Book Title: Shripal Parivarno Kuldharma
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 5
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha વડનગરના અનુલક્ષમાં ત્યાંના બ્રાહ્મણો અને ત્યાં વેદઘોષાદિના ઉલ્લેખો પણ વડનગરના વિશિષ્ટ દરજ્જાના સન્દર્ભમાં સુસંગત છે. વડનગર નાગર-બ્રાહ્મણોનું જબરજસ્ત કેન્દ્ર હતું. ત્યાં વૈદિક ધર્મ અને બ્રાહ્મણોની બહુમતી જ નહીં, સર્વોપરીતા તેમ જ તેનું વડનગર સાથે એકત્વ હતું. ત્યાંના કર્મકાંડી વેદનિષ્ઠ બ્રાહ્મણોની ચતુર્દિશામાં પ્રસિદ્ધિ હતી. આનંદપુરના નગરદેવતા, હાટકેશરૂપે રહેલ, ભગવાન શંકરની ભારે પ્રતિષ્ઠા હતી. ૧૨મા શતકનાં ત્યાં અવશિષ્ટ રહેલાં જબ્બર તોરણો અને તેનું પ્રતિમાવિધાન દર્શાવે છે કે વડનગરમાં પણ રુદ્રમહાલયની બરોબરીનું એક મહાનૂ, હાલ વિનષ્ટ, મહામેરુ જાતિનું, (મોટે ભાગે સિદ્ધરાજ કારિત) શિવમન્દિર પણ હતું, બીજાં પણ અનેક પૌરાણિક દેવ-દેવીઓનાં મંદિરો ત્યાં હોવાનું સ્કન્ધપુરાણના ‘‘નાગરખણ્ડ’'થી સિદ્ધ છે. આ બધું જોતાં જે નગરની રક્ષા ખાતર કુમારપાળ વપ્રની રચના કરાવે તેની પ્રશસ્તિમાં પ્રસંગોચિત યથાર્થવાદી ઉલ્લેખો આવે તેના આધારે પ્રશસ્તિકારના નિજી ધર્મનો નિર્ણય કરી શકાય નહીં. ७८ (૩) મહાનામ પંડ્યા આગળ વધતાં અવલોકે છે : ‘પ્રભાવકચરિત’ કે જ્યાં શ્રીપાલનું વૃત્તાન્ત કંઈક વિસ્તારથી પ્રાપ્ત થાય છે ત્યાં પણ એણે કરેલી પાદપૂર્તિઓમાં એનો હિન્દુધર્મ તરફનો પ્રેમ પ્રગટ થતો જણાય છે. શ્રીપાલ સાથે સ્પર્ધા કરનારા ગર્વિષ્ઠ દેવબોધે પાદપૂર્તિ માટે જે પાદો મૂક્યાં હતાં તેમાં એક પાદ આ પ્રમાણે હતું ‘પૌત્ર સોપિ પિતામહઃ'' કવિ શ્રીપાલે એ પાદની પૂર્તિ આ પ્રમાણે કરી છે मूर्तिमेकां नमस्यामः शम्भोरम्भोमयीमिमाम् । अब्जोत्पन्नतया यस्याः पौत्रः सोऽपि पितामहः ॥ -પ્રભાવરિત ‘‘હે સૂ રિત', શ્તો ૨૮, પૃ ૧૬૪. અહીં કવિ શ્રીપાલ ભગવાન શિવનાં આઠ સ્વરૂપો પૈકી જલમયી મૂર્તિને જે ભાવથી પ્રણમે છે તે જોતાં પણ એનો હિન્દુધર્મ અને શિવ તરફનો ભક્તિભાવ પ્રગટ થતો જણાય છે. આમ શ્રીપાલ બ્રાહ્મણધર્મી હોવાનો પૂરો સંભવ છે. કવિ પ્રાગ્વાટવંશનો હતો એટલા માત્રથી એને જૈન માની લેવો તે બહુ પ્રતીતિકર લાગતું નથી, કારણ કે બધા જ પ્રાગ્વાટવંશીઓએ પહેલેથી જૈનધર્મ જ અંગીકાર કર્યો હતો એવું કોઈ પણ પ્રમાણ નથી. આ પ્રાગ્વાટવંશના વણિકો જ અત્યારે પોરવાડ તરીકે ઓળખાય છે અને પોરવાડમાં જૈન અને વૈષ્ણવો બન્ને પ્રકારના વિણકો હોય છે”. ઉપરના મુદ્દાનો મહદ્ અંશે ઉત્તર પાછળ થઈ ગયેલી ચર્ચામાં આવી જાય છે. પ્રાગ્ધાટ વણિકોમાં આજે તો જૈન અને વૈષ્ણવ ધર્મીઓ દેખાય છે. પણ મધ્યયુગના પ્રાગ્ધાટોના જે કુડબંધ અભિલેખો મળ્યા છે તે લગભગ બધા જૈન જ છે. (ઘણા જૈનધર્મીઓએ ૧૬મા શતકના અંતિમ ચરણના અરસામાં શ્રીમદ્ વલ્લભાચાર્યની કંઠી બાંધેલી.) જો પ્રાગ્ધાટ કવિ શ્રીપાલ વૈષ્ણવ હોત તો સ્વયૂથીય હોવાને કારણે ભાગવત આચાર્ય દેવબોધે તેની જે પ્રથમ મુલાકાતે જ, તેના અંધત્વને લક્ષ્ય કરીને, ક્રૂર ઉપહાસપૂર્વક વિડંબના કરેલી તે ન કરી હોત. એ કારણસર લાંબા સમય સુધી બન્ને વચ્ચે ચાલેલા વૈમનસ્યની પ્રભાવકચરિતમાં લંબાણપૂર્વક નોંધ લેવાયેલી છે. બીજી વાત એ છે સમસ્યાપૂર્તિ સમ્બદ્ધ જે વાતો ચરિતકારો-પ્રબન્ધકારો લખે છે તેને પ્રામાણિક માની લેવાની જરૂર નથી. ઘણી વાર એવી ઉક્તિઓના કર્તા જુદા જ કવિઓ હોય છે ! પ્રબન્ધકારો પ્રસંગોચિત ગમે તે પાત્રના મુખમાં તે ગોઠવી દે છે. ઉપર્યુક્ત ઉક્તિ શ્રીપાલ કવિની જ હોય તો પણ એની કોઈ કૃતિમાંથી, પ્રશસ્તિમાંથી (જેવી કે સહસ્રલિંગતટાકની)માંથી તે લીધેલી હોઈ શકે. કવિ શ્રીપાલ વિરચિત ચતુર્વિશતિજિનસ્તુતિ ૫૨ મહાભાગ પંડ્યાના ખાસ વિચારો છે, યથા : ‘કવિએ રચેલી ‘‘વસ્તુવિંશતિનિનસ્તુતિ''નો અભ્યાસ કરતાં જણાય છે કે કવિ જૈનોના તીર્થંકરોને સ્તવે છે ખરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14