________________ 188 શાસનપ્રભાવક બદ્ધતિએ તેમણે ન્યાયશાસ્ત્રને અદ્દભુત બનાવ્યું. તેમના ગ્રંથ નીચે પ્રમાણે છેઃ (1) ન્યાયાવતાર : ક 32. તેની ઉપર આચાર્ય સિદ્ધષિએ 2073 કલેકની ટીકા, આચાર્ય ભદ્રસૂરિએ 1053 કલેકનું ટિપ્પણ રચ્યાં છે. આ સિવાય તેનું અંગ્રેજી ભાષાંતર, નેટ્સ અને સરળ ગુજરાતી ભાષાંતર પણ થયાં છે. જેને ન્યાયને આ આદિ ગંથ મનાય છે. તેમાં વસ્તુપ્રવાહ ભાગીરથીની જેવો મંદ-મંદ, ધીરગંભીર વચ્ચે જાય છે. તેની સંસ્કૃત ભાષા લલિતમધુર છે. (2) સમ્મતિતક : શ્રી સિદ્ધસેનસૂરિનો આ અદ્દભુત અને મહાન ગ્રંથ છે. તેમાં જૈનદર્શનેનાં તત્ત્વોને ન્યાયપૂર્ણ છણાવટ છે. આ ગ્રંથમાં 3 કડા અને 167 પ્રાકૃત ગાથાઓ છે. પહેલા કાંડમાં 54 ગાથાઓ છે, જેમાં નયવાદનું વિશદ વર્ણન છે. બીજા કાંડમાં 43 ગાથાઓ છે, જેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનની સુંદર છણાવટ છે, તેમ જ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની વાસ્તવિકતા સમજાવી એની વિશદ ચર્ચા કરી છે. ત્રીજી કાંડમાં 70 ગાથાઓ છે, જેમાં રેય તત્ત્વની ચર્ચા કરી સ્યાદ્વાદની સુંદર વિચારણા કરી છે. એમાં સ્યાદ્વાદના અપૂર્વ રહસ્યને ખજાનો ભર્યો છે. આ ગ્રંથ ઉપર વેતાંબર અને દિગંબર આચાર્યોએ ટીકા રચી છે. એમાં વેતાંબર તૈયાયિક આચાર્ય મલ્લવાદિસૂરિસ્કૃત 700 પ્રમાણ ટીકા અને દિગંબર આચાર્ય સુમતિની ટીકા ઉપલબ્ધ નથી. રાજગચ્છીય વેતાંબરાચાર્ય પ્રદ્યુમ્નસૂરિ શિષ્ય તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિકૃત તત્ત્વધવિધાયિની ટીકા વિદ્યમાન છે, જે પચીશ હજાર કલેકમાં છે. આ ટીકા ભારતીય સાહિત્યને એક અભૂતપૂર્વ ગ્રંથ છે એમ કહીએ તે ચાલે. (3) દ્રાવિંશ-દ્રાવિંશિકા : આમાં શ્રી સિદ્ધસેનસૂરિની બત્રીશ બત્રીશીઓને સમાવેશ થાય છે. અત્યારે આમાં ન્યાયાવતાર સહિત 21 બત્રીશીઓ ઉપલબ્ધ છે. એની રચના ખૂબ ગૂઢ અને ગંભીર અર્થોથી ભરેલી છે. આમાં જેન, બૌદ્ધ અને વૈદિક સાહિત્યનાં તની ગૂંથણું છે. આ બત્રીશીઓ પદ્યમાં છે. આચાર્ય હરિભદ્રભૂરિને ષડ્રદર્શનસમુચ્ચય, આચાર્ય હેમચંદ્રસૂરિની અન્ય વ્યવછેદ કાત્રિશિકા, અગવ્યવચ્છેદ કાત્રિશિકા તથા પ્રમાણ મીમાંસા અને મધ્યાચાર્યના સર્વદર્શન સંગ્રહ વગેરે મૂળ આ બત્રીશીઓમાં છે. (4) કથામંદિર સ્તોત્ર : અવંતિ પાર્શ્વનાથના પ્રાગટ્ય માટે આ સ્તોત્રની રચના થઈ હતી, જેમાં ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ છે. વસંતતિલકાના 44 સંસ્કૃત શ્લેકે છે. તેની સંસ્કૃત ભાષા મંજુલ, લલિતમધુર, હૃદયંગમ, ભાવવાહી અને ભક્તિ પોષક છે. અન્ય પણ કેટલાક ગ્રંથ આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ રચ્યા હોય તેમ જણાય છે. અનેક આચાર્યોએ પિતાના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરિની પ્રશસ્તિ કરતાં તેઓશ્રીને શ્રુતકેવલી તુલ્ય, અદ્વિતીય ગ્રંથકાર, મહા સ્તુતિકાર, સત્કૃષ્ટ કવિ, સરસ્વતી, કંઠાભરણ, મહાવાદી, સમર્થ પ્રભાવક, આઠમા કવિ પ્રભાવક વગેરે શબ્દોમાં સંબોધ્યા છે.) આચાર્ય સિદ્ધસેનસૂરિ જીવનના સંધ્યાકાળે પ્રતિષ્ઠાનપુર પધાર્યા હતા. અને ત્યાં અનશનપૂર્વક પરમ સમાધિમાં વીરનિર્વાણ સં. પ૭૦ લગભગમાં સ્વર્ગવાસ પામ્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org