Book Title: Solankiyugin Itihas na Ketlak Upekshit Patro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 5
________________ સોલંકીયુગીન ઈતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો ૧૩૩ આ બાબતમાં કંઈક પ્રમાણ આપણને જિનહર્ષગણિકૃત “વસ્તુપાલચરિત્ર”(સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માંથી મળે છે. જિનહર્ષગણિના કથનાનુસાર મંત્રીશ્વર વસ્તુપાલના પિતા અશ્વરાજ કે આસરાજ પ્રાગ્વાટકુળના દંડપતિ આભૂની પુત્રી કુમારદેવીને પરણેલા. આ લગ્ન ઈ. સ. ૧૧૮૦ કે તે પછીના તરતના કાળમાં થયાં હોવાં જોઈએ. બીજા શબ્દોમાં વસ્તુપાલના માતામહ જૈન દેડપતિ આભૂનો સમય અને ભીમદેવના દંડનાયક જૈન અભયનો સમય લગભગ એક જ થાય છે. એક જ સમયે એક જ નામધારી બે દંડનાયકો હોવાનું ઓછું સંભવે છે. જિનહર્ષગણિ આભૂની પૂર્વજાવલી સામંતસિંહ-શાંતિ-બ્રહ્મનાગનાગડપુત્રભૂ એ રીતે આપે છે : પણ કુમારપાળના દંડનાયક અભયના પિતાનું નામ ‘નાગડ’ નહીં પણ “જસદેવ’ હતું : આથી દંડાધિપ અભય અને દંડપતિ આભૂ એ બને ભિન્ન વ્યક્તિઓ હોવાનું સિદ્ધ થાય છે, પણ ભીમદેવના ઉપર ચર્ચિત દંડનાયક અભયડ અને જિનહર્ષ કથિત દંડપતિ આભૂનો સમય, આગળ કહ્યું તેમ, લગભગ એક જ હોઈ, તે બન્ને અભિન્ન હોવાનો ઘણો સંભવ છે. જગદેવ નામધારી પણ જ્ઞાતિએ શ્રીમાલી વણિક એવા એક દંડનાયક કુમારપાળના સમયમાં થયા હોવાનું ગિરનાર પરના સં. ૧૨૫૬ | ઈ. સ. ૧૨૦૦માં ભરાયેલ નંદીશ્વર દ્વીપના પટ્ટ પર કોરેલ લેખથી જણાય છે. પણ આ દંડનાયક જગદેવ પ્રસ્તુત પ્રતિહાર જગદેવથી કંઈક સમયની દૃષ્ટિએ અને વિશેષતઃ નાત-જાત અને ધર્મથી ભિન્ન જણાય છે. આ જગદેવ દંડનાયક સાંપ્રત ઇતિહાસ લેખકોના ધ્યાન બહોર રહ્યા છે, તેમના વિશે પણ અન્વેષણ દ્વારા વિશેષ માહિતી પ્રાપ્ત કરવી જરૂરી છે. ટિપ્પણો : ૧. જુઓ, આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨જો મુંબઈ ૧૯૩૫, પૃ. ૯૭. 2. Bharata Kośa, Ed. M. Ramakrishna Kavi, Tirupati 1951, p. 4. ૩, Cf. Kavi, p. 5. 8. Ibid. ૫. Ibid. ૬. Ibid. ૭. Kavi, pp. 4 & 17. ૮.Kavi, pp. 4-5. ૯. સં, આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૪૨, મુંબઈ ૧૯૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6