Book Title: Siddhahem Sanskrit Vyakarana
Author(s): Hemchandracharya, Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ બે બોલ પંડિતવર્ય શિવલાલભાઈએ જૈન આગમ પ્રકરણનાં વાંચન પ્રવેશ માટે એક સરલ કડી રૂપ કાર્ય કર્યું છે. વ્યાકરણના નિયમોને સરલ રીતે સંસ્કૃત બુકમાં અવતરણ કરીને બાલજીવો ઉપર ઉપકાર કર્યો છે. વર્તમાનમાં મહાત્માઓ - મુમુક્ષુ આત્માઓ આ બુકો સહેલાઈથી કરી શકે છે. હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમા - મધ્યમા અને ઉત્તમાની નિયમાવલી રૂપ સાર આ ગ્રંથમાં છે. જે અપ્રાપ્ય થતાં ફરીથી પ્રકાશિત કરી રહ્યા છીએ. શિવલાલભાઈની ગેરહાજરીમાં એમના સુપુત્ર દિનેશભાઈની ઉદારતા અને પિતૃભક્તિ રૂપે આ ગ્રંથ ફરી અસ્તિત્ત્વમાં આવતાં અભ્યાસુ આત્માઓને માટે આનંદનો વિષય બને તે સ્વાભાવિક છે. મારી અસ્વસ્થ તબીયતમાં પણ ગણીશ્રી હેમપ્રભ વિજયજી આદિ મહાત્માઓના સહકારથી જ્ઞાનની આરાધનામાં ઉપયોગી સાધન ગ્રંથો પ્રકાશિત કરી શકું છું. આ પુસ્તકો દ્વારા જ્ઞાન માર્ગને પામી સૌ આત્મવિકાસ સાધે એ જ અભ્યર્થના. - પં. વજ્રસેનવિજયજી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 443