Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 8
________________ ( ચરણેષુ ) પરમપૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યને. પૂ. પંન્યાસજી કે જેમના પ્રત્યક્ષ દર્શનનો લાભ આ સાધકને પ્રાપ્ત થયો ન હતો. પરંતુ તેમના કૃપામૃતને પામેલા સાધકોનું મિલન પ્રેરણાદાયી રહ્યું. વળી પૂ. શ્રીના દર્શનથી વંચિત રહેવાનો અફસોસ આંશિકપણે શમવાનો યોગ મળી ગયો, તેમના સાહિત્યનો. સવિશેષ આત્મોત્થાનનો પાયો પૂ. શ્રીએ તેમાં જાણે આત્મવૈભવનો રસથાળ પીરસી દીધો છે. તેનાં વાંચન, મનન અને અનુપ્રેક્ષા ઘણા શ્રેયસ્કર નીવડ્યા. તેથી વિશેષ કંઈ ન કહેતાં તેની ઋણમુક્તિ માટે પ્રસ્તુત પુસ્તક તેમના ચરણમાં અર્પણ કરું છું. વિનીત સુનંદાબહેન પૂજ્ય શ્રી પન્યાસજીની શુભાશીષ હું નિશ્ચયથી આત્મસ્વરૂપ છું, આવી અખંડ શ્રદ્ધાવાળાને સર્વ કોઈ પોતાના આત્માના જ અંશ દેખાવા લાગે છે. અર્થાતુ પોતાના આત્માના સ્વરૂપ જેવુંજ, બીજાના આત્માનું સ્વરૂપ ભાસે છે. તેથી તેના દિલના દરિયામાં વિશ્વ મૈત્રીનાં મોજાઓ ઉછળવા લાગે છે. અને આચારમાં મૈત્યાદિ ભાવનાઓ સ્પષ્ટપણે વર્તાવા માંડે છે. આત્મસ્વરૂપની સાચી શ્રદ્ધાનું આ ફળ છે. સુવાસ વગરના ફૂલ જેવો છે શ્રદ્ધા વગરનો આચાર, સુવિચારને સદાચારમાં ઢાળનારી શ્રદ્ધા સહુની આંખ બનો. સૌ સુખી થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 220