Book Title: Solankiyugin Itihas na Ketlak Upekshit Patro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ प्रत्यार्थन्मितिमालकालरजनीदो:स्तम्भबन्धाश्रय श्रीसंरक्षणसौविदः परकरिस(क्नध?)च्छिदाकोविदः । यः पङ्गं कुरुतेस्म राज्यमखिलं चौलुक्यचूडामणे: श्रीमद् भीमनृपस्यनेन तदितं द्वांस्येनशास्त्रकृतम् ॥ આ ભીમદેવ તે “ભીમદેવ પ્રથમ' (ઈ. સ. ૧૦૨૨-૧૦૬૬) કે “ભીમદેવ દ્વિતીય (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૦) તેનો ઉત્તર નીચે ટાંકેલ સંદર્ભમાં ગ્રંથકર્તા “ગીતાધ્યાય'માં આપે છે : ત્યાં ગ્રંથકર્તા પોતે અજયપાળના પ્રતિહાર જગદેવનો પુત્ર હોવાનું જાહેર કરે છે : सततमजयपाल क्षोणिपालादिसेवासमधिगतगरिष्ठः प्रतिहार्यप्रतिष्ठः । सकलसुमनिदानं श्रीजगदेवसूनु तिपरिणत कीर्तिर्गीतमुच्चैस्तवीति । રાજા અજયપાલ (ઈ. સ. ૧૧૭ર-૧૧૭૫), બાલ મૂલરાજ અને ભીમદેવ દ્વિતીયનો પિતા એવં પુરોગામી હતો. જગદેવ વિશે વિશેષ કહેતાં સોમરાજ તેને ‘હમ્મીર લક્ષ્મી હઠહરણ'નું અભિધાન આપે છે. એને દઢ, પ્રૌઢ કૃપાણવાળો સંગ્રામવીર, ચાપોત્કટકુળ કમલ દીપક એવો ભીમનૃપનો પ્રતિહાર કહી, પોતે તેનો પુત્ર હોવાનું ફરીને જણાવે છે. आमीदहम्मीरलक्ष्मीहठहरणदृढप्रौढ + ल्गत्कृपाण: संग्रामोरचापोत्कटकुलनलिनीखण्डचण्डांशुरुपी । द्वां स्थ: श्रीभीमभर्तृपमुकुटमणिः श्रीजगदेवनामा तस्य श्रीसोमराजः समजनि तनयः काश्यपीकल्पवृक्षः ॥ સંગીતરત્નાવલીનો રચનાકાળ સંગ્રહક રામચંદ્ર કવિ એક સ્થાને ઈ. સ. ૧૧૮૦ અસંદિગ્ધપણે જણાવે છે, તો બીજે સ્થળે પ્રસ્તુત ગ્રંથ ઈ. સ. ૧૨૦૦ના અરસામાં રચાયો હોવાનું કહે છે. એટલું ખરું કે આ ગ્રંથ ભીમદેવની પ્રારંભિક કારકિર્દીના સમયમાં રચાયો હોવો જોઈએ અને ત્યારે સોમરાજ કવિ કહે છે તેમ, પોતે ગજશાળાનો પણ અધિપતિ હોય અને પછી ઈ. સ. ૧૨૧૦ પહેલાં તે સુરાષ્ટ્રમંડલમાં મહાપ્રતિહારરૂપે નિયુક્ત થયો હશે. સોમરાજ-વિરચિત સંગીતરત્નાવલી એ ભારતીય સંગીત-વિષયક સાહિત્યના ઉત્તમોત્તમ ગ્રંથોમાંનો એક છે. તેમાં પ્રથમ પ્રકરણમાં સંગીત વિશેની સામાન્ય વાત કર્યા બાદ બીજા પ્રકરણમાં સ્વર-ગ્રામ વિશે, ત્રીજામાં પ્રબંધગાન સંબંધી, ચોથામાં માર્ગીશૈલીનાં છ રાગ અને ૩૬ ભાષાઓ વિશે, પાંચમામાં દેશીરાગની ચર્ચા છઠ્ઠામાં તાલ વિષય અને સાતમાઆઠમા-નવમા પ્રકરણમાં વાઘ વિષયની ચર્ચા કરેલી છે. સમાસયુક્ત પ્રાસાદિક સંસ્કૃતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6