Book Title: Siddhasena Diwakara
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249069/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પ્રવૃત્ત મુકુન્દમુનિને જોઈ “તમે ભણને શું મુશળને ફૂલ લગાવશે?” એમ ટીકા કરનાર વાચાળ વ્યક્તિનું મુખ બંધ કરી દીધું. વાદગોષ્ઠીઓમાં મુકુન્દમુનિ સર્વત્ર દુજેય બન્યા. અપ્રતિમહુવાદીના રૂપમાં તેમને મહિમા ફેલાયો. સર્વ પ્રકારે ગ્ય સમજી વાદી વૃદ્ધવાદીને આચાર્ય સ્કંદિલે પિતાના ઉત્તરાધિકારી તરીકે તેમને સ્થાપન કર્યા. આચાર્ય સ્કંદિલના સ્વર્ગવાસ પછી આચાર્ય વૃદ્ધવાદીને શાસ્ત્રાર્થ વડેદરા પાસેના તરસાલી ગામે થયેલા સંસ્કૃત ભાષાના વિદ્વાન સિદ્ધસેન સાથે થયા. તે વાદ બહુ પ્રસિદ્ધ છે. આ શાસ્ત્રાર્થમાં વિજયી બની આચાર્ય વૃદ્ધવાદીએ સિદ્ધસેનને પિતાને શિષ્ય બનાવ્યું. વૃદ્ધાવસ્થામાં દીક્ષિત મુનિ મુકુન્દ વાદકુશળ આચાર્ય થવાના કારણે વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધ થયા અને જૈનધર્મની મહાન પ્રભાવના કરી. શ્રી વૃદ્ધવાદી અનુગધર આચાર્ય દિલના શિષ્ય હતા અને મહાન તાર્કિક આચાર્ય સિદ્ધસેન દિવાકરના ગુરુ હતા. આચાર્ય સ્કંદિલની વાચના વીરનિર્વાણ સં. ૮ર૭ થી ૮૪૦માં પ્રમાણિત થઈ છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરને સમય વિક્રમની પાંચમી સદી છે. આચાર્ય વૃદ્ધવાદી એ બંનેના મધ્યવર્તી સમયના વિદ્વાન શ્રમણપ્રવર હતા. રાજા વિક્રમાદિત્યની રાજસભાના સમર્થ વિદ્વાન અને રાજમાન્ય આદરણીય ગુરુ, સુવર્ણસિદ્ધિની વિદ્યા પ્રાપ્ત કરનાર, “કલ્યાણમંદિર સ્તોત્ર'ના રચયિતા, મહાન દાર્શનિક, વાદયી, શ્રુતકેવલી તુલ્ય, સરસ્વતીકંઠાભરણ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ (ઉચ્ચ કેટિના સાહિત્યકાર, દિગ્ગજ વિદ્વાન, પ્રકૃષ્ટ વાદી શ્રી સિદ્ધસેન દિવાકર તાંબર પરંપરાના પ્રભાવક આચાર્ય છે. તેમનાં ઉદાર વ્યક્તિત્વ, સૂમ ચિંતનશક્તિ અને ગંભીર દાર્શનિક વિચારેએ જેનશાસનને સમૃદ્ધિ બક્ષી છે. પરિણામે વેતાંબર અને દિગંબર--બને પરંપરાના વિદ્વાનોએ પિતપોતાના ગ્રંથમાં આદરપૂર્વક આચાર્યશ્રી સિદ્ધસેનનું સ્મરણ કર્યું છે. કલિકાલસર્વ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિનું મસ્તક આચાર્ય સિદ્ધસેનની પ્રતિભા સામે ઝૂકી ગયું છે. તેમણે અગવ્યચ્છેદિકામાં કહ્યું છે કે સિદ્ધહેનતુતો માથ, અશિક્ષિતા કહ્યા પ જૈવ ! રૂ – સિદ્ધસેનની મહાન ગૂઢાર્થક હતુતિઓ સામે મારી જેવી વ્યક્તિને પ્રયાસ અશિક્ષિત વ્યક્તિને આલાપમાત્ર છે.” હેમશબ્દાનુશાસનમાં શ્રી હેમચંદ્રાચાર્યે કન્ટેડનૂન ૨-૨-૩૯ સૂત્રની વ્યાખ્યામાં “કસિદ્ધસેન ત્રચઃ” કહીને અન્ય કવિઓને શ્રી સિદ્ધસેનસૂરિના અનુગામી સિદ્ધ કર્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચવસ્તુમાં કહ્યું છે કે– सुयकेवलिणा जी भणियंआयरियसिद्धसेणेण सम्मइए पइट्ठियजसेणं । दुस्समणिसा-दिवाकर कप्पतरूओ पयक्खेणं ॥ १४०८ ॥ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા ૧૮૩ શ્રી હરિભદ્રસૂરિએ પ્રસ્તુત કમ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરને દુષ્પમ કાળરાત્રિમાં દિવાકરની સમાન પ્રકાશક માન્યા છે અને શ્રુતકેવલીતુલ્ય સન્માન આપ્યું છે. હરિવંશપુરાણ'ના કર્તા આચાર્ય જિનસેન લખે છે કે – जगत्प्रसिद्धबोधस्य वृषभस्येव निस्तुषाः । बोधयंति सतां बुद्धि सिद्धिसेनस्य सूक्तयः ।। અર્થાત્, શ્રી કૃષભદેવની સૂક્તિઓ સમાન શ્રી સિદ્ધસેનની સૂક્તિઓ સજ્જનેની બુદ્ધિનો વિકાસ કરે છે. રાવાતિકના કર્તા ભટ્ટ અકલંક, સિદ્ધિવિનિશ્ચયના અનંતવીર્ય, પાર્શ્વનાથચરિત્રના કર્તા વાદિરાજસૂરિ આદિ દિગંબર વિદ્વાનો તથા પ્રકાંડ વિદ્વાન વાદિદેવસૂરિ, શ્રી પ્રભાચંદ્રાચાર્ય, અગમચરિત્રના રચનાકાર શ્રી મુનિચંદ્રસૂરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિ વગેરેએ શ્રી સિદ્ધસેન દિવાકરની અસાધારણ પ્રતિભાનાં બે મેએ વખાણ કર્યા છે. શ્રી સિદ્ધસેન બ્રાહ્મણવંશ અને કાત્યાયન ગોત્રના હતા. તેમને જન્મ ઉજજયિનીમાં થયો હતો. પિતાનું નામ દેવર્ષિ અને માતાનું નામ દેવશ્રી હતું તે વખતે ઉજજયિનીમાં વિક્રમાદિત્યનું રાજ હતું. દેવર્ષિ રાજમાન્ય બ્રાહ્મણ હતા. સિદ્ધસેન યુવાનવયે અવન્તિના પ્રકાંડ વિદ્વાન બન્યા. તેમને વૈદિક દર્શનનું વિશદ જ્ઞાન હતું. ન્યાય, વૈશેષિક, સાંખ્ય આદિ દર્શને પર પણ આધિપત્ય હતું. તેમને પિતાના પાંડિત્ય પર ખૂબ જ અભિમાન હતું. તે પિતાને અપરાજેય માનતા અને તેમનાથી શાસ્ત્રાર્થમાં હારનાર તેમના શિષ્ય બને એવી ટેક લઈ અનેક પંડિતોને હરાવી પિતાના શિષ્ય બનાવ્યા હતા. એક વખત આચાર્ય વૃદ્ધવાદીએ અવંતિ તરફ વિહાર કર્યો. તેમને સર્વ વિદ્ય સિદ્ધ હતી. માર્ગમાં પંડિત સિદ્ધસેનનું આચાર્ય વૃદ્ધવાદી સાથે મિલન થયું. પરસ્પર વાર્તાલાપ દ્વારા એકબીજાને પરિચય થયો. સિદ્ધસેને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાને પ્રસ્તાવ મૂક્યો. આચાર્ય વૃદ્ધવાદી વિદ્વાનોની સભામાં શાસ્ત્રાર્થ કરવા ઈચ્છતા હતા, પરંતુ સિદ્ધસેન ત્યાં જ શાસ્ત્રાર્થ કરવા ઉત્સુક હતા તેથી શ્રી વૃદ્ધવાદીએ તેમને પ્રસ્તાવ સ્વીકારી લીધે. આ અંતરિયાળ માર્ગે ગોવાળિયાઓ સિવાય કંઈ ન હતું. તેઓને મધ્યસ્થી રાખી શાસ્ત્રાર્થ શરૂ થયો. પ્રથમ વક્તવ્ય પંડિત સિદ્ધસેને આપ્યું. સંસ્કૃત ભાષામાં ધારાબદ્ધ બોલતા ગયા. ગેવાળે તેમને એક પણ શબ્દ સમજી ન શક્યા. તેઓ ઊંચાં મેં કરી બોલ્યા કે–“પંડિત! તમે ક્યારથી ઘણે પ્રલાપ કરી રહ્યા છે. તમારાં કર્ણકટુ વચને અમારા માટે અસહ્ય છે. માટે બંધ કરે અને આમને એલવા દે.” - પછી આચાર્ય વૃદ્ધવાદી ઊભા થયા. તેમની પ્રતિપાદનશલી સરળ હતી. વાણીમાં મીઠાશ હતી. તેમણે વક્તવ્યને આરંભ કર્યો. ગોવાળોને સંબોધન કરી મધુર શબ્દમાં પ્રથમ પૂછ્યું કે –“ભાઈ ! તમારા ગામમાં કેઈ સર્વજ્ઞ છે કે નહિ?” ગોવાળે બેલ્યા કે—“અમારા ગામમાં એક જૈન ચૈત્ય છે, તેમાં એક વિતરાગ સર્વ વિરાજમાન છે.” તેઓના આ ઉત્તરની 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શાસનપ્રભાવક સાથે જ સર્વશનિષેધસિદ્ધિ પર સિદ્ધસેને આપેલું પાંડિત્યપૂર્ણ પ્રવચન ગોવાળને દષ્ટિમાં વ્યર્થ સિદ્ધ થયું. તે પછી વૃદ્ધવાદીએ યુક્તિપૂર્વક સર્વજ્ઞત્વ સાબિત કર્યું. સર્વસિદ્ધિ પછી વૃદ્ધવાદી કર્ણપ્રિય ધિંદણું છંદમાં નૃત્યમુદ્રામાં બોલ્યા કે—“નવિ મારિયઈ, નવિ ચેરિયઈ, પરદારહ ગમણુ નિવરિયાઈ થવા થેવ દઈઈ સ િટુક ટુકુ જાઈથઈ. (પ્રબંધકેપ).” (હિંસા ન કરવાથી, ચેરી ન કરવાથી, પરદારસેવન ન કરવાથી, થોડામાંથી થોડું આપવાથી ધીમે ધીમે સ્વર્ગમાં જવાય છે.) અને “કાલઉ કંબલ અનુની ચાહુ છાનિહિ ખાલડુ ભરિફ નિપાડુ, અઈ વડુ પડિયઉ નીલઈ ઝાડી અવર કિ સરગટ સિગ નિલાડિ. (ઠંડી દૂર કરવા માટે કાળી કાંબળ પાસે હોય, હાથમાં અરણીની લાકડી હોય, છાશથી ભરેલું માટલું હોય તે નાની મોટું સ્વર્ગ કયું?)” | સરળ અને મધુર ગ્રામભાષામાં આચાર્ય શ્રી વૃદ્ધવાદીએ કરેલ સ્વર્ગની વ્યાખ્યા સાંભળી ગોવાળો ય ય શબ્દને ઘેષ કરી નાચી ઊઠયા અને તેમણે કહ્યું કે –“વૃદ્ધવાદી સર્વજ્ઞ છે. કાનને સુખ આપનાર ઉપદેશ બેલનાર છે. સિદ્ધસેન અર્થહીન બેલનાર છે.” આમ, શેવાળની સભામાં આચાર્ય વૃદ્ધવાદી વિજ્યી થયા. તેમણે પાંડિત્યનું પ્રદર્શન કર્યા વિના વખત વરતીને કામ કર્યું. સમયજ્ઞ સર્વજ્ઞ હેય છે. આથી વૃદ્ધવાદીની આગળ પિતાને અલ્પજ્ઞ માની પંડિત સિદ્ધસેને પિતાની પૂર્વ પ્રતિજ્ઞા પ્રમાણે તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું'. આચાય વૃદ્ધવાદીસૂરિએ તેમને દીક્ષા આપી શિષ્ય બનાવ્યા. તેમનું દીક્ષા નામ કુમુદ્રચંદ્ર રાખવામાં આવ્યું. મુનિ કુમુદચંદ્ર પહેલાં પણ વેદ-વેદાંગ–પુરાણના મહાપડિત હતા, તેમાં ગુરુદેવ પાસે જિનાગમને ઊંડો અભ્યાસ વિનીતભાવે કરતાં વિદ્યા વિનયન શોભતે મુજબ તેમની પ્રતિભા એર ઝળકી ઊઠી. શ્રી વૃદ્ધવાદીસૂરિ પણ આવા ઉત્તમ શિષ્યને પ્રાપ્ત કરી પ્રસન્નતા પામ્યા. જેનશાસનની સાર્વભૌમ પ્રભાવના કુમુદચંદ્રથી • સંભવિત છે એમ સમજી એક દિવસ શ્રી વૃદ્ધવાદસૂરિએ તેમને આચાર્યપદથી અલંકૃત કરી પૂર્વેનું “સિદ્ધસેનસૂરિ એવું નામ જાહેર કર્યું. આચાર્યશ્રી વૃદ્ધવાદીએ ત્યારબાદ શ્રી સિદ્ધસેનસૂરિને સ્વતંત્ર વિચરવાને આદેશ આપી પિતે બીજે સ્થાને વિહાર કર્યો. પ્રખર વિદ્વત્તાના કારણે આચાર્યશ્રી સિદ્ધસેનના સાનિધ્યે પણ અપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવા લાગી. - એક વાર આચાર્ય સિદ્ધસેનસૂરિ ચિત્રકૂટ (ચિત્તોડગઢ) પધાર્યા. ત્યાં તેમણે વિવિધ ઔષધિઓના ચૂર્ણથી બનેલ એક સ્તંભ જે. પ્રતિપક્ષી ઔષધિઓને પ્રવેગ કરી આચાર્ય સિદ્ધસેને તેમાં એક છિદ્ર કર્યું. સ્તંભમાં હજારો પુસ્તક હતાં. ઘણે પ્રયત્ન કર્યા પછી એ છિદ્રમાંથી તેમને એક જ પુસ્તક મળ્યું. તે પુસ્તકનું પ્રથમ પૃષ્ઠ વાંચવાથી જ તેમને સર્ષ પમંત્ર (સૈન્યસર્જનવિદ્યા અને સુવર્ણસિદ્ધિયોગ નામની બે મહાન વિદ્યાઓ પ્રાપ્ત થઈ. સર્ષ પવિદ્યાથી માંત્રિક દ્વારા જળાશયમાં નાખેલા સરસવનાં કણેના અનુપાતથી ચોવીશ પ્રકારના ઉપકરણસહિત સૈિનિકે નીકળતા હતા અને પ્રતિપક્ષીઓને પરાભવ કરી ફરી. જળમાં અદશ્ય થઈ જતા હતા. સુવર્ણવિદ્યાથી માંત્રિક કેઈપણ ધાતુને સહજપણે સેનામાં પરિવર્તિત કરી શકાતી હતી. આ બંને વિદ્યાઓની પ્રાપ્તિથી આચાર્ય સિદ્ધસેનના મનમાં ઉત્સુકતા વધી. તેઓ પૂરું પુસ્તક વાંચી લેવા ઉત્સુક હતા, ત્યાં દેવીએ આવીને તેમના હાથમાંથી પુસ્તક ખેંચી લીધું અને તેમના મનની ઈચ્છા પૂર્ણ ન થઈ શકી. 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૧૮૫ ત્યાર બાદ આચાર્ય સિદ્ધસેને ત્યાંથી ચિત્રકૂટની પૂર્વ દિશામાં પ્રયાણ કર્યું. તે વિહાર કરતાં કરતાં કૂર્માંર દેશમાં પહોંચ્યા. તે વખતે કૂર્માંર દેશના રાજા દેવપાલ હતા. આચાર્ય સિદ્ધસેન પાસે ધર્મના એધ પામી તે તેમના પરમ ભક્ત બની ગયા. રાજસન્માન પામી આચાર્ય સિદ્ધસેનનું મન મુગ્ધ બન્યું અને તેઓ ત્યાં જ રહેવા લાગ્યા. આ સમયે રાજા દેવપાલની સામે પરચક્રના ભય ઉપસ્થિત થયે.. કામરૂપ ( આસામ ) દેશના રાજા વિજય વર્માએ સૈન્ય સાથે કૂર્માંરદેશ પર આક્રમણ કર્યુ. રાન્ત દેવપાલના સૈન્યને તેમની સામે ટકવાનું કઠિન થઈ પડયું. આચાય સિદ્ધસેનની પાસે રાન્ત દેવપાલે પેાતાની પરિસ્થિતિ પ્રગટ કરી અને કહ્યું કે— ગુરુદેવ ! હવે આપના જ આશ્રય છે. ’’રાજા દેવપાલને ધૈય આપતાં આચાય સિદ્ધસેને કહ્યું કે—“રાજન ! ચિંતા ન કરો. હું જેને મિત્ર હાઉ તેના જ વિજય હાય. ” સિદ્ધસેન પાસેથી સાંત્વન મેળવી દેવપાલ પ્રસન્ન થયા. શત્રુનો પરાભવ કરવામાં તેમને આચાર્ય શ્રી સિદ્ધસેનને સહુયેગ મળ્યા. યુદ્ધની સ`કટકાલીન સ્થિતિ વખતે આચાય સિદ્ધસેને સુવર્ણસિદ્ધિયોગ ' વિદ્યાથી પુષ્કળ ધન ઉત્પન્ન કર્યાં. સ પમ ત્રના પ્રયોગથી વિશાળ સખ્યામાં સૈન્ય નિર્માણ કર્યુ. યુદ્ધમાં દેવપાલના વિજય થયા. વિજય પ્રાપ્ત થયા પછી રાજા દેવાપાલે આચાય શ્રી સિદ્ધસેનસૂરિએ કહ્યું કે—“ ભવતારક ગુરુદેવ! હું શત્રુથી ઉપસ્થિત થયેલા ભયરૂપી અંધકારમાં ભ્રાંત થયેા હતેા. આપે સૂની જેમ મારા માર્ગને પ્રકાશિત કર્યો. આથી, હવે પછી આપની પ્રસિદ્ધિ - દિવાકર ’ નામથી થાઓ. * ત્યારથી આચાર્ય સિદ્ધસેનના નામની સાથે દિવાકર વિશેષણ જોડવામાં આવ્યું. તે લેકમાં સિદ્ધસેન દિવાકર નામે પ્રસિદ્ધ થયા. નિશીથસૂણી પ્રમાણે શ્રી સિદ્ધસેનસૂરિએ અધર્ચના પણ કરી હતી. આચાય સિદ્ધસેન દેવપાલ રાજાના ભાવલીના સત્કાર અને સુવિધાઓને મુક્તપણે ઉપયોગ કરવા લાગ્યા. તેએ હાથી પર બેસવા લાગ્યા અને શિબિકાનેા ઉપયેગ પણ કરવા લાગ્યા. તેમના સાધનાશીલ જીવનમાં શિથિલતા આવવા લાગી. ધ સંઘમાં ચર્ચા થવા લાગી કે, સચિત્ત જળ, પુષ્પ, ફળ, અનેષણીય આહારનું ગ્રહણ અને ગૃહસ્થનાં કાર્યોનું અજયણાપૂર્ણાંક સેવન તે સાધુવેશની પ્રત્યક્ષ વિડંબણા છે, આચાર્ય સિદ્ધસેનની આ શિથિલતાની વાત આચાય વૃદ્ધવાદીના કાને પહોંચી. તેઓ ત્યાંથી એકલા વિહાર કરી, કૂર્મીર દેશ પધાર્યા. ત્યાં રાજાની જેમ પાલખીમાં એસી સેંકડા માણસેથી ઘેરાયેલા શિષ્ય સિદ્ધસેનને જોયા. વેશપરિવર્તન કરી આચાય વૃદ્ધવાદી સિદ્ધસેનની સામે આવ્યા અને આલ્યા કે આપ મેટા વિદ્વાન છે. આપની ખ્યાતિ સાંભળી હું દૂર દેશાંતરથી આળ્યો છું. મારા મનના સંદેહ આપ દૂર કરે. ” આ સાંભળી આચાય સિદ્ધસેને અભિમાનથી મસ્તક ઊંચું કરી કહ્યું કે તમારે જે પૂછવું હોય તે આચાય વૃદ્ધવાદી આસપાસ ઊભેલાં લોકે સામે જોઈ ઊંચા સ્વરે મેાલ્યા કે अणहुली फुल्ल म तोडहु मन आशमा म मोड | मणकुसुमेहि अच्चि निरंजणु हिंडह काई वणेण वणु ॥ " "" પૂછે.' *. ૨૪ '. 2010_04 * Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આચાય સિદ્ધસેને બુદ્ધિ પર ઘણું જોર લગાવ્યું પણ એ શ્લોકના અથ કરી શકા નહિ. તેમણે મનોમન વિચાર કર્યો કે આ મારા ગુરુ વૃદ્ધવાદી તે નથી ને ? વારવાર તેમની મુખાકૃતિ જોઈ આચાય સિદ્ધસેને ગુરુ વૃદ્ધવાદીને ઓળખ્યા અને સંકોચ પામ્યા. આચાય વૃદ્ધવાદી ઓલ્યા કે— યેગકલ્પદ્રુમ શ્રમણસાધના યોગકલ્પવૃક્ષ સમાન છે. આ વૃક્ષનાં મૂળ યમઅને નિયમ છે. ધ્યાન, પ્રકાંડ અને સમતા સ્કંધ છે. કવિત્વ વગેરે પુષ્પ સમાન છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ મધુર ફળ છે. હજી સાધનાજીવન રૂપી કલ્પવૃક્ષ પુષ્પવાળુ' થયું છે. ફળ આવ્યા પહેલાં પુષ્પાને તોડાય નહિ, મહાવ્રત રૂપી બ્રેડવાને ઉખેડી ન નાખેા. પ્રસન્ન મને અહુ કારરહિત થઇ વીતરાગ પ્રભુની આરાધના કરો. મેહુ આદિ વૃક્ષેાની આડીથી ગહન વનમાં કેમ ભ્રમણ કરો છે? ’ આ પ્રમાણે આચાય શ્રી નૃદ્ધવાદીએ એ ગાથાના વિવિધ અર્થ કરી શ્રી સિદ્ધસેનસૂરિનાં આંતરચક્ષુ ઉઘાડી નાખ્યાં. તેમણે ગુરુનાં ચરણેયમાં પડી ક્ષમા માગી. શાસનપ્રભાવક અન્ય પ્રમાણેના આધારે આ ઘટના એવી પણ છે કે, કૂર્માંરનગરમાં પહેાંચી, આચાય વૃદ્ધવાદી પાલખી ઉપાડનાર પુરુષા સાથે પોતાના સ્કંધ પર પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. વૃદ્ધાવસ્થાને લીધે તેમના પગ લથડતા હતા અને તેમના તરફ પાલખી નીચે થતી હતી. આચાય સિદ્ધસેનની નજર વયેવૃદ્ધ કૃશ શરીરવાળા વૃદ્ધવાદી પર પડી. તે અભિમાનપૂર્વક ખેલ્યા * મૂરિમામાશ્ચન્તઃ ધતિવ વાતિ? (હે વૃદ્ધ ! ઘણા ભારથી દબાયેલા તમારા સ્કંધ શું પીડા પામે છે? ) '' અહીં આચાય સિદ્ધસેને માધ્ ધાતુ આત્મનેપદ હોવા છતાં પરમૈપદને પ્રયોગ કર્યો, જે અશુદ્ધ હતા. તે અશુદ્ધ પ્રયોગને પરિમાર્જિત કરી આચાય વૃદ્ધવાદી એલ્યા કેન તથા વાધતે ધો ચથા વાત વાતે । ( વાધત્તિ પ્રયે!ગ કરવાથી મને જેવી પીડા થાય છે તેવી પીડા મારા સ્કંધને થતી નથી. ) ” આચાય સિદ્ધસેન જાણી ગયા કે, મારી અશુદ્ધિના સંકેત કરનાર મારા ગુરુ વૃદ્ધવાદી સિવાય બીજા કાઈ હોઈ શકે નહિ. આથી આચાય સિદ્ધસેન તે જ વખતે શિખિકામાંથી નીચે ઊતરી ગુરુનાં ચરણે પડી ગયા. આચાય વૃદ્ધવાદીએ તેમને પ્રાયશ્ચિત્ત આપી સંયમમાં સ્થિર કર્યા અને પેાતાને ગણનાયક તરીકે નીમ્યા. તે પછી અનશન ગ્રહણ કરી આચાય વૃદ્ધવાદી સ્વર્ગ વાસ પામ્યા. : એક વખત આચાય સિદ્ધસેનને પ્રાકૃત ભાષામાં રચાયેલા આગમાને સંસ્કૃત ભાષામાં રૂપાન્તર કરવાનો વિચાર આજ્યે.. તેમણે આ ભાવના વડીલે પાસે રજૂ કરી. તેની ના હોવા છતાં તેમણે નમેઽહુંત્ સિદ્ધાચાર્યે પાધ્યાય સ`સાભ્ય: 'ની રચના કરી બતાવી. તેમના આ કૃત્યથી સૌએ પ્રબળ વિધિ કર્યાં. તીર્થંકર અને ગણધરોની અશાતના સમજી તેમને પાંચિત નામનું માટુ પ્રાયશ્ચિત્ત આપ્યું. સંઘના આ પ્રબળ વિધના ફળ રૂપે તેમને બાર વર્ષ સુધી ગણસમુદાયની બહાર રહેવાને કઠોર દ'ડ મળ્યા. આ પરાંચિત નામનું પ્રાયશ્ચિત્ત વહન કરવામાં તેમને માટે એક અપવાદ હતો. બાર વર્ષની આ અવિધમાં તે જૈનશાસનની મહાન પ્રભાવના કરે તે દડની સમયમર્યાદા પહેલાં સંઘમાં સ`મિલિત કરવા. આચાય સિદ્ધસેન સાધુવેશનુ' પરિવર્તન કરી સાત વર્ષે વિહાર કરતા રહ્યા. તે પછી 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતી ૧૮૭ 22 અવંતિમાં આવી વિક્રમાદિત્ય રાજ્યને પોતાની અદ્ભુત કાવ્યશક્તિથી પ્રભાવિત કર્યાં. રાજાએ તેમની અજોડ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી પ્રસન્ન થઈને એક કરોડ સેનામહાર સ્વીકારવા વિનતિ કરી. સૂરિજીએ કહ્યું કે, “અમે તે અકિંચન સાધુ છીએ. અમારે એ ન ખપે. શા વિક્રમાદિત્યે આ સાંભળી ખૂબ આનંદ અનુભવ્યે અને સ્થિરતા કરવા વિનંતિ કરી. પરંતુ સૂરિજી મહારાજ સ્થિરતા ન કરતાં વિહાર કરી ગયા. થોડા સમય પછી શ્રી સિદ્ધસેનસૂરિ અવધૂતવેશે પુનઃ અવતિમાં પધાર્યાં અને મહાકાલેશ્વર મંદિરમાં ગયા. ત્યાં મહાદેવજી પાસે પગ લાંબા કરી સૂઈ ગયા. પ્રાતઃકાળે પૂજારીએ તેમને મંદિરમાં સૂતેલા જોઈ ઉઠાડવાના વિવિધ પ્રયત્ન કર્યો પણ બધા પ્રયત્નો નિષ્ફળ જતાં પૂજારી રાજાને ફરિયાદ કરવા ગયા. ન રાજા વિક્રમાદિત્યે આ વાત સાંભળી પેાતાના સિપાહીઓને હૂકમ કર્યો કે, જલદી જાએ, એ જોગીને ઉડાડી મૂકો ને ન ઊઠે તે કારડા મારીને પણ તેને ઉઠાડીને કાઢી મૂકો. ” સિપાહીઓએ ત્યાં જઈને સૂજીને સમજાવ્યા, ધમકાવ્યા અને છેવટે કોરડા મારવાનુ શરૂ કર્યું. પર ંતુ બધાનાં આશ્ચય વચ્ચે એક પણ કારા સૂરિજીને લાગતે નથી ! ઊલટું, રાજાના અંતઃપુરમાં રહેલી રાણીઓને આ કેરડા વાગતા હતા. ત્યાં ચીસાચીસ અને રડારોળ થવા લાગી. આ ખબર મળતાં રાજા વિક્રમાદિત્યે કારડાના માર બંધ કરાવી, પાતે મહાકાલેશ્વર મંદિરમાં પહોંચ્યા. તેની સાથેના પ્રશ્નોત્તર રૂપે આચાય સિદ્ધસેનસૂરિ સ્તુતિપૂર્વક ‘ કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી ગાવા લાગ્યા. સ્તોત્રના અગિયારમા શ્ર્લાકે શિવલિ’ગમાંથી ધૂમ્રસેર નીકળવા લાગી. પછી દ્વિવ્યજ્યોત પ્રગટી, સોળમા શ્લોકે તેમાંથી મહાચમત્કારી પાઘજિનબિસ્થ્ય નીકળે છે. એ જોઈને રાજા તથા સૌ કોઈ દંગ થઇ જાય છે! બત્રીસમા શ્લોકે પ્રતિમાજી સ્થિર થયાં. આમ, શ્રી સિદ્ધસેનસૂરિએ · કલ્યાણમદિર ના ૪૪ શ્લોક રચ્યા. આ મહાપ્રભાવક સ્તંત્રનુ આજ પણ ધણી ભાવભેર સ્મરણ અને રટણ થાય છે. દ્ર રાજા વિક્રમાદિત્ય આ પ્રભાવક પ્રસ‘ગથી પ્રતિમાધ પામ્યા. પૂર્વે આ સુહસ્તિસૂરિના સમયમાં અવંતિસુકુમાલના પુત્ર મહાકાળે અહીં પાર્શ્વનાથનું જિનમંદિર બંધાવ્યાના ઇતિહાસ આચાર્ય સિદ્ધસેનસૂરિ દ્વારા જાણી, રાજા વિક્રમાદિત્યે નવું જિનમંદિર બંધાવી તેમાં અવંતિ પાર્શ્વનાથ ’ની પ્રતિષ્ઠા કરી. વળી, રાન્તએ પોતે અને તેના ૧૮ માંડલિક રાજાઓએ પણ જૈનધ અંગીકાર કર્યા. આચાય સિદ્ધસેનને આમ જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરતાં, તેમનાં પ્રાયશ્ચિતનાં બાકી પાંચ વર્ષીને ક્ષમ્ય ગણી, શ્રમણસધમાં પુનઃ માનભેર સ ંમિલિત કરવામાં આવ્યા. (4 સાહિત્યરચના : આચાય સિદ્ધસેનસૂરિએ અનેક મૌલિક ગા ગ્યા છે તેએ જૈન ન્યાયસાહિત્ય આદિના પુરસ્કર્તા હતા. તેમની પહેલાંના યુગ આગમપ્રધાન હતે. શ્રી ગૌતમઋષિનુ` ‘ન્યાયસૂત્ર' અન્યા પછી ન્યાયશાસ્ત્રની ઉપયેાગિતા વધી. આથી જૈનદર્શનનાં તત્ત્વોને તક ણાની કસેટીમાં કસીને સંસ્કૃતમાં રજૂ કરવાનું' પરમ સૌભાગ્ય આ આચાયશ્રીને પ્રાપ્ત થયું. પરપક્ષને વાસ્તવિક રીતે અતાવી તેનું શ્રુતિ અને તર્કથી ખડન અને સત્યનું મંડન; આ 2010-04 Page #7 -------------------------------------------------------------------------- ________________ 188 શાસનપ્રભાવક બદ્ધતિએ તેમણે ન્યાયશાસ્ત્રને અદ્દભુત બનાવ્યું. તેમના ગ્રંથ નીચે પ્રમાણે છેઃ (1) ન્યાયાવતાર : ક 32. તેની ઉપર આચાર્ય સિદ્ધષિએ 2073 કલેકની ટીકા, આચાર્ય ભદ્રસૂરિએ 1053 કલેકનું ટિપ્પણ રચ્યાં છે. આ સિવાય તેનું અંગ્રેજી ભાષાંતર, નેટ્સ અને સરળ ગુજરાતી ભાષાંતર પણ થયાં છે. જેને ન્યાયને આ આદિ ગંથ મનાય છે. તેમાં વસ્તુપ્રવાહ ભાગીરથીની જેવો મંદ-મંદ, ધીરગંભીર વચ્ચે જાય છે. તેની સંસ્કૃત ભાષા લલિતમધુર છે. (2) સમ્મતિતક : શ્રી સિદ્ધસેનસૂરિનો આ અદ્દભુત અને મહાન ગ્રંથ છે. તેમાં જૈનદર્શનેનાં તત્ત્વોને ન્યાયપૂર્ણ છણાવટ છે. આ ગ્રંથમાં 3 કડા અને 167 પ્રાકૃત ગાથાઓ છે. પહેલા કાંડમાં 54 ગાથાઓ છે, જેમાં નયવાદનું વિશદ વર્ણન છે. બીજા કાંડમાં 43 ગાથાઓ છે, જેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનની સુંદર છણાવટ છે, તેમ જ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની વાસ્તવિકતા સમજાવી એની વિશદ ચર્ચા કરી છે. ત્રીજી કાંડમાં 70 ગાથાઓ છે, જેમાં રેય તત્ત્વની ચર્ચા કરી સ્યાદ્વાદની સુંદર વિચારણા કરી છે. એમાં સ્યાદ્વાદના અપૂર્વ રહસ્યને ખજાનો ભર્યો છે. આ ગ્રંથ ઉપર વેતાંબર અને દિગંબર આચાર્યોએ ટીકા રચી છે. એમાં વેતાંબર તૈયાયિક આચાર્ય મલ્લવાદિસૂરિસ્કૃત 700 પ્રમાણ ટીકા અને દિગંબર આચાર્ય સુમતિની ટીકા ઉપલબ્ધ નથી. રાજગચ્છીય વેતાંબરાચાર્ય પ્રદ્યુમ્નસૂરિ શિષ્ય તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિકૃત તત્ત્વધવિધાયિની ટીકા વિદ્યમાન છે, જે પચીશ હજાર કલેકમાં છે. આ ટીકા ભારતીય સાહિત્યને એક અભૂતપૂર્વ ગ્રંથ છે એમ કહીએ તે ચાલે. (3) દ્રાવિંશ-દ્રાવિંશિકા : આમાં શ્રી સિદ્ધસેનસૂરિની બત્રીશ બત્રીશીઓને સમાવેશ થાય છે. અત્યારે આમાં ન્યાયાવતાર સહિત 21 બત્રીશીઓ ઉપલબ્ધ છે. એની રચના ખૂબ ગૂઢ અને ગંભીર અર્થોથી ભરેલી છે. આમાં જેન, બૌદ્ધ અને વૈદિક સાહિત્યનાં તની ગૂંથણું છે. આ બત્રીશીઓ પદ્યમાં છે. આચાર્ય હરિભદ્રભૂરિને ષડ્રદર્શનસમુચ્ચય, આચાર્ય હેમચંદ્રસૂરિની અન્ય વ્યવછેદ કાત્રિશિકા, અગવ્યવચ્છેદ કાત્રિશિકા તથા પ્રમાણ મીમાંસા અને મધ્યાચાર્યના સર્વદર્શન સંગ્રહ વગેરે મૂળ આ બત્રીશીઓમાં છે. (4) કથામંદિર સ્તોત્ર : અવંતિ પાર્શ્વનાથના પ્રાગટ્ય માટે આ સ્તોત્રની રચના થઈ હતી, જેમાં ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ છે. વસંતતિલકાના 44 સંસ્કૃત શ્લેકે છે. તેની સંસ્કૃત ભાષા મંજુલ, લલિતમધુર, હૃદયંગમ, ભાવવાહી અને ભક્તિ પોષક છે. અન્ય પણ કેટલાક ગ્રંથ આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ રચ્યા હોય તેમ જણાય છે. અનેક આચાર્યોએ પિતાના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરિની પ્રશસ્તિ કરતાં તેઓશ્રીને શ્રુતકેવલી તુલ્ય, અદ્વિતીય ગ્રંથકાર, મહા સ્તુતિકાર, સત્કૃષ્ટ કવિ, સરસ્વતી, કંઠાભરણ, મહાવાદી, સમર્થ પ્રભાવક, આઠમા કવિ પ્રભાવક વગેરે શબ્દોમાં સંબોધ્યા છે.) આચાર્ય સિદ્ધસેનસૂરિ જીવનના સંધ્યાકાળે પ્રતિષ્ઠાનપુર પધાર્યા હતા. અને ત્યાં અનશનપૂર્વક પરમ સમાધિમાં વીરનિર્વાણ સં. પ૭૦ લગભગમાં સ્વર્ગવાસ પામ્યા હતા. 2010_04