Book Title: Shrutasagarna Bindu Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 6
________________ હાર્દિક નિવેદન શ્રી તીર્થંકર પરમાત્માની વાણીમાંથી બોધનો જે ધોધ વરસ્યો તે પૂ. ગણધરોએ ઝીલ્યો. એ શ્રુત સાગરને મુનિવરોએ ગાગરમાં ભર્યો. અને જિજ્ઞાસુ જીવો માટે એ કૃપામૃત ગ્રંથારૂઢ થયું. બિંદુરૂપે મળેલું આ શ્રુતજ્ઞાન, બિંદુ સાગરમાં હોય ત્યારે સાગરનું નામ પામે છે. તેવો તેનો મહિમા છે. શ્રતમહ મખિલ સર્વ લોકેક સારી - આ પંચમકાળના અનેક પ્રપંચોથી ગ્રસ્ત, અસાર એવા સંસારમાં જીવો માટે સાર શ્રુતજ્ઞાન છે. જે ભવતારક છે. જિનવાણી માતા છે. માતાનો વાત્સલ્યમય ખોળો બાળકનું સર્વસ્વ છે. તેમ ભવ્યાત્માઓ માટે જિનવાણી એ વાત્સલ્યનું ઝરણું છે. સર્વસ્વ છે. ખેતરમાં ચણતાં પક્ષીઓને કેટલું જોઈએ ? ખેડૂતના ખળામાં વેરાયેલા દાણા પક્ષીઓ માટે પૂરતા છે. તેમ જિજ્ઞાસુઓ માટે ગ્રંથમાં સંગ્રહિત જિનવાણી અમોઘ સાધન છે. સંતોની સેવા, નિશ્રા, ભક્તિ અને આદરમાંથી જે કંઈ પ્રાપ્ત થયું તે અપૂર્વ છે. તેની ઋણમુક્તિ માટે સાહિત્ય લેખન લગભગ બાર વર્ષથી થતું રહ્યું છે. તેમાં પૂ. આચાર્યશ્રી ભદ્રંકર વિજય મ.સા. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણ વિજય મ.સા. પૂ. આચાર્યશ્રી ચંદ્રોદયસૂરી મ.સા. પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્ત વિજય મ.સા. પૂ. પંન્યાસજી શ્રી અભયશેખર મ.સા. જેવા ગીતાર્થ જનોનું માર્ગદર્શન અને પ્રેરણા મળતા રહ્યા છે. સ્વ. પંડિત શ્રી પન્નાલાલ ગાંધી, પંડિત શ્રી ધીરજલાલ મહેતાનો પણ આવકાર મળતો રહ્યો. અને નિર્દોષ આનંદ સાથે લેખન અવિરત ગતિએ થયું. લગભગ પચાસ જેવાં પુસ્તકોનું સર્જન થયું. પ્રસ્તુત પુસ્તકની પ્રેરણામાં પૂ. પન્યાસજીનો ગ્રંથ આત્મોત્થાનનો પાયો સવિશેષ છે. અન્ય ગ્રંથોના સ્વાધ્યાયની શ્રુતિ, સ્મૃતિ, અને અનુભૂતિરૂપ આ શ્રુતસાગરનાં બિંદુઓ પ્રગટ થયા છે. મહાપુરુષોએ જે વ્યક્ત કર્યું તેનો બોધ સ્વયં તેમની વાણી સાથે વરસ્યા કરે છે. એવા ધૃત સાગરના અત્યંત અલ્પ બિંદુઓનો આ સંગ્રહ ખૂબ આનંદદાયક નીવડ્યો છે. એ સાગરનાં બિંદુ વડે હૃદય કોમળ બને. અને જીવન કમળ જેવું નિર્લેપ બને તે ફળશ્રુતિ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકારો વડે પ્રાપ્ત થતું શ્રુતજ્ઞાન આત્મપ્રદેશોનું સંવેદન જાગૃત કરે છે. જે કોઈ શ્રુતસાગરમાં ડૂબકી મારશે તેને અવશ્ય આ અનુભૂતિ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 220