Book Title: Stree Jatine Drushtiwada Anga Bhanvana Nishedh par Ek Vichar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર એક વિચાર [૮] સમાનતા : વ્યવહાર અને શાસ્ત્ર એ બન્ને સ્ત્રી જાતિને શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં પુરુષજાતિની સમાન સિદ્ધ કરે છે. શારીરિક બળમાં છે. રામમૂર્તિથી કુમારી તારાબાઈ કોઈ પણ રીતે ઊતરે તેવી નથી. તેવી જ રીતે વાત્રકલામાં અને અનેક પ્રકારના વિચારમાં વિદુષી એની બિસેન્ટ કઈ પણ વિચારક કે વક્તા પુરુષથી ઊતરે એવાં નથી. તે જ પ્રકારે કવિત્વશક્તિમાં કઈ પણ પ્રસિદ્ધ પુરુષ કરતાં શ્રીમતી સરોજિનદેવી પાછાં પડે તેવાં નથી. ખરી રીતે નિયમ એ છે કે સમાન સાધન અને અવસર મળે તે સ્ત્રી પણ પુરૂ જેટલું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર આચાર્યોએ સ્ત્રીને પુરુષની બરાબર કેવલજ્ઞાન અને મોક્ષની અધિકારિણું અર્થત શારીરિક અને આધ્યાત્મિક વિકાસની અધિકારિણી સિદ્ધ કરેલ છે. પ્રમાણ માટે જુઓ પ્રજ્ઞાપના . ; નંદી સે. ૨૧. આ વિષયમાં મતભેદ ધરાવનાર દિગંબર આચાર્યો સામે તેઓએ (વેતાંબરાચાર્યોએ) બહુ લખ્યું છે. જુઓ નંદી–ટીકા પૃ. ૧૩૧-૩૩; પ્રજ્ઞાપના-ટીકા પૃ. ૨૦-૨૨; શાસ્ત્રવાતો સમુચ્ચય–ટીકા પૃ. ૪રપ-૪૩૦. આલંકારિક પંડિત રાજશેખરે મધ્યસ્થભાવપૂર્વક સ્ત્રી જાતિને પુરુષજાતિની સમાન વર્ણવી છે: पुरुषवत् योषितोऽपि कविर्भवेयुः । संस्कारो ह्यात्मनि समवैति, न स्त्रैणं पौरुषं वा विभागमपेक्षते । श्रूयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः ૌસુમિાહ્ય જાગ્રતિહાર વચહ્યા' –કાવ્યમીમાંસા, અધ્યાય ૧૦. અર્થાત્ સ્ત્રીઓ પણ પુરુષની જેમ કવિ થઈ શકે, કારણ કે સંસ્કાર–-શિક્ષા એ આત્મામાં ઊતરે છે. તે કાંઈ સ્ત્રી જાતિ કે પુરુષ જાતિના ભેદની અપેક્ષા -પરવા નથી કરતે. સાંભળવામાં આવે છે અને જોવામાં પણ આવે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5