Book Title: Smrutipat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સ્મૃતિપટ L[૧૭] આદરણીય શ્રી મેતીચંદભાઈ વિષેનાં મારાં મરણ એવો નથી કે જે વાચકને તેમના જીવન વિષેનું મારું કોઈ વિશિષ્ટ દષ્ટિબિંદુ જણાવી શકે. તેમ છતાં શ્રી જીવરાજભાઈના આદેશને અનુસરી ભારાં જે આછાં કે પાંખાં સ્મરણે છે તે સંક્ષેપમાં રજૂ કરવા ગ્ય ધારું છું. ઈસ્વીસન ૧૯૦૪માં કાશી જૈન પાઠશાળા માટે અંગ્રેજી કેડીનું મકાન ખરીદવાનું હતું, તે અંગે કાંઈક દસ્તાવેજી કામ માટે શેઠ શ્રી વીરચંદ દીપચંદ મોતીભાઈને બનારસ મોકલ્યા; આ વખતે જ સર્વપ્રથમ તેમનું નામ મારી જાણમાં આવ્યું. શ્રીયુત કુંવરજીભાઈનું નામ તે જાણતો જ; તેમના આ ભત્રીજ છે ને વકીલાતનો અભ્યાસ કરે છે એટલી જાણથી તેમના પ્રત્યે મન કાંઈક કર્યું, પણ અમે મળ્યા ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયા પહેલાં જ છે. યાકોબી ભારતની સાહિત્ય-યાત્રા સમાપ્ત કરી મુંબઈને કિનારે છોડવાના હતા. તેમના વિદાયમાન વખતે શ્રી મોતીચંદભાઈનું અંગ્રેજીમાં ભાષણ સાંભળ્યું–જે કે હું તે વખતે અંગ્રેજી સમજતો નહીં. આ તેમને પ્રથમ સ્વર-પરિચય. ડે. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે મળેલ મુંબઈ કૉન્ફરન્સ પછી તરત જ હું ભાવનગર ગયા હતા. શ્રીયુત્ કુંવરજીભાઈ સાથે કર્મશાસ્ત્રીય તત્ત્વોની ચર્ચા–વાર્તા કરવાને ઉદ્દેશ હતો. દાદા સાહેબની ડિગમાં કેટલાક મિત્રોએ શ્રી મતીભાઈને ચા-પાણી માટે આમંત્રેલા. તે વખતે તેમનું ગુજરાતી ભાષણ પ્રથમ જ સાંભળ્યું. રાત્રે શ્રી જૈનધર્મ પ્રસારક સભામાં નિયમિત રીતે હું શ્રી કુંવરજીભાઈ સાથે બેસી ને મોડે સુધી જુદી જુદી શાસ્ત્રીય ચર્ચાઓ ચાલતી. એક દિવસે “વિશેષાવશ્યકભાષ્યની અમુક ચર્ચા પ્રસંગે શ્રી મતીભાઈને ઉદ્દેશી શ્રી કુંવરજીભાઈ એ કહ્યું કે-સાંભળો, આ દાર્શનિક ચર્ચા. તેઓ જે કે બીજા વાચનમાં મગ્ન હતા એમ મને લાગ્યું, છતાં પિતાના કાકા પ્રત્યેના બહુમાનથી કે તત્વચર્ચાના રસથી તેઓ સીધી રીતે મારી સાથે થોડીક વાતચીતમાં ઊતર્યા, પણ મને હજી એમ જ લાગતું કે--અમે અને એક બીજાથી બહુ દૂર છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6