Book Title: Shrutasagarna Bindu Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 7
________________ પૂ. પન્યાસજીનો મુખ્ય ધ્વનિ છે આત્માને સાંભળો, (શ્રુતિ) તેનું જ સ્મરણ કરો (મૃતિ) જેનું શ્રવણ અને સ્મરણ થાય તેનો અનુભવ થવો એ સ્વાભાવિક છે. એ અનુભવ આત્માના જ્ઞાનસ્વરૂપને પ્રગટ કરે છે. તે આત્મજ્ઞાન વડે આ ભવસમુદ્ર તરવો સરળ છે. આ જન્મે જેને આવી શ્રદ્ધા થાય છે, તે સમીપે મુક્તિગામી જીવને સંસાર સાગર તરવાનું સરળ છે. માટે તે જીવ ! પ્રમાદ ત્યજી જાગૃત થા. વ્યતીત કરેલા જીવન પર દૃષ્ટિ કર તો તારો અંતરધ્વનિ તને સાદ આપશે કે તેં શું મેળવ્યું ? અને શું ગુમાવ્યું ? હે જીવ ! જો તારી બાજી ખોટમાં હોય, તો હજી સમય છે ચેતી જા. અને એક લગની લગાવ. હવે કામ એક આત્માર્થનું. તારો આ નિર્ણય આ વિશ્વમાં રહેલા સતનો તને સહયોગ કરી આપશે. પછી તને જંગલ મંગલ લાગશે. સંયમ સુખદ લાગશે, વૈરાગ્ય વિમળ લાગશે. તપ તૃપ્તિ આપશે. પ્રસ્તુત ગ્રંથમાં તમને આવા અનેક પ્રકારના રસપ્રદ વિષયો મળી રહેશે. પ્રિય જિજ્ઞાસુ ! તમે સૌ પ્રથમ અનુક્રમ જોઈ લેજો પછી તમારા રસ-રુચિ અને ગ્રહણ શક્તિ પ્રમાણેનો વિષય પસંદ કરીને વાંચજો. ક્રમમાં વાંચવું એવું આ ગ્રંથનું લેખન નથી. મનની મોજ પ્રમાણે વાંચજો. લગભગ તેર વર્ષથી ગ્રંથમાં અનેક રીતે આપ સૌનો સહયોગ પ્રેરણાદાયી રહ્યો. સવિશેષ તમે સૌએ વિવિધ ગ્રંથોનું વાંચન – અભ્યાસ કર્યો તે આનંદદાયક છે આવકારદાયક છે. અને શ્રેયસ્કર છે. તેથી તમારા સૌનું અભિવાદન કરું છું. અત્યાર સુધીના પુસ્તકલેખનમાં આ પુસ્તક જાણે શિખરના કળશરૂપ છે એવું જણાયું છે. આરાધનાના માર્ગે લઈ જનારાં ઘણાં તત્ત્વો, પદાર્થો અને બોધ તેમાંથી મળી રહેશે. માટે વાંચજો વંચાવજો. પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ માટે પુનઃ અભિવાદન કરું છું. કસવાળા ઘણાખરા વાક્યો “આત્મોત્થાનનો પાયો' ગ્રંથનાં છે. એ ગ્રંથ અધ્યાત્મનો વૈભવ છે. વાંચશો તો લાભદાયી છે. ઈતિ શિવમ્ શુભેચ્છક - સુનંદાબહેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 220