Book Title: Sthulibhadra Acharya Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 4
________________ ગણઘો અને આચાર્યો ચોમાસામાં હું સહેલાઈથી કોશાના ઘેર ચાતુર્માસ રહીશ. આચાર્ય જાણતા હતા કે આ વાત તેના માટે શક્તિ બહારની છે, માટે તેમણે તેને ખૂબ જ સમજાવ્યો. પણ સાધુ પોતાની આધ્યાત્મિક શક્તિ સ્થૂલિભદ્ર કરતાં વધારે છે તેમ પૂરવાર કરવા માંગતા હતા. આચાર્યને અનિચ્છાએ તેમ કરવાની મંજૂરી આપવી પડી. બીજાં ચોમાસે તે સાધુ કોશાના મહેલમાં પહોંચી ગયા. કામક્રીડાથી ભરપુર ચિત્રોથી સજાવેલી ચિત્રશાળા તેમને ઉશ્કેરવા માટે પૂરતી હતી. એમણે રૂપરૂપના અંબાર સમી કોશાને જોઈ એટલે એમનો રહ્યો સહ્યો સંયમ પણ ઓગળી ગયો અને કોશાના પ્રેમ માટે તડપવા લાગ્યો. સ્થૂલિભદ્રનું પવિત્ર જીવન જોઈને કોશાએ પણ સર્વસ્વ ત્યાગની જિંદગી કેવી હોય તે જાણ્યું હતું. સાધુની સાન ઠેકાણે લાવવા કોશાએ શરત મૂકી કે તેઓ પાટલીપુત્રથી ઉત્તરે ૨૫૦ માઈલ દૂર આવેલા નેપાળ રાજ્યમાંથી હીરા જડિત રત્નકંબલ લઈ આવે તો જ તેઓ મારો પ્રેમ પામી શકે. સાધુ ચોમાસામાં મુસાફરી ના કરી શકે તો પણ પ્રેમમાં પાગલ બનેલા સાધુ ભૂલી ગયા અને અનેક તકલીફો વેઠીને તેઓ નેપાળ રાજયમાં પહોંચ્યા અને રાજાને ખુશ કરીને રત્નકંબલ મેળવી, પછી તે સાધુ રત્નકંબલ લઈને કોશા હવે જરૂર મારો પ્રેમ સ્વીકારશે એવા વિશ્વાસથી આવી પહોંચ્યા, કોશાએ કિંમતી રત્નકંબલ હાથમાં લઈ જોયું, તેનાથી પોતાના પગ લૂછીને કાદવમાં ફેંકી દીધું. આ જોઈ સાધુ તો આઘાતથી દિમૂઢ થઈ ગયા. તેણે કોશાને કહ્યું, “કોશા, તું પાગલ છે? અનેક તકલીફો વેઠીને આવી કિંમતી ભેટ હું તારા માટે લાવ્યો અને તે એને ફેંકી દીધી?” જવાબમાં કોશાએ કહ્યું, “અનેક પ્રયત્નો અને તપશ્ચર્યા બાદ મેળવેલું તમારું સાધુત્વ શા માટે વેડફી રહ્યા છો?” વિનમ્ર સાધુને પોતાની મોટી ભૂલ સમજાઈ અને પોતાની કારમી નિષ્ફળતાનો અહેવાલ આપવા આચાર્ય પાસે પહોંચી ગયા. તે જ દિવસથી સ્થૂલિભદ્ર માટેનો તેમનો આદર અમાપ થઈ ગયો. તે પછીના સમયમાં જૈન ધર્મના અતિ જૂના શાસ્ત્રો - બાર અંગ આગમ અને ચૌદ પૂર્વોના શાસ્ત્રોને સાચવવામાં સ્થૂલિભદ્રએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. જૈન ઇતિહાસ જણાવે છે કે આર્ય સંભૂતિવિજયના કાળધર્મ પછી આર્ય ભદ્રબાહુ છેલ્લા આચાર્ય હતા જેઓને જૈનધર્મના શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન હતું. આર્ય ભદ્રબાહુ અને આર્ય સંભૂતિવિજય બંને આર્ય યશોભદ્રના શિષ્ય હતા. એ સમયમાં જૈન શાસ્ત્રો મોઢે યાદ રાખવામાં આવતા અને ગુરુ તે જ્ઞાન શિષ્યોને આપતા. કોઈપણ સ્વરૂપમાં તેને લિપિબદ્ધ લખવામાં આવ્યા ન હતા. કારણ કે લખેલા ધાર્મિક પુસ્તકોને સાચવવા પડે એટલે તેને પણ પરિગ્રહ ગણવામાં આવતો અને સાધુ માટે પાંચ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રત ભંગ કરવાનો ધાર્મિક કામ માટે પણ નિષેધ હતો. આર્ય ભદ્રબાહુની દોરવણી હેઠળ સ્થૂલિભદ્રએ મૌખીક રીતે બાર આગમમાંથી અગિયાર અંગ આગમનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. એ સમયમાં ભયંકર દુકાળ પડ્યો હતો. દુકાળના સમયમાં સ્થૂલિભદ્ર 'દૃષ્ટિવાદ' ના નામે ઓળખાતા બારમા આગમ જેમાં ચૌદ પૂર્વો સમાવેલા હતા, તેનો અભ્યાસ ન કરી શક્યા. દુકાળ દરમિયાન આચાર્ય ભદ્રબાહુસ્વામીએ તેમના શિષ્યો સાથે દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું. આર્ય સ્થૂલિભદ્ર બાકી રહેલા સાધુઓના વડા સાધુ રૂપે પાટલીપુત્રમાં રહ્યા. દુકાળના કપરા સમયમાં સાધુઓને એમના નિયમો પાળવામાં ઘણી તકલીફો પડવા લાગી. વધારામાં સાધુઓની યાદશક્તિ લુપ્ત થવા લાગી જેથી અંગ આગમ પણ ભૂલાવા લાગ્યાં. દુકાળ બાર વર્ષ ચાલ્યો. દુકાળના વર્ષો પછી યૂલિભદ્રએ આગમના ધર્મગ્રંથો ફરીથી જે સાધુઓને યાદ હોય તેમની ગણતરી કરીને બીજાઓને શિખવાડી શકે તે માટે મહાસભા બોલાવવાનું નક્કી કર્યું. આચાર્ય સ્થૂલિભદ્રની આગેવાની હેઠળ પાટલીપુત્રમાં આ ધર્મ મહાસભા ભરાઈ. આ મહાસભામાં બારમાંથી અગિયાર આગમતો મૌખિક રીતે ફરી તૈયાર કરવામાં આવ્યાં. પરંતુ કોઈ સાધુ બારમા અંગ આગમને તથા તેના ચૌદ પૂર્વોને યાદ રાખી શક્યા ન હતા. ફક્ત આર્ય ભદ્રબાહુસ્વામીને આનું જ્ઞાન હતું પણ તેઓ તો દક્ષિણ ભારતમાં ગયા હતા અને ત્યાંથી નિકળીને તેઓ ઉત્તરમાં નેપાળના પર્વતીય વિસ્તારમાં વિશિષ્ટ તપશ્ચર્યા અને ધ્યાન પ્રક્રિયા કરી રહ્યા 0 જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3 4 5