Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
મધુસૂદન ઢાંકી સોલંકી સમ્રાટ જયસિહદેવ સિદ્ધરાજ તેમ જ કુમારપાલના સભાકવિ, પ્રાગ્વાટવંશીય કવિરાજ શ્રીપાલ, તેમના પુત્ર કવિ સિદ્ધપાલ, તથા પૌત્ર વિજયપાલ ધર્મ જૈન હતા તેવું ઉપલબ્ધ મધ્યકાલીન સાધનોથી ઇતિહાસવેત્તા મુનિ જિનવિજય એવં જૈન સાહિત્યવેત્તા મોહનલાલ દલીચંદ દેશાઈ, મુનિવર કલ્યાણવિજય, મુનિ ચતુરવિજય, દા. ભોગીલાલ સાંડેસરા, પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા", મુનિ ત્રિપુટી', તથા પંઅંબાલાલ પ્રેમચંદ શાહ ઈત્યાદિ સાંપ્રત કાળમાં થઈ ગયેલા જૈન વિદ્વાનોનું કથન છે. સોલંકીકાલીન જૈનો એવં જૈનદર્શન પરત્વે ખાસ સહાનુભૂતિ ન ધરાવતા હોવા છતાં દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પણ શ્રીપાલને “જૈન પોરવાડ વૈશ્ય” માનતા હતા. પ્રસ્તુત સર્વ વિદ્વાનોની માન્યતાથી ભિન્ન મત તાજેતરમાં શ્રીમદ્ શાંતિકુમાર પંડ્યાએ પ્રકટ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે લભ્યમાન પ્રમાણોથી શ્રીપાલ અને તેમના વંશજ “જૈન નહીં પણ હિન્દુધર્મી હોવાની સ્પષ્ટ છાપ પડે છે”૧૦. સામ્પ્રત લેખમાં આથી આ બન્ને મતોની સમીક્ષા કરી તથ્ય શું હોઈ શકે તે અંગે વિચારી જોવા યત્ન કરીશું.
શ્રીપાલ અને તેના વંશજ જૈન હોવાના પક્ષમાં જે મત છે તે તો અસ્તિત્વમાન સમકાલિક તથા ઉત્તરકાલિક પ્રમાણોનો પ્રથમ દૃષ્ટિએ જે સીધો અર્થ થઈ શકે છે તેના આધારે, વિશેષ વિચારણા કર્યા સિવાયનો છે; પ્રસ્તુત વિદ્વાનોના મનમાં એ વિષય સમ્બદ્ધ સ્વાભાવિક જ કોઈ શંકા ઊઠી જ નથી; એટલે તેમણે તે સંબંધમાં કોઈ સાધક-બાધક પ્રમાણોના આધારે ચર્ચા કરી નથી. આથી અહીં સૌ પ્રથમ એ વિષય પર જે ઐતિહાસિક નોંધો એવં પ્રમાણાદિ ઉપલબ્ધ છે તે પેશ કરી, તે પછી તેનું જે પ્રકારે અર્થઘટન શ્રીપંડ્યાને અભિમત છે તે બાબત પર એમના મંતવ્યો ઉદ્ધત કરી, વિસ્તારથી નિરીક્ષણ-પરીક્ષણ કરવાનો જ માર્ગ ગ્રહણ કરવો જોઈશે.
શ્રીપાલ-સિદ્ધપાલ-વિજયપાલ અંગે ઉપલબ્ધ થતાં જે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રમાણો છે તે તેમની પોતાની કૃતિઓનાં છે, અને કોઈક કોઈક સમકાલિક અન્ય લેખકોનાં સાઠ્યો પણ મોજૂદ છે, જે આ પ્રમાણે છે:
(૧) જયસિંહ સિદ્ધરાજે માળવામાં રતલામ-કોટા પંથકમાં (પુરાણા ઉપલા માળવામાં આવેલા બિલ્પાંકના શિવાલયના સં૧૧૯૮ ઈ. સ. ૧૧૪૨માં કરાવેલા ઉદ્ધારની શ્રીપાલ કવિ વિરચિત પ્રશસ્તિ",
(૨) કુમારપાળે બંધાવેલા આનંદપુર (વડનગર)ના પ્રકારની કવિ શ્રીપાલે રચેલી સં. ૧૨૦૮ ઈ. સ. ૧૧૫૨ની પ્રશસ્તિ;
(૩) બ્રહગચ્છીય અજિતદેવસૂરિશિષ્ય હેમચન્દ્રના નાભેયનેમિદ્વિસંધાનકાવ્યનું સંશોધન શ્રીપાલે કર્યા સંબંધનો મુલકર્તાનો ઋણ સ્વીકાર. એની મિતિ પ્રાપ્ત નથી પણ રચના સંભવતયા કુમારપાળયુગના પૂર્વાર્ધમાં થઈ હોવી ઘટે.
(૪) શ્રીપાલ-કારિત ચતુર્વિશતિજિન સ્તવન
કવિરાજ શ્રીપાલની આ સિવાયની અનુપલબ્ધ કૃતિઓમાં સિદ્ધરાજ દ્વારા નિર્માપિત સહસ્ત્રલિંગ-તટાક (પુરાણું અભિધાન દુર્લભરાજસર; નવનિર્માણ પ્રાય: ઈસ્વી ૧૧૩૭)ની, તથા સિદ્ધપુર ખાતેના રુદ્રમહાલય (પ્રાય: ઈસ્વી ૧૧૩૮-૧૧૪૪ના ગાળામાં ક્યારેક)ની પ્રશસ્તિઓ, અને તેમણે વૈરોચનપરાજય નામક સાહિત્યિક કૃતિ (નાટક ? કાવ્ય ?) રચેલી તેવા ૧૩મા-૧૪મા શતકના ચરિતાત્મક-પ્રબન્ધાત્મક ઉલ્લેખો.
Page #2
--------------------------------------------------------------------------
________________
Vd. I. 1996
શ્રીપાલ-પરિવારનોકુલધર્મ (તદતિરિક્ત શ્રીપાલની વર્તમાને અપ્રાપ્ય કાવ્ય-કૃતિઓમાંથી ચૂંટી કાઢેલાં પદ્યો જલ્પણની સૂક્તિમુક્તાવલી (ઈસ્વી ૧૨૪૭-૬૦) તેમ જ શાર્ગધર કૃત શાર્ગધરપદ્ધતિ (આ. ઈ. સ. ૧૩૬૩) અંતર્ગત મળે છે; પણ પ્રસ્તુત સૂક્તિઓનો તો શુદ્ધ લલિત સાહિત્યના ક્ષેત્રમાં સમાવેશ થતો હોઈ સાંપ્રત ચર્ચામાં તેની ઉપયુક્તતા
નથી.)
(૫) શ્રીપાલપુત્રી સિદ્ધપાલે પૌષધશાળા બંધાવેલી; અને તેમાં વાસ કરીને બહગચ્છીય વિજયસિહસૂરિ શિષ્ય સોમપ્રભાચાર્યે સં૧૧૪ ઈ. સ. ૧૧૮૪માં જિણધમ્મપડિબોહોજિનધર્મપ્રતિબોધ નામે કુમારપાળની જૈન ગાઉથ્યધર્મ-શિક્ષાદીક્ષા સમ્બન્ધની હકીકતને કેન્દ્રમાં રાખીને ઉપદેશાત્મક ગ્રન્થ રચેલો. સિદ્ધપાલની કોઈ અખંડ કતિ પ્રાપ્ત નથી. પણ તેની લુપ્ત કૃતિનાં, ઉજજયન્તગિરિતીર્થ સમ્બદ્ધ બે એક પદ્ય સોમપ્રભાચાર્યે ઉદ્ધત કરેલાં છે".
(દ) શ્રીપાલ-બ, ભિતના સ્વર્ગગમન પશ્ચાતની. તેના સ્મારક રૂપની, અર્બદ પર્વત પર દેલવાડાગામની વિખ્યાત વિમલવસહીના પશ્ચાતકાલીન બલાનક-મંડપમાં રાખવામાં આવેલ મિતિવિહીન પ્રતિષ્ઠાન્દક, ખાંભીરૂપી, પ્રતિમા".
(૭) સિદ્ધપાલપુત્ર કવિ વિજયપાલની એક માત્ર કૃતિ દ્રૌપદી સ્વયંવર (નાટક) ઉપલબ્ધ છે.
આટલાં સ્રોત તો સમકાલિક છે; પણ કવિવર શ્રીપાલના જીવન વિષે કંઈક વિશેષ અને નવીન હકીકતો રાજગચ્છીય પ્રભાચન્દ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૩ ઈ. સ. ૧૨૭૭) તથા નાગેન્દ્રગથ્વી મેરતુંગાચાર્યના પ્રબન્ધચિન્તામણિ (સં. ૧૩૬ ૧/ઈસ. ૧૩૦૫) અંતર્ગત નોંધાયેલી છે. તે પછીના કાળની નોંધોમાં કોઈ ખાસ ઉપયુક્ત યા નવીન વાત નથી મળતી.
હવે પ્રાયઃ ઉપરના સ્રોતોના આધારે એક એક મુદ્દા પર પંડ્યા મહોદયે જે છણાવટ કરી છે તે જોઈ તેના પર અહીં ક્રમશઃ વિચાર કરીશું. વિચારણા પ્રમાણોની જે ઉપર ક્રમવારી રજૂ કરી છે તે અનુસાર નહીં પણ શ્રીમાનું પંડ્યા જે ક્રમમાં પ્રસ્તુત કરે છે તેને અનુસરીને કરીશું.
(૧) “વિજયપાલના દ્રૌપદીસ્વયંવરના નાન્દી શ્લોકો અને શ્રીપાલના ‘વડનગર પ્રાકારપ્રશસ્તિ'ના ઘણા શ્લોકો આપણને વિજયપાલ અને તેના પૂર્વજો હિન્દુધર્મી હતા એવું અનુમાન કરવા પ્રેરે છે. ‘દ્રૌપદીસ્વયંવર'ના પ્રથમ શ્લોકમાં કવિ વિજયપાલ ભગવાન શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું જે સુરેખ અને સસંદર્ભ વર્ણન કર્યું છે તે કવિનો આ પૌરાણિક કથાનક માટેનો ઊંડો આદર અને પરિચય પ્રગટ કરે છે. “બીજા નાન્દી શ્લોકમાં લક્ષ્મીપતિ વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે. એમાં કવિનો દેવી લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુ તરફનો આદર પ્રગટ થાય છે. કવિએ “દ્રિૌપદીસ્વયંવર' નાટકમાં ભગવાન કૃષ્ણને પણ જે રીતે કેન્દ્રસ્થાને મુકી આપી એમના ચરિત્રને ઉઠાવ આપ્યો છે તે પણ કવિનો કૃષ્ણ તરફનો આદરાતિશય પ્રગટ કરે છે. દ્રૌપદીસ્વયંવર”નું વાચન કરતાં. કવિ જૈન હશે એમ જરા પણ લાગતું નથી. ઊલટાનું તે હિન્દુધર્મી હોવાનું વિશેષ પ્રતીત થાય છે”૨૦.
આ દલીલ પ્રથમ દૃષ્ટિએ તો ઘણી જ પ્રતીતિજનક લાગે છે; પણ આની સામે કેટલાક મુદ્દાઓ છે. પ્રસ્તુત નાટક વેદમાર્ગી રાજા ભીમદેવ દ્વિતીયની આજ્ઞાથી પાટણના પુરાણમાર્ગી ત્રિપુરુષપ્રાસાદમાં ભજવવા માટે રચાયું હતું. આથી નાંદીના શ્લોકો તેમ જ કથાવસ્તુ પુરાણ એવું ભારતાદિ સાહિત્ય આશ્રિત હોય તે ઉચિત, સયુક્ત, અને સ્વાભાવિક છે. આવો જ એક દાખલો જૈન પક્ષે મોજૂદ છે. જેમકે ભૃગુકચ્છના શકુનિકાવિહારના ચૈત્યવાસી અધિષ્ઠાતા જયસિંહસૂરિ દ્વારા વિરચિત હમ્મીરમદમર્દન નાટક ત્યાં ભીમેશ્વર મંદિરમાં ભજવવા માટે રચાયું હતું અને તેમાં નાંદી મંગલ રૂપે બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ દ્વારા “જયોતિ”
Page #3
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
Nirgrantha
(પરબ્રહ્મ)ની સ્તુતિ છે, જિનેન્દ્રની નહીં. કાશમીરી મહાકવિ બિલ્હણે પોતાના જૈન પ્રશ્રયદાત સા—મંત્રી કારિત શાત્યુત્સવગૃહ (સાન્ત-સહિકા ?)માં આદિનાથની રથયાત્રાના ઉત્સવ પ્રસંગે ભજવવા કર્ણસુન્દરીનાટિકા રચેલી અને તેમાં નાંદીના શ્લોક રૂપે જિનસ્તુતિ છે૨૨. એથી કરીને બિલ્ડણ જૈન હોવાનું કોઈ જ કહેતું નથી ! તેમ છતાં વિજયપાલ મૂળે જૈન હોય, ને જૈનધર્મ છોડી માહેશ્વરી બન્યા હોય તો તે પણ અસંભવિત નથી. વાઘેલાયુગના મધ્યમાં આવા કોઈ કોઈ દાખલાઓ બન્યાનું નોંધાયું છે,
(૨શ્રીયુત પંડ્યા આગળ વધતાં લખે છે : “વિજયપાળના પિતામહ શ્રીપાલ પણ હિન્દુ હશે એમ એમણે રચેલી “વડનગરપ્રાકારપ્રશસ્તિ'ને આધારે કહી શકાય એમ છે”૨૫. “શ્રીપાલે રચેલી ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ'ના પ્રારંભમાં ભગવાન શિવને પ્રણામ કરી પ્રથમ શ્લોકમાં એમની સંકલ્પશક્તિને પ્રણામ કર્યા છે. આ જ પ્રશસ્તિના અઢારમા શ્લોકમાં ગણેશનો અને શત્રુમંડળનો સંહાર કરનાર દેવીમંડળનો પણ ભાવપૂર્વક ઉલ્લેખ છે. પંદરમા શ્લોકમાં ચંડીનું રક્ત પીને પ્રસન્ન થતાં દેવી તરીકે ઉલ્લેખ છે. વીસમાં અને એકવીસમા શ્લોકમાં અનુક્રમે બ્રહ્માજીએ કરેલા મહાયજ્ઞોને અવસરે ઊભા કરેલા યજ્ઞથંભોનો અને બ્રાહ્મણોના અવિરત વેદઘોષનો ઉલ્લેખ છે. શ્લોક ૧૪મામાં પૃથ્વીનો ઉદ્ધાર કરનાર સિદ્ધરાજ જયસિંહને દેવાધિદેવ મહાદેવની આજ્ઞાથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન વિષ્ણુ સાથે સરખાવ્યા છે. જ્યારે કુમારપાલને સ્વર્ગમાંથી ઊતરેલા હરિ સાથે સરખાવ્યા છે. શ્લોક ૨૩માં વડનગરના બ્રાહ્મણો યજ્ઞો વડે દેવોનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક તથા પૌષ્ટિક કર્મ વડે ભુવન અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે એવો બ્રાહ્મણને માટે આદરભર્યો ઉલ્લેખ છે. કવિ પ્રશસ્તિમાં વારંવાર બ્રાહ્મણોના વેદઘોષનો ઉલ્લેખ કરે છે અને શ્લોક ૨૪માં આ કિલ્લાની રચના બ્રાહ્મણોના રક્ષણ માટે કરવામાં આવી હોવાની નોંધ કરે છે. આ કોટ અમર રહો,” એવી અભિલાષા પ્રગટ કરતાં કવિ અંત ભાગમાં પૃથુ અને સગર રાજાના અક્ષણ થશનો ઉલ્લેખ કરે છે જે એનું પુરાણકથાઓનું જ્ઞાન પ્રગટ કરે છે.
આમ સમગ્ર પ્રશસ્તિનું અનુશીલન કરતાં એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે કવિને બ્રાહ્મણો માટે ઊંડો આદર છે અને બ્રાહ્મણધર્મ તથા હિન્દુપુરાણો સાથે એને ઘનિષ્ઠ નાતો છે. હિન્દુ ધર્મના દેવદેવીઓનો પણ તે એમના પૌરાણિક સંદર્ભો સાથે સાદર ઉલ્લેખ કરે છે. વારંવાર એનું ધ્યાન બ્રાહ્મણો અને એના વેદઘોષ તરફ વળે છે એટલે કવિ હિન્દુધર્મ પાળતો હોવાનું સબળ કારણ પ્રાપ્ત થાય છે. વડનગરમાકારપ્રશસ્તિ' લેખ કુમારપાલે વડનગર ફરતો કિલ્લો બંધાવ્યો તેને લગતી અર્થાત નાગરિક સ્થાપત્યને લગતો વિ પ્રશસ્તિલેખ છે, ધાર્મિક સ્થાપત્યને લગતો નહિ. આથી અહીં નાગરબ્રાહ્મણોનું કે હિન્દુ દેવદેવીઓનું આટલું સંકીર્તન કરવાની કવિને કોઈ અનિવાર્ય આવશ્યકતા ન હતી. દા. ત. સોમેશ્વર પોતે બ્રાહ્મણ પુરોહિત હોવા છતાં આબુ ઉપર તેજપાલે બંધાવેલા નેમિનાથચૈત્યની પ્રશસ્તિ રચતાં મંગલાચરણમાં તથા અંતમાં નેમિનાથની સાદર સ્તુતિ કરે છે તે એ સ્થાપત્ય ધાર્મિક હોઈ ત્યાં આવશ્યક ગણાય. એવી રીતે વસ્તુપાલે રચેલા “નરનારાયણાનંદ'માં પણ મહાકાવ્યના નાયક તરીકે શ્રીકૃષ્ણની સ્તુતિ હોય તે સ્વાભાવિક છે.”
શ્રી પંડ્યાએ ઉઠાવેલ આ મુદ્દો પણ પહેલી દૃષ્ટિએ ધ્યાન ખેંચે તેવો જ નહીં, જચી જાય તેવો પણ લાગે છે. પણ કવિવર્ણિત વિભાવો મરુગૂર્જર નાગરિક વાસ્તુશાસ્ત્રના દુર્ગવિધાનના પરિપ્રેક્ષ્યમાં તો બરોબર બંધબેસતા થાય છે. દુર્ગનો હેતુ સંરક્ષણનો અને એથી વીર અને રૌદ્ર રસનો છે, જિનેશ્વર-યોગ્ય પ્રશમરસને ત્યાં સ્થાન નથી. એથી જ તો દુર્ગની પ્રતોલી-પુરદ્વારમાં કોઇકનાં ખત્તકો પર વિઘ્નહર્તા વિનાયક તેમ જ ભૈરવ, ચણ્ડિકા, કાત્યાયિની આદિ ઉગ્ર દેવતાઓની મૂર્તિઓ તેમજ અંદરની ભિત્તિઓ પર માતૃકાદિનાં રૂપો કંડારવામાં આવે છે. ઝીંઝુવાટક (ઝીંઝુવાડા) તેમજ દર્ભાવતી (ડભોઈ)ના ૧૨મી-૧૩મી શતાબ્દીના સોલંકી એવં વાઘેલાકાલીન પુરદ્વારોના નિરીક્ષણથી આ વાત સ્પષ્ટ બનશે. કવિ જૈન ઉપાસક હોય તો પણ
Education international
Page #4
--------------------------------------------------------------------------
________________
vol. II - 1996
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
દૃષ્ટિએ આવી પ્રશસ્તિ રચી શકે છે. ત્યાં તે સ્વધર્મને નહીં, રાજકુલધર્મ એવં પ્રચલિત લોકધર્મને અનુસરે છે. આથી શ્રીપાલ પૌરાણિક પરંપરા અને આલેખનોને અનુરૂપ દેવસ્તુતિ પ્રશસ્તિ અંતર્ગત કરે તે સન્દર્ભના સ્વરૂપને જોતાં સુસંગત મનાય, યોગ્ય જ ગણાય. બીજી વાત એ છે કે દુર્ગ-પ્રતોલી આદિ ‘દેવાલય’ ન હોવા છતાં વાસ્તુવિધિના કર્મકાંડ અનુસાર તેમની સ્થાપના કિંવા પ્રતિષ્ઠા દેવતાઓના આહ્વાન-પૂજન-યજનાદિ ક્રિયાઓ દ્વારા સમ્પન્ન થાય છે. જો મનુષ્યને રહેવાના આવાસ પણ ખાતમુહૂર્તથી લઈ ગૃહપ્રવેશ પર્યન્ત વાસ્તુગ્રન્થો અને કર્મકાંડના ગ્રન્થો કથિત ધાર્મિક વિધિપૂર્વક થતાં હોય તો નગરદુર્ગ, કુંડ, વાપી આદિની શું વાત કરવી॰ ! પૌરાણિક ક્રિયાકાંડ-વિધિ મધ્યકાળમાં તો જીવનમાં સર્વત્ર વણાઈ ગયેલી. આથી વડનગરનો પ્રાકાર ‘નાગરિકવાસ્તુ'ની વ્યાખ્યા અંતર્ગત આવી જતો હોવા છતાં એની રચનાથી લઈ સ્થાપના સુધીની બ્રાહ્મણીય કિવા પૌરાણિક ધર્મવિધિઓથી પર નથી. આથી કવિ સોમેશ્વર વેદવાદી બ્રાહ્મણ હોવા છતાં મંત્રી તેજપાળ નિર્માપિત દેલવાડા સ્થિત જિનમન્દિરની પ્રશસ્તિ પ્રસ્તુત સંરચના ‘દેવાલય’ જિનદેવની સ્તુતિથી પ્રારંભ કરી શકે, પણ એ જ ન્યાયે, કવિ શ્રીપાલ જૈન હોય તો પણ વડનગરના દુર્ગની પૌરાણિક દેવતા૫૨ક પ્રશસ્તિ તે નાગરિક વાસ્તુકૃતિ હોવાથી રચે નહીં પણ એમનો પોતાનો ધર્મ વૈદિક હોય તો જ રચવા પ્રેરાય તેવી દલીલ તથ્યસમ્મત કે તર્કસમ્મત જણાતી નથી. જો નાગરિક સ્થાપત્યની રચનામાં ધાર્મિકપૌરાણિક ઉલ્લેખો લાવી જ ન શકાતા હોત તો તો શ્રીપાલ બ્રાહ્મણમાર્ગી હોય તો યે તેમાં એવા ઉલ્લેખો લાવે જ નહીં ! વસ્તુતયા દેવમંદિરની હોય કે દુર્ગ સરખી નારિક સંરચનાની પ્રશસ્તિ હોય, પ્રશસ્તિકારનો વ્યક્તિગત ધર્મ તેમાં પ્રભાવી બની શકતો નથી. બ્રાહ્મણ સોમેશ્વર જિનાલયોની પ્રશસ્તિઓ રચી શકે તો જૈન શ્રાવક શ્રીપાલ શા માટે બ્રાહ્મણીય દેવમન્દિરોની એવં દુર્ગ-તટાકાદિની પ્રશસ્તિ ન રચે ? દિગમ્બર જૈન મુનિ રામકીર્ત્તિએ કુમારપાળની ચિત્રકૂટ (ચિતોડ)ના સમિદ્રેશ્વરના મંદિરની ઈસ્વી ૧૧૫૧ની દાન-પ્રશસ્તિ શિવસ્તુતિ સાથે રચી છે; અને શ્વેતામ્બર બૃહદ્ગચ્છીય જયમંગલાચાર્યે રાજસ્થાનમાં સૂંધા પહાડ પરની ચાહમાન ચાચિગદેવની ઈસ્વીસન ૧૨૬૯ની પ્રશસ્તિ પણ શિવની જટાના ચન્દ્રમાને તથા દેવી પાર્વતીને વંદના દઈને રચી છે૯. રાજાઓની વિનંતીને માન આપીને જો જૈન મુનિઓ પણ શિવાલયાદિની પ્રશસ્તિઓ રચી શકતા હોય તો ગૃહસ્થ જૈન કવિ, એમાંયે પાછા દરબારી શાયર, પૌરાણિક ઢંગની સ્તુતિ સમેતની પ્રશસ્તિ રચે તો તેમાં કશું અયુક્ત વા અજુગતું નથી, કે નથી એ કોઈ આશ્ચર્યજનક યા અસંભવિત ઘટના. એને લઈને પ્રશસ્તિકારના ધર્મ વિષેની કલ્પના બાંધવી તપૂર્ણ નથી. આથી આ, અને તદ્ આનુષંગિક મુદ્દાઓ પર તો શ્રીપાલને પુરાણમાર્ગી ઠરાવી શકાય તેમ નથી, આખરે શ્રીપાલ કે વિજયપાલના પદ્યાદિમાં રસપૂર્વક સન્માનપૂર્વક પૌરાણિક દેવતાઓના જે પ્રાસંગિક ઉલ્લેખો છે તે પણ કાવ્યમય ઉક્તિઓમાં પૌરાણિક વર્ણના માત્ર છે. પોતે તેવું સ્વધર્મ-દષ્ટિથી આસ્થાપૂર્વક માને છે તેવું ત્યાં અભિપ્રેત નથી*.
એક ધ્યાનમાં રાખવા જેવી વાત એ પણ છે કે જૈન પંડિતો, કવિઓ બ્રાહ્મણીય દાર્શનિક તેમ જ કથા-સાહિત્યના ઉચ્ચ કોટીના અધ્યેતા હતા. બ્રાહ્મણધર્મો બહુમતી સમાજમાં રહેવાથી, અને અન્યથા ભારતની બૃહદ્ આર્ય સંસ્કૃતિની જ સંતતિ હોવાથી, શ્રમણમાર્ગી હોવા છતાંયે જૈનો બ્રાહ્મણીય દૃષ્ટિથી સારી રીતે પરિચિત હતા. આથી જ પ્રસંગ પડ્યે બ્રાહ્મણીય કથા-વિષયો પર પણ નૈપુણ્યપૂર્વક લખી શકતા, સરસ રચનાઓ કરી શકતા, કે એનો ઉલ્લેખ પોતાની રચનાઓમાં (ક્યારેક વ્યંગમાં પણ) કરતા*. (શ્રી પંડ્યાએ મંત્રીશ્વર વસ્તુપાલ વિરચિત ‘નરનારાયણાનન્દકાવ્ય’ અંતર્ગત (મંગલાચરણમાં નહીં) કૃષ્ણ-પરમાત્માની જે ગંભીર શબ્દોમાં પ્રાસંગિક સ્તુતિ છે તેને સંદર્ભની દૃષ્ટિએ શ્રી પંડ્યાએ પ્રસ્તુત તો ઠરાવી છે, પણ ત્યાં તે કા૨ણસર વસ્તુપાળ જૈન નહીં, ભાગવતધર્મી હશે તેવો તર્ક ઉપસ્થિત કર્યો નથી. વસ્તુપાલ સંબંધી તેઓ કુલધર્મે જૈન હોવાનાં ઢગલાબંધ પ્રમાણો મોજૂદ ન હોત તો શ્રી પંડ્યાએ શ્રીપાલ સંબંધમાં જે તર્કણા અને અભિગમ અપનાવ્યાં છે તેના અનુસરણમાં વસ્તુપાલને પણ વેદવાદી જ ઘટાવવા પડે.)
૭૭
Page #5
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
Nirgrantha
વડનગરના અનુલક્ષમાં ત્યાંના બ્રાહ્મણો અને ત્યાં વેદઘોષાદિના ઉલ્લેખો પણ વડનગરના વિશિષ્ટ દરજ્જાના સન્દર્ભમાં સુસંગત છે. વડનગર નાગર-બ્રાહ્મણોનું જબરજસ્ત કેન્દ્ર હતું. ત્યાં વૈદિક ધર્મ અને બ્રાહ્મણોની બહુમતી જ નહીં, સર્વોપરીતા તેમ જ તેનું વડનગર સાથે એકત્વ હતું. ત્યાંના કર્મકાંડી વેદનિષ્ઠ બ્રાહ્મણોની ચતુર્દિશામાં પ્રસિદ્ધિ હતી. આનંદપુરના નગરદેવતા, હાટકેશરૂપે રહેલ, ભગવાન શંકરની ભારે પ્રતિષ્ઠા હતી. ૧૨મા શતકનાં ત્યાં અવશિષ્ટ રહેલાં જબ્બર તોરણો અને તેનું પ્રતિમાવિધાન દર્શાવે છે કે વડનગરમાં પણ રુદ્રમહાલયની બરોબરીનું એક મહાનૂ, હાલ વિનષ્ટ, મહામેરુ જાતિનું, (મોટે ભાગે સિદ્ધરાજ કારિત) શિવમન્દિર પણ હતું, બીજાં પણ અનેક પૌરાણિક દેવ-દેવીઓનાં મંદિરો ત્યાં હોવાનું સ્કન્ધપુરાણના ‘‘નાગરખણ્ડ’'થી સિદ્ધ છે. આ બધું જોતાં જે નગરની રક્ષા ખાતર કુમારપાળ વપ્રની રચના કરાવે તેની પ્રશસ્તિમાં પ્રસંગોચિત યથાર્થવાદી ઉલ્લેખો આવે તેના આધારે પ્રશસ્તિકારના નિજી ધર્મનો નિર્ણય કરી શકાય નહીં.
७८
(૩) મહાનામ પંડ્યા આગળ વધતાં અવલોકે છે : ‘પ્રભાવકચરિત’ કે જ્યાં શ્રીપાલનું વૃત્તાન્ત કંઈક વિસ્તારથી પ્રાપ્ત થાય છે ત્યાં પણ એણે કરેલી પાદપૂર્તિઓમાં એનો હિન્દુધર્મ તરફનો પ્રેમ પ્રગટ થતો જણાય છે. શ્રીપાલ સાથે સ્પર્ધા કરનારા ગર્વિષ્ઠ દેવબોધે પાદપૂર્તિ માટે જે પાદો મૂક્યાં હતાં તેમાં એક પાદ આ પ્રમાણે હતું ‘પૌત્ર સોપિ પિતામહઃ'' કવિ શ્રીપાલે એ પાદની પૂર્તિ આ પ્રમાણે કરી છે
मूर्तिमेकां नमस्यामः शम्भोरम्भोमयीमिमाम् । अब्जोत्पन्नतया यस्याः पौत्रः सोऽपि पितामहः ॥
-પ્રભાવરિત ‘‘હે સૂ રિત', શ્તો ૨૮, પૃ ૧૬૪.
અહીં કવિ શ્રીપાલ ભગવાન શિવનાં આઠ સ્વરૂપો પૈકી જલમયી મૂર્તિને જે ભાવથી પ્રણમે છે તે જોતાં પણ એનો હિન્દુધર્મ અને શિવ તરફનો ભક્તિભાવ પ્રગટ થતો જણાય છે. આમ શ્રીપાલ બ્રાહ્મણધર્મી હોવાનો પૂરો સંભવ છે. કવિ પ્રાગ્વાટવંશનો હતો એટલા માત્રથી એને જૈન માની લેવો તે બહુ પ્રતીતિકર લાગતું નથી, કારણ કે બધા જ પ્રાગ્વાટવંશીઓએ પહેલેથી જૈનધર્મ જ અંગીકાર કર્યો હતો એવું કોઈ પણ પ્રમાણ નથી. આ પ્રાગ્વાટવંશના વણિકો જ અત્યારે પોરવાડ તરીકે ઓળખાય છે અને પોરવાડમાં જૈન અને વૈષ્ણવો બન્ને પ્રકારના વિણકો હોય છે”.
ઉપરના મુદ્દાનો મહદ્ અંશે ઉત્તર પાછળ થઈ ગયેલી ચર્ચામાં આવી જાય છે. પ્રાગ્ધાટ વણિકોમાં આજે તો જૈન અને વૈષ્ણવ ધર્મીઓ દેખાય છે. પણ મધ્યયુગના પ્રાગ્ધાટોના જે કુડબંધ અભિલેખો મળ્યા છે તે લગભગ બધા જૈન જ છે. (ઘણા જૈનધર્મીઓએ ૧૬મા શતકના અંતિમ ચરણના અરસામાં શ્રીમદ્ વલ્લભાચાર્યની કંઠી બાંધેલી.) જો પ્રાગ્ધાટ કવિ શ્રીપાલ વૈષ્ણવ હોત તો સ્વયૂથીય હોવાને કારણે ભાગવત આચાર્ય દેવબોધે તેની જે પ્રથમ મુલાકાતે જ, તેના અંધત્વને લક્ષ્ય કરીને, ક્રૂર ઉપહાસપૂર્વક વિડંબના કરેલી તે ન કરી હોત. એ કારણસર લાંબા સમય સુધી બન્ને વચ્ચે ચાલેલા વૈમનસ્યની પ્રભાવકચરિતમાં લંબાણપૂર્વક નોંધ લેવાયેલી છે. બીજી વાત એ છે સમસ્યાપૂર્તિ સમ્બદ્ધ જે વાતો ચરિતકારો-પ્રબન્ધકારો લખે છે તેને પ્રામાણિક માની લેવાની જરૂર નથી. ઘણી વાર એવી ઉક્તિઓના કર્તા જુદા જ કવિઓ હોય છે ! પ્રબન્ધકારો પ્રસંગોચિત ગમે તે પાત્રના મુખમાં તે ગોઠવી દે છે. ઉપર્યુક્ત ઉક્તિ શ્રીપાલ કવિની જ હોય તો પણ એની કોઈ કૃતિમાંથી, પ્રશસ્તિમાંથી (જેવી કે સહસ્રલિંગતટાકની)માંથી તે લીધેલી હોઈ શકે.
કવિ શ્રીપાલ વિરચિત ચતુર્વિશતિજિનસ્તુતિ ૫૨ મહાભાગ પંડ્યાના ખાસ વિચારો છે, યથા : ‘કવિએ રચેલી ‘‘વસ્તુવિંશતિનિનસ્તુતિ''નો અભ્યાસ કરતાં જણાય છે કે કવિ જૈનોના તીર્થંકરોને સ્તવે છે ખરા
Page #6
--------------------------------------------------------------------------
________________
Vol. - 1996
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
૭૯
પણ એમાં ભાવો કે ભક્તિની ઉત્કટતા કે ઊંડાણ જણાતાં નથી. એમાં જૈનધર્મ, પુરાણ કે તત્ત્વજ્ઞાનના સંદર્ભો પણ નથી. ત્રીજા તીર્થકર સંભવનાથને કવિ “શંભવ' તરીકે સંબોધે છે. આ સ્તોત્રમાં કવિએ અત્યંત પ્રાસાદિક, સરળ અને યમ કમથી ભાષામાં તીર્થકરોની સ્તુતિ કરી છે. તીર્થકરોના ગુણોનું આલેખન સામાન્ય પ્રકારનું છે, અને કોઈ પણ તીર્થંકરનું વૈયક્તિક મહત્ત્વ કે સંદર્ભ પ્રગટ કરતું નિરૂપણ નથી. કવિ શ્રીપાલને હેમચંદ્રાચાર્ય અને શ્વેતામ્બરવાદી દેવસૂરિ સાથે નિકટનો સંબંધ હતો એટલે એમની સાથેના સંબંધોને કારણે પોતે હિન્દુધર્મી હોવા છતાં તીર્થકરોની સર્વસાધારણ સ્તુતિ કરતું આ સ્તોત્ર રચી આપ્યું હોય એમ ન બને ? સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના જૈનધર્મ તરફના આદરને કારણે બ્રાહ્મણ અને જૈનધર્મીઓ વચ્ચેનું ઝનુન મોટે ભાગે ઓસરી ગયું હતું તે આપણે જાણીએ છીએ એટલે જે રીતે હેમચંદ્રાચાર્યે સોમનાથની સ્તુતિ કરતું સ્તવન રચ્યું હતું તે જ રીતે શ્રીપાલે વેદધર્મી હોવા છતાં એનું ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતું આ સ્તોત્ર રચ્યું હોવાનો સંભવ છે. બાકી વિજયપાલે બ્રાહ્મણધર્મ અંગીકાર કર્યો હોય એમ પણ માની શકાય એમ નથી, કારણ કે એને એ પ્રકારની ફરજ પડી હોય એવું લાગતું નથી. એટલે વિજયપાલનું કુળ પ્રથમથી જ હિન્દુધર્મી હોય અને શ્રીપાલ તથા સિદ્ધપાલે જૈનધર્મીઓ સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે જૈનધર્મ તરફ આદર અને અહોભાવ રાખ્યા હોય એમ માનવાને કારણ છે. સિદ્ધપાલે પાટણમાં જૈન પૌષધશાળા બંધાવી હતી તેથી તેને જૈન ગણી શકાય નહિ, એમ તો મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ પણ જૈન પ્રાસાદો બંધાવી આપ્યા હતા પરંતુ પોતે પરમ માહેશ્વર હતા.”૩૨
બ્રાહ્મણધર્મીએ જૈન તીર્થંકરની સ્તુતિ રચી હોય તેવો મારા ધ્યાનમાં એક જ દાખલો છે : મહાકવિ બિલ્ડણ (ઈસ્વી. ૧૧મી શતીનું અંતિમ ચરણ). એમણે પાર્શ્વનાથ-અષ્ટક કદાચ પોતાના પ્રશ્રયદાતા શા–મસ્ત્રીના પરિતોષ માટે રચ્યું હોય. તેની શૈલી તેમ જ પદ્યગુફનનાં રીત-રંગ જૈન રચયિતાઓની મૌલિક રચનાઓથી જુદાં પડી જતાં હોવાનું મને લાગ્યું છે. પણ શ્રીપાલના વિષયમાં તેવું નથી. ત્યાં કવિએ
કનની સ્તુતિ કર્યા બાદના પદ્યમાં સર્વ જિનનીઝ, ત્યાર બાદ જિનાગમની, અને પછી વાગીશ્વરીની સ્તુતિ ધરાવતું પદ્ય દઈ, આખરી પદ્યમાં કત્તીરૂપે પોતાનું નામ પ્રગટ કર્યું છે. આ પ્રકારની ચતુર્વિધ સ્તુતિની પ્રથા બપ્પભટ્ટસૂરિની ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાયઃ ઈસ્વી ૮મી શતી આખરી ચરણ)થી લઈ પછીથી અનેક શ્વેતામ્બર જૈન સ્તોત્રોમાં મળે છે. ઉપર્યુક્ત સ્તુતિના રચયિતા શ્રીપાલ બ્રાહ્મણમાર્ગી હોત તો પ્રસ્તુત પ્રણાલીની સૂક્ષ્મ વિગતો તેમના ખ્યાલમાં હોત કે કેમ તે વસ્તુ પ્રશ્નાર્થ બની રહે છે. જૈન સ્તોત્રો સાધારણતયા તીર્થકરોના ગુણાનુવાદ-લક્ષી જ હોય છે અને તેમાં જૈન પૌરાણિક આખ્યાયિકાઓ-ચરિતોના સંદર્ભો-અરિષ્ટનેમિ સમ્બદ્ધ કોઈ કોઈ વિરલ સ્તોત્રના અપવાદ બાદ કરતાં—મળતા નથી : અને જે સ્તુતિકારો સૈદ્ધાત્તિક વા દાર્શનિક ઢંગની સ્તુતિ રચે છે શ્વેતામ્બર પક્ષે સિદ્ધસેન દિવાકર (પંચમ શતી પૂર્વાર્ધ), હેમચન્દ્ર (૧૨મું શતક) ઇત્યાદિ સ્તુતિકારો અને દિગમ્બર પક્ષે સમન્તભદ્ર આ૮ ઈસ. ૧૭૫૬૨૫), પાત્રકેસરિ (૭મી શતાબ્દી), ભટ્ટ અકલંકદેવ (૮મી સદી), વિદ્યાનંદ (૧૦મી સદી પૂર્વાર્ધ), અમિતગતિ (૧૦મી ૧૧મી સદી) ઇત્યાદિતેમાં જ તત્ત્વજ્ઞાનની ઝલક મળે છે, અન્ય મુનિઓ રચિત સ્તોત્રોમાં નહીં. વીતરાગરૂપ તીર્થકરો આત્મિક ગુણો, સર્વથા સાત્ત્વિક સ્વભાવ, અને કર્મમુક્ત સ્થિતિને કારણે અનુગ્રહ કે અભિશાપ દેવા અસમર્થ છે : આથી તેમની પાસે ઐહિક વાસનાઓ-આકાંક્ષાઓ તૃપ્ત કરવાની, કે ભૌતિક કલ્યાણની કૃપા યાચનાઓ-પ્રાર્થનાઓ કરવી અર્થહીન બની જાય છે. વળી પૌરાણિક દેવતાઓની જેમ તેમના બહિરંગની સ્તુતિ૫–આભૂષણો, આયુધો, વાહન, સંગિની, ઇત્યાદિની સ્તુતિપૂર્વક વર્ણના કરવાની પ્રથા સ્વાભાવિક રીતે જ જૈન સ્તવનોમાં જોવા મળતી નથી, કેમકે તેને ત્યાં અવકાશ નથી. ત્યાં તેમના આત્મિક ગુણોને સ્પર્શતી ઉક્તિઓ જ જોવા મળે છે. આથી શ્રીપાલ કારિત સ્તુતિ સંપૂર્ણપણે જૈન રીતિનું અનુસરણ અને જૈન સ્તુતિના વણલખ્યા નિયમોનું પાલન વા અનુસરણ કરે છે. જૈન
Page #7
--------------------------------------------------------------------------
________________
૮૦
મધુસૂદન ઢાંકી
Nirgrantha
સ્તોત્રમાં શ્વેતામ્બર માનતુંગાચાર્યકુત ભક્તામર સ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી છઠ્ઠી-સાતમી શતી), કે દિગમ્બર કુમુદચન્દ્રાચાર્યના કલ્યાણમન્દિર સ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૧૨મી સદીનું પ્રથમ ચરણ) જેવી થોડીક કૃતિઓને બાદ કરતાં ભક્તિરસની ઉત્કટતા આદિ તત્ત્વો જોવા મળતાં નથી. એથી શ્રીપાલ કારિત સ્તુતિમાં એ તત્ત્વોની અનુપસ્થિતિને કારણે કર્તા જૈન નથી તેમ કહી શકાય તેમ નથી. મેં હજારેક જેટલા જૈન સ્તોત્રોનો અભ્યાસ કર્યો છે, ને તેના આધારે કહી શકું છું કે શ્રીપાલની સ્તુતિ બહિરંગ-અંતરંગથી બિલકુલ જૈનકારિત હોવાનો જ ભાસ આપે છે, અને એથી તેના કર્તા જૈન હોવાની સમીચીનતાને પડકારી શકાય તેમ નથી. કવિએ પદ્યોમાં પાદાન્તયમકનો ઉપયોગ કર્યો છે, જેવું તેમની પૂર્વે બપ્પભટ્ટસૂરિ, શોભનમુનિ, જિનેશ્વર સૂરિ, ઈત્યાદિ અને તેમના પછી દિગમ્બર દ્વિતીય દેવનન્દી (ઈસ્વી ૧૨મી શતી ઉત્તરાર્ધ) એવે અનેક અજ્ઞાત મધ્યકાલીન-ઉત્તર મધ્યકાલીન શ્વેતામ્બર કર્તાઓની કૃતિઓમાં જોવા મળે છે. આલંકારિક ચાતુરીના પ્રદર્શનથી રસાત્મકતાની થતી હાનિ તો કેટલાંયે જૈન સ્તોત્રોમાં જોઈ શકાય છે, જેવું શ્રીપાલની કૃતિમાં પણ બન્યું છે. અન્યથા કાવ્ય-ચમત્કૃતિની દૃષ્ટિએ ઊંચી ગુણવત્તા ધરાવતી કુડિબંધ જૈન સ્તુતિઓ પણ આ જ પ્રકારની, એટલે કે બુદ્ધિજનિત હોઈ, કંઠસ્થ કરવા યોગ્ય નથી હોતી,
આ પળે મને એક સમાન્તર દૃષ્ટાન્ત યાદ આવે છે; દિગમ્બર પરમ્પરામાં પ્રાયઃ ઈસ્વી આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા મહાકવિ ધનંજયના રાઘવપાડવયમ્ નામક દ્વિસંધાન કાવ્યનું. પ્રસ્તુત કાવ્યમાં બ્રાહ્મણીય રામાયણ તથા ભારતકથા અનુક્રમથી એકએક દ્વિ-અર્થક પદ્યમાં વણી લેવામાં આવી છે. દ્રાવિડસંધીય દિગમ્બર મુનિ વાદિરાજે તેમના પાર્શ્વનાથચરિત (ઈ. સ. ૧૦૨૫)માં, અને તેમની પહેલાં પ્રતીહારરાજના બ્રાહ્મણીય સભાકવિ, મહાનું કાવ્યશાસ્ત્રી રાજશેખરની એક ઉક્તિ (પ્રાયઃ ઈસ્વીટ ૯૦૦)માં ઉપર્યુક્ત કાવ્યની. પ્રશંસા કરી છે. કાવ્ય-વસ્તુ ઉપરથી તો પહેલી નજરે કવિ ધનંજય બ્રાહ્મણમાર્ગી જ જણાય : પણ તેમની પ્રસિદ્ધ કૃતિ નામમાલામાં જૈન નિર્દેશો છે. અને એમણે વિષાપહારસ્તોત્ર નામથી પ્રસિદ્ધ દર્શનપરક “સાધારણજિનસ્તવ' પણ રચ્યું છે. શ્રી પંડ્યાની કવિ શ્રીપાલ અંગે પ્રસ્તુત કરેલી સ્થાપનાના મૂલગત સિદ્ધાન્તો પ્રમાણે તો આ જૈનધર્મી મનાતા કવિરાજ ધનંજયને પણ વેદવાદી જ ગણવા જોઈએ : અને ઉપર્યુક્ત સ્તોત્ર તેમણે કોઈ ને કોઈ દિગમ્બર જૈન મુનિ પરત્વેના તેમના આદર-અનુરાગને કારણે જ બનાવ્યું હશે તેમ કહેવું જોઈએ ! તેમ જ નામમાલામાં જિન મહાવીરને લગતા ઉલ્લેખો પણ એ જ કારણથી કર્યા હશે, તેમ માનવું ઘટે ! અલબત્ત, મને ધ્યાનમાં છે ત્યાં સુધી તો કોઈએ રાઘવપાણ્ડવીયમુને લઈને ધનંજય જૈન ન હોવાનો તર્ક કર્યો નથી તે અહીં જણાવવું જોઈએ.
ચર્ચામાં એક નાનો મુદ્દો રહી જાય છે. વાદી દેવસૂરિ તેમ જ આચાર્ય હેમચન્દ્ર સ્વયં ઉચ્ચ કોટિના સ્તુતિકારો હતા. તેમની સાથે નિકટનો સંબંધ હોવાને કારણે “તેમને માટે શ્રીપાલ ચતુર્વિશતીજિનસ્તુતિ રચી આપે તેમ માનવું વધુ પડતું ગણાય.
હવે રહ્યો “સંભવ’ અને ‘શંભવ' અંગેનો મુદો. પ્રાકૃતોમાં તાલબ “શ'ને સ્થાને દત્ય “સનો પ્રયોગ થાય છે. તૃતીય તીર્થંકરનું “સંભવ' રૂપે અભિધાન મૂળે અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ સુપ્રસિદ્ધ આગમિક ચતુર્વિશતીસ્તવ (પ્રાય: ઈસ્વી પ્રથમ શતાબ્દી), તેમ જ તે પછી દેવવાચક કૃત નન્દીસૂત્ર (પ્રાય: ઈસ્વી પંચમ શતી મધ્યભાગ)ની ઉત્થાનિકાના મંગલસ્તવમાં મળે છે. અને કેટલાક સંસ્કૃત જૈન સ્તુતિકારોએ તેમ જ ટીકાકારોએ તેનો યથાતથ સ્વીકાર પણ કર્યો છે. પણ બીજા ઘણા સ્તુતિકારોને સંસ્કૃત ભાષામાં તો મૂળ અભિધાન “શર્ભવ' હોવાનું અભિમત છે, જેના ઈસ્વી છઠ્ઠી શતાબ્દીથી લઈ ૧૭મી શતાબ્દીનાં અનેકાનેક દૃષ્ટાંતો છે. અહીં તેમાંથી થોડાંક પ્રમાણરૂપે ઉäકીશું, જેથી એ મુદાનું સ્વતઃ નિરાકરણ થશે.
દક્ષિણની દિગમ્બર જૈન પરમ્પરામાં થઈ ગયેલા દાર્શનિક કવિ, વાદિમુખ્ય સમન્તભદ્રના
Page #8
--------------------------------------------------------------------------
________________
Vol, II. 1996
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાય: ઈસ્વી ૬૦૦) નામક “ચતુર્વિશતી જિનસ્તોત્રમાં “શર્ભવ” રૂપ છે, “સંભવ’ નહીં. યથા :
– શાશ્વવ: સવ-ત-રો. सन्तप्यमानस्य जनस्य लोके । आसीरिहाऽऽकस्मिक एव वैद्यो वैद्यो यथाऽनाथरुजां प्रशान्त्यै ॥१॥
- નાગેન્દ્રકુલના વિમલસૂરિના પહેમચરિય (પ્રાય: ઈસ્વી ૪૭૩)માં ગ્રન્થારમ્ભ કરેલી સ્તુતિમાં “સંભવ' રૂપ છે, કેમકે રચના પ્રાકૃતમાં છે; પણ તેના પલ્લવિત સ્વરૂપે રચાયેલા, દાક્ષિણાત્ય પરમ્પરાના આચાર્ય રવિષેણના સંસ્કૃત પધચરિત (ઈસ્વીટ ૬૭૭)માં, પાદાન્ત-યમક સાથે “શંભવ’ રૂપ જોવા મળે છે.
शंभवं शं भवत्यस्मादित्यभिख्यामुपागतम् ॥
- પાપુરા -૪' રવિણના પ્રાય: સમકાલીન અને કર્ણાટમાં થયાનું મનાતા જટાસિંહન્દીના વરાંગચરિતના ચતુર્વિશતિજિન સ્તુત્યાત્મક પદ્યસમૂહમાં પણ “શંભવરૂપ જ મળે છે. યથા :
नाभेय आद्योऽजित शंभवै च ततोऽभिनन्दः सुमतिर्यतीशः ।
-વારિત, ર૭ રૂ૭’ પુત્રાટ સંઘના આચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૪)માં પણ ગ્રન્થારભે ““ચતુર્વિશતિજિનસ્તુતિ” અંતર્ગત યમકાંકિત ચરણમાં શંભવ રૂપ જ જોવા મળે છે.... યથા :
शं भवे वा विमुक्तौ वा भक्ता यत्रैव शम्भवे । भेजुर्भव्या नमस्तस्मै तृतीया च शम्भवे ॥
- हरिवंशपुराण १.५ શ્વેતામ્બરાચાર્ય ભદ્રકીર્તિ અપરના બપ્પભટ્ટસૂરિની પદાનયમકયુક્ત ચતુર્વિશતિનિસ્તુતિ (પ્રાય: ૮મી શતાબ્દી અંતિમ ચરણોમાં પણ “સંભવને બદલે “શમ્ભવ' જ રૂપ છે. પાદાન્તયમક પણ તેની પુષ્ટિ કરે છે. યથા :
ની અવનવરું હૃતિ ! સેવિ ! તે વન્દિતાमितिस्तुतिपराऽगमत्रिदशपावली वन्दिता । यदीयजननीं प्रति प्रणुत तं जिनेशं भवं निहन्तु मनसः सदाऽनुपमवैभवं शम्भवम् ॥
ઉપરના ઈસ્વી, આઠમી શતીની સ્તુતિના દૃષ્ટાન્ન પછી, દશમી/૧૧મી શતાબ્દીના સંધિકાળે થયેલા, પરમારરાજ મુંજ અને ભોજના સભાકવિ ધનપાલના લધુબન્યુ શ્વેતામ્બર જૈન મુનિ શોભનની પદાન્તયમક યુક્ત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાય: ઈસ્વી ૧OOO)માં પણ “શર્મવરૂપ છે. અહીં પણ પાદાન્તયમકથી શમ્ભવ” રૂપ જ હોવાનું સિદ્ધ થાય છે : યથા
Page #9
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
Nirgrantha निभिन्नशत्रुभवभय ! शं भवकान्तारतार ! तार ! ममारम् ।
वितर जातजगत्त्रय ! शम्भव ! कान्तारतारतारममारम् ।। આ છ વસ્તુતઃ સાત) દષ્ટાન્તો કવિરાજ શ્રીપાલના સમય પૂર્વેનાં છે. એમના કાળ પછીનાં તો અનેક દૃષ્ટાંતો છે, તેમાંથી માત્ર ત્રણેકનાં ઉદ્ધરણ આપી બાકીનાના સન્દર્ભો દર્શાવવા પર્યાપ્ત થશે. એમાં જો ઈએ તો તપાગચ્છીય ધર્મકીર્તિ અપનામ ધર્મઘોષસૂરિ (ઈસ્વી ૧૩મી શતાબ્દી ઉત્તરાર્થના ચતુર્વિશતીજિન સ્તવનમાં “શમ્ભવ' રૂપ આ રીતે મળે છે* :
जय मदगजवारिः, शम्भवान्तर्भवाऽरिव्रजभिदिह तवाऽरि-श्रीन केनाप्यवारि । વધતમ વારિ-સ્વંસન ! શીખવાડ,
प्रशमशिखरिवारि, प्रोन्नभद्दानवारिः મધ્યકાળમાં રચાયેલા, દિગમ્બર સમ્પ્રદાયમાં પ્રસિદ્ધ, “સુપ્રભાતસ્તોત્રમાં પણ ‘શમ્ભવ’ રૂપ મળે છે૪૯
श्रीमन्नतामर कीरिटमणि प्रभाभिरालिढपादयुग दुर्धर कर्म दूर ।
श्रीनाभिनन्दन ! जिनाजिन ! शम्भवाख्य
- त्वर्द्धयानतोऽसततं ममं सुप्रभातम् ॥ એ જ રીતે ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ જિનપ્રભસૂરિ (કાર્યકાલ પ્રાયઃ ઈસ્વી ૧૨૯૦-૧૩૪૦)ના ચતુર્વિશતિજિનસ્તવમાં પણ વરતાય છે૫૦.
श्रीमान् कैरवबन्धुरविलोचनो गारुडच्छविवपुर्वः ।
शम्भवजिनोऽस्त्वहीनस्थितिभाक् तार्क्ष्यध्वजः प्रीत्यै ! ॥ તે પછી તો ૧પમાથી ૧૭મા શતકનાં અનેક સ્તોત્રમાં એ જ તથ્ય સામે આવે છે : જેમકે તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિ (ઈસ્વી ૧૩૯૦૧૪૬૦), એમના મહાનુ શિષ્ય મુનિસુન્દરસૂરિ (૧૫મી શતી પૂર્વાર્ધ), અને એ બન્ને મહાન્ આચાર્યોના કેટલાક શિષ્ય-પ્રશિષ્યાદિની રચનાઓમાં અને છેવટે મોગલકાલીન સુપ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાન્ ઉપાધ્યાય યશોવિજયની કૃતિમાં પણ એ જ રૂપ જોવા મળે છે : યથા :
शम्भव ! सुखं ददत्त्वं भाविनि ભાવારવાવારગ ! વિશ્વમ્ | वासवसमूहमहिताऽभाविनि
પાવાગરવીરવડ ! વિશ્વમ્ | આ બધું જોતાં “શર્ભવ'ના પ્રયોગથી શ્રીપાલને અજૈન ઘટાવવાનું તો એક કોર રહ્યું, ઊલટું તેઓ આ સૂક્ષ્મતર વાતથી માહિતગાર હોઈ જૈન હોવાની વાતને વિશેષ પુષ્ટિ મળે છે !૫૪
હવે જોઈએ કવિરાજપુત્ર સિદ્ધપાલ કારિત જૈન વસતીની વાત. એ સંબંધમાં શ્રી પંડ્યાની વાત આમ તો ઠીક જણાય છે : પણ શૈવ સોલંકી રાજાઓ જિનમદિરો બંધાવે તે વાત સાથે માહેશ્વરી યા ભાગવત ગૃહસ્થો દ્વારા જિનાલયો વા પૌષધશાળાઓના નિર્માણને સરખાવી શકાય નહીં. રાજાઓનો ધર્મ સર્વ
Page #10
--------------------------------------------------------------------------
________________
Vol. II - 1996
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
૮૩
ધર્મીઓના પાલન અને પ્રત્યેક ધર્મના ઇષ્ટદેવો પ્રતિ આદર દેખાડવાનો હોય છે. પણ ગૃહસ્થ સંબદ્ધ દાખલાઓ——એક અપવાદ સિવાય—–વસ્તુતયા જૈન સન્દર્ભમાં જાણમાં નથી. પૂર્ણિમાગચ્છના મુનિરત્નસૂરિના અમમસ્વામિચરિત (ઈ સ૰ ૧૧૬૯)ની પ્રાપ્તપ્રશસ્તિમાં કુમારપાળના મહામૌહુર્તિક રુદ્રના પુત્ર મન્ત્રી નિર્નયભટ્ટ — ભૂદનનો જૈન શ્રાદ્ધ (શ્રાવક)ની જેમ જિનેન્દ્ર શાસનની ઉન્નતિ અર્થે ધનવ્યય કરનાર વિપ્રરૂપે ઉલ્લેખ છેષ. યથા :
–
श्रीरुद्रस्य कुमारभूपतिमहामौहूर्त्तिकस्यात्मजो
मंत्री निर्नय इत्युदात्तचरितो विप्रोऽपि सुश्राद्धवत् । भट्टः भूदनसंज्ञितश्च सुगुरोस्तस्यैव बोधाब्धधात् सार्द्धं येन जिनेंद्रशासनधनौन्नत्यं धनस्य व्ययात् ॥
અને આ દાખલાના આધારે તો દ્રૌપદીસ્વયંવરનાટકના રચયિતા એવં જૈન પૌષધશાલા બંધાવનાર સિદ્ધપાલને પણ પુરાણમાર્ગી ઘટાવી શકાય. ફરક (યા વાંધો) એટલો જ છે કે અમમચિરતના પ્રશસ્તિકારે જિનશાસન પરત્વે સહાનુભૂતિ હોવા છતાં ત્યાં તેમને બ્રાહ્મણ જ અને શ્રાદ્ધ નહીં, શ્રાદ્ધવત્ એટલે કે જૈન શ્રાવકવત્ હોવાનું કહ્યું છે, સ્વીકાર્યું છે. જ્યારે કવિરાજ શ્રીપાલ કે કવિ સિદ્ઘપાલ (કે વિજયપાલ) વેદમાર્ગી હોવા સંબંધમાં કોઈ જ નોંધ સમકાલિક યા ઉત્તરકાલીન જૈન લેખકોએ લીધી નથી ! આથી કવિ શ્રીપાલનો વાદીન્દ્ર દેવસૂરિ એવં હેમચન્દ્રાચાર્ય સાથેનો અનુરાગપૂર્વકનો સંબંધ, દેવસૂરિ-કુમુદચન્દ્રના સિદ્ધરાજની સભાના વાદ પ્રસંગે નાગર મન્ત્રી ગાંગિલ તેમ જ (સરસ્વતીપુરાણકાર) કેશવ અને એ જ નામધારી બે અન્ય બ્રાહ્મણ પંડિતોની જેમ કુમુદચન્દ્રનો પક્ષ લેવાને બદલે દેવસૂરિ પક્ષે રહેવાનું પસંદ કરવું, કુમારપાળની ઉજ્જયન્તગિરિ-શત્રુંજયગિરિની યાત્રામાં કવિનું શામિલ થવું, ચતુર્વિશતિજિનસ્તવની જન્મજાત જૈન કવિની જેમ જ રચના કરવી, ભાગવત દેવબોધ દ્વારા કવિની નિર્દય નિર્ભત્સના, કવિવરના બન્ધુ શોભિતની ખાંભીની સ્થાપના પાટણના કોઈ શિવમન્દિરના પ્રાંગણમાં થવાને બદલે, અને જો અર્બુદાચલ પરના દેવકુલગ્રામમાં જ કોઈ કારણસર એને થાપવાની હતી તો ત્યાંના જ પ્રસિદ્ધ અચલેશ્વરના પુરાતન મંદિરના પરિસરમાં ન થતાં વિમલવસહીમાં કેમ સ્થાપી એ બધા પ્રશ્નોનો શ્રીપાલને અને તેના પરિવારને જૈન કલ્યા સિવાય સંતોષજનક ઉત્તર મળી શકતો નથી. શોભિતને શ્રી પંડ્યા જૈન હોવાનું કહે છે તેનું કારણ તો એના અભિલેખમાં જ એને નાભેય (જિન ઋષભ)ના પદપંકજનો ભ્રમર કહ્યો છે એ હોઈ શકે; પણ એ જ લેખમાં તેને વિષ્ણુ સાથે ને પત્ની શાન્તાને લક્ષ્મી સાથે સરખાવ્યાં છે અને પુત્ર શાંતકને પ્રદ્યુમ્ન કહ્યો છે તેનું શું ? પકડ જ કરવી હોય તો એમ કહી શકાય કે આવી ઉપમાઓ તો બ્રાહ્મણધર્મોને જ ઘટી શકે, જૈનને નહીં. મને લાગે છે કે સોલંકીકાલીન જૈન સમાજને, સોલંકીયુગની સંસ્કૃતિ, સંસ્કાર અને તે કાળે સર્જાયેલ જૈન સાહિત્યની સમગ્રતાના પરિપ્રેક્ષ્યમાં જોઈશું તો શ્રીપાલ, સિદ્ઘપાલ, કે વિજયપાલ જૈન નથી અને વેદમાર્ગી છે તેવો આગ્રહ કે સ્થાપના કરવા કે તારતમ્ય દોરવા પ્રેરાઈશું નહીં. એમ કહેવા માટે તો તદ્દન સીધાં અને નક્કર પ્રમાણોની આવશ્યકતા રહે છે; અને એવાં પ્રમાણો મળે તો શ્રીપાલપરિવારના કુલધર્મ વિષે એટલો સુધારો કરી લેવામાં કોઈ જ બાધા ન હોઈ શકે.
વિદ્વપુંગવ પંડ્યાનો લેખ વિચારણીય હોવા ઉપરાન્ત એમની આરપાર જતી નજર એવં આગવા અભિગમને સરસ રીતે પ્રકટ કરે છે. આવા ધ્યાન ખેંચે તેવા અભ્યાસપૂર્ણ, ચર્ચભૂષિત, એવું ચર્ચાકર્ષક લેખન માટે તેઓ સોલંકીયુગના ઇતિહાસના અભ્યાસીઓ તરફથી સાધુવાદને પાત્ર સહેજે જ બની જાય છે. ખોજપ્રક્રિયામાં તાલીમ અર્થે આવા લેખોની ઉપયુક્તતા અપ્રશ્નીય બની રહે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
८४
મધુસૂદન ઢાંકી
Nirgrantha
ટિપ્પણો : ૧. “પ્રસ્તાવના”, દ્રૌપવીસ્વયંવરમ્ પ્રવર્તક શ્રીકાંતવિજય-જૈન ઇતિહાસમાલા-પચ્ચમ પુષ્ય, શ્રી જૈન-આત્માનન્દસભા
ભાવનગર ૧૯૧૮, પૃ. ૧-૨૩, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૨૩૫, ૨૩૬,
કું ૩૨૧. ૨. “પ્રબન્ધપર્યાલોચન”, “શ્રીહેમચન્દ્રસૂરિ', vમાવંત્ર (પાપાંતર), શ્રીજૈન આત્માનંદ સભા-ભાવનગર,
ભાવનગર, વિ. સં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૦-૩૧), પૃ. ૧૦૨-૧૦૩. ૩. “પ્રસ્તાવના'', નૈનસ્તોત્રમ-નોઇ, પ્રથમ માળ; અમદાવાદ ૧૯૩૨, પૃ. ૪૯-૫૧. 8. "Śripāla—the blind poet-laureate at the court of Siddharāja Jayasimha, (1094-1143 A. D.)
and Kumārapāla (1143-1174 A. D.)." Journal of the Oriental Institute, Vol. 13 No. 3 (March 1964), P.P 252-ff; તથા ‘‘સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ”, ઈતિહાસ અને સાહિત્ય, અમદાવાદ ૧૯૬૬, પૃ. ૧૨૨-૧૩૪; તેમ જ એ જ લેખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથ,
મુંબઈ ૧૯૬૮, ગુજરાતી વિભાગ, પૃ. ૭૨-૭૮ પર પુનર્મુદ્રિત. ૫. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ખંડ ૨ : “ધાર્મિક સાહિત્ય” ઉપખંડ ૧ : લલિત સાહિત્ય, શ્રીમુક્તિ-કમલ
જૈનમોહનમાલા : પુષ્ય ૬૪, વડોદરા ૧૯૬૮, પૃ. ૨૪૧-૨૪૨-૫૨૨, ૨૨૪. ૬. જૈન પરંપરાનો ઈતિહાસ (ભાગ બીજો) શ્રીચારિત્રસ્મારક ગ્રંથમાળા અંક ૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૬૬૭-૬૭૨.
(ત્યાં ક્રમશઃ શ્રીપાલ, સિદ્ધપાલ, તેમ જ વિજયપાલ વિષે મૂલ સાધનોના આધારે નોંધો લીધેલી છે.). ૭. “ભાષા અને સાહિત્ય,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪ સોલંકી કાળ, પ્ર૧૨, અમદાવાદ
૧૯૭૬પૃ. ૨૯૭. ૮. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા ગ્રંથાંક ૪૧મો, ગુજરાત વિદ્યાસભા, દ્વિતીય સંસ્કરણ,
અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૦-૩૦૭. ૯, “મહાકવિ શ્રીપાલ, સિદ્ધપાલ, વિજયપાલ અને એમનો ધર્મ” સ્વાધ્યાય ૫૦ ૨૪, અંક ૩, ૪, મે, ઓગસ્ટ
૧૯૮૭, પૃ. ૩૧૯-૩૨૪, પ્રસ્તુત લેખ જરા શા ફેરફાર સાથે દ્રૌપદીસ્વયંવરના પુનર્મુદ્રણમાં એમની ““પ્રસ્તાવના” રૂપે ફરીથી છપાયો છે : (જુઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ શિક્ષણ સંસ્કાર નિધિ,
ક્રમાંક ૭, અમદાવાદ ૧૯૯૩.) ૧૦. એજન, પૃ. ૩૨૪, આ વાક્ય લેખની ફલશ્રુતિરૂપે સૌથી આખરમાં છે; અને પૂરા લેખમાં પ્રસ્તુત અનુમાનના
સમર્થનમાં મૂળ સ્રોતોના આધારે યુક્તિઓ રજૂ કરવામાં આવી છે. ૧૧. જુઓ અરવિન્દ કુમાર સિંહ, “ના વિદ્વાન શ્રી વિરૂપાક્ષ ઘન્દ્રિા (વિપર) 1 fજોઉં, સંવત ૨૦૬૮,”
Sambodhi, Vol. 13, Nos. 1-4, April 2, 1984–March 1985, Ahmedabad, પૃ. ૨-૧૬. ૧૨. સં. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨, મુંબઈ ૧૯૩૫, પૃ. ૪૧. ૧૩. વિગત માટે જુઓ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ૦ ૨૩૫-૨૩૬. ૧૪. સં ચતુરવિજય મુનિ, જૈન સ્તોત્ર સંદોહ, પ્રથમ ભાગ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્ધારઝન્થાવલી, પ્રથમ પુખ, સ્તોત્રાંક
૪૯, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૧૨૧-૧૨૩. ૧૫. ઉપ૨કથિત શ્લોકો કુમારપાલ પ્રતિબોધ 6.0.s. No. 14, First Ed. Baroda 1920, Reprint, 1992, સં.
મુનિરાજ જિનવિજય. ટિપ્પણ લખતે સમયે મૂળ ગ્રન્થ ઉપલબ્ધ ન હોઈ, પૃષ્ઠ ક્રમાંક અને શ્લોકો ઉફૅક્તિ કરી
શકાયા નથી. ૧૬ સંદર્ભગત લેખ મુનિ જયન્તવિજયજી દ્વારા આબૂ ભાગ રમાં પ્રસિદ્ધ થયો છે, પણ તે ગ્રન્થ સન્દર્ભાર્થે આ પળે લભ્ય
ન હોતાં મુનિ કલ્યાણવિજયજી દ્વારા સંપાદિત પાઠ અહીં ટિપ્પણ ૫૬માં ઉદ્ધત કર્યો છે. (મૂળ સ્રોત “(૩) કાચું
નૈન સૈફ-સંa૬,' પ્રથન્ય પરિવાર, જાલોર ૧૯૬૬, પૃ. ૩૭૫). ૧૭, જુઓ સ્રોત માટે ટિપ્પણ, ૧. ૧૮. આથી અહીં તે સૌનો ઉલ્લેખ કરવો છોડી દીધો છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
Vol. II - 1996
શ્રીપાલ પરિવારનો કુલધર્મ
१८. पंड्या, “महावि श्रीपाल.," पृ. ३२१. २०. से . २१. रोहन्मोहतमोतिव्यतिकरप्रंस्तार सारस्वतं
ध्येयं ब्रह्महरीश्वरप्रभृतिभिया॑तिर्जयत्यव्ययम् । यस्मिन्नद्धतशुरमण्डल समुद्भूतास्त्रिलोकीगृह
क्रोडोद्दीपनदीपिकारणलवायन्ते प्रतापोर्मयः ॥१॥ (सं० मिनलाल मो. दास, G. o. s. x, Baroda 1920, p. 1. ૨૨. પ્રસ્તુત નાટિકાનો નાન્દીનો શ્લોક આ પ્રમાણે છે :
अर्हत्रार्हसि मामुपेक्षितुमपि क्षामां त्वदर्थे तनुं किं नालोकयसे भविष्यति कुतः स्त्रीघाति नस्ते सुखम् । अङ्गैः काञ्चन कान्तिभिः कुरु परिष्वङ्गं सुपर्वाङ्गना लोकैरित्थमुदीरितः क्षितिधरस्थायी जिनः पातु वः ॥१॥ (मावि बESEE २थित 'सुन्दरी प्रसाद शीनाथ शर्मा संहित काव्यमाला, गु. ७, निएय सागर प्रेस,
मुंबई १८३२). ૨૩. કેમ કે વિજયપાલ સ્પષ્ટ રૂપે પોતાને જૈન હોવાનું કહેતા હોય તેવું સીધું પ્રમાણ નથી. ૨૪. ઉદયન મંત્રીના વંશમાંથી ચોથી-પાંચમી પેઢીએ થયેલા મંત્રી સલક્ષણ, તદુપરાન્ત પાટણના છાડા શ્રેષ્ઠિની
સંતતિમાંથી કોઈ કોઈ, ઇત્યાદિના દાખલાઓ અભિલેખ તથા ઉત્તર-મધ્યકાલીન પ્રબન્ધાદિ સાહિત્યમાં નોંધાયા છે.
અહીં તે સૌનો ઉલ્લેખ ઉપયુક્ત ન હોઈ મૂળ સંદર્ભે ટાંકવાનું છોડી દીધું છે. २५. पंडया, पृ. ३२१. २६. मेन, पृ. ३२१-३२२. ૨૭, જુદાં જુદાં વાસ્તુશાસ્ત્રોમાં આ વિધિઓનાં વિધાનો મળી આવે છે. २८. ॐ नमः ॥ सर्व्व(ज्ञा)यः ।।
नमो....[स]प्ताच्चिदग्व(ग्ध)संकल्पजन्मने । शर्वाय परमज्योति(डीस्तसंकल्पजन्मने । जयतात्स मृङः श्रीमान्मृडादनाम्बुजे । यस्यकण्ठच्छवी रेजे से(शे)वालस्येव वल्लरी । यदीयशिखरस्थितोल्लसदनल्पदिव्यध्वज समण्डपमहो नृणामपि विदूरतः पश्यतां अनेकभवसंचितं क्षयमियत्ति पापं द्रुतं स पातु पदपंकजानतहरिः समिद्धेश्वरः ।। ( F. Kilhorn, "XXXIII. - Chitorgadh Stone Inscription of the Chaulukya Kumarapala. The
[Vikrama] year 1207," Epigraphia Indica Vol. II, P. 422). २८. ॐ ॥ श्वेताम्भोजातपत्र किमु गिरिदुहितुः स्वस्तमित्या गवाक्षः ।
किंवा सौख्यासनं वा महिमुखमहासिद्धिदेवीगणस्य । त्रैलोक्यानन्दहेतोः किमुदितमनघं श्लाघ्यनक्षत्रमुच्चैः । शंभो लस्थलेन्दुः सुकृतिकृतनुतिः पातु वो राज्यलक्ष्मी ॥१॥ (F. kilhorn, "No.9 - The Chahamanas of Naddula, G. - Saundha Hill Inscription of Chachigadeva; [Vikrama-] Samvat 1319", Epigraphia Indica, Vol. IX p. 74. * શ્રીપાલ વિરચિત માળવસ્થિત બિલપાકના વિરૂપાક્ષ મંદિરની પ્રશસ્તિનો આરંભ પણ શિવસ્તુતિથી જ થાય છે. यथा : ॥ ॐ नमः शिवाय ॥ यमष्टाक्षो व्र(ब्र)ह्या स्मरति भजति द्वादशाक्षः कुमारः सहस्राक्षः शक्रो नमति नुवति द्विस्तदक्षः फणींद्रः ।
Page #13
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી
Nirgrantha
असौ वामाक्षीणां स्मरपरवसं(श) लक्षणीयोक्षिल:
विरूपाक्षः क्षिप्रं क्षपयतु सतां कर्मजातं विरूपं ॥१॥ ૩૦. પંડ્યા, પૃ. ૩૨૨, ૩૨૩. ૩૧. પ્રભાવકચરિત, પૃ. ૧૯૦ પરનું વૃત્તાન્ત જેવું. ૩૨. પંડ્યા, પૃ. ૩૨૩. ૩૩. જુઓ જૈન સ્તોત્ર સંગ્રહ, ભાગ ૧ વારાણસી વી. નિસં. ૨૪૩૨ ઈસ. ૧૯૧૨, પૃ ૧૧૬-૧૧૮. ૩૪, જુઓ પ્રસ્તુત સ્તુતિનાં પઘ ૨૬-૨૮, (જૈ. સ્તોસંભાગ ૧, પૃ. ૧૨૩.) ૩૫. શિવ, વિષ્ણુ, દેવ્યાદિનાં અનેક સ્તોત્રોમાં આ બહિરોગવર્ણના સ્પષ્ટ રૂપે જોવા મળે છે. ૩૬. આ વાત આમ સુસ્પષ્ટ છે. ૩૭, આના ઘણા દાખલાઓ જુદાં જુદાં જૈન સ્તુતિ-સ્તોત્રોમાં સારા પ્રમાણમાં આવે છે, અને જિજ્ઞાસુ પાઠકોએ ત્યાં જોઈ
લેવા. ૩૮. જુઓ પં. નાથુરામ પ્રેમી, “ધનંગ1 દિસંથાવ', જૈન સાહિત્ય ગૌર તિહાસ, વ ૧૨૧૬, પૃ. ૨૦૨-૧૧૨. ૩૯. એજન. ૪૦ એમ બને કે જયારે એમણે રાઘવપાણ્ડવીયમ્ બનાવ્યું ત્યારે તેમણે હજી જૈન ધર્મનો સ્વીકાર ન કર્યો હોય.
કર્ણાટકમાં બ્રાહ્મણોમાંથી કોઈ કોઈએ જૈન ધર્મ અંગીકાર કર્યાના દાખલાઓ છે. ૪૧તમનતં ૪ વંદું સંપનિંદ્રને ૨ આ અતિ પ્રસિદ્ધ સ્તોત્ર ષડાવશ્યકમાં સમાવિષ્ટ હોઈ અનેક સ્થાનેથી પ્રકાશિત
થયું છે. ૪૨. સં. અo ને. ઉપાધ્ય, પુનર્મુદ્રણ (હિન્દી અનુવાદ સહિત), વારાણસી ૧૯૯૬, પૃ. ૫૩૯. ૪૩, સંત પં. ૩ દરબારીલાલ, માણિજ્યચન્દ્ર-દિગમ્બર-જૈનગ્રન્થમાલા-સમિતિ, મળ્યાંક ૧૯, મુંબઈ વિ. સ. ૧૯૮૫
(ઈ. સ. ૧૯૨૯). ૪૪. સંત આ. ઉપાધ્ય, હિન્દી અનુવાદ સમેત પુનર્મુદ્રણ, પ્રકાશન સ્થળ અનુલ્લિખિત, ૧૯૯૬, પૃ. ૫૩૯. ૪૫. સં. પન્નાલાલ જૈન, જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન પ્રસ્થમાલા સં૨૦ ૨૭, તૃતીય આવૃત્તિ, દિલ્હી ૧૯૯૪, પૃ. ૧. ૪૬, સ્તુતિ તરી [સ્વત પર ૨૩, સં. વિજયભદ્રંકરસૂરિ, મદ્રાસ વિસં. ૨૦૯૩ (ઈ. સ. ૧૯૮૭), પૃ. ૨. ૪૭, જુતિ તfor [સંસ્કૃત પાન ૨), સં. વિજયભદ્રકરસૂરિ, મદ્રાસ, વિ. સં. ૨૦૪૩ (ઈસ્વી ૧૯૮૭) પૃ. ૧૮. ૪૮, એજન પૃ. ૧૧૩. ૪૯, જુઓ સં. લલૂલાલ જૈન, શ્રી દિગમ્બર જૈન કુન્ય વિજય ગ્રંથમાલા સમિતિ, પુષ્ય ક્રમાંક ૪, જયપુર ૧૯૮૨,
પૃ. ૬. ૫૦. જે સ્તો, સંત, પૃ. ૨૧૭. ૫૧. મૂળ ગ્રન્થ આ સમયે ઉપલબ્ધ ન થતાં તેમાંથી ઉદ્ધરણ લઈ શકાયું નથી. પ૨. સમય થતો ને ત્વત્રુતી વિમર્દન
भवदभवदपि स्याद्यतोऽस्मात् विशुद्धम् । चरणचरणयोगः शम्भवेशोऽथ तस्मादरतिदरतिरस्कुनिश्चितं मुक्तिर्शम ।।
ઘર્વિતિવ, રૂ. (જુઓ સ્તુતિ તરંગિણી ભાગ ૩, મદ્રાસ વિ. સં. ૨૦૩૯ / ઈસ્વી ૧૯૮૩, પૃ. ૨૪૧. ૫૩. સુ. ત. ૨,] પૃ. ૭૭. ૫૪. છતાં શ્રી પંડ્યાની વાત માની લઈએ તો જિનસ્તુતિઓમાં ‘શંભવ’ પ્રયોગ કરનારા સૌ કર્તાઓને જૈન મુનિ
માનવાને બદલે બ્રાહ્મણીય પરિવ્રાજક જ માનવા ઘટે !
Page #14
--------------------------------------------------------------------------
________________ Vol. II- 1996 શ્રીપાલ-પરિવારનો કુલધર્મ 55. अममस्वामिचरित्र, द्वितीय विभाग, सं. विश्यमुहसूर, अमहावावि. सं. 1848/5. स. 1843, 5, 549. प६, प्राग्वाटाह्वय वंशमौक्तिकमणे: श्री लक्ष्मणस्यात्मजः, श्री श्रीपालकवीन्द्रबंधुरमलप्रज्ञालतामंडपः / श्री नाभेयजिनांहिपद्ममधुपस्त्यागाद्भुतैः शोभितः, श्रीमान् शोभित एव (ष) पुण्यविभवैः स्वर्णो (ो?)कमासेदिवान् // 1 // चित्तोत्कीर्णगुणः समग्रजगतः श्री शोभितः स्तंभकोत्कीर्णःशांतिकया समं यदि तया लक्ष्म्येव दामोदरः / पुत्रेणाशुकसंज्ञकेन च धृतप्रद्युम्नरूपश्रिया / सार्द्ध नंदतु यावदस्ति वसुधा पाथोधिमुद्रांकिता // 2 // // मंगलं महाश्रीः //