Page #1
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર એક વિચાર
[૮] સમાનતા : વ્યવહાર અને શાસ્ત્ર એ બન્ને સ્ત્રી જાતિને શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં પુરુષજાતિની સમાન સિદ્ધ કરે છે. શારીરિક બળમાં છે. રામમૂર્તિથી કુમારી તારાબાઈ કોઈ પણ રીતે ઊતરે તેવી નથી. તેવી જ રીતે વાત્રકલામાં અને અનેક પ્રકારના વિચારમાં વિદુષી એની બિસેન્ટ કઈ પણ વિચારક કે વક્તા પુરુષથી ઊતરે એવાં નથી. તે જ પ્રકારે કવિત્વશક્તિમાં કઈ પણ પ્રસિદ્ધ પુરુષ કરતાં શ્રીમતી સરોજિનદેવી પાછાં પડે તેવાં નથી. ખરી રીતે નિયમ એ છે કે સમાન સાધન અને અવસર મળે તે સ્ત્રી પણ પુરૂ જેટલું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર આચાર્યોએ સ્ત્રીને પુરુષની બરાબર કેવલજ્ઞાન અને મોક્ષની અધિકારિણું અર્થત શારીરિક અને આધ્યાત્મિક વિકાસની અધિકારિણી સિદ્ધ કરેલ છે. પ્રમાણ માટે જુઓ પ્રજ્ઞાપના . ; નંદી સે. ૨૧.
આ વિષયમાં મતભેદ ધરાવનાર દિગંબર આચાર્યો સામે તેઓએ (વેતાંબરાચાર્યોએ) બહુ લખ્યું છે. જુઓ નંદી–ટીકા પૃ. ૧૩૧-૩૩; પ્રજ્ઞાપના-ટીકા પૃ. ૨૦-૨૨; શાસ્ત્રવાતો સમુચ્ચય–ટીકા પૃ. ૪રપ-૪૩૦.
આલંકારિક પંડિત રાજશેખરે મધ્યસ્થભાવપૂર્વક સ્ત્રી જાતિને પુરુષજાતિની સમાન વર્ણવી છે:
पुरुषवत् योषितोऽपि कविर्भवेयुः । संस्कारो ह्यात्मनि समवैति, न स्त्रैणं पौरुषं वा विभागमपेक्षते । श्रूयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः ૌસુમિાહ્ય જાગ્રતિહાર વચહ્યા'
–કાવ્યમીમાંસા, અધ્યાય ૧૦. અર્થાત્ સ્ત્રીઓ પણ પુરુષની જેમ કવિ થઈ શકે, કારણ કે સંસ્કાર–-શિક્ષા એ આત્મામાં ઊતરે છે. તે કાંઈ સ્ત્રી જાતિ કે પુરુષ જાતિના ભેદની અપેક્ષા -પરવા નથી કરતે. સાંભળવામાં આવે છે અને જોવામાં પણ આવે છે કે
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્રીતિ અને જિવાદ
[ ૨૦૭૩'
રાજપુત્રી, મહામ`ત્રીની પુત્રી, ગણિકા અને નટભાર્યાએ શાસન તેમ જ કવિ હતી અને છે.
વિરોધ: સ્ત્રીને દૃષ્ટિવાદ ભણવા માટે જે નિષેધ કરાયેલે છે તેમાં એ પ્રકારે વિધ આવે છે: (૧) તર્ક દષ્ટિથી, (૨) શાસ્ત્રની મર્યાદાથી.
(૧) એક તરફ સ્ત્રીને કેવલજ્ઞાન અને મોક્ષ સુધ્ધાંની અધિકારિણી માનવી અને બીજી તરફ દૃષ્ટિવાદની-શ્રુતજ્ઞાન-વિશેષની પણુ અધિકારિણી ન માનવી —અયેાગ્ય ડરાવવી એ એવું વિરુદ્ધ જણાય છે જેમ કાઈ તે રત્ન સોંપીને કહેવું કે તું કાડીની રક્ષા નિહ કરી શકે.
( ૨ ) દૃષ્ટિવાદના અધ્યયનના નિષેધ કરવાથી રાાસ્ત્રકથિત કાય કારણની મર્યાદામાં પણ ખાધ આવે છે, તે આ રીતે શુકલધ્યાનના પહેલા એ પાદ (અંશ) પ્રાપ્ત કર્યા વિના કેવલજ્ઞાન ઉત્પન્ન નથી થતું. પૂ નામક શ્રુતના જ્ઞાનની પ્રાપ્તિ વિના શુકલધ્યાનનાં પ્રથમનાં એ પાદ પ્રાપ્ત નથી થતાં અને પૂર્વ શ્રુત એ દૃષ્ટિવાદ એક હિસ્સે છે. આ મર્યાદા શાસ્ત્રમાં નિર્વિવાદ સ્વીકારવામાં આવી છે. સુત્ર સાથે પૂર્ણવિર” તત્ત્વા અ. ૯, સે. ૨૬,
આ કારણથી સ્ત્રીને દૃષ્ટિવાદના અધ્યયનની અધિકારિણી ન માની કેવલજ્ઞાનની અધિકારિણી માનવી એ સ્પષ્ટ વિરુદ્ધ જણાય છે.
દૃષ્ટિવાદના અનધિકારનાં કારણોના વિષયમાં બે પક્ષ છે. પહેલા પક્ષ જિનભદ્રગણી ક્ષણાશ્રમણ આદિના. એ પક્ષ સ્ત્રીમાં તુચ્છવ, અભિમાન, ઇંદ્રિયચાંચલ્ય, મતિમાંદ્ય આદુિં માનસિક દે ખતાવીને તેને દૃષ્ટિવાદના અધ્યયનના નિષેધ કરે છે. તે માટે જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગા. ૫૫૨
આ પક્ષ અશુદ્વિપ શારીરિક
ખીજો પક્ષ હરિભદ્રસૂરિ આદિના છે. દ્વેષ બતાવીને તેનો નિષેધ કરે છે. જેમ કે
“ ચ દ્વારાાંપ્રતિબંધ: ? સાવિવિપ્રો તતો ટોષાત
-લલિતવિસ્તરા પૃ. ૧૧',
નયષ્ટિથી વિરોધના પરિદ્વાર ઃ દષ્ટિવાદના અધિકારથી સ્ત્રીને કૈવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે ઉપર પ્રમાણે તત્ત્વા કચિત કાર્ય કારણભાવને વિરાધ દેખાય છે તે વસ્તુતઃ વિરાધ નથી, કારણ કે શાસ્ત્ર સ્ત્રીમાં દૃષ્ટિવાદના અયની યોગ્યતા માને છે, પણ ફક્ત શાબ્દિક અધ્યયનના તે નિષેધ કરે છે.
<
;1
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૦૭૪ ]
(
श्रेणिपरिणतौ तु कालगर्भवद्भावतो भावोऽविरुद्ध एव ।
"
દર્શન અને ચિંતન
—લલિતવિસ્તરા તથા એની મુનિચંદ્રસૂરિષ્કૃત પંજિકા રૃ. ૧૧૧, તપ, ભાવના આદિથી જ્યારે જ્ઞાનાવરણીયના ક્ષયાપશમ તીવ્ર થઈ જાય છે ત્યારે સ્ત્રી શાબ્દિક પાઠ સિવાય જ દૃષ્ટિવાદનું સંપૂર્ણ અજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને શુકલધ્યાનના એ પાદ પ્રાપ્ત કરીને કૈવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે.
<
यदि च शास्त्रयोगागम्यसामर्थ्य यो गाव से यभावेष्वति सूक्ष्मेध्वपि तेषां विशिष्टक्षयोपशमभवप्रभावयोगात् पूर्वधरस्येव बोधातिरेकसद्भावादाद्यशुक्लध्यानद्वयप्राप्तेः केवलावाप्तिक्रमेण मुक्तिप्राप्तिरिति न दोषः । अध्ययनमन्तरेणापि भावतः पूर्ववित्वसंभवात् इति विभाव्यते, तदा निर्ग्रन्थीनामप्येवं द्वितयसंभवे दोषाभावात् । -શાસ્રવાતાં મુદ્દય રૃ. ૪૨૬.
>
3
ગુરુમુખથી શાબ્દિક અધ્યયન કર્યાં વિના અભેધ ન થાય એવા નિયમ નથી, કારણ કે અનેક માણસો એવા દેખાય છે કે જે કાઈ પણ માણસ પાસે ભણ્યા વિના જ મનન અને ચિંતન દ્વારા પોતાના ઈષ્ટ વિષયનુ ઊંડું જ્ઞાન મેળવી શકે છે.
હવે રહ્યો શાબ્દિક અધ્યયનના નિષેધ. તે નિષેધ આ પ્રશ્ન ઉપર અનેક તર્ક-વિતર્ક ઉત્પન્ન કરે છે; જેમ કે, જે મનુષ્યની અંદર અથ જ્ઞાનની ચોગ્યતા માની શકાય, તે મનુષ્યને રાબ્દિક અધ્યયન માટે અગ્ય માનવા એ કેટલું સંગત છે? શબ્દ એ તો અજ્ઞાનનું સાધનમાત્ર છે. તપ, ભાવના આદિ અન્ય સાધનેથી જે માસ અજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે માણસ તે જ્ઞાન શબ્દ દ્વારા સંપાદન કરવામાં અયેાગ્ય છે એમ કહેવુ તે કયાં સુધી નાજી છે ? શાબ્દિક અધ્યયનના નિષેધ માટે જે તુપણુ, અભિમાન આદિ માનસિક દોષ દેખાડવામાં આવ્યા છે તે શું પુરુષજાતિમાં નથી હાતા? જો વિશિષ્ટ પુરુષામાં તે દોષોને અભાવ હોવાથી પુરુષસામાન્ય માટે શાબ્દિક અધ્યયનને નિષેધ ન કર્યાં તે શું પુરુષ સમાન વિશિષ્ટ સ્ત્રીઓને સ ંભવ નથી ? અને જો અસંભવ હાય તો સ્ત્રીમાક્ષનું વર્ણન પણ કેમ સંભવી શકે ? શાબ્દિક અધ્યયન માટે જે શારીરિક દોષાની સભાવના કરી છે તે પણ શું અધી સ્ત્રીઓને લાગુ પડે છે? જો કેટલીક સ્ત્રીઓમાં લાગુ પડતી હાય તો શું કેટલાક પુરુષોમાં પણ શારીરિક અશુદ્ધિની સંભાવના નથી ? આવી દશામાં પુરુષજાતિને ઊંડી સ્ત્રીજાતિ માટે શાબ્દિક અધ્યયનના નિષેધ શા માટે
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીજાતિ અને દૃષ્ટિવાદ
[ ૧૯૫
કરાયો ?
આ તર્કોના સંબંધમાં સક્ષેપમાં એટલું જ કહેવાનુ` છે કે માનસિક અથવા શારીરિક દેખ બતાવીને શાબ્દિક અધ્યયનના જે નિષેધ કરાયેલા છે તે પ્રાયિક જણાય છે; અર્થાત્ વિશિષ્ટ સ્ત્રીએ માટે અધ્યયનના નિષેધ નથી. આના સમનમાં એમ કહી શકાય કે જે વિશિષ્ટ સ્ત્રીએ! દૃષ્ટિવાદનું અજ્ઞાન, વીતરાગભાવ, કેવળજ્ઞાન અને મેાક્ષને પ્રાપ્ત કરવામાં સમ` થાય છે, તે પછી તેનામાં માનસિક દોષતી સભાવના પણ કેમ હોઈ શકે? તેમ જ વૃદ્ધ, અપ્રમાદી અને પરમપવિત્ર આચારવાળી સ્ત્રીઓમાં શારીરિક અશુદ્ધિ પણ કેમ બતાવી શકાય ? જેતે દૃષ્ટિવાદના અધ્યયન માટે યોગ્ય માન્યા તે પુરુષો પણ——જેવા કે સ્થૂલભદ્ર, દુલિક પુષ્યમિત્ર આદિ—તુચ્છવ, સ્મૃતિદેય વગેરે કારણોથી દૃષ્ટિવાદની રક્ષા ન કરી શકયા.
$
तेण चितियं भगिणीण इटि दरिसेमि त्ति सोहरूवं विव्व । —આવશ્યક વૃત્તિ, પૃ. ૬૯૮-૧.
' ततो आयरिएहि दुव्यालय पुस्तमिती तस्स बायणारिओ दिष्णी । ततो सो कवि दिवसे वाणं दाऊग आयरियमुवद्धि भइ-मम वायण देतस्स नासति, जं च सण्णाघरे नाणुप्पेहिय, अतो मम अझरतस्य नवमं पुत्रं नाखिहिति । तोहे आयरिया चितेति-जइ तव एयरस परममेहाविस्ख एवं झरतस्स नासइ अन्नरस चिरन चैव ।
—આવશ્યકવૃત્તિ, પૃ. ૩૦૮.
આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ સ્ત્રીઓ માટે જ ભણવાના નિષેધ ક્રમ કરાયે ? આ પ્રશ્નને ઉત્તર એ રીતે આપી શકાય: ( ૧ ) સમાન સામગ્રી મળવા છતાં પણ પુરુષોની સરખામણીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનુ ઘેાડી સખ્યામાં તૈયાર થવું, અને (૨) બીજી ઐતિહાસિક પરિસ્થિતિ.
(૧) જે પશ્ચિમ વગેરે દેશોમાં તે ભણવા વગેરેની સામગ્રી પુરુષો સમાન પ્રાપ્ત થાય છે ત્યાંના તિહાસ જોવાથી આ જાણી રાકાય છે કે સ્ત્રીઓ પુરુષોની તુલ્ય થઈ શકે છે; પરંતુ યોગ્ય વ્યક્તિઓની સખ્યા સ્ત્રીજાતિની અપેક્ષાએ પુષ જાતિમાં વધારે થાય છે.
( ૨ ) દિગમ્બર આચાર્ય કુંદકુંદ સરખાયે પણ શારીરિક અને માનસિ દેષોના કારણથી સર્જાતને દીક્ષા માટે અયાગ્ય કરાવી છે :
लिंगम्मि य इत्यीणं, थणंतरे णाहिकक्खदेसम्मि |
भणिओ सुमो काओ, ता का होइना ! |
.
—પાહુડગત સુત્રપાડ઼ ગા. ૨૪-૨૫
Page #5
--------------------------------------------------------------------------
________________ 106 ] દર્શન અને ચિંતન અને વૈદિક વિદ્વાનોએ શારીરિક શુદ્ધિને અગ્રસ્થાન આપીને સ્ત્રી અને જાતિને વેદના અધ્યયન માટે અગ્ય કરાવી “શ્રીજી નધાતા” એમ કહ્યું છે. . આ વિધી સંપ્રદાયની એટલી બધી અસર પડી કે તેને લીધે સ્ત્રી જાતિની એગ્યતા પુષ્પ સમાન માનનાર શ્વેતાંબર આચાર્યો પણ તેને વિશેષ અધ્યયન માટે અયોગ્ય બતાવવા લાગ્યા હશે. અગિયાર અંગ આદિ ભણાવવાનો અધિકાર માનવા છતાં પણ ફકત બારમા અંગના નિષેધનું કારણ એ પણ લાગે છે કે વ્યવહારમાં દષ્ટિવાદનું મહત્વ સચવાય. તે કાળમાં વિશેષપણે શારીરિક શુદ્ધિપૂર્વક ભણવામાં વેદ આદિ ગ્રંથેની મહત્તા સમજાતી હતી. દૃષ્ટિવાદ બધાં અંગમાં પ્રધાન હતું, એટલા માટે વ્યવહારદષ્ટિથી તેની મહત્તા બતાવવા માટે બીજા મોટા પાડોશી સમાજનું અનુકરણ થવું સ્વાભાવિક છે. આ કારણથી પારમાર્થિક દૃષ્ટિએ સ્ત્રીને સંપૂર્ણ રીતે એ માનવા છતાં પણ આચાર્યોએ વ્યાવહારિક દષ્ટિથી શારીરિક અશુદ્ધિને વિચાર કરી તેને ફક્ત શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય બતાવી હેય એમ લાગે છે. ભગવાન ગૌતમબુદ્ધે સ્ત્રી જાતિને ભિક્ષપદ માટે અયોગ્ય ઠરાવી હતી, પરંતુ ભગવાન મહાવીરે તે પ્રથમથી જ તેને પુરુષની સમાન ભિક્ષપદની અધિકારિણું ઠરાવી હતી. આ કારણથી જ જૈન શાસનમાં ચતુર્વિધ સંધ પ્રથમથી જ સ્થાપિત છે અને સાધુ તથા શ્રાવકોની અપેક્ષાએ સાધ્વીઓ તથા શ્રાવિકાઓની સંખ્યા આરંભથી જ અધિક રહેલી છે. પરંતુ પોતાના પ્રધાન શિષ્ય આનંદના આગ્રહથી ગૌતમબુદ્ધે જ્યારે સ્ત્રીઓને ભિક્ષપદ આપ્યું ત્યારે તેની સંખ્યા ધીમે ધીમે ઘણી વધી અને કેટલીક શતાબ્દીઓ પછી અશિક્ષા, કુપ્રબંધ આદિ કેટલાંક કારણથી તેમાંથી ઘણી સ્ત્રીઓ આચારભ્રષ્ટ થઈ જેને લીધે બૌદ્ધ સંધ એક પ્રકારે દૂષિત મનાવા લાગે. સંભવ છે કે આ પરિસ્થિતિની જેને ઉપર પણ કાંઈ અસર પડી છે, જેથી દિગંબર આચાર્યોએ તે સ્ત્રીઓને ભિક્ષુપદ માટે પણ અયોગ્ય ઠરાવી અને શ્વેતાંબર આચાર્યોએ એ પ્રમાણે નહિ કરતાં સ્ત્રી જાતિને ઉચ્ચ અધિકાર કાયમ રાખીને પણ તેમાં દુર્બળતા, ઈન્દ્રિયચપળતા આદિ દોષો વિશેષ રૂપથી બતાવ્યા, કેમ કે સહચર સમાજોના વ્યવહારને એકબીજા પર પ્રભાવ પડે તે અનિવાર્ય છે. - જૈન સાહિત્ય સંશોધક, ખંડ 3, અંક 3.