Book Title: Siddhasena Diwakara
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૮૬ આચાય સિદ્ધસેને બુદ્ધિ પર ઘણું જોર લગાવ્યું પણ એ શ્લોકના અથ કરી શકા નહિ. તેમણે મનોમન વિચાર કર્યો કે આ મારા ગુરુ વૃદ્ધવાદી તે નથી ને ? વારવાર તેમની મુખાકૃતિ જોઈ આચાય સિદ્ધસેને ગુરુ વૃદ્ધવાદીને ઓળખ્યા અને સંકોચ પામ્યા. આચાય વૃદ્ધવાદી ઓલ્યા કે— યેગકલ્પદ્રુમ શ્રમણસાધના યોગકલ્પવૃક્ષ સમાન છે. આ વૃક્ષનાં મૂળ યમઅને નિયમ છે. ધ્યાન, પ્રકાંડ અને સમતા સ્કંધ છે. કવિત્વ વગેરે પુષ્પ સમાન છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ મધુર ફળ છે. હજી સાધનાજીવન રૂપી કલ્પવૃક્ષ પુષ્પવાળુ' થયું છે. ફળ આવ્યા પહેલાં પુષ્પાને તોડાય નહિ, મહાવ્રત રૂપી બ્રેડવાને ઉખેડી ન નાખેા. પ્રસન્ન મને અહુ કારરહિત થઇ વીતરાગ પ્રભુની આરાધના કરો. મેહુ આદિ વૃક્ષેાની આડીથી ગહન વનમાં કેમ ભ્રમણ કરો છે? ’ આ પ્રમાણે આચાય શ્રી નૃદ્ધવાદીએ એ ગાથાના વિવિધ અર્થ કરી શ્રી સિદ્ધસેનસૂરિનાં આંતરચક્ષુ ઉઘાડી નાખ્યાં. તેમણે ગુરુનાં ચરણેયમાં પડી ક્ષમા માગી. શાસનપ્રભાવક અન્ય પ્રમાણેના આધારે આ ઘટના એવી પણ છે કે, કૂર્માંરનગરમાં પહેાંચી, આચાય વૃદ્ધવાદી પાલખી ઉપાડનાર પુરુષા સાથે પોતાના સ્કંધ પર પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. વૃદ્ધાવસ્થાને લીધે તેમના પગ લથડતા હતા અને તેમના તરફ પાલખી નીચે થતી હતી. આચાય સિદ્ધસેનની નજર વયેવૃદ્ધ કૃશ શરીરવાળા વૃદ્ધવાદી પર પડી. તે અભિમાનપૂર્વક ખેલ્યા * મૂરિમામાશ્ચન્તઃ ધતિવ વાતિ? (હે વૃદ્ધ ! ઘણા ભારથી દબાયેલા તમારા સ્કંધ શું પીડા પામે છે? ) '' અહીં આચાય સિદ્ધસેને માધ્ ધાતુ આત્મનેપદ હોવા છતાં પરમૈપદને પ્રયોગ કર્યો, જે અશુદ્ધ હતા. તે અશુદ્ધ પ્રયોગને પરિમાર્જિત કરી આચાય વૃદ્ધવાદી એલ્યા કેન તથા વાધતે ધો ચથા વાત વાતે । ( વાધત્તિ પ્રયે!ગ કરવાથી મને જેવી પીડા થાય છે તેવી પીડા મારા સ્કંધને થતી નથી. ) ” આચાય સિદ્ધસેન જાણી ગયા કે, મારી અશુદ્ધિના સંકેત કરનાર મારા ગુરુ વૃદ્ધવાદી સિવાય બીજા કાઈ હોઈ શકે નહિ. આથી આચાય સિદ્ધસેન તે જ વખતે શિખિકામાંથી નીચે ઊતરી ગુરુનાં ચરણે પડી ગયા. આચાય વૃદ્ધવાદીએ તેમને પ્રાયશ્ચિત્ત આપી સંયમમાં સ્થિર કર્યા અને પેાતાને ગણનાયક તરીકે નીમ્યા. તે પછી અનશન ગ્રહણ કરી આચાય વૃદ્ધવાદી સ્વર્ગ વાસ પામ્યા. : એક વખત આચાય સિદ્ધસેનને પ્રાકૃત ભાષામાં રચાયેલા આગમાને સંસ્કૃત ભાષામાં રૂપાન્તર કરવાનો વિચાર આજ્યે.. તેમણે આ ભાવના વડીલે પાસે રજૂ કરી. તેની ના હોવા છતાં તેમણે નમેઽહુંત્ સિદ્ધાચાર્યે પાધ્યાય સ`સાભ્ય: 'ની રચના કરી બતાવી. તેમના આ કૃત્યથી સૌએ પ્રબળ વિધિ કર્યાં. તીર્થંકર અને ગણધરોની અશાતના સમજી તેમને પાંચિત નામનું માટુ પ્રાયશ્ચિત્ત આપ્યું. સંઘના આ પ્રબળ વિધના ફળ રૂપે તેમને બાર વર્ષ સુધી ગણસમુદાયની બહાર રહેવાને કઠોર દ'ડ મળ્યા. આ પરાંચિત નામનું પ્રાયશ્ચિત્ત વહન કરવામાં તેમને માટે એક અપવાદ હતો. બાર વર્ષની આ અવિધમાં તે જૈનશાસનની મહાન પ્રભાવના કરે તે દડની સમયમર્યાદા પહેલાં સંઘમાં સ`મિલિત કરવા. આચાય સિદ્ધસેન સાધુવેશનુ' પરિવર્તન કરી સાત વર્ષે વિહાર કરતા રહ્યા. તે પછી www.jainelibrary.org Jain Education International 2010_04 For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7