Book Title: Siddhasena Diwakara
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૮૪ શાસનપ્રભાવક સાથે જ સર્વશનિષેધસિદ્ધિ પર સિદ્ધસેને આપેલું પાંડિત્યપૂર્ણ પ્રવચન ગોવાળને દષ્ટિમાં વ્યર્થ સિદ્ધ થયું. તે પછી વૃદ્ધવાદીએ યુક્તિપૂર્વક સર્વજ્ઞત્વ સાબિત કર્યું. સર્વસિદ્ધિ પછી વૃદ્ધવાદી કર્ણપ્રિય ધિંદણું છંદમાં નૃત્યમુદ્રામાં બોલ્યા કે—“નવિ મારિયઈ, નવિ ચેરિયઈ, પરદારહ ગમણુ નિવરિયાઈ થવા થેવ દઈઈ સ િટુક ટુકુ જાઈથઈ. (પ્રબંધકેપ).” (હિંસા ન કરવાથી, ચેરી ન કરવાથી, પરદારસેવન ન કરવાથી, થોડામાંથી થોડું આપવાથી ધીમે ધીમે સ્વર્ગમાં જવાય છે.) અને “કાલઉ કંબલ અનુની ચાહુ છાનિહિ ખાલડુ ભરિફ નિપાડુ, અઈ વડુ પડિયઉ નીલઈ ઝાડી અવર કિ સરગટ સિગ નિલાડિ. (ઠંડી દૂર કરવા માટે કાળી કાંબળ પાસે હોય, હાથમાં અરણીની લાકડી હોય, છાશથી ભરેલું માટલું હોય તે નાની મોટું સ્વર્ગ કયું?)” | સરળ અને મધુર ગ્રામભાષામાં આચાર્ય શ્રી વૃદ્ધવાદીએ કરેલ સ્વર્ગની વ્યાખ્યા સાંભળી ગોવાળો ય ય શબ્દને ઘેષ કરી નાચી ઊઠયા અને તેમણે કહ્યું કે –“વૃદ્ધવાદી સર્વજ્ઞ છે. કાનને સુખ આપનાર ઉપદેશ બેલનાર છે. સિદ્ધસેન અર્થહીન બેલનાર છે.” આમ, શેવાળની સભામાં આચાર્ય વૃદ્ધવાદી વિજ્યી થયા. તેમણે પાંડિત્યનું પ્રદર્શન કર્યા વિના વખત વરતીને કામ કર્યું. સમયજ્ઞ સર્વજ્ઞ હેય છે. આથી વૃદ્ધવાદીની આગળ પિતાને અલ્પજ્ઞ માની પંડિત સિદ્ધસેને પિતાની પૂર્વ પ્રતિજ્ઞા પ્રમાણે તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું'. આચાય વૃદ્ધવાદીસૂરિએ તેમને દીક્ષા આપી શિષ્ય બનાવ્યા. તેમનું દીક્ષા નામ કુમુદ્રચંદ્ર રાખવામાં આવ્યું. મુનિ કુમુદચંદ્ર પહેલાં પણ વેદ-વેદાંગ–પુરાણના મહાપડિત હતા, તેમાં ગુરુદેવ પાસે જિનાગમને ઊંડો અભ્યાસ વિનીતભાવે કરતાં વિદ્યા વિનયન શોભતે મુજબ તેમની પ્રતિભા એર ઝળકી ઊઠી. શ્રી વૃદ્ધવાદીસૂરિ પણ આવા ઉત્તમ શિષ્યને પ્રાપ્ત કરી પ્રસન્નતા પામ્યા. જેનશાસનની સાર્વભૌમ પ્રભાવના કુમુદચંદ્રથી • સંભવિત છે એમ સમજી એક દિવસ શ્રી વૃદ્ધવાદસૂરિએ તેમને આચાર્યપદથી અલંકૃત કરી પૂર્વેનું “સિદ્ધસેનસૂરિ એવું નામ જાહેર કર્યું. આચાર્યશ્રી વૃદ્ધવાદીએ ત્યારબાદ શ્રી સિદ્ધસેનસૂરિને સ્વતંત્ર વિચરવાને આદેશ આપી પિતે બીજે સ્થાને વિહાર કર્યો. પ્રખર વિદ્વત્તાના કારણે આચાર્યશ્રી સિદ્ધસેનના સાનિધ્યે પણ અપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવા લાગી. - એક વાર આચાર્ય સિદ્ધસેનસૂરિ ચિત્રકૂટ (ચિત્તોડગઢ) પધાર્યા. ત્યાં તેમણે વિવિધ ઔષધિઓના ચૂર્ણથી બનેલ એક સ્તંભ જે. પ્રતિપક્ષી ઔષધિઓને પ્રવેગ કરી આચાર્ય સિદ્ધસેને તેમાં એક છિદ્ર કર્યું. સ્તંભમાં હજારો પુસ્તક હતાં. ઘણે પ્રયત્ન કર્યા પછી એ છિદ્રમાંથી તેમને એક જ પુસ્તક મળ્યું. તે પુસ્તકનું પ્રથમ પૃષ્ઠ વાંચવાથી જ તેમને સર્ષ પમંત્ર (સૈન્યસર્જનવિદ્યા અને સુવર્ણસિદ્ધિયોગ નામની બે મહાન વિદ્યાઓ પ્રાપ્ત થઈ. સર્ષ પવિદ્યાથી માંત્રિક દ્વારા જળાશયમાં નાખેલા સરસવનાં કણેના અનુપાતથી ચોવીશ પ્રકારના ઉપકરણસહિત સૈિનિકે નીકળતા હતા અને પ્રતિપક્ષીઓને પરાભવ કરી ફરી. જળમાં અદશ્ય થઈ જતા હતા. સુવર્ણવિદ્યાથી માંત્રિક કેઈપણ ધાતુને સહજપણે સેનામાં પરિવર્તિત કરી શકાતી હતી. આ બંને વિદ્યાઓની પ્રાપ્તિથી આચાર્ય સિદ્ધસેનના મનમાં ઉત્સુકતા વધી. તેઓ પૂરું પુસ્તક વાંચી લેવા ઉત્સુક હતા, ત્યાં દેવીએ આવીને તેમના હાથમાંથી પુસ્તક ખેંચી લીધું અને તેમના મનની ઈચ્છા પૂર્ણ ન થઈ શકી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7