Book Title: Smrutipat
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ સ્મૃતિપટ [ ૧૨૭ કામ સાહિત્ય-સંપાદનનું. જે પ્રોફેસર અને પડિત નિયુક્ત થાય તે અનુકૂળતા પ્રમાણે જૈન સાહિત્યનું આધુનિક દૃષ્ટિએ સંપાદન કરે અને તે તે વિષય પરત્વે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં યથાસંભવ પ્રસ્તાવના દિ પશુ લખે. એ દૃષ્ટિએ કે કાઈ પણ યુનિવર્સિટી કે કાઈ પણ કૅલેજના પાક્રમમાં તે સંપાદના ઉપયેગી થઈ શકે, જેવી રીતે જર્મન અને અન્ય પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલા ભારતીય સંપાદના પ્રતિષ્ઠા પામ્યાં છે તેથી પણ વધારે સારી રીતે આ દિશામાં વિદ્યાલય કામ કરવાની ગેડવણુ કરે. ત્રીજી કામ મારી દૃષ્ટિએ એ છે કે, વિશિષ્ટ વિશિષ્ટ ગ્રંથૈાના પ્રમાણભૂત અને સશાધનાત્મક ભાષાંતરા કરાવી વિદ્યાલય પ્રસિદ્ધ કરે. હું શ્રી મેાતીભાઈ ને ધણીવાર આવેશમાં એમ પણ કહેતા કે તમે તે કાંઈ કરતા નથી; માત્ર ધાર્મિક લોકોનાં મન રીઝવવા ને પૈસા મેળવવા ધર્મવર્ગ ચલાવા છે. એટલું જ. છતાં તેઓ કદી મારા પ્રત્યે તપ્યા નહિ; મૌડાશથી ઘટતે જવાબ વાળતા, અને હસતાં હસતાં કયારેક એમ પણ કહેતા કે–તમે વિદ્યાલયમાં આવે! તો બધું અમે કરીશું, ઈત્યાદિ. ૧૯૪૭ના અંતમાં મે તેમને લખેલુ યાદ છે કે હવે હું કાશી હેડવાનો છું; મુંબઈ તો આવવાના હું જ. કૅલૅન્સ કે વિદ્યાલય જેવી સંસ્થાએ મારા વિષય પરત્વે મારા ઉપયોગ કરી શકે, ઈત્યાદિ. પણ આવી મતલબનું લખ્યું તે પહેલાં એક પ્રસંગ અતિ મધુર બની ગયા તે આજે પણુ તેની ખુમારી તાજી છે. હું કાશીથી મુંબઈ આવેલેા. મારી સાથે શ્રી નથમલજી ટાંટિયા એમ. એ.-કે જે હમણાં જૈન તત્ત્વજ્ઞાન લઈ ડી. લીટ. થયા છે તેહતા. અમે બન્ને વી ઉપર આવેલ ભારતીય વિદ્યાભવનના મકાનમાં ઊતરવાના હતા. મેં પ્રથમથી જ.આની સૂચના શ્રી. માર્તીભાઈ ને આપેલી. અમે થીમાં રાત્રે લગભગ દસેક વાગે સૂવાની તૈયારીમાં હતા ત્યાં તે। શ્રી માતીભાઈ આવી ચડ્યા. આટલે બધે દૂર, આટલુ માડે, અત્યારે કેમ? સવારે મળત,-એમ પૂછ્યું; ત્યારે તેમણે કહ્યું કેહું અત્યારે જ તમને લેવા આવ્યો છું, નીકળેલા તે એ કલાક પહેલાં, પણ વચ્ચે કયાંય ગાડીકે વાહનને ચેગ મળ્યે! નહીં એટલે રખડપટ્ટીમાં મેાડુ થયું. અમે ધણું કરી સવારે જવાની વાત કહીને તેમને વિદાય તેા કર્યાં. પણ મારા મન ઉપર ચિરસ્મરણીય છાપ એ રહી ગઈ કે શ્રી માતીભાઈ તે જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મ વિષેની જે લગની છે તે ઉપર ઉપરની નથી. તેમના પ્રત્યે મારુ વલણ વધારે આદરશીલ બન્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6