Book Title: Siddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 03 Author(s): Vimalkirtivijay Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 7
________________ પ્રકાશકીય નિવેદન..... પરમપૂજય આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની શુભ ભાવના તેમજ પ્રેરણાથી વિ.સં. ૨૦૪૫ના વર્ષે સ્થપાયેલ, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય ભગવંતના નામ સાથે જોડાયેલ આ ટ્રસ્ટ, પૂજ્ય આચાર્યશ્રીના શિષ્ય આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિજી મહારાજના માર્ગદર્શનમાં અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી છે. તેમાં આપણા મૂર્ધન્ય વિદ્ધજ્જનોને “શ્રીહેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવે છે. વિદ્ધજ્જનોને આમંત્રણ આપીને વિવિધ વિષયો પર પરિસંવાદ અને સંગોષ્ઠીનું આયોજન થાય છે અને પ્રાચીન સાહિત્યના ગ્રંથોનું સંશોધન-સંપાદન કરાવવાપૂર્વક તેનું પ્રકાશન કરવામાં આવે છે. આજ પર્યત આ ટ્રસ્ટના આશ્રયે આવા અનેક ગ્રંથોનું પ્રકાશન થયેલ છે, જે જૈન સંઘમાં જ નહિ પણ દેશ-વિદેશના અસંખ્ય વિદ્વાનોમાં પણ પ્રશંસાપાત્ર તથા ઉપાદેય બનેલા છે. ‘નુત્થાન નામે એક શોધ પત્રિકા પણ આ ટ્રસ્ટના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે, જેના અદ્યાવધિમાં પ૨ અંકો થઈ ચુક્યા છે. આજે આ ટ્રસ્ટના ઉપક્રમે શ્રીહેમચન્દ્રાચાર્યના સિદ્ધહેમદિર ઉપર લખાયેલા ટૂઢિવા નામના અપ્રગટ વિવરણનો ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, જેનો અમને આનંદ છે. આ ગ્રંથનું હસ્તલિખિત પ્રતિઓ પરથી પ્રતિલિપિ-લેખન તેમજ સંપાદન, પૂજય આ.શ્રી વિજયશીલચન્દ્રસૂરિમહારાજના શિષ્ય મુનિરાજ શ્રીવિમલકીર્તિવિજયજી મહારાજે કરેલ છે. આવું સરસ કાર્ય કરવા બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. શ્રી હેમચન્દ્રાચાર્યના ગ્રંથ પરની અપ્રકાશિત ટીકાના ગ્રંથના બીજા ભાગનું પ્રકાશન થઈ ગયેલ છે. ત્રીજા ભાગનું પ્રકાશન કરવાનો લાભ અમારા ટ્રસ્ટને સાંપડ્યો, તે અમારું સદ્ભાગ્ય છે. અમો આશા રાખીએ છીએ કે બાકીના ભાગ પણ આ જ રીતે તૈયાર થશે અને તેના પ્રકાશનનો લાભ પણ અમોને-અમારા ટ્રસ્ટને જ પ્રાપ્ત થશે. દે છે, પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં “શ્રીગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ” તરફથી આર્થિક સહયોગ ટ્રસ્ટને પ્રાપ્ત થયો છે તે બદલ ટ્રસ્ટ તેઓનો આભાર માને છે. જ્ઞાનપંચમી, ૨૦૬૭ લિ. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય નવમજન્મ શતાબ્દી મૃતિ સંસ્કાર-શિક્ષણનિધિ અમદાવાદ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 400