Book Title: Siddhahem Sanskrit Vyakarana
Author(s): Hemchandracharya, Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ - ૫ | કિંચિત્ વક્તવ્ય શ્રી હૈમ સંસ્કૃત પ્રવેશિકાના ત્રણ ભાગના સમગ્ર નિયમોનો સમાવેશ આ પુસ્તકમાં એક સામટો કરવામાં આવેલો છે અને નિયમોની સાથે સાથે સિદ્ધ હૈમના સૂત્રો પણ મૂકવામાં આવ્યાં છે. - આ ત્રણે ભાગના નિયમો તે તે પ્રક્રિયાના અનુક્રમે છે અને નિયમો સૂત્રોના અનુવાદરૂપે છે વળી સાથે સૂત્રો પણ છે અને તે સિદ્ધહેમનો સારાંશ છે એટલે આ પુસ્તકનું નામ સિદ્ધ હેમ સારાંશ-સંસ્કૃતવ્યાકરણ અનુવાદ પ્રક્રિયા” અથવા સૂટસહિત નિયમાવલિ રાખ્યું છે. ત્રણે ભાગને ભણેલા કે બીજા કોઈ પણ સંસ્કૃતના અભ્યાસીઓ આ પુસ્તકના અભ્યાસથી સંસ્કૃત ભાષાનો સારો બોધ અને સિદ્ધ હેમનો સારાંશ મેળવી શકશે – વળી સૂત્રો સાથે સિદ્ધ હેમના સૂત્રાંક ટાંકેલા છે તે ઉપરથી સિદ્ધહેમનું પણ અવલોકન કરી શકશે અને વ્યાકરણ વિષયક તથા ભાષાવિષયક વિશાલ સુબોધ પ્રાપ્ત કરી શકશે એ હેતુથી આ પુસ્તકની રચના કરવામાં આવી છે. - પંડિત શિવલાલ નેમચંદ શાહ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 443