________________
રી-પુરુષના બળાબળની મીમાંસા સરખી જ લાગુ પડે છે, કારણ કે અનેક ત્યાગી અને ગૃહસ્થ સ્ત્રીઓ પુરુષવંધ અને દેવવંદ્ય થઈ ગઈ છે.
વિદ્વાનના એ અનુભવની સત્યતા સાબિત કરનાર અનેક પ્રાચીન આખ્યાને આપણું આર્યશાસ્ત્રમાં છે. અત્યારે અહીં એવાં કેટલાંક આખ્યાને જઈશું કે કઈમાં પુરુષ અલ રહી સ્ત્રી તરફ નિર્વિકાર રહે છે અને કેાઈમાં સ્ત્રી નિર્વિકાર રહી ઊલટી પડતા પુરૂને સ્થિર કરે છે.
પહેલું આખ્યાન હિંદુશાસ્ત્રમાં પ્રાચીનમાં પ્રાચીન ગણાતા કદમાંનું છે, બીજું એ આખ્યાને જેને આગામોમાંનાં છે અને બે આખ્યાને બૌદ્ધ સાહિત્યમાંનાં છે. વેદના એ આખ્યાનમાં ભાઈ અને બહેનનો પ્રસંગ છે. બહેન યમી ભાઈ મને પરણવા પ્રાર્થે છે. યમ એ અધર્મ માર્ગે જવાની ના પાડી પિતાની બહેનને અન્ય ઈ તરણ સાથે જોડાવા સમજાવે છે. બહેન બહુ લલચાવે છે, ધમકાવે છે ને શાપ પણ આપે છે, પરંતુ ભાઈ યમ પિતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા નથી કરતે ને પિતાના નિશ્ચયમાં ભક્કમ રહે છે. આ આખ્યાનમાં પુરૂષાત્માના જાજવલ્યમાન આત્મતેજનું અને સ્ત્રી-આત્માના વાસનારૂપ આવરણનું દર્શન થાય છે.
તેથી ઊલટો દાખલે જૈન આખ્યાનમાં છે. એમાં ભાઈ ભરત ચક્રવર્તી ઓરમાન બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છે છે. એ યુગ ભાઈ-બહેનના લુનનો હતો. એવાં લગ્ન ત્યારે સહજ હતાં. એમાં નિંદા કે તિરસ્કાર ન થતા, છતાં સુંદરીને જાગરિત આત્મા ચક્રવતી ભાઈને વૈભવથી કે તેના મહત્વથી ચલિત નથી થતો, ઊલટે અખંડ તિની પેઠે વધારે તેજથી પ્રકાશે છે. એ સુંદરી પોતાના શારીરિક સૌન્દર્યને મેહનું સાધન સમજી શરીરને નિસ્તેજ બનાવવા અને તેનું બાહ્ય તેજ અંદર ઉતારી તેજસ્વી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું અનુષ્ઠાન કરે છે. અતિ લાંબા વખત સુધી રસાસ્વાદ ત્યજી તે સુંદરી બહારથી જેટલી અસુંદર તેટલી જ અંદરથી સુંદરતમ બની તપને બળે ભાઈને સમજાવે છે અને તેની વાસના શમાવે છે. આ આખ્યાનમાં સ્ત્રીઆત્માનું અખંડ તેજ, પડતા પુરુષને ઉદ્ધરે છે.
ત્રીજા જૈન આખ્યાનમાં પણ એક કુમારી બ્રહ્મચારિણી અને સાણી રાજપુત્રીના નિશ્ચલ બ્રહ્મચર્યનું દર્શન થાય છે. એ સાધ્વી વિકારવશ થતા એક સાધુને તેના ધ્યેયનું સ્મરણ આપી શાશ્વત અને માર્મિક ઉપદેશથી તેને સંયમમાં સ્થિર કરે છે, અને સ્ત્રી-કલેવરમાં વસતા આત્માનું કેટલું તેજ હેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org