Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933 Author(s): Ashoksagarsuri Publisher: Siddhachakra Masik Punarmudran Samiti View full book textPage 7
________________ | નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે / (પ્રસ્તાવના તત્ત્વજ્ઞાનનાં રસથાળને મનભરીને માણીએ. સમ્યગદર્શન પ્રાપ્ત કરવા માટે જીવ નિરંતર મળે તો એ મળે અથવા ન પણ મળે. એને ઉપમા એવી આપવામાં આવે છે કે : ધનપતિતસુરત યુવયા મોટા મહેરામણમાં પડેલા ચિંતામણિરત્નને મેળવવા જેવું કપરું કામ આ બોધિરત્નને પ્રાપ્ત કરવાનું છે. કદાચએ પ્રાપ્ત થઈ જાય તો તે પછીએ મલિન ન થઈ જાય, પાછું ખોવાઈ ન જાય તે માટે અત્યંત તકેદારી રાખવાની હોય છે. એ કામ પણ મુશ્કેલ કામ છે. આ બન્ને કામ એક સાથે થઈ શકે તેવી સામગ્રી આપણાં હાથમાં આવી છે. આપણને એક ખજાનો મળી ગયો છે. ‘સિધ્ધચક' માસિકની ફાઈલોતો સમકિતીનો રસથાળ છે. ભાવતું ભોજન - છે. ધરપત થઈ જાય તેવું ભોજન છે. પૂજ્યપાદ સાગરજી મહારાજ એટલે જંગમ જ્ઞાનકોશ. પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ વગેરે જ્ઞાની પુણ્યનું સ્મરણ તેમને જોવાથી થાય. જેને દેખી બહુશ્રુત ધરો પૂર્વના સાંભરે છે” એવું કહી શકાય તેવા તેઓ હતા. કેટકેટલાં વિષયોનું રસદર્શન અહીં મળે છે. સચોટ તાર્કિક દલીલોથી ભરપૂર નિરુપણ અહીં પાને પાને આપણને મળે છે. ગુજરાતી ભાષી હોય, ક્ષમોપશમ મંદ હોય, સંસ્કૃત- પ્રાકૃત ભાષાનું જ્ઞાન નહીંવત્ હોય તો પણ તેને જૈન દર્શનનાં મૂળભૂત તત્ત્વોનું જ્ઞાન, વ્યવહારું દૃષ્ટાંત સાથે પ્રભુના શાસનનાં મર્મનું જ્ઞાન મળે એ જ્ઞાન પર ઉભરેલી શ્રધ્ધા તેના આધારે આવતું શુધ્ધ ધર્મના પક્ષપાતવાળું આચરણ તેનામાં આવે તેવું નિરુપણ આમાં પાને પાને પીરસાયું છે. વાચકજાતે જ એ અનુભવશે. Dાયનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી વિજયશીલ મિર! સ હ | જ્ઞાનશાળા, મદાવાદ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 744