Book Title: Stree Jatine Drushtiwada Anga Bhanvana Nishedh par Ek Vichar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ 106 ] દર્શન અને ચિંતન અને વૈદિક વિદ્વાનોએ શારીરિક શુદ્ધિને અગ્રસ્થાન આપીને સ્ત્રી અને જાતિને વેદના અધ્યયન માટે અગ્ય કરાવી “શ્રીજી નધાતા” એમ કહ્યું છે. . આ વિધી સંપ્રદાયની એટલી બધી અસર પડી કે તેને લીધે સ્ત્રી જાતિની એગ્યતા પુષ્પ સમાન માનનાર શ્વેતાંબર આચાર્યો પણ તેને વિશેષ અધ્યયન માટે અયોગ્ય બતાવવા લાગ્યા હશે. અગિયાર અંગ આદિ ભણાવવાનો અધિકાર માનવા છતાં પણ ફકત બારમા અંગના નિષેધનું કારણ એ પણ લાગે છે કે વ્યવહારમાં દષ્ટિવાદનું મહત્વ સચવાય. તે કાળમાં વિશેષપણે શારીરિક શુદ્ધિપૂર્વક ભણવામાં વેદ આદિ ગ્રંથેની મહત્તા સમજાતી હતી. દૃષ્ટિવાદ બધાં અંગમાં પ્રધાન હતું, એટલા માટે વ્યવહારદષ્ટિથી તેની મહત્તા બતાવવા માટે બીજા મોટા પાડોશી સમાજનું અનુકરણ થવું સ્વાભાવિક છે. આ કારણથી પારમાર્થિક દૃષ્ટિએ સ્ત્રીને સંપૂર્ણ રીતે એ માનવા છતાં પણ આચાર્યોએ વ્યાવહારિક દષ્ટિથી શારીરિક અશુદ્ધિને વિચાર કરી તેને ફક્ત શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય બતાવી હેય એમ લાગે છે. ભગવાન ગૌતમબુદ્ધે સ્ત્રી જાતિને ભિક્ષપદ માટે અયોગ્ય ઠરાવી હતી, પરંતુ ભગવાન મહાવીરે તે પ્રથમથી જ તેને પુરુષની સમાન ભિક્ષપદની અધિકારિણું ઠરાવી હતી. આ કારણથી જ જૈન શાસનમાં ચતુર્વિધ સંધ પ્રથમથી જ સ્થાપિત છે અને સાધુ તથા શ્રાવકોની અપેક્ષાએ સાધ્વીઓ તથા શ્રાવિકાઓની સંખ્યા આરંભથી જ અધિક રહેલી છે. પરંતુ પોતાના પ્રધાન શિષ્ય આનંદના આગ્રહથી ગૌતમબુદ્ધે જ્યારે સ્ત્રીઓને ભિક્ષપદ આપ્યું ત્યારે તેની સંખ્યા ધીમે ધીમે ઘણી વધી અને કેટલીક શતાબ્દીઓ પછી અશિક્ષા, કુપ્રબંધ આદિ કેટલાંક કારણથી તેમાંથી ઘણી સ્ત્રીઓ આચારભ્રષ્ટ થઈ જેને લીધે બૌદ્ધ સંધ એક પ્રકારે દૂષિત મનાવા લાગે. સંભવ છે કે આ પરિસ્થિતિની જેને ઉપર પણ કાંઈ અસર પડી છે, જેથી દિગંબર આચાર્યોએ તે સ્ત્રીઓને ભિક્ષુપદ માટે પણ અયોગ્ય ઠરાવી અને શ્વેતાંબર આચાર્યોએ એ પ્રમાણે નહિ કરતાં સ્ત્રી જાતિને ઉચ્ચ અધિકાર કાયમ રાખીને પણ તેમાં દુર્બળતા, ઈન્દ્રિયચપળતા આદિ દોષો વિશેષ રૂપથી બતાવ્યા, કેમ કે સહચર સમાજોના વ્યવહારને એકબીજા પર પ્રભાવ પડે તે અનિવાર્ય છે. - જૈન સાહિત્ય સંશોધક, ખંડ 3, અંક 3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5