Book Title: Shrutsagar Ank 2012 10 021 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮ કિ. માદપક નંદનવનનાં ફૂલો ભાગ-૧-૨ પં. પ્રવર શ્રી રાજરત્નવિજયજી મ.સા. શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ, અમદાવાદ ઈ. સ. ૨૦૧૨, કિ.રૂ. ૧૫૦.૦૦ - કનુભાઈ એલ. શાહ પ. પૂ. આ. વિ. પદ્મજિનેશ્વરસૂરીશ્વરજી મ.સા. કૃત ‘ઉપદેશરત્નમાલા' ગ્રંથ કેટલાંય વર્ષોથી અપ્રાપ્ય હતો. આ ગ્રંથને ગુજરાતી ભાષાંતર અને વિવેચન સાથે શ્રી મણિલાલ નભુભાઈ દોશીએ પ્રકાશિત કરેલો. ત્યારબાદ તેની નકલો અનુપ્લબ્ધ થવાથી શાહ હિરાચંદ માયાભાઈએ ઇ.સ. ૧૯૩૫માં “ઉપદેશરત્નમાલા” તથા “પ્રકીર્ણઉપદેશ' નામથી પ્રકાશિત કરી હતી. આમ બે વખત પ્રકાશન થયા છતાં આ પુસ્તક પ્રાપ્ય ન હતું. પં. પ્ર. શ્રી રાજરત્નવિજય મ. સાહેબના હાથમાં આ પુસ્તકની નકલ આવતાં અને આ પુસ્તકમાંના ઉપદેશરત્નો સમાજને ઉપયોગી બની રહે તેમ લાગતાં આ ગ્રંથના ૨૬ શ્લોકનું ગુજરાતી ભાષાતર કર્યું અને તે ઉપરાંત સાથે સાથે તેનું વિશદ વિવેચન પણ કર્યું. આ “ઉપદેશરત્નમાલા' ના એકેક ગુણરત્નરૂપી ફૂલોને ખૂબ વિસ્તારથી સ્કૂટ કરવાનો પ્રયાસ કર્યો છે. એકેક ગુણરત્નનું મહત્ત્વ સમજાશે તો અનેક ગુણરત્નોરૂપી અમૂલ્ય માળાના માલિક બનવાનું મન થશે. લેખકશ્રીએ નોંધ્યું છે કે આ પુસ્તક “શ્રી ઇન વન' જેવું છે. કારણ કે “ઉપદેશરત્નમાલા' ગ્રંથના આધારે આ પુસ્તક છે. તેમાં “પાંડુક વનના ફૂલો'ના નામ સાથે આ પુસ્તકમાં આવતા મુદ્દાઓ, તો ક્યાંક વાંચેલા તથા ઠાણાંગસૂત્ર આદિના આધારે સંકલન કરવામાં આવેલ છે. તેમજ સૌમનસવનના ફૂલો' ના નામાભિધાન સાથે ચિંતન કરેલાં સુવાક્યો આપવામાં આવ્યાં છે. એટલે કે આ પુસ્તકમાં ઉપરોક્ત રીતે વૈવિધ્યસભર સાહિત્ય પીરસવામાં આવ્યું છે. નંદનવનનાં ફૂલો ભાગ-૧માં પ્રથમ શ્લોકમાં શ્રી વીપ્રભુને નમસ્કાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથના પ્રારંભમાં “નમિઊણ વીરજિર્ણ પદથી મંગલ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં કુલ ૨૬ શ્લોકો છે. પ્રથમ શ્લોક મંગલ સ્વરૂપ છે. તો છેલ્લા બે લોક પ્રશસ્તિ અને ઉપસંહાર સ્વરૂપ છે. પ. પુ. આચાર્ય ભગવંતશ્રી પદ્મજિનેશ્વરસૂરિ મહારાજાએ રચલે ‘ઉપદેશરત્નમાલા” નામનો આ ગ્રંથ અદભૂત છે. ૨૬ શ્લોકના નાનાકડા ગ્રંથને “ગ્રંથ' નહિ “ગ્રંથરત્ન' જ કહે જોઈએ. પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે “આ લોકના ચિત્તન-મનનથી આત્માને ઉજાસ મળે છે. પુણ્યનો પ્રકાશ મળે છે, હૈયાને હાશ મળે છે, જીવનમાં વિકાસ મળે છે અને અંતે શિવસદનમાં નિવાસ મળે છે.” પંન્યાસ પ્રવરશ્રીના રત્નોના કેટલાક અંશો : પ્રેમ જોડે છે...વહેમ તોડે છે પ્રેમ સંબંધોનું સર્જન કરે છે...વહેમ સંબંધોનું વિસર્જન પ્રેમ આદર વધારે છે...વહેમ અંતર વધારે છે પ્રેમ સર્વને સ્વ બનાવે છે ..વહેમ પોતાનાને પણ પરાયા બનાવે છે. પ્રેમ વિકાસ કરાવે. વહેમ વિનાશ કરાવે. ગુરુ પ્રતિ આદર ક્યારે ટકી રહે? શ્રદ્ધા હોય, સમર્પણ હોય, ભક્તિ હોય આ પુસ્તકના વાચન-મનન અને અધ્યયનથી વાચકોને અપૂર્વ પ્રેરણાનું જીવનભાથું મળી રહેશે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20