Book Title: Smrutipat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249289/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપટ L[૧૭] આદરણીય શ્રી મેતીચંદભાઈ વિષેનાં મારાં મરણ એવો નથી કે જે વાચકને તેમના જીવન વિષેનું મારું કોઈ વિશિષ્ટ દષ્ટિબિંદુ જણાવી શકે. તેમ છતાં શ્રી જીવરાજભાઈના આદેશને અનુસરી ભારાં જે આછાં કે પાંખાં સ્મરણે છે તે સંક્ષેપમાં રજૂ કરવા ગ્ય ધારું છું. ઈસ્વીસન ૧૯૦૪માં કાશી જૈન પાઠશાળા માટે અંગ્રેજી કેડીનું મકાન ખરીદવાનું હતું, તે અંગે કાંઈક દસ્તાવેજી કામ માટે શેઠ શ્રી વીરચંદ દીપચંદ મોતીભાઈને બનારસ મોકલ્યા; આ વખતે જ સર્વપ્રથમ તેમનું નામ મારી જાણમાં આવ્યું. શ્રીયુત કુંવરજીભાઈનું નામ તે જાણતો જ; તેમના આ ભત્રીજ છે ને વકીલાતનો અભ્યાસ કરે છે એટલી જાણથી તેમના પ્રત્યે મન કાંઈક કર્યું, પણ અમે મળ્યા ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયા પહેલાં જ છે. યાકોબી ભારતની સાહિત્ય-યાત્રા સમાપ્ત કરી મુંબઈને કિનારે છોડવાના હતા. તેમના વિદાયમાન વખતે શ્રી મોતીચંદભાઈનું અંગ્રેજીમાં ભાષણ સાંભળ્યું–જે કે હું તે વખતે અંગ્રેજી સમજતો નહીં. આ તેમને પ્રથમ સ્વર-પરિચય. ડે. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે મળેલ મુંબઈ કૉન્ફરન્સ પછી તરત જ હું ભાવનગર ગયા હતા. શ્રીયુત્ કુંવરજીભાઈ સાથે કર્મશાસ્ત્રીય તત્ત્વોની ચર્ચા–વાર્તા કરવાને ઉદ્દેશ હતો. દાદા સાહેબની ડિગમાં કેટલાક મિત્રોએ શ્રી મતીભાઈને ચા-પાણી માટે આમંત્રેલા. તે વખતે તેમનું ગુજરાતી ભાષણ પ્રથમ જ સાંભળ્યું. રાત્રે શ્રી જૈનધર્મ પ્રસારક સભામાં નિયમિત રીતે હું શ્રી કુંવરજીભાઈ સાથે બેસી ને મોડે સુધી જુદી જુદી શાસ્ત્રીય ચર્ચાઓ ચાલતી. એક દિવસે “વિશેષાવશ્યકભાષ્યની અમુક ચર્ચા પ્રસંગે શ્રી મતીભાઈને ઉદ્દેશી શ્રી કુંવરજીભાઈ એ કહ્યું કે-સાંભળો, આ દાર્શનિક ચર્ચા. તેઓ જે કે બીજા વાચનમાં મગ્ન હતા એમ મને લાગ્યું, છતાં પિતાના કાકા પ્રત્યેના બહુમાનથી કે તત્વચર્ચાના રસથી તેઓ સીધી રીતે મારી સાથે થોડીક વાતચીતમાં ઊતર્યા, પણ મને હજી એમ જ લાગતું કે--અમે અને એક બીજાથી બહુ દૂર છીએ. Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપટ ૧૨૫: લાલબાગના ઉપાશ્રયમાં શ્રી વિજયવલ્લભસૂરિની સમક્ષ શ્રી મોતીભાઈ એક સુપ્રસિદ્ધ આચાર્યને ઉદ્દેશી કાંઈક કહેતા હતા, તેમાં મેં એક વાકય એ સાંભળ્યુ કે તેએની શૈલી ઉચ્છેદક છે.' જો કે તે આચાર્યશ્રી તેમના માનીતા હતા, કદાચ કુલગુરુ પણ કહેવાય; છ્તાં ઉપરના તાળેલ શબ્દ ઉપરથી મને એટલા વિચાર થયા કે, મેાતીભાઈનું વલણ વિધાયક લાગે છે. મારા ઉપર પડેલી આ પ્રાથમિક છપ ત્યારબાદના પાંત્રીસ વર્ષ જેટલા ગાળાના ઉતરાત્તર વધતા જતા પરિચયથી મને સાચી લાગી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થયા પછી તેમની સાથેના સીધા નહીં તા પાર સ્પરિક પરિચય પણુ વધતા ચાલ્યે. અલબત્ત, તે પહેલાં તેમનાં કેટલાંક લખાણે! મેં સાંભળેલાં, જેમાં શ્રી આનન્દધનનાં પદોના વિવેચનનુ પ્રાસ્તાવિક, જૈન દૃષ્ટિએ યાગ, સિદ્ધર્ષિની પ્રસ્તાવના એ મુખ્ય ગણાય. વિદ્યાલયમાં તત્ત્વજ્ઞાન અને ધર્મના અધ્યાપક તરીકે ૫. વ્રજલાલ નિયુક્ત થયા હતા,. જે મારા ચિરસાથી અને અંગત મિત્ર પણ હતા. વિદ્યાલયના કાર્ય કર્તાઓ, વિદ્યાર્થીઓ અને બીજા કેટલાક ઉપર પણ વ્રજલાલજીના અધ્યાપનને બહુ જ સારો પ્રભાવ પડેલા તે વિદ્યાલયનું તત્ત્વજ્ઞાન-ધર્મનું શિક્ષણુ રસપ્રદ પણુ બનેલું. વખત જતાં એ રસ અને શ્રદ્ધામાં એટ આ. શ્રી, માહનલાલ દેસાઈ જ નહીં” પણ મેાતીભાઈ સુદ્ધાં મને મળે ત્યારે એક જ વાત કહે કે હવે વ્રજલાલ હીક કામ કરતા નથી; તમે બીજો કાઈ અધ્યાપક તાવે. મારે માટે આ સ્થિતિ ધર્મસ ંકટ જેવી હતી. એક બાજુ ચિરકાલીન અંગત મિત્રની પ્રતિષ્ઠા અને સ્થિતિના પ્રશ્ન, અને જી બાજુ વિદ્યાલયના સાર્વજનિક શૈક્ષણિક હિતાહિતનો પ્રશ્ન. મારી મૂંઝવણ દૂર થઇ નહીં, અને અવારનવાર મેતીભાઈ આદિની માગણી પણ મટી નહીં. આમ લગભગ ૬-૭ વર્ષાં વીત્યાં હશે. દરમ્યાન કેટલાંક પ્રબળ કારણસર મે' મારું વલણ વિદ્યાલયને પક્ષે જ વાયુ, અને સ્પષ્ટ નિર્ણય કરી મિત્ર વ્રજલાલજીને કહી દીધુ કે હવે આ ગાડુ આ રીતે લાંબે વખત નહીં ચાલે. તમે કાં તે સૌને પ્રથમની જેમ સતેખ આપા, નહીં તે છૂટા થાએ. અન્યથા હુ બીજો અધ્યાપક સૂચવીશ. ઘણું કરી ૧૯૨૧ કે ત્યારબાદ ચેડા સમયમાં જ પ. દરબારીલાલને લઈ હું મેતીભાઈની આફ્રિસમાં ગયે.. જરાપણુ નનુનય કર્યાં સિવાય મેાતીભાઈ એ દરબારીલાલજી માટેની મારી માગણી કે શરતો મન્ત્ર કરીને કહ્યું કે તમે પગાર છૂટથી માગી શકેા. આ સાંભળી મારું મન વિશેષ આકર્ષાયુ. અમે તે કહી દીધુ કે, આથી વધારે પૈસાની Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૬] દેશન અને ચિંતન અત્યારે જરૂર નથી. ખરી રીતે માતીભાઈ પ્રત્યેના ઊંડા આદરનુ આ પ્રથમ પગથિયું કહેવાય. પછી તે! પ. દરઆરીલાલજીના કામથી વિદ્યાલય, વિદ્યાર્થીગણુ અને કા કર્તાએ એ બધા એટલા બધા પ્રસન્ન થયા કે તેથી મારા વિદ્યાલય સાથેના સંબંધ અજ્ઞાત રીતે જ ગાઢ બની ગયા-ખાસ કરીને ધાર્મિક શિક્ષણના પ્રશ્ન પરત્વે મને યાદ છે કે, શ્રી મેાતીભાઈ, શ્રી માહનલાલ દેસાઈ અને શ્રી મેાહનલાલ બી. ઝવેરી–એ બધા વિદ્યાલયમાં ચાલતા ધવગ પરત્વે જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે મારી સાથે છૂટથી ચર્ચા કરતા અને મારી વાતા ધ્યાનથી સાંભળતા. એક અથવા બીજા કારણે ધામિક અધ્યાપકને બદલવાને કે રાખવાને પ્રશ્ન આવે ત્યારે હુ જ્યાં હાઉ ત્યાં તે છેવટે પત્ર લખીને પણ પૂછે અને મારા વિચાર જાણવા માગે. મારી દૃષ્ટિ પણ વિદ્યાલયના આ અંગને વધારે પુષ્ટ કરવાની પ્રથમથી જ હતી. એટલે હું પણ એમાં રસ લેતા, દરરીલાલજી પછી લગભગ એક પછી એક –સાત ધાર્મિક અધ્યાપકા બદલાયા અને નિમાયા. લગભગ એ બધાની નીમણૂક વખતે મારા અભિપ્રાયનું મૂલ્ય તે વિશેષ આંકતા એવી છાપ મારા ઉપર હજી પશુ છે, તેથી કરીને હું પણ એ વિષેની મારી જવાબદારી અંગે કદી એપરવા રહ્યો નથી એમ મારા અંતરાત્મા કહે છે. આ મિલનત ંતુ દ્વારા ધીરે ધીરે માતીભાઈ સાથે હું વિશેષ પરિચયમાં આવતા પે! જો કે વધારે વખત સાથે બેસવાના કે એવા બીજો કાઈ પ્રસંગ આવ્યે જ ન હતા. મારી પ્રથમથી જ માન્યતા હતી, અને આજે પણ છે કે, મહાવીર જૈન વિદ્યાલય જેવી સ ંસ્થાએ માત્ર ધર્મતત્ત્વજ્ઞાનના શિક્ષણથી પેાતાની ઈતિકર્તવ્યતા પૂરી થયેલી માનવી ન જોઈએ. હું એ બધા મિત્રાને ભારપૂર્વક કહેતા જ આવતા રહ્યો છું કે, વિદ્યાલયનું કાર્ય ત્રિવિધ હાય, ફૉલેજના વિદ્યાથી ઓને ધાર્મિક શિક્ષણ આપવાનું વાતાવરણ ઊભું કરવું અને તેને રસપ્રદ બનાવવું એ માટે તે ત્રિવિધ કાર્યક્રમ આવશ્યક છે. પહેલું તે એ કે એામાં એછું એક સમર્થ પ્રોફેસર અને એક સમ` પતિ એ એને વિદ્યાલય પૈસાની ખાસ ગણતરી કર્યા વિના રોકે, જેથી મુંબઈ શહેરની કાઈ પણ કોલેજના વિદ્યાર્થીને અગર ત્યાંના નિવાસી કાઈ પણ ાફેસરને જૈન પરંપરા વિષે કાંઈ પણ જાણવું હોય તેા વિદ્યાલય એક જ્ઞાનપ્રજ્ઞારૂપ અને અને વિદ્યાજગતમાં એવી માન્યતા ખૂંધાય કે, જૈન પરંપરાને લગતા પ્રમાણિક અને વ્યાપક અભ્યાસ માટે મહાવીર જૈન વિદ્યાલય એ મુખ્ય ધામ છે. બીજી Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપટ [ ૧૨૭ કામ સાહિત્ય-સંપાદનનું. જે પ્રોફેસર અને પડિત નિયુક્ત થાય તે અનુકૂળતા પ્રમાણે જૈન સાહિત્યનું આધુનિક દૃષ્ટિએ સંપાદન કરે અને તે તે વિષય પરત્વે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં યથાસંભવ પ્રસ્તાવના દિ પશુ લખે. એ દૃષ્ટિએ કે કાઈ પણ યુનિવર્સિટી કે કાઈ પણ કૅલેજના પાક્રમમાં તે સંપાદના ઉપયેગી થઈ શકે, જેવી રીતે જર્મન અને અન્ય પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલા ભારતીય સંપાદના પ્રતિષ્ઠા પામ્યાં છે તેથી પણ વધારે સારી રીતે આ દિશામાં વિદ્યાલય કામ કરવાની ગેડવણુ કરે. ત્રીજી કામ મારી દૃષ્ટિએ એ છે કે, વિશિષ્ટ વિશિષ્ટ ગ્રંથૈાના પ્રમાણભૂત અને સશાધનાત્મક ભાષાંતરા કરાવી વિદ્યાલય પ્રસિદ્ધ કરે. હું શ્રી મેાતીભાઈ ને ધણીવાર આવેશમાં એમ પણ કહેતા કે તમે તે કાંઈ કરતા નથી; માત્ર ધાર્મિક લોકોનાં મન રીઝવવા ને પૈસા મેળવવા ધર્મવર્ગ ચલાવા છે. એટલું જ. છતાં તેઓ કદી મારા પ્રત્યે તપ્યા નહિ; મૌડાશથી ઘટતે જવાબ વાળતા, અને હસતાં હસતાં કયારેક એમ પણ કહેતા કે–તમે વિદ્યાલયમાં આવે! તો બધું અમે કરીશું, ઈત્યાદિ. ૧૯૪૭ના અંતમાં મે તેમને લખેલુ યાદ છે કે હવે હું કાશી હેડવાનો છું; મુંબઈ તો આવવાના હું જ. કૅલૅન્સ કે વિદ્યાલય જેવી સંસ્થાએ મારા વિષય પરત્વે મારા ઉપયોગ કરી શકે, ઈત્યાદિ. પણ આવી મતલબનું લખ્યું તે પહેલાં એક પ્રસંગ અતિ મધુર બની ગયા તે આજે પણુ તેની ખુમારી તાજી છે. હું કાશીથી મુંબઈ આવેલેા. મારી સાથે શ્રી નથમલજી ટાંટિયા એમ. એ.-કે જે હમણાં જૈન તત્ત્વજ્ઞાન લઈ ડી. લીટ. થયા છે તેહતા. અમે બન્ને વી ઉપર આવેલ ભારતીય વિદ્યાભવનના મકાનમાં ઊતરવાના હતા. મેં પ્રથમથી જ.આની સૂચના શ્રી. માર્તીભાઈ ને આપેલી. અમે થીમાં રાત્રે લગભગ દસેક વાગે સૂવાની તૈયારીમાં હતા ત્યાં તે। શ્રી માતીભાઈ આવી ચડ્યા. આટલે બધે દૂર, આટલુ માડે, અત્યારે કેમ? સવારે મળત,-એમ પૂછ્યું; ત્યારે તેમણે કહ્યું કેહું અત્યારે જ તમને લેવા આવ્યો છું, નીકળેલા તે એ કલાક પહેલાં, પણ વચ્ચે કયાંય ગાડીકે વાહનને ચેગ મળ્યે! નહીં એટલે રખડપટ્ટીમાં મેાડુ થયું. અમે ધણું કરી સવારે જવાની વાત કહીને તેમને વિદાય તેા કર્યાં. પણ મારા મન ઉપર ચિરસ્મરણીય છાપ એ રહી ગઈ કે શ્રી માતીભાઈ તે જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મ વિષેની જે લગની છે તે ઉપર ઉપરની નથી. તેમના પ્રત્યે મારુ વલણ વધારે આદરશીલ બન્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮] દર્શન અને ચિંતન * અમે જ્યારે તેમને ઘેર ગયા ત્યારે તેમણે જે સરકાર કર્યો એ પણ સૌરાષ્ટ્રને અનુરૂપ જ હતું. તેમના ઘેર અને તેમની સાથે રહેવાનો મારે માટે એ પહેલે જ પ્રસંગ. શ્રી. નથમલજીના વાચન અને દૃષ્ટિકોણથી તે. તેઓ એટલા બધા મુગ્ધ થયા કે તેમને ગમે તે રીતે વિદ્યાલયમાં લાવવા તેઓ અભિમુખ બન્યા. અને જ્યારે નથમલએ આવવાની અશક્તિ દર્શાવી ત્યારે જ ન્યાયાચાર્ય પં. મહેન્દ્રકુમારને તેમણે નીમ્યા. હું પણ નિવૃત્ત થઈ પ્રથમ મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં આચાર્યશ્રી જિનવિજયજી સાથે રહેતો હતો. શ્રી મોતીભાઈએ ભારપૂર્વક મને કહ્યું કે વિદ્યાલય પ્રતિમાસ બારસે જેટલા રૂપિયા તે ખર્ચા જ શકશે. એટલે તમે તમારી ધારણા મુજબની એક રોજના તૈયાર કરે, જેને હું કમિટી સમક્ષ મૂકું. મેં એવી પેજના તૈયાર કરી ને તેમણે મારી હાજરીમાં જ કમિટી સમક્ષ મજબૂર કરાવી. ઘણું ખરું આ બધા પ્રસંગોએ હું શ્રીયુત પરમાનંદભાઈને મળતો, તેમની સલાહ લેતા. મારી પહેલેથી જ એ દત પ્રતીતિ ચાલી આવે છે કે-શ્રી પરમાનંદભાઈનું દૃષ્ટિબિંદુ જેટલું ચાખું અને વિશાળ છે તેટલું મુંબઈમાંના બીજા જેનું ભાગ્યે જ હશે. એ યોજના મંજૂર થઈ ત્યારે પણ શ્રી મોતીભાઈએ તે મને એ જ કહ્યું કે-હવે તમે વિદ્યાભવનમાં નહીં પણ વિદ્યાલયમાં રહો. મારો જવાબ હમેશને એ જ રહ્યો છે કે હું દૂર રહ્યાં જે કરીશ તે ઠીક હશે. મને આવવા જેવું લાગશે ત્યારે વગરક પણ હું વિદ્યાલયમાં બેસીશ. અસ્તુ. એ જના મંજૂર તો થઈ પણ એક અથવા બાજે કારણે એને અમલમાં લાવવાનું કામ રહી જ ગયું છે. હું નથી જાણતો કે અત્યારે વિદ્યાલયમાં રસ ધરાવનાર અને શ્રી મોતીભાઈને દૃષ્ટિબિંદુને બરાબર સમજનાર તેમ જ તેને સ્થિર કરવા ઈચ્છનાર કોઈ હવે એ યોજના અથવા એવી બીજી કોઈ જનાને સક્રિય કરવા વિચારતા હશે કે નહીં. પણ એટલું તો ઈચ્છું અને કહી શકું છું કે શ્રી મોતીભાઈની વિદ્યાલય પ્રત્યેની નિષ્ઠા, અને ધર્મસાહિત્યની પ્રીતિને કાયમ કરવા તેમ જ જન સમાજનું ધાર્મિક દૃષ્ટિબિંદુ ઉન્નત કરવા માટે આવી સંસ્થા દ્વારા એવું કામ જરૂરી છે. શ્રી. મોતીભાઈનાં વ્યાખ્યાને જુદે જુદે પ્રસંગે થોડાંક સાંભળેલાં–ખાસ કરી પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે તો તેમનું નિયત વ્યાખ્યાન સાંભળવા મળતું. તેઓનું વ્યાખ્યાન સાવ સાદું રહેતું, એમાં વામિત્વની છાપ ન રહેતી. પણ એમનાં માહિતી પૂર્ણ કટલાંક લખાણોને લીધે મારા મન ઉપર Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપઠ [129 તેમના પ્રત્યેના વિશિષ્ટ આદરની છાપ પડી છે. આટલા બધા વ્યવસાય અને વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ કેટકેટલું વાંચે અને લખે છે તે મને હમેશાં હેરત પમાડતું. એમના મકાને કયારેક તો તે જાણ થતી કે તેઓ કેટકેટલાં પુસ્તકે સંઘરે અને વાંચે છે. સાંજે મરીનડ્રાઈવ ઉપર ફરવા જતે હોઉં ને કોટમાંથી પાછા ફરતાં ભળે તો હસીને કોઈને કોઈ વાત કરે, અને કહે કે આટલું ચાલીને આવું છું તેથી વ્યાયામ પણ મળી રહે છે ને વિચારે કરવાની તક પણ મળે છે. તેમની ટીકા પણ મેં તેમની સામે કેટલીક વાર કરી હશે. પણ મને યાદ છે કે મેં તેમને રોષ જે નથી. એક વાર હું હોસ્પિટલમાં હતું. ઓપરેશન થયેલું. મને વ્યથામાં જોઈ એક દિવસે તેમણે કહ્યું કે–અત્યારે જ સમાધિને સમય છે. જ્યારે તેઓ પક્ષાઘાતથી પીડાયેલા ને કાંઈક સ્વસ્થ થયા ત્યારે હું તેમને મળવા ગયો. મેં વળી મારી ઢબે એ જ સમાધિની અને સમાધિમરણની વાત કાઢીકે હવે તમારે પરીક્ષા સમય છે. આજે જ્યારે તેમના વિષેનાં મારાં આછાં અને પાંખાં સ્મરણો આલેખું છું ત્યારે તેમની મધુર હાસ્યમૂર્તિ અને મારા પ્રત્યેને નિખાલસ વ્યવહાર તેમ જ તેમની અનેક ક્ષેત્રોમાં કામ કરવાની હોંશ અને તાલાવેલી એ બધું માનસ ટ–ઉપર અંકિત થાય છે. કોન્ફરન્સની ઓફિસમાં કેટલાક કામસર જવું પડતું અને ત્યાં મિટિંગ હેય તો હાજર પણ રહેતો. એમાં જે કામને સંબંધ શ્રી મોતીચંદભાઈ સાથે આવતો તેમાંથી એક કામને તેમણે ટાળ્યું હોય કે બેદરકારી બતાવી હોય એમ મને યાદ નથી, ધણાં વર્ષ અગાઉ તેમના વિષે જે મારે અભિપ્રય બંધાયેલ કે તેઓ વિધાયક પ્રકૃતિના છે તે જ તેમના જીવનમાંથી જેવા પામ્યું . --શ્રી જૈન ધર્મ પ્રકાશ, વૈશાખ.