Book Title: Shrutsagar Ank 2012 10 021 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६८-द्वि. भाद्रपद ઘર્મની રક્ષા કાજે સ્વ. રતિલાલ મફાભાઈ શાહ (માંડલવાળા) (ગતાંકથી આગળ) વરસાદ અને કરાના તોફાને એક વીર આત્માનો ભોગ લીધો હતો ને હજુ તો આ ધર્મકૂચમાં શું શું વીતવાનું હતું, એ કહેવું મુશ્કેલ હતું. પણ, ગમે તે થાય તોપણ, એ વીર મુનિઓ ન ડગવાના હતા કે ન ઢીલા પડવાના હતા, અને ન એમનો ઉત્સાહ કમ થવાનો હતો, રોજ દસ-દસ કે પંદર-પંદર ગાઉનો પ્રવાસ ખેડવાનો. ઉન્નત ગિરિશંગો ચડવાનાં. ભયંકર જંગલો ભેદવાનાં, મોટી મોટી નદીઓ પાર કરવાની અને કાંટા-કાંકરાવાળી જમીન પણ ખૂંદવાની હતી. એમના પગ ચાલી ચાલીને થાંભલા થઈ જતા, ક્યારેક ભારે કળતર પણ ઊપડતું. ઉપરથી ઘણીવાર ધોધમાર વરસાદ, ઊની ઊની લું કે સુસવાટા મારતો પવન પણ સહેવાનો હતો. છતાં શાસનરક્ષાની ઝંખના એમનામાં કોઈ અદમ્ય ઉત્સાહ પૂરતી હતી. સાંજે ઢગલો થઈને એ ઢળી પડતા, છથાં સવારમાં ફરી તાજા બનીને ઊઠતા ને ળ વધવા લાગતા. આવી આકરી કસોટીમાં કસાતા એ વીર મુનિવરો ભાવિ પ્રજાને કોઈ અનેરો વારસો પહોંચાડતા આગળ વધતા હતા. રાત્રિ એક ગામડામે ગાળી સવારે પ્રયાણ કર્યું. હવે વરસાદનું તોફાન સમી ગયું હતું; પણ ધુમ્મસ એટલું બધું ગાઢ છવાયેલું હતું કે ત્રણ હાથ દૂરની જમીન પણ ભાગ્યે જ જોઈ શકાતી; છતાં એક દિવસ વચમાં ગુમાવ્યો કોઈ કુચ ઝડપી બનાવ્યા વિના છૂટકો નહોતો. પણ એ પ્રમાણે આગળ ચાલતાં ચાલતાં મુનિસમુદાયને મોખરે ચાલી નેનો પગ લપસ્યો અને એ એક ઊંડી ખીણામાં ગબડી પડ્યા. નસીબજોગે એક જંગલી છોડે એમને પકડી રાખ્યા અન્ય મુનિઓની સહાયથી એ મહામુસીબતે બહાર આવ્યા. એમનું શરીર ઉઝરડાઈ ગયું હતું, ઠેર ઠેર લોહીની ટશરો ફૂટી આવી હતી. છતાં, જાણે કશું જ ન બન્યું હોય તેમ, જરાય ઊંહકારો કર્યા વિના, એ મુનિએ સહુને પ્રોત્સાહિત કર્યા-શાસનની રક્ષા કાજે સમયસર પહોંચવાનું હતું જે ! પણ અડધોએક ફલગ ગયા હશે ત્યાં તો ઠીંગણા અને સ્થૂલકાય હોવાથી, ધરતી ઉપર ગોળાની જેમ ગબડતા ચાલતા હોય એમ, ધડબડ ધડબડ ડગ ભરતા એક મુનિની ગેરહાજરી એકદમ સહુના ધ્યાન પર આવી. કારણ કે પેટ પકડીને હસાવવામાં એ એટલા પ્રવીણ હતા કે ગમે તેટલો થાક પણ એની મશ્કરીમાં તરત જ ઊતરી જતો. એ મુનિને નહીં જોવાથી સૌ ભારે ચિંતામાં પડી ગયા. આગળ-પાછળ બધે તપાસ કરી તોપણ એમનો પત્તો લાગ્યો નહીં. ત્યારે પેલા મુનિને ઉપર ખેંચતા થયેલો સહેજ ધડાકો પથ્થરનો નહીં પણ એ સ્થૂલકાય મુનિના ગબડી પડવાનો હશે એવો વહેમ સૌને ગયો. કારણ કે ત્યારે ઊભા હતા, એ વાતનું એક મુનિએ સ્મરણ કરાવ્યું. - સાધુઓ દોડતા એ ખીણની ધારે આવ્યા ને નીચે આજુબાજુ તપાસ કરવા લાગ્યા, તો નાખી નજર પણ ન પહોંચે એવી ઊંડી ખીણમાં, મનિદર્શન તો થવું મુશ્કેલ હતું, પણ એમનો દંડ બે પથ્થરની ધાર આડે મુનિના બલિદાનની કથા કહેતો ભરાયેલો માલૂમ પડ્યો! એ દંડમાં જ હવે મુનિની પુનિત સ્મૃતિ ભરી હતી. આચાર્યશ્રીની આંખમાંથી અશ્રુધાર ચાલવા લાગી. અન્ય મુનિઓ પણ પોતાના આવા સદા હસમુખા સાથીને ગુમાવીને રડી પડ્યા. મુનિઓએ એ વૈર્યવાન, આનંદી મુનિને અંજલિ આપી પ્રયાણ શરૂ કર્યું. વિંધ્ય હવે ભૂદાઈ ચૂક્યો હતો ને ઉપરથી સામેનું ગામ ચોખ્ખું દેખાતું હતું. પણ એક ભૂલભરેલી કેડી એમને ઉપર ખેંચી ગઈ. બન્ને બાજુ , નાખી નજર પણ ન પહોંચે એવી ઊંડી ખીણો હતી. ઉપરથી ઝંઝાવાત ફૂંકાતો હતો. સહેજ પગ લપસે તો ઊંડી ખીણમાં જ ગબડી જવાનું કે જ્યાં પત્તો જ ન લાગે. પવન પણ ક્યારે ઉથલાવીને ફેંકી દેશે એનો પણ ભરોસો નહિ, કાચાપોચાના તો હાજાં જ ગગડી જાય એવી સ્થિતિ હતી; પણ શાસનરક્ષાની તીવ્ર ઝંખનાએ એ વીર મુનિઓમાં કોઈ અજબ વૈર્ય અને શક્તિ ભરી હતી કે જેથી આ બધી આપત્તિઓ એમને મન એક મોજના સાધન બની જતી. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20