Page #1
--------------------------------------------------------------------------
________________
સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો
ગુજરાતના સોલંકીકાલીન ઇતિહાસ વિશે લખનારાઓએ કેટલીક વાર કોઈ કોઈ મહત્ત્વપૂર્ણ મૂળ સ્રોતોના અસ્તિત્વની તેમને જાણ નહીં હોવાને કારણે, કે લખતી વેળાએ આવાં સાધનો ધ્યાન બહાર રહી જવાથી યા અપૂરતી ગવેષણાને કારણે, કેટલાક મહત્ત્વના રાજપુરુષો વિશે કશું કહ્યું નથી, કે કોઈક કિસ્સામાં અલ્પમાત્ર જ ઈશારો કર્યો છે. સોલંકીયુગના ઇતિહાસ લેખનમાં અમુક અંશે ઉપેક્ષિત રહેલાં આવાં ત્રણેક પાત્રો વિશે જે કંઈ માહિતી મળી શકે છે તે એમને ભવિષ્યના ગ્રંથોમાં સ્થાન મળે અને એમના વિશે યથોચિત નોંધ લેવાય તેવા આશયથી અહીં રજૂ કરીશું.
આ ત્રણ સંદર્ભગત પાત્રો ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨)ના સમયમાં થયેલા રાજમાન્ય અને અધિકાર ભોગવતા રાજપુરુષો છે. એક છે દંડનાયક અભય, બીજા છે રાજપ્રધાન જગદેવ પ્રતિહાર, અને ત્રીજા છે મહાપ્રતિહાર સોમરાજદેવ, ચર્ચારભ કેટલીક સરળતા ખાતર સોમરાજથી કરીશું.
મહારાજ ભીમદેવ દ્વિતીયના સં. ૧૨૬૬, સિંહ સંવત ૯૬ = ઈ. સ. ૧૨૧૦ના તામ્રપત્રમાં સુરાષ્ટ્રમંડલના મહાપ્રતિહાર) સોમરાજનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સોમરાજ સંબંધમાં વિશેષ અન્વેષણ થયું નથી, પણ સંગીત-વિષયક અદ્યાવધિ એપ્રસિદ્ધ ગ્રંથ નીતરત્નાવલ્લીના કર્તા સોમરાજદેવ અને આ મહાપ્રતિહાર સોમરાજ અભિન્ન જણાય છે. સંગીતરત્નાવલીકાર સુભટ સોમરાજ પ્રારંભે પોતે ચાપોત્કટવંશીય હોવાનું અને ચૌલુક્યનરેન્દ્રના વતૃતિલક ( પ્રતિહાર ચૂડામણિ) પદે હોવાનું જણાવે છે : યથા :
क्षोणिकल्पतरुः समीक सुभटचापोत्कटग्रामणीर्योगीन्द्रोनवचन्द्रनिर्मलगुणस्फूर्जत्कलानैपुनः । श्रीचौलुक्यनरेन्द्रवेतृतिलकः श्रीसोमराजस्वयं विद्वनमण्डलमण्डलाय तनुते सङ्गीतरत्नावलीम् ।।
આ પછી “વાઘાધ્યાયને અંતે “ચુલુકનૃપતિ” અને “ચાપોત્કટ'નો ફરીને ઉલ્લેખ
चुलुकनृपतिलक्ष्मीलुब्धसामन्तचक्रप्रबलबलपयोदवातसंवर्तवातः ।
अगणितगुणसंमत्स्वेन चापोत्कटानामधिकृतरतिहृयां वाद्यविद्यां ततान् ।।
સંદર્ભગત “ચૌલુક્ય નૃપતિ' કોણ, તેની સ્પષ્ટતા ગ્રંથાંતે પુષ્યિકામાં કરતાં તેને ચૌલુક્યચૂડામણિભીમનૃપ કહે છે અને પોતાની ગજવિદ્યાના જ્ઞાતા (કે ગજશાળાના ઉપરી?) તરીકે પણ ઓળખાણ આપે છે: યથા :
નિ. ઐ, ભા. ૧-૧૭
Page #2
--------------------------------------------------------------------------
________________
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
प्रत्यार्थन्मितिमालकालरजनीदो:स्तम्भबन्धाश्रय श्रीसंरक्षणसौविदः परकरिस(क्नध?)च्छिदाकोविदः । यः पङ्गं कुरुतेस्म राज्यमखिलं चौलुक्यचूडामणे:
श्रीमद् भीमनृपस्यनेन तदितं द्वांस्येनशास्त्रकृतम् ॥ આ ભીમદેવ તે “ભીમદેવ પ્રથમ' (ઈ. સ. ૧૦૨૨-૧૦૬૬) કે “ભીમદેવ દ્વિતીય (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૦) તેનો ઉત્તર નીચે ટાંકેલ સંદર્ભમાં ગ્રંથકર્તા “ગીતાધ્યાય'માં આપે છે : ત્યાં ગ્રંથકર્તા પોતે અજયપાળના પ્રતિહાર જગદેવનો પુત્ર હોવાનું જાહેર કરે છે :
सततमजयपाल क्षोणिपालादिसेवासमधिगतगरिष्ठः प्रतिहार्यप्रतिष्ठः ।
सकलसुमनिदानं श्रीजगदेवसूनु तिपरिणत कीर्तिर्गीतमुच्चैस्तवीति ।
રાજા અજયપાલ (ઈ. સ. ૧૧૭ર-૧૧૭૫), બાલ મૂલરાજ અને ભીમદેવ દ્વિતીયનો પિતા એવં પુરોગામી હતો.
જગદેવ વિશે વિશેષ કહેતાં સોમરાજ તેને ‘હમ્મીર લક્ષ્મી હઠહરણ'નું અભિધાન આપે છે. એને દઢ, પ્રૌઢ કૃપાણવાળો સંગ્રામવીર, ચાપોત્કટકુળ કમલ દીપક એવો ભીમનૃપનો પ્રતિહાર કહી, પોતે તેનો પુત્ર હોવાનું ફરીને જણાવે છે.
आमीदहम्मीरलक्ष्मीहठहरणदृढप्रौढ + ल्गत्कृपाण: संग्रामोरचापोत्कटकुलनलिनीखण्डचण्डांशुरुपी । द्वां स्थ: श्रीभीमभर्तृपमुकुटमणिः श्रीजगदेवनामा
तस्य श्रीसोमराजः समजनि तनयः काश्यपीकल्पवृक्षः ॥ સંગીતરત્નાવલીનો રચનાકાળ સંગ્રહક રામચંદ્ર કવિ એક સ્થાને ઈ. સ. ૧૧૮૦ અસંદિગ્ધપણે જણાવે છે, તો બીજે સ્થળે પ્રસ્તુત ગ્રંથ ઈ. સ. ૧૨૦૦ના અરસામાં રચાયો હોવાનું કહે છે. એટલું ખરું કે આ ગ્રંથ ભીમદેવની પ્રારંભિક કારકિર્દીના સમયમાં રચાયો હોવો જોઈએ અને ત્યારે સોમરાજ કવિ કહે છે તેમ, પોતે ગજશાળાનો પણ અધિપતિ હોય અને પછી ઈ. સ. ૧૨૧૦ પહેલાં તે સુરાષ્ટ્રમંડલમાં મહાપ્રતિહારરૂપે નિયુક્ત થયો હશે.
સોમરાજ-વિરચિત સંગીતરત્નાવલી એ ભારતીય સંગીત-વિષયક સાહિત્યના ઉત્તમોત્તમ ગ્રંથોમાંનો એક છે. તેમાં પ્રથમ પ્રકરણમાં સંગીત વિશેની સામાન્ય વાત કર્યા બાદ બીજા પ્રકરણમાં સ્વર-ગ્રામ વિશે, ત્રીજામાં પ્રબંધગાન સંબંધી, ચોથામાં માર્ગીશૈલીનાં છ રાગ અને ૩૬ ભાષાઓ વિશે, પાંચમામાં દેશીરાગની ચર્ચા છઠ્ઠામાં તાલ વિષય અને સાતમાઆઠમા-નવમા પ્રકરણમાં વાઘ વિષયની ચર્ચા કરેલી છે. સમાસયુક્ત પ્રાસાદિક સંસ્કૃતમાં
Page #3
--------------------------------------------------------------------------
________________
સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો
૧૩૧
રચાયેલ સોમરાજનો આ ગ્રંથ મરુ-ગુર્જર પરંપરાની એક બહુમૂલ્ય કૃતિ છે અને ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પ્રતિહારચૂડામણિ સોમરાજદેવનું અને સોલંકીયુગનું આ એક મહાન યોગદાન છે, જેની નોંધ લેવાની ઘટે. નિજી યોગ્યતા ઉપરાંત તેનો પિતા જગદેવ, ભીમદેવના શાસનતંત્રમાં એક અગ્રણી અધિકારી હોઈ, તે કારણસર પણ સોમરાજને રાજકાજમાં ભાગ લેવાની તક અને સારાં સ્થાન મળ્યાં હશે. પોતાનો, પોતાના કુળનો, અને પિતાનો પરિચય સોમરાજ સ્વોદ્દગાર દ્વારા વિગતે કરાવતાં હોઈ, તેની પ્રમાણભૂતતા એવં મૂલ્ય વિશે શંકાને કોઈ જ સ્થાન નથી.
સોમરાજપિતુ જગદેવ પ્રતિહારના સંબંધમાં બે ધ્યાન ખેંચે તેવા પ્રસંગો આપણને સં. ૧૩૦પ ! ઈ. સ. ૧૨૪૯ના અરસામાં રચાયેલી, ખરતરગચ્છીય આચાર્ય જિનપતિસૂરિના શિષ્ય જિનપાલોપાધ્યાયની ખરતરગચ્છ-બૃહત્ ગુર્નાવલી(પૂર્વાધીમાંથી પ્રાપ્ત થાય છે, જે સમીપકાલિક લેખક દ્વારા નોંધાયેલ હોઈ, પૂર્ણતયા વિશ્વસ્ત છે. તેમાં જણાવ્યા અનુસાર, સં. ૧૨૪૪ { ઈ. સ. ૧૧૮૮માં જિનપતિસૂરિ અણહિલવાડ પાટણમાં આવેલા ત્યારે તેમણે સુપ્રસિદ્ધ કોટ્યાધિપતિ ભાંડશાલિક “વૈશ્ય અભયકુમાર' (જનો પ્રબંધોમાં “વસાહ આભડ' નામે ઉલ્લેખ થયેલો છે ને અજમેરુ(અજમેર)ના સંધને ઉજ્જયંત-શત્રુંજયતીર્થની યાત્રા કરવા માટે લેખિત રાજાદેશ મેળવી આપવા સૂચન કરેલું, અને શ્રેષ્ઠીવર અભયે રાજપ્રધાન જગદેવને મળી, પ્રસ્તુત આદેશ મેળવી, અજમેરસંઘને તે ખાસ વાહક દ્વારા મોકલી આપેલો અને પછી સૂરીશ્વરે સંઘસહિત યાત્રા કર્યાનો ઉલ્લેખ છે....
બીજો પ્રસંગ છે આ યાત્રામાંથી પાછા વળતાં જિનપતિસૂરિના આશાપલ્લીમાં થયેલા રોકાણ સમયનો. તે વખતે સૂરીશ્વરને ત્યાં (બૃહદ્રગથ્વીય) પ્રદ્યુમ્નાચાર્ય સાથે (ઉદયનવિહારની યતિ દ્વારા પ્રતિષ્ઠા વિધિયુક્ત ગણાય કે નહીં તે સંબંધમાં) વાદ થયેલો, જેમાં પ્રદ્યુમ્નાચાર્યનો પરાજય થતાં, તેમના અનુરાગી અને અનુયાયી દંડનાયક અભયે સપાદલક્ષના સંઘને રાજા ભીમદેવના નામથી આજ્ઞા આપી, આશાપલ્લી છોડવા મનાઈ કરી, સંઘની છાવણી ફરતો સો સૈનિકોનો ઘેરો નાખી દીધો. એ દરમિયાન માલવા તરફ ગુર્જર કટક સાથે ગયેલા જગદેવ પ્રતિહારને મારતે ઘોડે પત્ર મોકલી, સંઘને લૂંટી ગુજરાતનો ખજાનો તર કરવાની મંજૂરી માગી. ઉત્તરમાં કુપિત થયેલ જગદેવે લખી જણાવ્યું કે મેં મહામહેનતે પૃથ્વીરાજ સાથે સંધિ કરી છે : જો સપાદલક્ષના લોકો પર તમે હાથ નાખશો તો તમને) ગધેડાના ઉદરમાં સીવી દઈશ. આથી ૧૪ દિવસથી લાદેલો ઘેરો ઉઠાવી, દંડનાયક અભયે સંઘને માન સહ વિદાય આપી". ગુર્નાવલીમાં આ ઘટના પછી સાલ સાથેની નોંધ સં. ૧૨૪૫ | ઈ. સ. ૧૧૮૯ની મળતી હોઈ, પ્રસ્તુત પ્રસંગ સં. ૧૨૪૫ના પ્રારંભના માસમાં ક્યારેક બન્યો હશે. આ ઉલ્લેખોથી જગદેવ પ્રતિહારની સત્તા અને ઈ. સ. ૧૧૮૮-૮૯માં તેની વિદ્યમાનતાનું પ્રમાણ મળી રહે છે. જગદેવે
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩૨
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
બાલ મૂળરાજના સમયમાં ગુજરાત પર ચઢી આવેલ મોજૂદીન સુલતાનના કટકને પરાજય આપવામાં ભાગ લીધો હોય, કે પછી સિંધના કોઈ અમીર (હમ્મીર) સાથેની લડાઈમાં ભાગ લીધો હોય તેમ જણાય છે. અને તેણે અજયપાળ તેમ જ ભીમદેવ બન્નેની સેવા કર્યાનું અને ભીમદેવના રાજ્યકાળના પ્રારંભિક વર્ષોમાં તો તે દંડનાયકને દબાવી શકે તેવા રાજપ્રધાનના મોટો હોદા પર રહ્યો હોવાનું જણાય છે.
અહીં જે દંડનાયક અભયનો ઉલ્લેખ થયો છે તેના સંબંધમાં તપાસ કરતાં કેટલીક વધુ હકીકતો પ્રાપ્ત થાય છે. સં. ૧૨૪૮ | ઈ. સ. ૧૧૯૨માં આશાપલ્લીમાં લખાયેલી દશવૈકાલિકટીકાની તાડપત્રીય પ્રતની પ્રશસ્તિમાં તે કાળે દંડનાયક અભયડ હોવાનું જણાવ્યું છેર : યથા :
संवत् १२४८ वर्षे श्रावण सुदि ९ सोमे । अद्येह आशापल्लयां दंड० श्री अभयड प्रतिपत्तौं
लघु दशवैकालिकटीका लिखिता । આથી આગળ બની ગયેલ બનાવ પછીના ત્રીજે-ચોથે વર્ષે પણ તે આશાપલ્લિકર્ણાવતીમાં જ દંડનાયક હોવાનું સિદ્ધ થાય છે. પ્રબંધોમાં અન્યત્રે “દંડાધિપ અભય' એ ડપતિ આભૂના જે ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તેમાં ઉદેશિત “અભય” વા “આભૂ અને આ આશાપલ્લિના દંડનાયક ““અભય” કે “અભયડ એક જ વ્યક્તિ છે કે નહીં તે વિશે હવે વિચારીએ.
સોમપ્રભાચાર્યના જિધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ | ઈ. . ૧૧૮૫)માં તારંગા પરના કુમારપાળ નિર્મિત અજિતનાથના પ્રાસાદનું બાંધકામ જસદેવ(યશોદેવ)ના પુત્ર “દંડાધિપ અભય' દ્વારા (દેખરેખ નીચે) થયાનું કહ્યું છે. અજિતનાથ ચૈત્યની પ્રતિષ્ઠામિતિ વીરવંશાવલીમાં સં૧૨૨૧ ! ઈસ. ૧૧૬૫ આપેલી છે, જે વિશ્વસનીય જણાય છે. પર્વતસ્થિત આ જબરા મેરુમંદિરના બાંધકામમાં દશેક વર્ષ તો સહેજે લાગી જાય તે હિસાબે ઓછામાં ઓછું ઈ. સ. ૧૧૫૬માં દંડનાયક અભય પોતાના પદ પર વિદ્યમાન હોવો જોઈએ. સવાલ એ છે કે કુમારપાળના સમયનો દંડાધિપ અભય શું ભીમદેવના સમયમાં, ઈ. સ. ૧૧૯૨ સુધી એ દંડનાયક પદે રહ્યો હતો? અજયપાળના સમયમાં તેની શું સ્થિતિ હતી? કુમારપાળના કપર્દી, આમ્રભટ્ટ, અને પછીથી સામંતસિંહ સરખા જૈન મંત્રીઓનો ઘાત કરાવનાર અને કુમારપાળે બાંધેલ કેટલાંયે જૈન મંદિરો તોડાવનાર અજયપાળ તારંગાના (કુમારપાલકારિત) જૈન મંદિરના બાંધકામ પર ધ્યાન રાખનારની શું વલે કરે તે પણ વિચારવું જોઈએ. મોટો સંભવ એ છે કે કુમારપાળનો દંડાધિપ અભય અને ભીમદેવનો દંડનાયક અભયડ એ બે ભિન્ન વ્યક્તિઓ હોવી જોઈએ : યા તો એણે અજયપાળ સાથે સમાધાનપૂર્વક કામ લીધું હોય.
Page #5
--------------------------------------------------------------------------
________________
સોલંકીયુગીન ઈતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો
૧૩૩
આ બાબતમાં કંઈક પ્રમાણ આપણને જિનહર્ષગણિકૃત “વસ્તુપાલચરિત્ર”(સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માંથી મળે છે. જિનહર્ષગણિના કથનાનુસાર મંત્રીશ્વર વસ્તુપાલના પિતા અશ્વરાજ કે આસરાજ પ્રાગ્વાટકુળના દંડપતિ આભૂની પુત્રી કુમારદેવીને પરણેલા. આ લગ્ન ઈ. સ. ૧૧૮૦ કે તે પછીના તરતના કાળમાં થયાં હોવાં જોઈએ. બીજા શબ્દોમાં વસ્તુપાલના માતામહ જૈન દેડપતિ આભૂનો સમય અને ભીમદેવના દંડનાયક જૈન અભયનો સમય લગભગ એક જ થાય છે. એક જ સમયે એક જ નામધારી બે દંડનાયકો હોવાનું ઓછું સંભવે છે. જિનહર્ષગણિ આભૂની પૂર્વજાવલી સામંતસિંહ-શાંતિ-બ્રહ્મનાગનાગડપુત્રભૂ એ રીતે આપે છે : પણ કુમારપાળના દંડનાયક અભયના પિતાનું નામ ‘નાગડ’ નહીં પણ “જસદેવ’ હતું : આથી દંડાધિપ અભય અને દંડપતિ આભૂ એ બને ભિન્ન વ્યક્તિઓ હોવાનું સિદ્ધ થાય છે, પણ ભીમદેવના ઉપર ચર્ચિત દંડનાયક અભયડ અને જિનહર્ષ કથિત દંડપતિ આભૂનો સમય, આગળ કહ્યું તેમ, લગભગ એક જ હોઈ, તે બન્ને અભિન્ન હોવાનો ઘણો સંભવ છે.
જગદેવ નામધારી પણ જ્ઞાતિએ શ્રીમાલી વણિક એવા એક દંડનાયક કુમારપાળના સમયમાં થયા હોવાનું ગિરનાર પરના સં. ૧૨૫૬ | ઈ. સ. ૧૨૦૦માં ભરાયેલ નંદીશ્વર દ્વીપના પટ્ટ પર કોરેલ લેખથી જણાય છે. પણ આ દંડનાયક જગદેવ પ્રસ્તુત પ્રતિહાર જગદેવથી કંઈક સમયની દૃષ્ટિએ અને વિશેષતઃ નાત-જાત અને ધર્મથી ભિન્ન જણાય છે. આ જગદેવ દંડનાયક સાંપ્રત ઇતિહાસ લેખકોના ધ્યાન બહોર રહ્યા છે, તેમના વિશે પણ અન્વેષણ દ્વારા વિશેષ માહિતી પ્રાપ્ત કરવી જરૂરી છે.
ટિપ્પણો :
૧. જુઓ, આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨જો મુંબઈ ૧૯૩૫,
પૃ. ૯૭. 2. Bharata Kośa, Ed. M. Ramakrishna Kavi, Tirupati 1951, p. 4. ૩, Cf. Kavi, p. 5.
8. Ibid.
૫. Ibid.
૬. Ibid.
૭. Kavi, pp. 4 & 17. ૮.Kavi, pp. 4-5. ૯. સં, આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૪૨, મુંબઈ ૧૯૫૬.
Page #6
--------------------------------------------------------------------------
________________ 134 નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ 10. એજન, પૃ. 34. 11. એજન, પૃ. 43. દંડનાયક અભયદેવવાળી વાતનો અશોકકુમાર મજુમદારે અન્ય સંદર્ભમાં અને અન્ય 44194 stel ecclu sul 9. See Chaulukyas of Gujarat, Bombay 1956, p. 141. 12. સં. જિનવિજય મુનિ, જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, સિધી જૈન ગ્રંથમાલા, (ગ્રંથાક 18), મુંબઈ 1943, પૃ. 113. 13, તત્થ મારાં નય-રિક્ષ મંદિર નું ! दंडाहिव-अभएणं जसदेव-सुएणं निम्मावयं // -कुमारपालप्रतिबोध, प्र० 5, पृ० 443. (Ed. Muniraj Jinavijaya, GOS. No. 14, Baroda 1920.) 14. શ્રી શાંતિસૂરિ જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક 5, અમદાવાદ 1941, પ્રથમ પ્રસ્તાવ 31-32, પૃ 1. 15. એજન. પાટણનો આભડવસાહ નેમિનારનો પુત્ર હતો, એવું અન્ય સાધનોથી નિર્દેશિત છે. પરંતુ તે દંડનાયક નહીં, શ્રેષ્ઠી હતો. સંભવ છે કે આ સંદર્ભમાં પ્રસ્તુત આભડવસાહ વિવક્ષિત હોય. 19. “મંત્રીશ આભૂએ થારાપદ્રપુરથી સંઘપતિ બની ગિરનાર-શત્રુંજયની યાત્રા કર્યાનો ઉલ્લેખ સોમધર્મગણિકૃત ઉપદેશસપ્તતિકા(સં. 1503 = ઈ. સ. ૧૪૪૭)માં આવે છે : (સં. અમૃતલાલ મોહનલાલ, અમદાવાદ, વિ. સં. 1998, પૃ. 43), પણ આ “મંત્રીશ આભ તે કુમારપાળવાળા દંડનાયક અભયડ કે ભીમદેવવાળા દંડાધિપ આભૂ, કે અન્ય કોઈ તેનો નિર્ણય થઈ શકતો નથી. 17. સંઆચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, મુંબઈ 1942, પૃ. 192. 18. એક છે ચાવડા મેશ્રી, બીજા છે જૈન વણિક. 19. ભીમદેવના સમયના આ મહાપ્રતિહાર સોમરાજદેવ, જગદેવ પ્રતિહાર, અને દંડનાયક અભયડ ઉપરાંત એક બીજા પણ મહત્ત્વના અધિકારી હતા કોશાધિપ મોક્ષદેવ, તેમણે પણ સંગીત-વિષયક એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખેલો છે. See Kavi, p. Tv-5. આપણા પ્રતિહાર જગદેવે પ્રભાસમાં સોમનાથનો મેઘનાદ (મંડ૫) કરાવેલો તેવો ઉલ્લેખ વેરાવળથી પ્રાપ્ત (પણ મૂળે સોમનાથના મંદિર સાથે સંલગ્ન, ભીમદેવ બીજાના સમયના (મિતિનષ્ટ) ખંડિત લેખમાંથી પ્રાપ્ત થાય છે. જુઓ ગુજરાતના ઐતિહાસિક શિલાલેખો, ભાગ ૨જો , શ્રી ફાર્બસ ગુજરાતી સભા-ગ્રન્થાવલી 15, મુંબઈ 1935, પૃ. 168, તેમાં જગદેવે તે કરાવ્યો એવો ૩૪મી પંક્તિમાં ઉલ્લેખ છે, અને ૩પમી પંક્તિમાં આવતો પ્રાતિહારશિરોમણિ ઉલ્લેખ પણ તેને ઉદેશીને થયો જણાય છે.