય તે ઉપરથી આખી સ્ત્રી જાતિને બલ કે શીલહન માનવામાં આવે તે પુરુષજાતિને પણ તેવી જ માનવી જોઈએ, કારણ કે અનેક પુરુષો પણ દૂર, કૃત અને મૂર્ખ હોય છે. અનેક પુરુષો યોગ્ય પણ મળે છે, તેથી આખી પુરુષજાતિને અયોગ્ય કહી ન શકાય એવી દલીલ કરવામાં આવે છે તે દલીલ સ્ત્રીના વિષયમાં Page #2 -------------------------------------------------------------------------- ________________ રી-પુરુષના બળાબળની મીમાંસા સરખી જ લાગુ પડે છે, કારણ કે અનેક ત્યાગી અને ગૃહસ્થ સ્ત્રીઓ પુરુષવંધ અને દેવવંદ્ય થઈ ગઈ છે. વિદ્વાનના એ અનુભવની સત્યતા સાબિત કરનાર અનેક પ્રાચીન આખ્યાને આપણું આર્યશાસ્ત્રમાં છે. અત્યારે અહીં એવાં કેટલાંક આખ્યાને જઈશું કે કઈમાં પુરુષ અલ રહી સ્ત્રી તરફ નિર્વિકાર રહે છે અને કેાઈમાં સ્ત્રી નિર્વિકાર રહી ઊલટી પડતા પુરૂને સ્થિર કરે છે. પહેલું આખ્યાન હિંદુશાસ્ત્રમાં પ્રાચીનમાં પ્રાચીન ગણાતા કદમાંનું છે, બીજું એ આખ્યાને જેને આગામોમાંનાં છે અને બે આખ્યાને બૌદ્ધ સાહિત્યમાંનાં છે. વેદના એ આખ્યાનમાં ભાઈ અને બહેનનો પ્રસંગ છે. બહેન યમી ભાઈ મને પરણવા પ્રાર્થે છે. યમ એ અધર્મ માર્ગે જવાની ના પાડી પિતાની બહેનને અન્ય ઈ તરણ સાથે જોડાવા સમજાવે છે. બહેન બહુ લલચાવે છે, ધમકાવે છે ને શાપ પણ આપે છે, પરંતુ ભાઈ યમ પિતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા નથી કરતે ને પિતાના નિશ્ચયમાં ભક્કમ રહે છે. આ આખ્યાનમાં પુરૂષાત્માના જાજવલ્યમાન આત્મતેજનું અને સ્ત્રી-આત્માના વાસનારૂપ આવરણનું દર્શન થાય છે. તેથી ઊલટો દાખલે જૈન આખ્યાનમાં છે. એમાં ભાઈ ભરત ચક્રવર્તી ઓરમાન બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છે છે. એ યુગ ભાઈ-બહેનના લુનનો હતો. એવાં લગ્ન ત્યારે સહજ હતાં. એમાં નિંદા કે તિરસ્કાર ન થતા, છતાં સુંદરીને જાગરિત આત્મા ચક્રવતી ભાઈને વૈભવથી કે તેના મહત્વથી ચલિત નથી થતો, ઊલટે અખંડ તિની પેઠે વધારે તેજથી પ્રકાશે છે. એ સુંદરી પોતાના શારીરિક સૌન્દર્યને મેહનું સાધન સમજી શરીરને નિસ્તેજ બનાવવા અને તેનું બાહ્ય તેજ અંદર ઉતારી તેજસ્વી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું અનુષ્ઠાન કરે છે. અતિ લાંબા વખત સુધી રસાસ્વાદ ત્યજી તે સુંદરી બહારથી જેટલી અસુંદર તેટલી જ અંદરથી સુંદરતમ બની તપને બળે ભાઈને સમજાવે છે અને તેની વાસના શમાવે છે. આ આખ્યાનમાં સ્ત્રીઆત્માનું અખંડ તેજ, પડતા પુરુષને ઉદ્ધરે છે. ત્રીજા જૈન આખ્યાનમાં પણ એક કુમારી બ્રહ્મચારિણી અને સાણી રાજપુત્રીના નિશ્ચલ બ્રહ્મચર્યનું દર્શન થાય છે. એ સાધ્વી વિકારવશ થતા એક સાધુને તેના ધ્યેયનું સ્મરણ આપી શાશ્વત અને માર્મિક ઉપદેશથી તેને સંયમમાં સ્થિર કરે છે, અને સ્ત્રી-કલેવરમાં વસતા આત્માનું કેટલું તેજ હેઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬] દર્શન અને ચિંતન શકે એને દાખલે આપણી સામે રજૂ કરે છે. આ ત્રણે આખ્યાને અનુક્રમે નીચે આપવામાં આવે છે. ચોથું આખ્યાન બૌદ્ધ ભિખુર્ણ ઉપલવણું અને પાંચમું આખ્યાન બૌદ્ધ ભિખુણી ભદ્દા કાપિલાનીનું છે. અંતર્મુખ વૃત્તિની અલૌકિક ચંચુ વડે સહજ સુખને આસ્વાદ લેવામાં નિમગ્ન એવી સમાહિતમના ઉપલવણાનું સૌંદર્ય જોઈ ચલિત થયેલ માર (વિકારવૃત્તિ અથવા વિકારમૂર્તિ કઈ પુરુષ) તેને બહિર્મુખ કરવા અને પિતા તરફ લલચાવવા પ્રયત્ન કરે છે, પરંતુ એ ધરમને ભિખુણીના અડોલ પણ સામે છેવટે તે માર હાર ખાઈ ચાલ્યો જાય છે. પાંચમાં આખ્યાનમાં ભદ્દા કાપિલાની સ્ત્રી જાતિમાં સુલભ અને છતાં દુર્લભ મનાતા વૈર્યને સચોટ પુરા પૂરું પાડે છે. પોતાના પતિ મહાકાશ્યપની બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞામાં અધગી તરીકે જોડાઈ તે ધર્મવીર બાઈ તે પ્રતિજ્ઞાને અદ્ભુત રીતે સંપૂર્ણ કરવા સાથ આપે છે. સહ-શયન છતાં પુષ્પમાળાનું ન કરમાવું એ એ લેકોત્તર પતીના વિકસિત માનસનું માત્ર બાહ્ય ચિહ્ન છે. મહાકાશ્યપ અને ભદા કાપિલાનીની અલૌકિક બ્રહ્મચર્ય પાલનની કથા જૈન કથાસાહિત્યમાં અતિપ્રસિદ્ધ એક વૈશ્ય બ્રહ્મચારી દંપતીની યાદ આપે છે કે જે સહશયન છતાં વચ્ચે ઉઘાડી તલવાર મૂકી આજન્મ બ્રહ્મચર્ય પાળવામાં સફળ થયાં હતાં. એ દંપતીમાં પતિનું નામ વિજય અને પત્નીનું નામ વિજયા હતું. જૈન સમાજમાં એ વિજય શેઠ અને વિજયા શેઠાણીને નામે જાણીતા છે. પુછપમાળાને બ્રહ્મચર્યની કોમળતાનું અને ઉઘાડી તલવારને બ્રહ્મચર્યની કઠોરતાનું રૂપક માની આપણુ જેવાએ એ કોમળ અને કઠોર વ્રતને બરાબર સમજવાનો પ્રયત્ન કરે જોઈએ. બાકી, તેને જીવનમાં ઉતારવા માટે કેઈએ પુછપમાળા કે તલવારને આશ્રય લેવાની કશી જરૂર નથી. આખ્યાન-૧ યમી–સખાને સખ્ય માટે પસંદ કરું છું. વિશાળ અર્ણવ ઉપર હું આવી છું. યોગ્ય પુત્રને વિચાર કરો વેધા પૃથ્વીને વિશે (માસ) વિશે પિતાના નપાનું (ગર્ભલક્ષણ અપત્યનું) આદાન કરે. (૧) યમ–– હે યામિ ! તારે સખા સને ઈચ્છતો નથી; શાથી જે લક્ષ્મ (સમાન નિ ) તે હોય વિષમરૂપ થાય છે. મહાન અસુરના વીર પુત્રો–વીને ધારણ કરનારા વિશાળ જુએ છે. (૨) Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા [૯૮૭ યમી–તે દેવે એક મર્યનું ( તારું) આ અપત્ય ઇચડે છે. તારું મન મારા વિશે મૂક. જનકપિતા તું તનમાં પ્રવેશ કર. (૩) ' યમ–પહેલાં જે કર્યું નથી (તે કરીએ) ? ઋત બોલનારા અનૂત. બેલીએ ? (હું) પાણીમાં ગંધર્વ, તું) પાણીમાની ચોષિત. તે આપણું નાભિ (ઉત્પત્તિસ્થાન) તે આપણું મોટું સગપણ છે. (૪) યમી–ગર્ભમાં જ આપણને વિશ્વરૂપ, ત્વષ્ટા, સવિતા જનકે દંપતી કર્યા છે. આનાં વ્રત (નિયમ) કાઈ પી શકતું નથી. આપણે એને પૃથ્વી અને. ઘી ઓળખે છે. (૫) યમ-–પહેલા દિવસને કોણ જાણે છે? કોણે જે છે? કાણે (તે વિશે) કહ્યું છે? મિત્રનું, વરુણનું તેજ મહાન છે. હે આહન્ત (મર્યાદા તેડનારી) . પુને લેભાવવા તું શું બોલે છે ? (૬) યમ–મને યમીને યમનો કામ થયો છે–એક સ્થાનમાં સાથે સૂવા માટે. જયાની જેમ પતિને માટે તનુને પ્રકટ કરું. રથને પડાની જેમ ગાઢ થઈએ. (અથવા ઉદ્યમ કરીએ, દેડીએ.) (૭) યમ–દેવોના જે સ્પશે (ચાર) અહીં ફરે છે તે ઊભા રહેતા નથી, આંખ મીંચતા નથી. હે આહત (ભર્યાદા તોડનારી)! મારાથી અન્યની સાથે. શીઘ્રતાથી તું જ. રથના પૈડાની જેમ તેની સાથે ગાઢ થા. (૮) - યમી—આને રાત્રિઓ અને દિવસો આપે. સૂર્યનું ચક્ષુ ફરી ફરી ઉદય પામે. ઘમાં અને પૃથ્વીમાં સમાનબધુ મિથુન થાય જોડાય . શ્રેમી યમનું સગપણને ન છાજતું (કૃત્ય) ધાણ કરે. (૯) * યમ– (એના) ઉત્તર યુગ આવશે જેમાં સગાંઓ સગાંને ન છાજે એવું કરશે. વૃષભ માટે (વયના એક કરનાર માટે) બાહુને ઓશીકું કર. હે સુભગે ! મારાથી અન્યને પતિ તરીકે ઈ૭. (૧૦) યમી-–જ્યારે નાથ ન હોય ત્યારે શું ભાઈ હોય ? જ્યારે નિમંતિ. ( નાશ) આવે ત્યારે બહેન હોય ? કામથી મૂઢ થઈ હું આ બહુ લવું છું. શરીર વડે મારા શરીરને સંપર્ક કર. (૧૧) યમ– હું તારા શરીર સાથે શરીરને સંપર્ક નહિ કરું. જે બહેનને જાય (સંગ કરે છે તેને પાપી કહે છે. મારાથી અન્ય સાથે આનંદ કરહે સુભગે ! તારે ભાઈ આ ઈચ્છતો નથી. (૧૨) Page #5 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮ ] યમી—હૈ યમ ! તું ખાયલે છે. તારા મનને જાણ્યું. કેડના પટા જેમ જોડાયેલાને, લિંબુજા ( વેલી) બીજી આલિંગન કરશે. (૧૩) યમ~~અન્ય તને અને તુ અન્યને આલિંગન કર—લિ મુજા જેમ વૃક્ષને. તું તેના મનને ઇચ્છ, તે તારા મનને ઇચ્છે અને પછી સુભદ્ર સ ંવિત્તિ કર (શુભ સુખ મેળવ ), (૧૪) દર્શન અને ચિંતન અને હૃદ્યતે અમે ન જેમ વૃક્ષને તેમ તને આખ્યાનન્ ભગવાન ઋષભદેવના પ્રધાન એ પુત્રા નામે ભરત અને બાહુલિ ( એર માન ) હતા. ભરતની સહાદર બહેન બ્રાહ્મી અને બાહુબલિની સહેાદર બહેન સુંદરી હતી. બ્રાહ્મીએ લગ્ન ન કર્યું' અને દીક્ષા લીધી. સુદરીતે બહુબલિની સંમતિ મળવા છતાં પણ દીક્ષા લેવામાં ભરતના નિષેધ આડે આવ્યો, તેથી તે શ્રાવિકા જ રહી. ઘણા લાંબા કાળની દિગ્વિજય-યાત્રા ફરી પાછા ફર્યાં બાદ ભરતે પોતાના બધા સંબધીઓને મળવાની ઇચ્છા જણાવી. અધિકારી સૌથી પહેલાં સુંદરીને ભરત પાસે લાવ્યા. સુંદરીને અતિકૃશ અને શુષ્કાંગી જોઈ ભરતે અધિકારીને આવેશપૂર્વક કહ્યું કે આ સુંદરીની શી સ્થિતિ ? શું રાજ ભડામાં ખાનપાનની, મેવા-મિષ્ટાન્નની, ફળફૂલની કે પરિચારક્રાની કમી છે? શુ ચિકિત્સા નથી? મારી ગેરહાજરીમાં તમે સુંદરીને સૂકવી શત્રુનું કામ કર્યું છે! અધિકારીઓ ખેલ્યા : પ્રભુ! ! ખજાનામાં કશી કમી નથી, પણ આ સુંદરી તે જ્યારથી આપ દિગ્વિજ્ય માટે ગયા ત્યારથી માત્ર દેહધારણ અર્થે શુષ્ક અન્ન લે છે, અને બધા રસસ્વાદો છેડી ૬૦૦૦૦ વર્ષ થયાં સતત આયંબિભત્રત કરે છે. જ્યારથી આપે સુંદરીને દીક્ષા લેતાં રોકયાં ત્યારથી સ૪૯ વડે ત્યાધમ સ્વીકારી એ ગૃહસ્થ છતાં ત્યાગી બની રહી છે. અસ, આટલું જ સાંભળતાં ભરતને સાચા ક્ષત્રિયઆત્મા જાગી ઊઠ્યો. આ પ્રમાદ ! કથાં અમારા જેવાની વિષયાક્તિ અને કાં સુંદરીનું તપ ! એટલું કહી તેણે સુંદરીને તેના અભીષ્ટ સાધ્વીપણાના માર્ગે જવા દીધી અને પોતે સુંદરીના તપના મૌન ઉપદેશથી ભાવનાશુદ્ધ થયે. આખ્યાન-૩ બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ, જે કૃષ્ણ વાસુદેવના પિતરાઈ થતા, તેઓએ લગ્ન કર્યા વિના જ પોતાની સાથે સગપણ કરેલ રાજપુત્રી રાજીમતીને Page #6 -------------------------------------------------------------------------- ________________ -પુરુષંના બળાબળની મીમાંસા [ ૯૮૯ ૉડી દીક્ષા લીધી. અરિષ્ટનેમિને નાના ભાઈ રનેમિ હતા. તે કુમારી રાજીમતીમાં આસક્ત થઈ તેને અનુસરવા લાગ્યા. એના ભાવ કુમારીએ જાણી લીધે તે તેને સમજાવવા યુક્તિ રચી. મધ અને ઘી મેળવી એકવાર કુમારીએ રાબ પી લીધી અને તરત જ મીંઢળ ધસીને પી લીધું, જેથી વમન થયું. વિકિની એકુમારીએ રથનેમિને પોતે વધેલ વસ્તુ પી જવા કહ્યું. * આ તે કેમ પિવાય ?’ એવા સ્થનેમિના ઉત્તર સાંભળી રાજીમતીએ કહ્યુ', 'જો એ વમન કરેલ વસ્તુ ત્યાજ્ય હાય તે હું પણ તમારા ભાઈ દ્વારા વમન કરાયેલ જ બ્રુ ના ?” રથનેમિ સમયે અને ભેખ લઈ ચાલી નીકળ્યે વિરક્ત રાજીમતીએ પણ તામાર્ગ લીધા. જ વળી કયારેક બીજે વખતે રથનેમિ દ્વારકામાંથી ભિક્ષા માંગી ભગવાન અરિષ્ટનેમિ પાસે જતે હતા. તેવામાં વરસાદ થવાથી તેણે વચ્ચે જ એક ગુફાને આશ્રય લીધો. સાગવશ સાધ્વી રાજીમતી ભગવાનને પ્રણમી પોતાના નિવાસસ્થાને પાછી ફરતી હતી. તે પણ વરસાદથી ભીંજાઈ તે જ ગુફામાં દાખલ થઈ. એ તેજસ્વિની સાધ્વીએ સૂકવવા માટે ભીનાં કપડાં ઉતાર્યાં. એનાં અગાપાંગ અવલોકી પેલા સાધુ આકર્ષાયા. ભાવપરીક્ષાટ્ટુ એ સાધ્વીએ તે સાધુનું હાર્દ જાણી લઈ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો. “ હુ* ભોગરાજ–ઉગ્રસેનની પુત્રી છું ને તું અધકસૃષ્ણુિ ( સમુદ્રવિજય)તે પુત્ર છે. આવા ખાનદાન કુળમાં જન્મેલા આપણે ગધક સર્પ જેવા, અર્થાત્ વમેલ વિશ્વ પાછું ચુસનારા ન થઈ એ. તેથી હે મુને ! તું નિશ્ચલ થઈ પેાતાના સંયમને આયર. (૮) “ જે જે સ્ત્રી તારી નજરે પડશે તેમાં આ સારી છે, પેલી સુંદર છે’ એમ વિચારી જો તું તેની ઇચ્છા કરીશ તેા પવનના ઝપાટો ખાધેલ અદઢમૂળ ( ઢીલાં મૂળવાળા ) ઝાડની પેઠે. અસ્થિરઆત્મા બની જઈશકામ પવનથી કંપી સ્થિરતા ગુમાવી સાંસારચક્રમાં ભમીશ. * “ સંયમરત તે સાધ્વીનું તે વચન વડે એ મુનિ રથનેમિ સૂત્ર, અધ્યયન ખીજુ` ) (( (૯) સુભાષિત વચન સાંભળી અંકુરાથી હાથીની પેઠે પોતાના ધર્મમાં સ્થિર થયા, ” ( દશવૈકાલિક "" આખ્યાન-૪ એ શ્રાવિકામાં ઋદ્ધિમતી ભિક્ષુણી ઉપલવણ્ણા શ્રેષ્ડ છે. ” શ્રાવસ્તિમાં એક શ્રેષ્ઠિકુળમાં જન્મી હતી. એની કાંતિ કમળના જેવી હતી, 77 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૯૯૦ ] દર્શન અને ચિંતન તેથી તેનું નામ ઉ૫લવરણ (ઉત્પલવણ) પાડવામાં આવ્યું હતું. એ ઉંમર લાયક થઈ ત્યારે એના સૌન્દર્યની કીર્તિ સાંભળી ઘણા રાજપુત્ર અને શ્રેષ્ઠિકુમારેએ એની માગણી કરી. એના બાપ પર આ એક મોટું સંકટ આવી પડ્યું. છોકરી જે પ્રવજ્યા લે તે આપણે આમાંથી મુકત થઈ શકીએ, એવું વિચારી એણે છોકરીને કહ્યું, “તું ભિક્ષુણી થઈશ કે?” આ સાંભળી કરીને અત્યંત આનંદ થયે અને એ ભિક્ષુણું થવા માટે તરત જ તૈયાર થઈ. એ રીતે એને ભિક્ષુણી બનાવવામાં આવી. કયારેક ઉપલવરણ સવારના પહોરમાં એક પ્રફુલ્લિત શાલવૃક્ષ નીચે ઊભી હતી. તે વખતે પાપી માર ઉપલવણામાં બીક તથા લોમહર્ષ (કમકમાટી) ઉત્પન્ન કરવાના અને એને સમાધિમાંથી ભ્રષ્ટ કરવાના હેતુથી ત્યાં આવ્યું અને બેલ્યો, “આ સુપુષિત શાલવૃક્ષ નીચે તું એકલી ઊભી છે. તારા જેવી બીજી સુંદર સ્ત્રી મળવી મુશ્કેલ છે. ગાંડી છેકરી! તને ધૂર્ત લેકેની બીક નથી લાગતી ?” ઉપ્પલવણ બોલી, “આ ઠેકાણે સેંકડે કે હજારે દૂત આવે તે– પણ તેઓ મારે એક વાળ પણ વાંકે કરી શકે તેમ નથી. હે માર ! - જેકે હું એકલી છું, છતાં તારાથી બીતી નથી. મારું મન મારા કાબૂમાં છે. સિદ્ધાંત હું પૂર્ણ રીતે જાણું છું અને હું સર્વબંધનમાંથી મુક્ત થઈ છું. હે માર ! હું તારાથી ગભરાતી નથી.” (બૌદ્ધસંધને પરિચય, પૃ. ૨૬૧ ). આખ્યાન-૫ મગધદેશના મહાતીર્થ નામના ગામમાં એક અત્યંત શ્રીમંત બ્રાહ્મણ કુટુંબમાં મહાકાશ્યપને જન્મ થયો. એનું નાનપણનું નામ પિલી હતું. એ મે થયે ત્યારે પરણવા માટે એની માએ એની પાછળ તગાદો ચલાવ્યો. આજીવન બ્રહ્મચર્ય પાળવાને નિશ્ચય અને માતૃપ્રેમ એ બેન સાણસામાં બિચારે સપડાય. છેવટે એક સોનીને હજાર મહેશ (નિષ્ક) આપી એણે એક સેનાની ઉત્તમ સ્ત્રી–પ્રતિમા બનાવરાવી અને એને વસ્ત્રો, દાગીનાઓ અને ફૂલોથી શણગારી માને કહ્યું, “જે આવી સુંદર સ્ત્રી મળે તે હું પરણું.” કાશ્યપ ધારતું હતું કે એવી સુંદર સ્ત્રી મળશે નહિ અને હું અવિવાહિત રહી શકીશ. પણ એની મા ઘણું ખટપટી હતી. એણે આઠ હાંશિયાર બ્રાહ્મણને એવી સુંદર સ્ત્રીની શોધ માટે દેશદેશ મોકલી આપ્યા. તે વખતે ભદ્રદેશની સ્ત્રીઓ સૌન્દર્ય માટે ઘણી પ્રખ્યાત હતી. તેથી એ બ્રાહ્મણે પહેલા એિ દેશના સાગર નામના એક નગરમાં ગયા, અને સુવર્ણપ્રતિમા નદીકાંઠે Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૯૯૧ સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા મૂકી ત્યાં વિશ્રાંતિ લેવા બેઠા. કૌશિક ગોત્રના એક બ્રાહ્મણની દાસી એની (બ્રાહ્મણની) દીકરી ભવાને નવડાવી જાતે નાહવા માટે નદીએ આવી. તે સુવર્ણપ્રતિમા જોઈ પોતાના શેઠની દીકરી ત્યાં આવી હોય એ એને ભાસ થયે અને મેટેથી હાથ ઊંચે કરી બોલી, “અલી એ ! એકલી અહીં આવી બેસતાં તને શરમ નથી આવતી ?” એ બ્રાહ્મણો બોલ્યા, “આવી જાતની સુંદર સ્ત્રી પણ કોઈ છે?” દાસી–“તમારી આ પ્રતિમા જડ છે, પણ અમારી ભદ્રા સૌન્દર્યની જીવંત મૂર્તિ છે. આ પ્રતિમા સાથે એની તુલના કેમ કરી શકાય ?” એ બ્રાહ્મણે કૌશિક બ્રાહ્મણને ઘેર ગયા અને “અમે કાશ્યપના બાપ તરફથી એના છોકરા માટે કન્યા શોધવા નીકળ્યા છીએ અને અમારી ખાતરી છે કે આપની છોકરી કાશ્યપને પસંદ પડશે... વગેરે સર્વે કહ્યું. કાશ્યપને બાપ કપિલ બ્રાહ્મણ ઘણે પ્રસિદ્ધ હતું, તેથી આવા કુટુંબમાં પિતાની છોકરી જાય એ કૌશિકને ગમતી વાત હતી. બ્રાહ્મણોનું કહેવું એને પસંદ પડવું અને એ પ્રમાણે પરસ્પર કુટુંબમાં પત્રવ્યવહારથી વિવાહ નક્કી થયે. કાશ્યપની ઉંમર વીસ વર્ષની અને ભદ્રાની સોળ વર્ષની હતી. વિવાહ નકકી થયાની વાત જાણવામાં આવી કે તરત જ એ બન્નેએ એવા આશયના કાગળ લખી મોકલ્યા કે સંસારમાં રહેવાની મારી ઈચ્છા નથી, તેથી લગ્નપાશમાં બદ્ધ થવાથી નકામે ત્રાસ માત્ર થશે. આ બન્ને કાગળ ભદ્રા તથા કાશ્યપના વાલીઓના હાથમાં આવ્યા અને એમણે એ વાંચીને બારેબાર ફાડી નાખ્યા. “ કાચી ઉંમરના છે; ફાવે તે સારાનરસા વિચાર મનમાં લઈ બેસે છે.” –એમ એમને લાગ્યું હોય એમાં નવાઈ નથી. એ રીતે મહાકાશ્યપ અને ભદ્રાને ઈચ્છા ન હોવા છતાં લગ્નપાશમાં બદ્ધ કરવામાં આવ્યાં. એ વખતના રિવાજ પ્રમાણે રાત્રે બન્નેને એક જ શયનગૃહમાં અને એક જ પલંગ પર સૂવું પડતું, પરંતુ બન્નેની વચમાં બે ફૂલના હાર મૂકી ભદ્રા કાશ્યપને કહેતી, “જેના પુષ્કને હાર કરમાઈ જાય તેના મનમાં કામવિકાર ઉત્પન્ન થયે એમ સમજવું.” જ્યાં સુધી મહાકાસ્યના પિતા જીવતા હતા ત્યાં સુધી એ કે ભદ્રા ઘર છોડી શકે તેમ ન હતું, પણ તે ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં અને ઉદાત્ત પ્રેમમાં કદી પણ ખલેલ પડી નહિ. જ્યારે મહાકાશ્યપનાં માબાપ મરણ પામ્યાં ત્યારે તેણે ભદ્રાને કહ્યું, “તેં પિતાને ઘેરથી આણેલું દ્રવ્ય તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી તારું છે.” Page #9 -------------------------------------------------------------------------- ________________ ન અને ચિંતન ભદ્રા—પણ આપ ક્યાં જાઓ છે? કાશ્યપ––હું હવે પ્રત્રજ્યા લેવાને છું. દ્વા–આપને આ વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછળ આવું છું. મહાકાશ્યપ પરિવ્રાજકના વેશમાં ઘરમાંથી બહાર પડ્યો. ભદ્ધા પણ એની પાછળ પાછળ પરિત્રાજિકા થઈ નીકળી પડી. એમના નેકરચાકરેએ તથા માલિકીના ગામમાં રહેનારી રતે એમને ઓળખી કાઢ્યાં અને પાછા ફરવા માટે અતિશય આગ્રહ કર્યો, પણ મહાકાશ્યપને વિચાર જરા પણુડગે નહિ. ગામથી કેટલેક દૂર ગયા પછી એણે ભદ્રાને કહ્યું, “ભદ્રા ! તારા જેવી સુંદરી સ્ત્રી મારી પાછળ પાછળ આવતી જોઈ, પ્રવજ્યા લીધી તે પણ આ બન્નેને ઘરસંબંધ તૂટ્યો નથી, એવી કલ્પના લોકોના મનમાં આવે એ સંભવ છે. આવા વિકારમય વિચારેને માટે આપણે કારણભૂત કેમ થવું? ચાલ, આ બે રસ્તા જુદા પડે છે, તું એક રસ્તે જા અને હું બીજે રસ્તે જઈશ.” ભદ્રા-આપ કહે છે. તે ઠીક છે. આપ મેટા છે, તેથી આપ જમણે રસ્તે જાઓ અને હું ડાબે રસ્તે જઈશ. (બૌદ્ધસંધને પરિચય, પૃ. 190 ) - જૈનયુગ, જ્યેષ્ઠ 1985