Book Title: Sthulibhadra Acharya Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ આચાર્ય સ્થતિબંન આવી ગઈ. સ્થૂલિભદ્રના ઇરાદાની એટલે તેઓને પોતાના આધ્યાત્મિક વિકાસની ચકાસણી કરવી હતી તેની ખબર કોશાને ન હતી. કોશા તો સ્યૂલિભદ્રને પોતાના જીવનમાં પાછા લાવવા કટિબદ્ધ બની. પોતાની તમામ નૃત્યકલાઓ તથા ભાવભંગીઓ દ્વારા ચિત્રશાળામાં ચોમાસા માટે રહેલ સ્થૂલિભદ્રને ચલાયમાન કરવા પ્રયત્નો કરવા લાગી પણ કોશાના અભૂતપૂર્વ સૌંદર્યથી પણ તે ન ડગ્યા. આધ્યાત્મિક ધ્યાનમાં જ તેમના મનને દૃઢ બનાવતા. એમને તો જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી હતી. અથાગ પ્રયત્નો કરવા છતાં કોશાની બધી જ યુક્તિઓ નિષ્ફળ ગઈ. તેને સમજાઈ ગયું કે સાચું જીવન તો સ્થૂલિભદ્રનું જ છે અને તે તેમની શિષ્યા થઈ ગઈ. આ પ્રસંગથી સ્થૂલિભદ્રનો આધ્યાત્મિક રીતે ખૂબ જ વિકાસ થયો. ચોમાસું પૂરું થતાં ચારે ય સાધુ ગુરુ મહારાજ પાસે પાછા આવ્યા અને પોતપોતાના અનુભવો કહેવા લાગ્યા. પહેલા ત્રણે પોતાની સફળતાની વાતો કરી તે સાંભળી આચાર્ય પ્રસન્ન થયા અને તેઓને અભિનંદન આપ્યા. જ્યારે સ્થૂલિભદ્રએ પોતાની કસોટીની વાતો કહી ત્યારે આચાર્ય પોતાની બેઠક પરથી ઉઠીને તેને ભેટી પડ્યા, અને ખૂબ જ અઘરી પરીક્ષા પાસ કરી એમ કહી તેને અભિનંદન આપ્યા. આ જોઈને બીજા ત્રણ સાધુને અદેખાઈ આવી. સ્થૂલિભદ્રને આટલું બધું મહત્ત્વ શા માટે? તેઓએ તો ખરેખર ઘણી શારીરિક તકલીફો વેઠી હતી જ્યારે સ્થૂલિભદ્ર તો આખું ચોમાસું સુખ સગવડમાં જ કોશાને ત્યાં રહ્યા હતા. આચાર્યએ સમજાવ્યું કે સ્થૂલિભદ્રએ જે કર્યું છે તે અશક્ય કામ હતું, જે બીજા કોઈ ન કરી શકે. પહેલા સાધુએ ભડાઈ હાંકતા કહ્યું કે આવતા જૈન થા સંગ્રહ 49Page Navigation
1 2 3 4 5