Book Title: Smrutipat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ સ્મૃતિપઠ [129 તેમના પ્રત્યેના વિશિષ્ટ આદરની છાપ પડી છે. આટલા બધા વ્યવસાય અને વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ કેટકેટલું વાંચે અને લખે છે તે મને હમેશાં હેરત પમાડતું. એમના મકાને કયારેક તો તે જાણ થતી કે તેઓ કેટકેટલાં પુસ્તકે સંઘરે અને વાંચે છે. સાંજે મરીનડ્રાઈવ ઉપર ફરવા જતે હોઉં ને કોટમાંથી પાછા ફરતાં ભળે તો હસીને કોઈને કોઈ વાત કરે, અને કહે કે આટલું ચાલીને આવું છું તેથી વ્યાયામ પણ મળી રહે છે ને વિચારે કરવાની તક પણ મળે છે. તેમની ટીકા પણ મેં તેમની સામે કેટલીક વાર કરી હશે. પણ મને યાદ છે કે મેં તેમને રોષ જે નથી. એક વાર હું હોસ્પિટલમાં હતું. ઓપરેશન થયેલું. મને વ્યથામાં જોઈ એક દિવસે તેમણે કહ્યું કે–અત્યારે જ સમાધિને સમય છે. જ્યારે તેઓ પક્ષાઘાતથી પીડાયેલા ને કાંઈક સ્વસ્થ થયા ત્યારે હું તેમને મળવા ગયો. મેં વળી મારી ઢબે એ જ સમાધિની અને સમાધિમરણની વાત કાઢીકે હવે તમારે પરીક્ષા સમય છે. આજે જ્યારે તેમના વિષેનાં મારાં આછાં અને પાંખાં સ્મરણો આલેખું છું ત્યારે તેમની મધુર હાસ્યમૂર્તિ અને મારા પ્રત્યેને નિખાલસ વ્યવહાર તેમ જ તેમની અનેક ક્ષેત્રોમાં કામ કરવાની હોંશ અને તાલાવેલી એ બધું માનસ ટ–ઉપર અંકિત થાય છે. કોન્ફરન્સની ઓફિસમાં કેટલાક કામસર જવું પડતું અને ત્યાં મિટિંગ હેય તો હાજર પણ રહેતો. એમાં જે કામને સંબંધ શ્રી મોતીચંદભાઈ સાથે આવતો તેમાંથી એક કામને તેમણે ટાળ્યું હોય કે બેદરકારી બતાવી હોય એમ મને યાદ નથી, ધણાં વર્ષ અગાઉ તેમના વિષે જે મારે અભિપ્રય બંધાયેલ કે તેઓ વિધાયક પ્રકૃતિના છે તે જ તેમના જીવનમાંથી જેવા પામ્યું . --શ્રી જૈન ધર્મ પ્રકાશ, વૈશાખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6