Book Title: Siddhasena Diwakara
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવતા ૧૮૩ શ્રી હરિભદ્રસૂરિએ પ્રસ્તુત કમ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરને દુષ્પમ કાળરાત્રિમાં દિવાકરની સમાન પ્રકાશક માન્યા છે અને શ્રુતકેવલીતુલ્ય સન્માન આપ્યું છે. હરિવંશપુરાણ'ના કર્તા આચાર્ય જિનસેન લખે છે કે – जगत्प्रसिद्धबोधस्य वृषभस्येव निस्तुषाः । बोधयंति सतां बुद्धि सिद्धिसेनस्य सूक्तयः ।। અર્થાત્, શ્રી કૃષભદેવની સૂક્તિઓ સમાન શ્રી સિદ્ધસેનની સૂક્તિઓ સજ્જનેની બુદ્ધિનો વિકાસ કરે છે. રાવાતિકના કર્તા ભટ્ટ અકલંક, સિદ્ધિવિનિશ્ચયના અનંતવીર્ય, પાર્શ્વનાથચરિત્રના કર્તા વાદિરાજસૂરિ આદિ દિગંબર વિદ્વાનો તથા પ્રકાંડ વિદ્વાન વાદિદેવસૂરિ, શ્રી પ્રભાચંદ્રાચાર્ય, અગમચરિત્રના રચનાકાર શ્રી મુનિચંદ્રસૂરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિ વગેરેએ શ્રી સિદ્ધસેન દિવાકરની અસાધારણ પ્રતિભાનાં બે મેએ વખાણ કર્યા છે. શ્રી સિદ્ધસેન બ્રાહ્મણવંશ અને કાત્યાયન ગોત્રના હતા. તેમને જન્મ ઉજજયિનીમાં થયો હતો. પિતાનું નામ દેવર્ષિ અને માતાનું નામ દેવશ્રી હતું તે વખતે ઉજજયિનીમાં વિક્રમાદિત્યનું રાજ હતું. દેવર્ષિ રાજમાન્ય બ્રાહ્મણ હતા. સિદ્ધસેન યુવાનવયે અવન્તિના પ્રકાંડ વિદ્વાન બન્યા. તેમને વૈદિક દર્શનનું વિશદ જ્ઞાન હતું. ન્યાય, વૈશેષિક, સાંખ્ય આદિ દર્શને પર પણ આધિપત્ય હતું. તેમને પિતાના પાંડિત્ય પર ખૂબ જ અભિમાન હતું. તે પિતાને અપરાજેય માનતા અને તેમનાથી શાસ્ત્રાર્થમાં હારનાર તેમના શિષ્ય બને એવી ટેક લઈ અનેક પંડિતોને હરાવી પિતાના શિષ્ય બનાવ્યા હતા. એક વખત આચાર્ય વૃદ્ધવાદીએ અવંતિ તરફ વિહાર કર્યો. તેમને સર્વ વિદ્ય સિદ્ધ હતી. માર્ગમાં પંડિત સિદ્ધસેનનું આચાર્ય વૃદ્ધવાદી સાથે મિલન થયું. પરસ્પર વાર્તાલાપ દ્વારા એકબીજાને પરિચય થયો. સિદ્ધસેને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાને પ્રસ્તાવ મૂક્યો. આચાર્ય વૃદ્ધવાદી વિદ્વાનોની સભામાં શાસ્ત્રાર્થ કરવા ઈચ્છતા હતા, પરંતુ સિદ્ધસેન ત્યાં જ શાસ્ત્રાર્થ કરવા ઉત્સુક હતા તેથી શ્રી વૃદ્ધવાદીએ તેમને પ્રસ્તાવ સ્વીકારી લીધે. આ અંતરિયાળ માર્ગે ગોવાળિયાઓ સિવાય કંઈ ન હતું. તેઓને મધ્યસ્થી રાખી શાસ્ત્રાર્થ શરૂ થયો. પ્રથમ વક્તવ્ય પંડિત સિદ્ધસેને આપ્યું. સંસ્કૃત ભાષામાં ધારાબદ્ધ બોલતા ગયા. ગેવાળે તેમને એક પણ શબ્દ સમજી ન શક્યા. તેઓ ઊંચાં મેં કરી બોલ્યા કે–“પંડિત! તમે ક્યારથી ઘણે પ્રલાપ કરી રહ્યા છે. તમારાં કર્ણકટુ વચને અમારા માટે અસહ્ય છે. માટે બંધ કરે અને આમને એલવા દે.” - પછી આચાર્ય વૃદ્ધવાદી ઊભા થયા. તેમની પ્રતિપાદનશલી સરળ હતી. વાણીમાં મીઠાશ હતી. તેમણે વક્તવ્યને આરંભ કર્યો. ગોવાળોને સંબોધન કરી મધુર શબ્દમાં પ્રથમ પૂછ્યું કે –“ભાઈ ! તમારા ગામમાં કેઈ સર્વજ્ઞ છે કે નહિ?” ગોવાળે બેલ્યા કે—“અમારા ગામમાં એક જૈન ચૈત્ય છે, તેમાં એક વિતરાગ સર્વ વિરાજમાન છે.” તેઓના આ ઉત્તરની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7