Book Title: Siddhasena Diwakara
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ શ્રમણભગવ તા ૧૮૫ ત્યાર બાદ આચાર્ય સિદ્ધસેને ત્યાંથી ચિત્રકૂટની પૂર્વ દિશામાં પ્રયાણ કર્યું. તે વિહાર કરતાં કરતાં કૂર્માંર દેશમાં પહોંચ્યા. તે વખતે કૂર્માંર દેશના રાજા દેવપાલ હતા. આચાર્ય સિદ્ધસેન પાસે ધર્મના એધ પામી તે તેમના પરમ ભક્ત બની ગયા. રાજસન્માન પામી આચાર્ય સિદ્ધસેનનું મન મુગ્ધ બન્યું અને તેઓ ત્યાં જ રહેવા લાગ્યા. આ સમયે રાજા દેવપાલની સામે પરચક્રના ભય ઉપસ્થિત થયે.. કામરૂપ ( આસામ ) દેશના રાજા વિજય વર્માએ સૈન્ય સાથે કૂર્માંરદેશ પર આક્રમણ કર્યુ. રાન્ત દેવપાલના સૈન્યને તેમની સામે ટકવાનું કઠિન થઈ પડયું. આચાય સિદ્ધસેનની પાસે રાન્ત દેવપાલે પેાતાની પરિસ્થિતિ પ્રગટ કરી અને કહ્યું કે— ગુરુદેવ ! હવે આપના જ આશ્રય છે. ’’રાજા દેવપાલને ધૈય આપતાં આચાય સિદ્ધસેને કહ્યું કે—“રાજન ! ચિંતા ન કરો. હું જેને મિત્ર હાઉ તેના જ વિજય હાય. ” સિદ્ધસેન પાસેથી સાંત્વન મેળવી દેવપાલ પ્રસન્ન થયા. શત્રુનો પરાભવ કરવામાં તેમને આચાર્ય શ્રી સિદ્ધસેનને સહુયેગ મળ્યા. યુદ્ધની સ`કટકાલીન સ્થિતિ વખતે આચાય સિદ્ધસેને સુવર્ણસિદ્ધિયોગ ' વિદ્યાથી પુષ્કળ ધન ઉત્પન્ન કર્યાં. સ પમ ત્રના પ્રયોગથી વિશાળ સખ્યામાં સૈન્ય નિર્માણ કર્યુ. યુદ્ધમાં દેવપાલના વિજય થયા. વિજય પ્રાપ્ત થયા પછી રાજા દેવાપાલે આચાય શ્રી સિદ્ધસેનસૂરિએ કહ્યું કે—“ ભવતારક ગુરુદેવ! હું શત્રુથી ઉપસ્થિત થયેલા ભયરૂપી અંધકારમાં ભ્રાંત થયેા હતેા. આપે સૂની જેમ મારા માર્ગને પ્રકાશિત કર્યો. આથી, હવે પછી આપની પ્રસિદ્ધિ - દિવાકર ’ નામથી થાઓ. * ત્યારથી આચાર્ય સિદ્ધસેનના નામની સાથે દિવાકર વિશેષણ જોડવામાં આવ્યું. તે લેકમાં સિદ્ધસેન દિવાકર નામે પ્રસિદ્ધ થયા. નિશીથસૂણી પ્રમાણે શ્રી સિદ્ધસેનસૂરિએ અધર્ચના પણ કરી હતી. આચાય સિદ્ધસેન દેવપાલ રાજાના ભાવલીના સત્કાર અને સુવિધાઓને મુક્તપણે ઉપયોગ કરવા લાગ્યા. તેએ હાથી પર બેસવા લાગ્યા અને શિબિકાનેા ઉપયેગ પણ કરવા લાગ્યા. તેમના સાધનાશીલ જીવનમાં શિથિલતા આવવા લાગી. ધ સંઘમાં ચર્ચા થવા લાગી કે, સચિત્ત જળ, પુષ્પ, ફળ, અનેષણીય આહારનું ગ્રહણ અને ગૃહસ્થનાં કાર્યોનું અજયણાપૂર્ણાંક સેવન તે સાધુવેશની પ્રત્યક્ષ વિડંબણા છે, આચાર્ય સિદ્ધસેનની આ શિથિલતાની વાત આચાય વૃદ્ધવાદીના કાને પહોંચી. તેઓ ત્યાંથી એકલા વિહાર કરી, કૂર્મીર દેશ પધાર્યા. ત્યાં રાજાની જેમ પાલખીમાં એસી સેંકડા માણસેથી ઘેરાયેલા શિષ્ય સિદ્ધસેનને જોયા. વેશપરિવર્તન કરી આચાય વૃદ્ધવાદી સિદ્ધસેનની સામે આવ્યા અને આલ્યા કે આપ મેટા વિદ્વાન છે. આપની ખ્યાતિ સાંભળી હું દૂર દેશાંતરથી આળ્યો છું. મારા મનના સંદેહ આપ દૂર કરે. ” આ સાંભળી આચાય સિદ્ધસેને અભિમાનથી મસ્તક ઊંચું કરી કહ્યું કે તમારે જે પૂછવું હોય તે આચાય વૃદ્ધવાદી આસપાસ ઊભેલાં લોકે સામે જોઈ ઊંચા સ્વરે મેાલ્યા કે अणहुली फुल्ल म तोडहु मन आशमा म मोड | मणकुसुमेहि अच्चि निरंजणु हिंडह काई वणेण वणु ॥ " "" પૂછે.' *. ૨૪ '. Jain Education International 2010_04 For Private & Personal Use Only * www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7