Book Title: Solankiyugin Itihas na Ketlak Upekshit Patro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 4
________________ ૧૩૨ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બાલ મૂળરાજના સમયમાં ગુજરાત પર ચઢી આવેલ મોજૂદીન સુલતાનના કટકને પરાજય આપવામાં ભાગ લીધો હોય, કે પછી સિંધના કોઈ અમીર (હમ્મીર) સાથેની લડાઈમાં ભાગ લીધો હોય તેમ જણાય છે. અને તેણે અજયપાળ તેમ જ ભીમદેવ બન્નેની સેવા કર્યાનું અને ભીમદેવના રાજ્યકાળના પ્રારંભિક વર્ષોમાં તો તે દંડનાયકને દબાવી શકે તેવા રાજપ્રધાનના મોટો હોદા પર રહ્યો હોવાનું જણાય છે. અહીં જે દંડનાયક અભયનો ઉલ્લેખ થયો છે તેના સંબંધમાં તપાસ કરતાં કેટલીક વધુ હકીકતો પ્રાપ્ત થાય છે. સં. ૧૨૪૮ | ઈ. સ. ૧૧૯૨માં આશાપલ્લીમાં લખાયેલી દશવૈકાલિકટીકાની તાડપત્રીય પ્રતની પ્રશસ્તિમાં તે કાળે દંડનાયક અભયડ હોવાનું જણાવ્યું છેર : યથા : संवत् १२४८ वर्षे श्रावण सुदि ९ सोमे । अद्येह आशापल्लयां दंड० श्री अभयड प्रतिपत्तौं लघु दशवैकालिकटीका लिखिता । આથી આગળ બની ગયેલ બનાવ પછીના ત્રીજે-ચોથે વર્ષે પણ તે આશાપલ્લિકર્ણાવતીમાં જ દંડનાયક હોવાનું સિદ્ધ થાય છે. પ્રબંધોમાં અન્યત્રે “દંડાધિપ અભય' એ ડપતિ આભૂના જે ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તેમાં ઉદેશિત “અભય” વા “આભૂ અને આ આશાપલ્લિના દંડનાયક ““અભય” કે “અભયડ એક જ વ્યક્તિ છે કે નહીં તે વિશે હવે વિચારીએ. સોમપ્રભાચાર્યના જિધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ | ઈ. . ૧૧૮૫)માં તારંગા પરના કુમારપાળ નિર્મિત અજિતનાથના પ્રાસાદનું બાંધકામ જસદેવ(યશોદેવ)ના પુત્ર “દંડાધિપ અભય' દ્વારા (દેખરેખ નીચે) થયાનું કહ્યું છે. અજિતનાથ ચૈત્યની પ્રતિષ્ઠામિતિ વીરવંશાવલીમાં સં૧૨૨૧ ! ઈસ. ૧૧૬૫ આપેલી છે, જે વિશ્વસનીય જણાય છે. પર્વતસ્થિત આ જબરા મેરુમંદિરના બાંધકામમાં દશેક વર્ષ તો સહેજે લાગી જાય તે હિસાબે ઓછામાં ઓછું ઈ. સ. ૧૧૫૬માં દંડનાયક અભય પોતાના પદ પર વિદ્યમાન હોવો જોઈએ. સવાલ એ છે કે કુમારપાળના સમયનો દંડાધિપ અભય શું ભીમદેવના સમયમાં, ઈ. સ. ૧૧૯૨ સુધી એ દંડનાયક પદે રહ્યો હતો? અજયપાળના સમયમાં તેની શું સ્થિતિ હતી? કુમારપાળના કપર્દી, આમ્રભટ્ટ, અને પછીથી સામંતસિંહ સરખા જૈન મંત્રીઓનો ઘાત કરાવનાર અને કુમારપાળે બાંધેલ કેટલાંયે જૈન મંદિરો તોડાવનાર અજયપાળ તારંગાના (કુમારપાલકારિત) જૈન મંદિરના બાંધકામ પર ધ્યાન રાખનારની શું વલે કરે તે પણ વિચારવું જોઈએ. મોટો સંભવ એ છે કે કુમારપાળનો દંડાધિપ અભય અને ભીમદેવનો દંડનાયક અભયડ એ બે ભિન્ન વ્યક્તિઓ હોવી જોઈએ : યા તો એણે અજયપાળ સાથે સમાધાનપૂર્વક કામ લીધું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6