Book Title: Sthulibhadra Acharya
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ આચાર્ય સ્થૂલિભદ્ર ૯. આચાર્ય શૂલિભદ્ર ઈ. સ. પૂર્વે ૩૦૦ માં બિહારમાં આવેલું મગધ સમૃદ્ધ રાજય હતું. મહાવીરના સમયમાં ત્યાં શિશુનાગના વંશજ રાજા શ્રેણિક, રાજ્ય કરતા હતા. શ્રેણિકના પૌત્ર ઉદાયીના મૃત્યુ પછી નંદના વંશજોના હાથમાં મગધનું રાજ્ય આવ્યું. નંદ વંશનો નવમો રાજા ધનનંદ તેના પૂર્વજ જેવો ન્યાયી ન હતો. તે વખતે રાજયમંત્રી શકટાલ હતા અને તેઓ ધનનંદ રાજાના પિતાના વખતના મુખ્યમંત્રી હતા. શકટાલ ખૂબ જ ડાહ્યા, જ્ઞાની, અનુભવી પ્રધાનમંત્રી હતા. પ્રજા તેને ખૂબ જ માન આપતી હતી. અન્ય પ્રધાનો તેની સલાહ લઈ કામ કરતા. પરંતુ ધનનંદ રાજા મંત્રી શકટાલને બળજબરીથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરતા હતા અને અન્ય પ્રધાનો રાજાની બીકે શકટાલને સાથ આપતા ન હતા. શકટાલને સાત દીકરીઓ અને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે દીકરા હતા. સ્થૂલિભદ્ર ચતુર, હોંશિયાર અને ખૂબ દેખાવડા હતા. પણ તેને કોઈ એવી મોટી મહત્ત્વાકાંક્ષા નહોતી. મગધની રાજધાની પાટલીપુત્રમાં કોશા નામની પ્રખ્યાત નૃત્યાંગના રહેતી હતી. સ્થૂલિભદ્ર તેના નૃત્યો જોવા કાયમ જતા. એમ કરતાં બંને એક બીજાના પ્રેમમાં પડ્યા. ૧૮ વર્ષની ઉંમરે સ્થૂલિભદ્ર ઘર છોડીને કોશા સાથે રહેવા ચાલ્યા ગયા. કોશાના પ્રેમમાં આસક્ત બનેલા શૂલિભદ્રએ પોતાના કુટુંબ તથા કારકિર્દીના પ્રત્યે સંપૂર્ણપણે બેદરકારી રાખી ત્યાગ કરી દીધો. રાજા ધનનંદ તેને દરબારમાં ખૂબ ઉચ્ચ હોદ્દો આપવા માંગતા હતા પણ સ્થૂલિભદ્રએ ઇન્કાર કરી દીધો. શ્રીયકને તેની જગ્યાએ નિયુક્ત કર્યો. મિ2) કૌશાના નૃત્યનો આનંદ માણતા સ્થૂલિભદ્ર જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4 5