Book Title: Sthulibhadra Acharya
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 2
________________ ગણધરો અને આચાર્યો ધનનંદ રાજા ઘણો ક્રૂર અને ઘાતકી હતો. મગધની પ્રજાને તેનો ઘણો અસંતોષ હતો. નંદવંશ નાશ પામવાને આરે હતો. લોકોના અસંતોષને કારણે ધનનંદ રાજા ખૂબ જ અસલામતી અનુભવતો. તેને દરબારના પ્રધાનો શ્રીયક અને શકટાલ પ્રત્યે ખૂબ જ અવિશ્વાસ પેદા થયો હતો. શકટાલ ખરેખર ખૂબ જ વફાદાર હતા અને તેથી જ તેને રાજાના આવા વર્તનને લીધે પોતાના નાના દીકરાની રાજકીય કારકિર્દીના ભવિષ્યની ચિંતા રહેતી. શ્રીયકની વફાદારી સાબિત કરવા માટે શકટાલે પોતાના જીવનનો ભોગ આપવાનું નક્કી કર્યું. શકટાલે શ્રીયકને સમજાવ્યો કે રાજાની હાજરીમાં જ તું મને તલવારથી મારી નાંખજે અને રાજાને જણાવજે કે મારા પિતા તમને વફાદાર રહેતા ન હતા તેથી મેં જ તેમનું માથું કાપીને વધ કરેલ છે, તેથી તારી વફાદારીની રાજાને ખાત્રી થશે. શ્રીયક પિતાને મારવા કોઈ કાળે તૈયાર નથી થતા. પિતૃહત્યાનું પાપ હું નહિ વ્હોરું પણ શકટાલે સમજાવ્યું કે તું મારીશ તે પહેલાં હું મુખમાં ઝેરી ગોળી મૂકી દઈશ એટલે તત્કાળ મારું મોત થશે. તારે તો મરેલા એવા મને મારવાનો દેખાવ જ કરવાનો છે. આમ રાજાને તારી વફાદારીમાં વિશ્વાસ બેસશે. જ્યારે સ્થૂલિભદ્રએ આ કરુણ ઘટના જાણી ત્યારે તેમને ઘણો આઘાત લાગ્યો. ૧૨ વર્ષ સુધી સહુને ભૂલીને તે કોશા સાથે જ રહ્યા હતા. પિતાના કરૂણ મૃત્યુથી તેમની આંખો ખૂલી ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે આટલા બધા વર્ષો કોશા સાથે રહીને મેં શું મેળવ્યું? મારા ખરી જુવાનીના બધા વર્ષો પાણીમાં ગયાં. તેમને સમજાયું કે તે કંઈ જ પ્રાપ્ત કરી શક્યા નથી. પિતાના મૃત્યુથી એમને દરેકની જિંદગીનો આ જ અંત હોય છે તે સત્ય સમજાયું. શું મૃત્યુથી છટકવાનો કોઈ રસ્તો જ નથી ? તો પછી જીવનનો અર્થ શો છે? તો હું કોણ છું ? અને મારા જીવનનો હેતુ શો છે? આ પ્રમાણે મંથન કરતાં તેમને સમજાયું કે શરીર અને જીવનના તમામ સુખો ક્ષણિક છે. શારીરિક આનંદ ક્યારે ય સુખ આપી શકતો નથી. એ કોશાનો ત્યાગ કરીને શાશ્વત સુખની શોધમાં ત્યાંથી સીધા જ તે વખતના આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચી ગયા. આચાર્યને શરણે જઈને અર્થ વગરની જિંદગીને કેવી રીતે જીવવાથી ઉપયોગી બને તે સમજાવવા કહ્યું. આચાર્યએ જોયું તો ત્રીસ વર્ષનો નવજુવાન સામે નતમસ્તકે ઊભો છે. મોં પરનું તેજ ખાનદાનીની સાક્ષી પૂરે છે. સ્થૂલિભદ્રનું મક્કમ છતાં નમ્ર મનોબળ જોઈને આચાર્યને થયું કે આના હાથે ધર્મનું મહાન કામ થશે અને તેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો. જીવનની આ નવી દિશામાં સ્થૂલિભદ્ર બહુ જલ્દી અનુકૂળ થઈ ગયા. આધ્યાત્મિક ઉત્થાન માટે વીતેલા વર્ષોનું સાટું વાળતા હોય તેમ તેમાં જ રચ્યા-પચ્યા રહેવા લાગ્યા. સાધુ તરીકે એમનું જીવન ઉદાહરણરૂપ હતું. ગુરુનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો. થોડા સમયમાં તો આંતરિક દુમનો ઉપર કાબૂ મેળવી સંયમી જીવનનો ઘણો જ વિકાસ કર્યો. હવે ખરેખર તેઓ સંસારથી વિરક્ત બન્યા છે અને કોશાને બિલકુલ ભૂલી ગયા છે તે ચકાસવાનો સમય આવી ગયો છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ. સાધુઓને ચાતુર્માસ એક જ જગ્યાએ સ્થિર થઈ ધર્મધ્યાન કરવાનું હોય. સ્થૂલિભદ્ર અને બીજા ત્રણ સાધુઓએ પોતાના સંયમી જીવનને ચકાસવા વિપરીત પરિસ્થિતિમાં ચાતુર્માસ પસાર કરવાનું નક્કી કર્યું. દરેકે પોતાની જાતે જ સ્થળ નક્કી કર્યા. એક સાધુએ સિંહની ગુફા પાસે રહેવાની ગુરુ પાસે મંજૂરી માંગી, એકે સાપના દર પાસે રહેવાની મંજૂરી માંગી, એક સાધુએ કૂવાની ધાર પર રહેવાની મંજૂરી માંગી. ગુરુએ સહુને તેમ કરવાની મંજૂરી આપી. સ્થૂલિભદ્રએ કોશાની ચિત્રશાળામાં ચાર માસ રહેવાની નમ્રતાપૂર્વક મંજૂરી માંગી. દેઢ મનોબળવાળા સ્થૂલિભદ્રના આધ્યાત્મિક વિકાસ માટે આ જરૂરી હતું. તેથી તેમણે તેમ કરવાની મંજૂરી આપી. સ્થૂલિભદ્રએ કોશા પાસે જઇ તેની ચિત્રશાળામાં રહેવાની મંજૂરી માંગી. કોશાને ખૂબ જ નવાઈ લાગી. એને તો આશા જ ન હતી કે ફરી તે સ્થૂલિભદ્રને જોવા તેમ જ મળવા પામશે. સ્થૂલિભદ્રની ગેરહાજરીમાં તે ખરેખર ખૂબ જ દુ:ખી હતી. હવે તે આનંદમાં 48 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4 5