Book Title: Shrutsagar Ank 2012 10 021
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ.સં.૨૦૬૮-દ્ધિ. માદ્રપદ્ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३ ધર્મ, કલા, જ્ઞાન, સ્વાધ્યાય અને મુમુક્ષુ તીર્થના પ્રણેતા આચાર્ય ભગવંતશ્રી પદ્મસાગચ્છના જન્મવર્ધાપન દિન-ગુરુપર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી : એક દૃષ્ટિપાત સં. પારુલબેન ભરતકુમાર ગાંધી જ્ઞાન એ આંખ છે અને ક્રિયા એ પાંખ છે. મોક્ષ મેળવવા માટે બંનેનો સમન્વય હોવો જરૂરી છે. ગ્રંથો એ માત્ર સ્યાહીથી લખાયેલી રચનાઓ નથી પરંતુ ઘણા બધા ઉદ્દેશોને નજર સમક્ષ રાખી કરવામાં આવેલું એક આયોજનબદ્ધ ઉત્તમ નજરાણું છે, સર્જન છે. આ સર્જનની અમૂલ્યતા સમજી, મહત્તા સમજી તેને એકઠા કરી તેનું સંરક્ષણ, સંમાર્જન અને સંવર્ધન કરવા માટેના શ્રુતતીર્થનો જન્મ આપનાર પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરજીએ પોતાનું જીવન જ્ઞાન અને શ્રુતભક્તિને જ સમપર્ણ કરી દીધું છે. તા.૩૦/૯/૨૦૧૨ ના રોજ ૭૮મા વર્ષમાં પ્રવેશ કરનાર પૂજ્યશ્રીના જન્મદિન ઉપલક્ષ્ય પંચાહ્નિકા મહોત્સવની સાથે કૈલાસશ્રુતસાગર ગ્રંથસૂચિ ભાગ ૧૩નું વિમોચન, ‘રાસ પદ્માકર’ અપ્રકાશિત પ્રાચીન રાસસંગ્રહનું વિમોચન, પૂજ્યશ્રીના જીવનકવનનો સમાવેશ કરતી DVD તેમજ રવિવારીય શિબિરના શિક્ષાપ્રદ મધુર પ્રવચનશ્રેણીની CD નો વિમોચન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ ગયો. તા.૨૬/૯ થી ૩૦૯ સુધી આયોજિત આ મહોત્સવની પૂર્ણાહુતિ તા.૩૦૯ ના રોજ થઈ ત્યારે ઉપસ્થિત સર્વે ભક્તજનોના હૃદયમાં એક સોનેરી પ્રભાતે આયોજિત શ્રુતજ્ઞાનની ભક્તિમાં, સેવામાં તથા શ્રુતજ્ઞાનીના મહાયજ્ઞમાં સાક્ષી બનવાનો અનેરો આનંદ છવાઈ રહ્યો હતો. ગુરુ ભક્તિનું અનોખું, અદ્ભુત અને સમર્પિત દૃષ્ટાંત એટલે કોબાથી કાઠમંડુ સુધીની ૧ લાખ કી.મી. યાત્રા કરનાર પૂ. આચાર્યશ્રી પદ્મસાગરજી. પોતાના ગુરુ કૈલાસસાગરજીની એવી ઇચ્છા હતી કે ધર્મ, આરાધના અને જ્ઞાનસાધનાની અનેક પ્રવૃત્તિઓનો મહાસંગમ થઈ શકે તેવા તીર્થનું નિર્માણ થાય. જેની ફલશ્રુતિરૂપે કોબા તીર્થની સ્થાપના ૨૬ ડિસેમ્બર,૧૯૮૦ ના રોજ થઈ હતી, આ તીર્થમાં જિનભક્તિ, ગુરુભક્તિ અને શ્રુતભક્તિનો મહોત્સવ ઊજવાઈ ગયો. શાસનદેવી, મા સરસ્વતી અને મા લક્ષ્મીના આશીર્વાદરૂપ આ ૭૮મા જન્મવર્ષાપન દિવસની મધુર સ્મૃતિની સાક્ષી બનેલા સર્વના હદયમાં જીવનપર્યંત રહેશે. આ ઉત્સવનો શુભ પ્રારંભ ગાંધીનગરના ટાઉનહોલમાં શ્રી વિનીતભાઈ ગેમાવતના સ્વાગતગીત દ્વારા થયો. ત્યારબાદ કાર્યક્રમના સંચાલનનો દોર શ્રી ઓમ આચાર્યજીના હાથમાં આવ્યો. ચાતુર્ય અને વક્તૃત્વકલાનો સંગમ એટલે ઓમ આચાર્યજી, પ્રારંભમાં તેમણે પૂ. ગુરુદેવના જીવન વિષેની માહિતી આપી તે ફિલ્મને પ્રેક્ષકો સમક્ષ દર્શાવાઇ. તે ડોક્યુમેન્ટ્રી ફિલ્મના દર્શન બાદ વાજતે-ગાજતે પૂજ્ય ગુરુભગવંતનો ટાઉનહોલમાં પ્રવેશ થયો. ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ગુરુવંદના બાદ ગુરુજીનું મંગલાચરણ અને ત્યારબાદ શ્રુતદેવી માતા સરસ્વતીનું પૂજન મંચસ્થ મહાનુભાવો દ્વારા થયું. For Private and Personal Use Only આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત શ્રી મંગલ પ્રભાતજી લોઢા, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, રાકેશ જૈન (વિધાન સભ્ય), શ્રી અરવિંદભાઈ શાહ, અંજનભાઈ શાહ, પ્રકાશભાઈ સંઘવી, શૌરીપુર તીર્થના શ્રી મુન્નાબાબુ, પાવાપુરી તીર્થના શ્રી રાજાબાબુ, સંજીવની હેલ્થકેરવાળા ડૉ. પંકજભાઈ શાહ, પોલીયો ફાઉન્ડેશનવાળા ડૉ. ભરતભાઈ ભગત, સંસ્થાના પ્રમુખ શ્રી સુધીરભાઈ મહેતા સહિત કોબા તીર્થના સર્વ ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૂરક્ષેત્રના સંગીતકાર શ્રી શ્રવણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20