SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો ૧૩૧ રચાયેલ સોમરાજનો આ ગ્રંથ મરુ-ગુર્જર પરંપરાની એક બહુમૂલ્ય કૃતિ છે અને ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પ્રતિહારચૂડામણિ સોમરાજદેવનું અને સોલંકીયુગનું આ એક મહાન યોગદાન છે, જેની નોંધ લેવાની ઘટે. નિજી યોગ્યતા ઉપરાંત તેનો પિતા જગદેવ, ભીમદેવના શાસનતંત્રમાં એક અગ્રણી અધિકારી હોઈ, તે કારણસર પણ સોમરાજને રાજકાજમાં ભાગ લેવાની તક અને સારાં સ્થાન મળ્યાં હશે. પોતાનો, પોતાના કુળનો, અને પિતાનો પરિચય સોમરાજ સ્વોદ્દગાર દ્વારા વિગતે કરાવતાં હોઈ, તેની પ્રમાણભૂતતા એવં મૂલ્ય વિશે શંકાને કોઈ જ સ્થાન નથી. સોમરાજપિતુ જગદેવ પ્રતિહારના સંબંધમાં બે ધ્યાન ખેંચે તેવા પ્રસંગો આપણને સં. ૧૩૦પ ! ઈ. સ. ૧૨૪૯ના અરસામાં રચાયેલી, ખરતરગચ્છીય આચાર્ય જિનપતિસૂરિના શિષ્ય જિનપાલોપાધ્યાયની ખરતરગચ્છ-બૃહત્ ગુર્નાવલી(પૂર્વાધીમાંથી પ્રાપ્ત થાય છે, જે સમીપકાલિક લેખક દ્વારા નોંધાયેલ હોઈ, પૂર્ણતયા વિશ્વસ્ત છે. તેમાં જણાવ્યા અનુસાર, સં. ૧૨૪૪ { ઈ. સ. ૧૧૮૮માં જિનપતિસૂરિ અણહિલવાડ પાટણમાં આવેલા ત્યારે તેમણે સુપ્રસિદ્ધ કોટ્યાધિપતિ ભાંડશાલિક “વૈશ્ય અભયકુમાર' (જનો પ્રબંધોમાં “વસાહ આભડ' નામે ઉલ્લેખ થયેલો છે ને અજમેરુ(અજમેર)ના સંધને ઉજ્જયંત-શત્રુંજયતીર્થની યાત્રા કરવા માટે લેખિત રાજાદેશ મેળવી આપવા સૂચન કરેલું, અને શ્રેષ્ઠીવર અભયે રાજપ્રધાન જગદેવને મળી, પ્રસ્તુત આદેશ મેળવી, અજમેરસંઘને તે ખાસ વાહક દ્વારા મોકલી આપેલો અને પછી સૂરીશ્વરે સંઘસહિત યાત્રા કર્યાનો ઉલ્લેખ છે.... બીજો પ્રસંગ છે આ યાત્રામાંથી પાછા વળતાં જિનપતિસૂરિના આશાપલ્લીમાં થયેલા રોકાણ સમયનો. તે વખતે સૂરીશ્વરને ત્યાં (બૃહદ્રગથ્વીય) પ્રદ્યુમ્નાચાર્ય સાથે (ઉદયનવિહારની યતિ દ્વારા પ્રતિષ્ઠા વિધિયુક્ત ગણાય કે નહીં તે સંબંધમાં) વાદ થયેલો, જેમાં પ્રદ્યુમ્નાચાર્યનો પરાજય થતાં, તેમના અનુરાગી અને અનુયાયી દંડનાયક અભયે સપાદલક્ષના સંઘને રાજા ભીમદેવના નામથી આજ્ઞા આપી, આશાપલ્લી છોડવા મનાઈ કરી, સંઘની છાવણી ફરતો સો સૈનિકોનો ઘેરો નાખી દીધો. એ દરમિયાન માલવા તરફ ગુર્જર કટક સાથે ગયેલા જગદેવ પ્રતિહારને મારતે ઘોડે પત્ર મોકલી, સંઘને લૂંટી ગુજરાતનો ખજાનો તર કરવાની મંજૂરી માગી. ઉત્તરમાં કુપિત થયેલ જગદેવે લખી જણાવ્યું કે મેં મહામહેનતે પૃથ્વીરાજ સાથે સંધિ કરી છે : જો સપાદલક્ષના લોકો પર તમે હાથ નાખશો તો તમને) ગધેડાના ઉદરમાં સીવી દઈશ. આથી ૧૪ દિવસથી લાદેલો ઘેરો ઉઠાવી, દંડનાયક અભયે સંઘને માન સહ વિદાય આપી". ગુર્નાવલીમાં આ ઘટના પછી સાલ સાથેની નોંધ સં. ૧૨૪૫ | ઈ. સ. ૧૧૮૯ની મળતી હોઈ, પ્રસ્તુત પ્રસંગ સં. ૧૨૪૫ના પ્રારંભના માસમાં ક્યારેક બન્યો હશે. આ ઉલ્લેખોથી જગદેવ પ્રતિહારની સત્તા અને ઈ. સ. ૧૧૮૮-૮૯માં તેની વિદ્યમાનતાનું પ્રમાણ મળી રહે છે. જગદેવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249362
Book TitleSolankiyugin Itihas na Ketlak Upekshit Patro
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Epistemology
File Size348 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy