Book Title: Smrutipat Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ૧ર૮] દર્શન અને ચિંતન * અમે જ્યારે તેમને ઘેર ગયા ત્યારે તેમણે જે સરકાર કર્યો એ પણ સૌરાષ્ટ્રને અનુરૂપ જ હતું. તેમના ઘેર અને તેમની સાથે રહેવાનો મારે માટે એ પહેલે જ પ્રસંગ. શ્રી. નથમલજીના વાચન અને દૃષ્ટિકોણથી તે. તેઓ એટલા બધા મુગ્ધ થયા કે તેમને ગમે તે રીતે વિદ્યાલયમાં લાવવા તેઓ અભિમુખ બન્યા. અને જ્યારે નથમલએ આવવાની અશક્તિ દર્શાવી ત્યારે જ ન્યાયાચાર્ય પં. મહેન્દ્રકુમારને તેમણે નીમ્યા. હું પણ નિવૃત્ત થઈ પ્રથમ મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં આચાર્યશ્રી જિનવિજયજી સાથે રહેતો હતો. શ્રી મોતીભાઈએ ભારપૂર્વક મને કહ્યું કે વિદ્યાલય પ્રતિમાસ બારસે જેટલા રૂપિયા તે ખર્ચા જ શકશે. એટલે તમે તમારી ધારણા મુજબની એક રોજના તૈયાર કરે, જેને હું કમિટી સમક્ષ મૂકું. મેં એવી પેજના તૈયાર કરી ને તેમણે મારી હાજરીમાં જ કમિટી સમક્ષ મજબૂર કરાવી. ઘણું ખરું આ બધા પ્રસંગોએ હું શ્રીયુત પરમાનંદભાઈને મળતો, તેમની સલાહ લેતા. મારી પહેલેથી જ એ દત પ્રતીતિ ચાલી આવે છે કે-શ્રી પરમાનંદભાઈનું દૃષ્ટિબિંદુ જેટલું ચાખું અને વિશાળ છે તેટલું મુંબઈમાંના બીજા જેનું ભાગ્યે જ હશે. એ યોજના મંજૂર થઈ ત્યારે પણ શ્રી મોતીભાઈએ તે મને એ જ કહ્યું કે-હવે તમે વિદ્યાભવનમાં નહીં પણ વિદ્યાલયમાં રહો. મારો જવાબ હમેશને એ જ રહ્યો છે કે હું દૂર રહ્યાં જે કરીશ તે ઠીક હશે. મને આવવા જેવું લાગશે ત્યારે વગરક પણ હું વિદ્યાલયમાં બેસીશ. અસ્તુ. એ જના મંજૂર તો થઈ પણ એક અથવા બાજે કારણે એને અમલમાં લાવવાનું કામ રહી જ ગયું છે. હું નથી જાણતો કે અત્યારે વિદ્યાલયમાં રસ ધરાવનાર અને શ્રી મોતીભાઈને દૃષ્ટિબિંદુને બરાબર સમજનાર તેમ જ તેને સ્થિર કરવા ઈચ્છનાર કોઈ હવે એ યોજના અથવા એવી બીજી કોઈ જનાને સક્રિય કરવા વિચારતા હશે કે નહીં. પણ એટલું તો ઈચ્છું અને કહી શકું છું કે શ્રી મોતીભાઈની વિદ્યાલય પ્રત્યેની નિષ્ઠા, અને ધર્મસાહિત્યની પ્રીતિને કાયમ કરવા તેમ જ જન સમાજનું ધાર્મિક દૃષ્ટિબિંદુ ઉન્નત કરવા માટે આવી સંસ્થા દ્વારા એવું કામ જરૂરી છે. શ્રી. મોતીભાઈનાં વ્યાખ્યાને જુદે જુદે પ્રસંગે થોડાંક સાંભળેલાં–ખાસ કરી પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે તો તેમનું નિયત વ્યાખ્યાન સાંભળવા મળતું. તેઓનું વ્યાખ્યાન સાવ સાદું રહેતું, એમાં વામિત્વની છાપ ન રહેતી. પણ એમનાં માહિતી પૂર્ણ કટલાંક લખાણોને લીધે મારા મન ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6