Book Title: Sthulibhadra Acharya
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201009/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સ્થૂલિભદ્ર ૯. આચાર્ય શૂલિભદ્ર ઈ. સ. પૂર્વે ૩૦૦ માં બિહારમાં આવેલું મગધ સમૃદ્ધ રાજય હતું. મહાવીરના સમયમાં ત્યાં શિશુનાગના વંશજ રાજા શ્રેણિક, રાજ્ય કરતા હતા. શ્રેણિકના પૌત્ર ઉદાયીના મૃત્યુ પછી નંદના વંશજોના હાથમાં મગધનું રાજ્ય આવ્યું. નંદ વંશનો નવમો રાજા ધનનંદ તેના પૂર્વજ જેવો ન્યાયી ન હતો. તે વખતે રાજયમંત્રી શકટાલ હતા અને તેઓ ધનનંદ રાજાના પિતાના વખતના મુખ્યમંત્રી હતા. શકટાલ ખૂબ જ ડાહ્યા, જ્ઞાની, અનુભવી પ્રધાનમંત્રી હતા. પ્રજા તેને ખૂબ જ માન આપતી હતી. અન્ય પ્રધાનો તેની સલાહ લઈ કામ કરતા. પરંતુ ધનનંદ રાજા મંત્રી શકટાલને બળજબરીથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરતા હતા અને અન્ય પ્રધાનો રાજાની બીકે શકટાલને સાથ આપતા ન હતા. શકટાલને સાત દીકરીઓ અને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે દીકરા હતા. સ્થૂલિભદ્ર ચતુર, હોંશિયાર અને ખૂબ દેખાવડા હતા. પણ તેને કોઈ એવી મોટી મહત્ત્વાકાંક્ષા નહોતી. મગધની રાજધાની પાટલીપુત્રમાં કોશા નામની પ્રખ્યાત નૃત્યાંગના રહેતી હતી. સ્થૂલિભદ્ર તેના નૃત્યો જોવા કાયમ જતા. એમ કરતાં બંને એક બીજાના પ્રેમમાં પડ્યા. ૧૮ વર્ષની ઉંમરે સ્થૂલિભદ્ર ઘર છોડીને કોશા સાથે રહેવા ચાલ્યા ગયા. કોશાના પ્રેમમાં આસક્ત બનેલા શૂલિભદ્રએ પોતાના કુટુંબ તથા કારકિર્દીના પ્રત્યે સંપૂર્ણપણે બેદરકારી રાખી ત્યાગ કરી દીધો. રાજા ધનનંદ તેને દરબારમાં ખૂબ ઉચ્ચ હોદ્દો આપવા માંગતા હતા પણ સ્થૂલિભદ્રએ ઇન્કાર કરી દીધો. શ્રીયકને તેની જગ્યાએ નિયુક્ત કર્યો. મિ2) કૌશાના નૃત્યનો આનંદ માણતા સ્થૂલિભદ્ર જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ ગણધરો અને આચાર્યો ધનનંદ રાજા ઘણો ક્રૂર અને ઘાતકી હતો. મગધની પ્રજાને તેનો ઘણો અસંતોષ હતો. નંદવંશ નાશ પામવાને આરે હતો. લોકોના અસંતોષને કારણે ધનનંદ રાજા ખૂબ જ અસલામતી અનુભવતો. તેને દરબારના પ્રધાનો શ્રીયક અને શકટાલ પ્રત્યે ખૂબ જ અવિશ્વાસ પેદા થયો હતો. શકટાલ ખરેખર ખૂબ જ વફાદાર હતા અને તેથી જ તેને રાજાના આવા વર્તનને લીધે પોતાના નાના દીકરાની રાજકીય કારકિર્દીના ભવિષ્યની ચિંતા રહેતી. શ્રીયકની વફાદારી સાબિત કરવા માટે શકટાલે પોતાના જીવનનો ભોગ આપવાનું નક્કી કર્યું. શકટાલે શ્રીયકને સમજાવ્યો કે રાજાની હાજરીમાં જ તું મને તલવારથી મારી નાંખજે અને રાજાને જણાવજે કે મારા પિતા તમને વફાદાર રહેતા ન હતા તેથી મેં જ તેમનું માથું કાપીને વધ કરેલ છે, તેથી તારી વફાદારીની રાજાને ખાત્રી થશે. શ્રીયક પિતાને મારવા કોઈ કાળે તૈયાર નથી થતા. પિતૃહત્યાનું પાપ હું નહિ વ્હોરું પણ શકટાલે સમજાવ્યું કે તું મારીશ તે પહેલાં હું મુખમાં ઝેરી ગોળી મૂકી દઈશ એટલે તત્કાળ મારું મોત થશે. તારે તો મરેલા એવા મને મારવાનો દેખાવ જ કરવાનો છે. આમ રાજાને તારી વફાદારીમાં વિશ્વાસ બેસશે. જ્યારે સ્થૂલિભદ્રએ આ કરુણ ઘટના જાણી ત્યારે તેમને ઘણો આઘાત લાગ્યો. ૧૨ વર્ષ સુધી સહુને ભૂલીને તે કોશા સાથે જ રહ્યા હતા. પિતાના કરૂણ મૃત્યુથી તેમની આંખો ખૂલી ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે આટલા બધા વર્ષો કોશા સાથે રહીને મેં શું મેળવ્યું? મારા ખરી જુવાનીના બધા વર્ષો પાણીમાં ગયાં. તેમને સમજાયું કે તે કંઈ જ પ્રાપ્ત કરી શક્યા નથી. પિતાના મૃત્યુથી એમને દરેકની જિંદગીનો આ જ અંત હોય છે તે સત્ય સમજાયું. શું મૃત્યુથી છટકવાનો કોઈ રસ્તો જ નથી ? તો પછી જીવનનો અર્થ શો છે? તો હું કોણ છું ? અને મારા જીવનનો હેતુ શો છે? આ પ્રમાણે મંથન કરતાં તેમને સમજાયું કે શરીર અને જીવનના તમામ સુખો ક્ષણિક છે. શારીરિક આનંદ ક્યારે ય સુખ આપી શકતો નથી. એ કોશાનો ત્યાગ કરીને શાશ્વત સુખની શોધમાં ત્યાંથી સીધા જ તે વખતના આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચી ગયા. આચાર્યને શરણે જઈને અર્થ વગરની જિંદગીને કેવી રીતે જીવવાથી ઉપયોગી બને તે સમજાવવા કહ્યું. આચાર્યએ જોયું તો ત્રીસ વર્ષનો નવજુવાન સામે નતમસ્તકે ઊભો છે. મોં પરનું તેજ ખાનદાનીની સાક્ષી પૂરે છે. સ્થૂલિભદ્રનું મક્કમ છતાં નમ્ર મનોબળ જોઈને આચાર્યને થયું કે આના હાથે ધર્મનું મહાન કામ થશે અને તેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો. જીવનની આ નવી દિશામાં સ્થૂલિભદ્ર બહુ જલ્દી અનુકૂળ થઈ ગયા. આધ્યાત્મિક ઉત્થાન માટે વીતેલા વર્ષોનું સાટું વાળતા હોય તેમ તેમાં જ રચ્યા-પચ્યા રહેવા લાગ્યા. સાધુ તરીકે એમનું જીવન ઉદાહરણરૂપ હતું. ગુરુનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો હતો. થોડા સમયમાં તો આંતરિક દુમનો ઉપર કાબૂ મેળવી સંયમી જીવનનો ઘણો જ વિકાસ કર્યો. હવે ખરેખર તેઓ સંસારથી વિરક્ત બન્યા છે અને કોશાને બિલકુલ ભૂલી ગયા છે તે ચકાસવાનો સમય આવી ગયો છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ. સાધુઓને ચાતુર્માસ એક જ જગ્યાએ સ્થિર થઈ ધર્મધ્યાન કરવાનું હોય. સ્થૂલિભદ્ર અને બીજા ત્રણ સાધુઓએ પોતાના સંયમી જીવનને ચકાસવા વિપરીત પરિસ્થિતિમાં ચાતુર્માસ પસાર કરવાનું નક્કી કર્યું. દરેકે પોતાની જાતે જ સ્થળ નક્કી કર્યા. એક સાધુએ સિંહની ગુફા પાસે રહેવાની ગુરુ પાસે મંજૂરી માંગી, એકે સાપના દર પાસે રહેવાની મંજૂરી માંગી, એક સાધુએ કૂવાની ધાર પર રહેવાની મંજૂરી માંગી. ગુરુએ સહુને તેમ કરવાની મંજૂરી આપી. સ્થૂલિભદ્રએ કોશાની ચિત્રશાળામાં ચાર માસ રહેવાની નમ્રતાપૂર્વક મંજૂરી માંગી. દેઢ મનોબળવાળા સ્થૂલિભદ્રના આધ્યાત્મિક વિકાસ માટે આ જરૂરી હતું. તેથી તેમણે તેમ કરવાની મંજૂરી આપી. સ્થૂલિભદ્રએ કોશા પાસે જઇ તેની ચિત્રશાળામાં રહેવાની મંજૂરી માંગી. કોશાને ખૂબ જ નવાઈ લાગી. એને તો આશા જ ન હતી કે ફરી તે સ્થૂલિભદ્રને જોવા તેમ જ મળવા પામશે. સ્થૂલિભદ્રની ગેરહાજરીમાં તે ખરેખર ખૂબ જ દુ:ખી હતી. હવે તે આનંદમાં 48 જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સ્થતિબંન આવી ગઈ. સ્થૂલિભદ્રના ઇરાદાની એટલે તેઓને પોતાના આધ્યાત્મિક વિકાસની ચકાસણી કરવી હતી તેની ખબર કોશાને ન હતી. કોશા તો સ્યૂલિભદ્રને પોતાના જીવનમાં પાછા લાવવા કટિબદ્ધ બની. પોતાની તમામ નૃત્યકલાઓ તથા ભાવભંગીઓ દ્વારા ચિત્રશાળામાં ચોમાસા માટે રહેલ સ્થૂલિભદ્રને ચલાયમાન કરવા પ્રયત્નો કરવા લાગી પણ કોશાના અભૂતપૂર્વ સૌંદર્યથી પણ તે ન ડગ્યા. આધ્યાત્મિક ધ્યાનમાં જ તેમના મનને દૃઢ બનાવતા. એમને તો જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી હતી. અથાગ પ્રયત્નો કરવા છતાં કોશાની બધી જ યુક્તિઓ નિષ્ફળ ગઈ. તેને સમજાઈ ગયું કે સાચું જીવન તો સ્થૂલિભદ્રનું જ છે અને તે તેમની શિષ્યા થઈ ગઈ. આ પ્રસંગથી સ્થૂલિભદ્રનો આધ્યાત્મિક રીતે ખૂબ જ વિકાસ થયો. ચોમાસું પૂરું થતાં ચારે ય સાધુ ગુરુ મહારાજ પાસે પાછા આવ્યા અને પોતપોતાના અનુભવો કહેવા લાગ્યા. પહેલા ત્રણે પોતાની સફળતાની વાતો કરી તે સાંભળી આચાર્ય પ્રસન્ન થયા અને તેઓને અભિનંદન આપ્યા. જ્યારે સ્થૂલિભદ્રએ પોતાની કસોટીની વાતો કહી ત્યારે આચાર્ય પોતાની બેઠક પરથી ઉઠીને તેને ભેટી પડ્યા, અને ખૂબ જ અઘરી પરીક્ષા પાસ કરી એમ કહી તેને અભિનંદન આપ્યા. આ જોઈને બીજા ત્રણ સાધુને અદેખાઈ આવી. સ્થૂલિભદ્રને આટલું બધું મહત્ત્વ શા માટે? તેઓએ તો ખરેખર ઘણી શારીરિક તકલીફો વેઠી હતી જ્યારે સ્થૂલિભદ્ર તો આખું ચોમાસું સુખ સગવડમાં જ કોશાને ત્યાં રહ્યા હતા. આચાર્યએ સમજાવ્યું કે સ્થૂલિભદ્રએ જે કર્યું છે તે અશક્ય કામ હતું, જે બીજા કોઈ ન કરી શકે. પહેલા સાધુએ ભડાઈ હાંકતા કહ્યું કે આવતા જૈન થા સંગ્રહ 49 Page #4 -------------------------------------------------------------------------- ________________ ગણઘો અને આચાર્યો ચોમાસામાં હું સહેલાઈથી કોશાના ઘેર ચાતુર્માસ રહીશ. આચાર્ય જાણતા હતા કે આ વાત તેના માટે શક્તિ બહારની છે, માટે તેમણે તેને ખૂબ જ સમજાવ્યો. પણ સાધુ પોતાની આધ્યાત્મિક શક્તિ સ્થૂલિભદ્ર કરતાં વધારે છે તેમ પૂરવાર કરવા માંગતા હતા. આચાર્યને અનિચ્છાએ તેમ કરવાની મંજૂરી આપવી પડી. બીજાં ચોમાસે તે સાધુ કોશાના મહેલમાં પહોંચી ગયા. કામક્રીડાથી ભરપુર ચિત્રોથી સજાવેલી ચિત્રશાળા તેમને ઉશ્કેરવા માટે પૂરતી હતી. એમણે રૂપરૂપના અંબાર સમી કોશાને જોઈ એટલે એમનો રહ્યો સહ્યો સંયમ પણ ઓગળી ગયો અને કોશાના પ્રેમ માટે તડપવા લાગ્યો. સ્થૂલિભદ્રનું પવિત્ર જીવન જોઈને કોશાએ પણ સર્વસ્વ ત્યાગની જિંદગી કેવી હોય તે જાણ્યું હતું. સાધુની સાન ઠેકાણે લાવવા કોશાએ શરત મૂકી કે તેઓ પાટલીપુત્રથી ઉત્તરે ૨૫૦ માઈલ દૂર આવેલા નેપાળ રાજ્યમાંથી હીરા જડિત રત્નકંબલ લઈ આવે તો જ તેઓ મારો પ્રેમ પામી શકે. સાધુ ચોમાસામાં મુસાફરી ના કરી શકે તો પણ પ્રેમમાં પાગલ બનેલા સાધુ ભૂલી ગયા અને અનેક તકલીફો વેઠીને તેઓ નેપાળ રાજયમાં પહોંચ્યા અને રાજાને ખુશ કરીને રત્નકંબલ મેળવી, પછી તે સાધુ રત્નકંબલ લઈને કોશા હવે જરૂર મારો પ્રેમ સ્વીકારશે એવા વિશ્વાસથી આવી પહોંચ્યા, કોશાએ કિંમતી રત્નકંબલ હાથમાં લઈ જોયું, તેનાથી પોતાના પગ લૂછીને કાદવમાં ફેંકી દીધું. આ જોઈ સાધુ તો આઘાતથી દિમૂઢ થઈ ગયા. તેણે કોશાને કહ્યું, “કોશા, તું પાગલ છે? અનેક તકલીફો વેઠીને આવી કિંમતી ભેટ હું તારા માટે લાવ્યો અને તે એને ફેંકી દીધી?” જવાબમાં કોશાએ કહ્યું, “અનેક પ્રયત્નો અને તપશ્ચર્યા બાદ મેળવેલું તમારું સાધુત્વ શા માટે વેડફી રહ્યા છો?” વિનમ્ર સાધુને પોતાની મોટી ભૂલ સમજાઈ અને પોતાની કારમી નિષ્ફળતાનો અહેવાલ આપવા આચાર્ય પાસે પહોંચી ગયા. તે જ દિવસથી સ્થૂલિભદ્ર માટેનો તેમનો આદર અમાપ થઈ ગયો. તે પછીના સમયમાં જૈન ધર્મના અતિ જૂના શાસ્ત્રો - બાર અંગ આગમ અને ચૌદ પૂર્વોના શાસ્ત્રોને સાચવવામાં સ્થૂલિભદ્રએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. જૈન ઇતિહાસ જણાવે છે કે આર્ય સંભૂતિવિજયના કાળધર્મ પછી આર્ય ભદ્રબાહુ છેલ્લા આચાર્ય હતા જેઓને જૈનધર્મના શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન હતું. આર્ય ભદ્રબાહુ અને આર્ય સંભૂતિવિજય બંને આર્ય યશોભદ્રના શિષ્ય હતા. એ સમયમાં જૈન શાસ્ત્રો મોઢે યાદ રાખવામાં આવતા અને ગુરુ તે જ્ઞાન શિષ્યોને આપતા. કોઈપણ સ્વરૂપમાં તેને લિપિબદ્ધ લખવામાં આવ્યા ન હતા. કારણ કે લખેલા ધાર્મિક પુસ્તકોને સાચવવા પડે એટલે તેને પણ પરિગ્રહ ગણવામાં આવતો અને સાધુ માટે પાંચ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રત ભંગ કરવાનો ધાર્મિક કામ માટે પણ નિષેધ હતો. આર્ય ભદ્રબાહુની દોરવણી હેઠળ સ્થૂલિભદ્રએ મૌખીક રીતે બાર આગમમાંથી અગિયાર અંગ આગમનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. એ સમયમાં ભયંકર દુકાળ પડ્યો હતો. દુકાળના સમયમાં સ્થૂલિભદ્ર 'દૃષ્ટિવાદ' ના નામે ઓળખાતા બારમા આગમ જેમાં ચૌદ પૂર્વો સમાવેલા હતા, તેનો અભ્યાસ ન કરી શક્યા. દુકાળ દરમિયાન આચાર્ય ભદ્રબાહુસ્વામીએ તેમના શિષ્યો સાથે દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું. આર્ય સ્થૂલિભદ્ર બાકી રહેલા સાધુઓના વડા સાધુ રૂપે પાટલીપુત્રમાં રહ્યા. દુકાળના કપરા સમયમાં સાધુઓને એમના નિયમો પાળવામાં ઘણી તકલીફો પડવા લાગી. વધારામાં સાધુઓની યાદશક્તિ લુપ્ત થવા લાગી જેથી અંગ આગમ પણ ભૂલાવા લાગ્યાં. દુકાળ બાર વર્ષ ચાલ્યો. દુકાળના વર્ષો પછી યૂલિભદ્રએ આગમના ધર્મગ્રંથો ફરીથી જે સાધુઓને યાદ હોય તેમની ગણતરી કરીને બીજાઓને શિખવાડી શકે તે માટે મહાસભા બોલાવવાનું નક્કી કર્યું. આચાર્ય સ્થૂલિભદ્રની આગેવાની હેઠળ પાટલીપુત્રમાં આ ધર્મ મહાસભા ભરાઈ. આ મહાસભામાં બારમાંથી અગિયાર આગમતો મૌખિક રીતે ફરી તૈયાર કરવામાં આવ્યાં. પરંતુ કોઈ સાધુ બારમા અંગ આગમને તથા તેના ચૌદ પૂર્વોને યાદ રાખી શક્યા ન હતા. ફક્ત આર્ય ભદ્રબાહુસ્વામીને આનું જ્ઞાન હતું પણ તેઓ તો દક્ષિણ ભારતમાં ગયા હતા અને ત્યાંથી નિકળીને તેઓ ઉત્તરમાં નેપાળના પર્વતીય વિસ્તારમાં વિશિષ્ટ તપશ્ચર્યા અને ધ્યાન પ્રક્રિયા કરી રહ્યા 0 જૈન કથા સંગ્રહ Page #5 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સ્થલિભદ્ર હતા. જૈન સંઘે આચાર્ય સ્થૂલિભદ્રને તથા બીજા વિદ્વાન જૈન સાધુઓને આચાર્ય ભદ્રબાહુ સ્વામી પાસે જઈને બારમા અંગ આગમને તૈયાર કરવા વિનંતિ કરી. લાંબી મુસાફરી હોવાથી ઘણા સાધુઓમાંથી ફક્ત સ્થૂલિભદ્ર જ નેપાળ પહોંચ્યા. આચાર્ય ભદ્રબાહુસ્વામી પાસે બારમું આગમ તથા તેના ચૌદ પૂર્વો શીખવાનું શરૂ કર્યું. એક વખત સ્થૂલિભદ્રની સાધ્વી બનેલી બહેનો તેમને નેપાળમાં વંદન કરવા ગયાં. આ સમયે યૂલિભદ્રએ ચૌદમાંથી દસ પૂર્વ શીખી લીધાં હતાં. બારમા આગમના દસ પૂર્વ શીખી લીધા બાદ તેમાંથી મેળવેલું ચમત્કારિક જ્ઞાન તેઓ બહેનોને બતાવવા માંગતા હતા. તેમણે ગુફામાં બેસી પોતાના આ જ્ઞાનની શક્તિથી સિંહનું રૂપ ધારણ કર્યું. તેમની સાધ્વી બહેનો જ્યારે ગુફામાં વંદન માટે પ્રવેશ્યાં ભદ્રબાહુસ્વામી શું બન્યું હશે તે સમજી ગયા અને ફરીથી તેમને ગુફામાં ભાઈને મળવા જવા કહ્યું. આ વખતે સ્થૂલિભદ્ર તેમના અસલ સ્વરૂપમાં હતા. તેમને સાજાસમા જોઈને સાધ્વીજીઓ ખૂબ જ આનંદિત થયાં. સ્થૂલિભદ્રએ પોતાની શક્તિનો તદ્દન નજીવી બાબત માટે ખોટો ઉપયોગ કર્યો તે જાણીને આચાર્ય ભદ્રબાહુસ્વામી નિરાશ થઈ ગયા. આધ્યાત્મિક શક્તિ માટે સ્થૂલિભદ્ર હજુ પરિપક્વ નથી એમ તેમને લાગ્યું. તેથી તેમને બાકીના ચાર પૂર્વ શીખવાડવાની ના પાડી. શિક્ષા પામેલ સ્થૂલિભદ્રએ શીખવવા માટે બહુ વિનંતી કરી પણ ભદ્રબાહુસ્વામી મક્કમ હતા. જૈન સંઘે આચાર્ય ભદ્રબાહુસ્વામીને પોતાનો નિર્ણય બદલવા તથા સ્થૂલિભદ્રને બાકીના ચાર પૂર્વ શીખવાડવા માટે બહુ આજીજી કરી ત્યારે તેમણે બે શરતો મૂકી. છેલ્લા ચાર પૂર્વના અર્થ તેઓ સ્થૂલિભદ્રને શીખવશે નહિ. સ્થૂલિભદ્ર બાકીના ચાર પૂર્વ કોઈ સાધુને શીખવી શકશે નહિ. સ્થૂલિભદ્રએ શરતો મંજૂર રાખી અને બાકીના ચાર પૂર્વ શીખ્યા. જ્યારે જૈનધર્મગ્રંથો લખાયા નહોતા ત્યારે દુકાળના સમયમાં આચાર્ય સ્થૂલિભદ્રએ તેને મૌખિક રીતે સાચવવા માટે જે કામ કર્યું તેથી જૈન ઇતિહાસમાં તેમનું નામ ઊંચા આદર સાથે યાદ રહેશે. શ્વેતાંબર પંથના લોકો આજે પણ સ્થૂલિભદ્રનું નામ ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી પછી તરત જ લે છે. मंगलं भगवान वीरो, मंगलं गौतम प्रभु। मंगलं स्थूलिभद्राद्या, जैन धर्मोस्तु मंगलं // જીવનમાં ઊંચું ધ્યેય રાખીને કોઈ પણ ઉંમરે નષ્ફળ જીવનને સફળ બનાવી શકાય છે. દઢ નિર્ધાર હોય તો સફળ થવા માટે દલૈક અંતરાયો દૂર શકાય છે. 38 વર્ષની ઉંમરે રઘુણભદ્દે જિંદગીના બાર વર્ષો બૅડફી નાંધ્યા હતા. છતાં સફળતાપૂવૅક આધ્યાત્મિક જીવન વીકા? (છું. દઢ મનોબળથી પોતાની અંદ૨ના મોટામાં મોટા શત્રુલ્મોને તેમણે જીતી લાહ્યા હતા. પહેલાંના પૉતાની ઈચ્છાઓને ત્યજી દીધી. તેઓ મહાન જૈન સાધુ બન્થા. જૈમનું નામ આજે પણ અાદર અને ભક્તિપૂવૅક વારંવાર લેવામાં આવૅ છે. જૈન કથા સંગ્રહ 51