________________
શ્રમણભગવતી
૧૮૭
22
અવંતિમાં આવી વિક્રમાદિત્ય રાજ્યને પોતાની અદ્ભુત કાવ્યશક્તિથી પ્રભાવિત કર્યાં. રાજાએ તેમની અજોડ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી પ્રસન્ન થઈને એક કરોડ સેનામહાર સ્વીકારવા વિનતિ કરી. સૂરિજીએ કહ્યું કે, “અમે તે અકિંચન સાધુ છીએ. અમારે એ ન ખપે. શા વિક્રમાદિત્યે આ સાંભળી ખૂબ આનંદ અનુભવ્યે અને સ્થિરતા કરવા વિનંતિ કરી. પરંતુ સૂરિજી મહારાજ સ્થિરતા ન કરતાં વિહાર કરી ગયા.
થોડા સમય પછી શ્રી સિદ્ધસેનસૂરિ અવધૂતવેશે પુનઃ અવતિમાં પધાર્યાં અને મહાકાલેશ્વર મંદિરમાં ગયા. ત્યાં મહાદેવજી પાસે પગ લાંબા કરી સૂઈ ગયા. પ્રાતઃકાળે પૂજારીએ તેમને મંદિરમાં સૂતેલા જોઈ ઉઠાડવાના વિવિધ પ્રયત્ન કર્યો પણ બધા પ્રયત્નો નિષ્ફળ જતાં પૂજારી રાજાને ફરિયાદ કરવા ગયા.
ન
રાજા વિક્રમાદિત્યે આ વાત સાંભળી પેાતાના સિપાહીઓને હૂકમ કર્યો કે, જલદી જાએ, એ જોગીને ઉડાડી મૂકો ને ન ઊઠે તે કારડા મારીને પણ તેને ઉઠાડીને કાઢી મૂકો. ” સિપાહીઓએ ત્યાં જઈને સૂજીને સમજાવ્યા, ધમકાવ્યા અને છેવટે કોરડા મારવાનુ શરૂ કર્યું. પર ંતુ બધાનાં આશ્ચય વચ્ચે એક પણ કારા સૂરિજીને લાગતે નથી ! ઊલટું, રાજાના અંતઃપુરમાં રહેલી રાણીઓને આ કેરડા વાગતા હતા. ત્યાં ચીસાચીસ અને રડારોળ થવા લાગી. આ ખબર મળતાં રાજા વિક્રમાદિત્યે કારડાના માર બંધ કરાવી, પાતે મહાકાલેશ્વર મંદિરમાં પહોંચ્યા. તેની સાથેના પ્રશ્નોત્તર રૂપે આચાય સિદ્ધસેનસૂરિ સ્તુતિપૂર્વક ‘ કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી ગાવા લાગ્યા. સ્તોત્રના અગિયારમા શ્ર્લાકે શિવલિ’ગમાંથી ધૂમ્રસેર નીકળવા લાગી. પછી દ્વિવ્યજ્યોત પ્રગટી, સોળમા શ્લોકે તેમાંથી મહાચમત્કારી પાઘજિનબિસ્થ્ય નીકળે છે. એ જોઈને રાજા તથા સૌ કોઈ દંગ થઇ જાય છે! બત્રીસમા શ્લોકે પ્રતિમાજી સ્થિર થયાં. આમ, શ્રી સિદ્ધસેનસૂરિએ · કલ્યાણમદિર ના ૪૪ શ્લોક રચ્યા. આ મહાપ્રભાવક સ્તંત્રનુ આજ પણ ધણી ભાવભેર સ્મરણ અને રટણ થાય છે.
દ્ર
રાજા વિક્રમાદિત્ય આ પ્રભાવક પ્રસ‘ગથી પ્રતિમાધ પામ્યા. પૂર્વે આ સુહસ્તિસૂરિના સમયમાં અવંતિસુકુમાલના પુત્ર મહાકાળે અહીં પાર્શ્વનાથનું જિનમંદિર બંધાવ્યાના ઇતિહાસ આચાર્ય સિદ્ધસેનસૂરિ દ્વારા જાણી, રાજા વિક્રમાદિત્યે નવું જિનમંદિર બંધાવી તેમાં અવંતિ પાર્શ્વનાથ ’ની પ્રતિષ્ઠા કરી. વળી, રાન્તએ પોતે અને તેના ૧૮ માંડલિક રાજાઓએ પણ જૈનધ અંગીકાર કર્યા. આચાય સિદ્ધસેનને આમ જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરતાં, તેમનાં પ્રાયશ્ચિતનાં બાકી પાંચ વર્ષીને ક્ષમ્ય ગણી, શ્રમણસધમાં પુનઃ માનભેર સ ંમિલિત કરવામાં આવ્યા.
(4
સાહિત્યરચના : આચાય સિદ્ધસેનસૂરિએ અનેક મૌલિક ગા ગ્યા છે તેએ જૈન ન્યાયસાહિત્ય આદિના પુરસ્કર્તા હતા. તેમની પહેલાંના યુગ આગમપ્રધાન હતે. શ્રી ગૌતમઋષિનુ` ‘ન્યાયસૂત્ર' અન્યા પછી ન્યાયશાસ્ત્રની ઉપયેાગિતા વધી. આથી જૈનદર્શનનાં તત્ત્વોને તક ણાની કસેટીમાં કસીને સંસ્કૃતમાં રજૂ કરવાનું' પરમ સૌભાગ્ય આ આચાયશ્રીને પ્રાપ્ત થયું. પરપક્ષને વાસ્તવિક રીતે અતાવી તેનું શ્રુતિ અને તર્કથી ખડન અને સત્યનું મંડન; આ
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org