Book Title: Siddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 03
Author(s): Vimalkirtivijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ સંપાદકીય નિવેદન વિક્રમની બારમી સદીમાં નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજના સહોદર પૂર્ણતલગચ્છીય શ્રીદેવચન્દ્રસૂરિ મહારાજના શિષ્ય કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજ થયા હતા. સાનુકૂળ કાળ-સ્વભાવ-નિયતિ-પુરુષાર્થભવિતવ્યતાદિ ગુણો મહાપુરુષોમાં રહેલી મહાનતાને ઉજાગરિત કરતા હોય છે. તેમના તેજના પુંજથી તે યુગથી સંસ્કૃતિ પણ ઓજસ્વી બની અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી સમ્યગજ્ઞાનરૂપી જ્ઞાનની જવાલાને પ્રજ બનતી હોય છે. પુણ્યશાળીના પગલે પગલે નવનિધાન પ્રગટ થતા હોય છે. તેમ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજના શબ્દશબ્દ વાક્ય-વાક્ય નવનવા ગ્રંથો પ્રગટ થતાં હતાં. કલિકાલસર્વજ્ઞના મુખારવિંદમાંથી વાણીનો પ્રવાહ-વાણીનો વૈભવવાણીનો વિલાસ અહર્નિશ વહેતો જ હતો. શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે સ્વ-પર-ઉભય ઉપકારક સાડાત્રણ કરોડ શ્લોક પ્રમાણ અનેકવિધ ગ્રંથોનું સર્જન કર્યું હતું. ભાગ્યે જ એવો કોઈક વિષય હશે જે એમની કલમથી લખાયો ન હોય. નૈયાયિકો માટે પ્રમાણમીમાંસા-અયોગવ્યવચ્છેદદ્વાáિશિકા-અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિશિકા, છાંદસો માટે છંદોનુશાસન, અલંકારના જિજ્ઞાસુઓ માટે કાવ્યાનુશાસન, શબ્દોના પિપાસુઓ માટે અભિધાનચિંતામણિનામમાલાદેશીનામમાલા- અનેકાર્થસંગ્રહ, શબ્દલિંગના અભ્યાસીઓ માટે લિંગાનુશાસન, યૌગિકો માટે યોગશાસ્ત્ર, સાહિત્યકારો માટે ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર, ઐતિહાસિકો માટે જ્યાશ્રયમહાકાવ્ય તેમ વૈયાકરણીઓ માટે ગૂર્જરેશ્વર સિદ્ધરાજની પ્રેરણા-સહાયથી સંસ્કૃત-પ્રાકૃત-શૌરસેની-માગધી-પિશાચી-ચૂલિકાપિશાચી-અપભ્રંશ ભાષાઓના સર્વાગપૂર્ણ આઠ અધ્યાય બત્રીશ પાદયુક્ત પંચાંગી સવાલાખ શ્લોકપ્રમાણ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી હતી. ગૂર્જરેશ્વર સિદ્ધરાજે પોતાનાં રાજપુરોહિતો તથા રાજસભાના વિદ્વાનો પાસે આ વ્યાકરણની પરીક્ષા કરાવી હતી. કષછેદ-તાપથી પરિશુદ્ધ થએલા સો ટચના સોનાની જેમ આ વ્યાકરણ સાંગોપાંગપૂર્ણ સર્વાગશુદ્ધ છે તેવી ખાતરી-પ્રતીતિ થઈ ત્યારે આ વ્યાકરણને હાથીની અંબાડીમાં પધરાવી વાજતે-ગાજતે નગર-રાજ્યમાં ફેરવી રાજમહેલમાં પધરાવી પૂજા કરી હતી. શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનવ્યાકરણના મૂળસૂત્રોમાં આવેલા શબ્દો, તથા ઉદાહરણ-પ્રત્યુદાહરણની સાધનિકાઓ કોઈક વ્યાકરણ વિશારદે તૈયાર કરી ઢુંઢિકા નામે પ્રસિદ્ધ કરી હતી. તેની એક હસ્તલિખિત પ્રતિ શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણનાં જ્ઞાનભંડારમાં રહેલી ““સિદ્ધહેમચન્દ્રાનુશાસન બ્રહદ્રવૃત્તિ ઢંઢિકા પંચાધ્યાયપર્યત” (ચતુષ્કઆખ્યાતકદવૃત્તિઢઢિકા) પત્ર-૩૫૭, ડા. ૯૭, નં. ૨૪૦૦ તથા બીજી હસ્તલિખિત પ્રતિ શ્રીહંસવિજયજી-કાંતિવિજયજી મહારાજ સંગૃહીત જ્ઞાનભંડાર (જાની શેરી - વડોદરા)માં રહેલી ““સિદ્ધહેમશબ્દાનુશાસન ઢંઢિકાવૃત્તિ - પંચમાધ્યાયપર્યત” પત્ર૨૯૫, પ્રતિ નંબર ૨૦૨૦ને આધારે અજ્ઞાતકકા ઢંઢિકાના ત્રીજા ભાગનું સંપાદન કાર્ય કર્યું છે. અધ્યયન-અધ્યાપનમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 400