Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 2
________________ આશીવચન પરમ પૂજ્ય યોગનિષ્ઠ પ્રશાંતમૂતિ આચાય ભગવત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી શ્રીપાલ અને મયણનાં આધ્યાત્મિક જીવન રહસ્યનું પુસ્તક શ્રી બાબુભાઈ કડીવાળાએ લખ્યું છે, તેની અંદર શ્રીપાલ અને મયણાના અભ્યન્તર આધ્યાત્મિક જીવનના રહસ્યનું ખૂબ સુંદર વિવેચન કરેલ છે. આજ સુધી શ્રીપાળ અને મયણના બાહ્ય જીવનના ઘણા પુસ્તકો બહાર પડેલ છે પણ આધ્યાત્મિક જીવન વિષે જે ખેટ હતી તે શ્રી બાબુભાઈએ પૂરી પાડી છે.. - આ પુસ્તક દ્વારા શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન ચિંતન-મનન દ્વારા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર પામી પરંપરાએ મોક્ષ સુખને દરેક ભવ્ય આત્માઓ પ્રાપ્ત કરે એ જ શુભાભિલાષા. પરંમ પૂજ્ય શાસન પ્રભાવક. પરમાતમભાવ સન્નિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી ચોદય સૂરીશ્વરજી મહારાજ ધરતીના છાના જીવનને ગુણ પક્ષપાતના માધ્યમથી નિહાળવામાં આવે તો તે જીવનના અનેકવિધ પ્રસંગે કંઈક નવું જ મેળવી આપે છે. શ્રીપાળ અને મયણા, બને આપણા જેવાં જ માનવા હોવા છતાં તેઓના જીવનના વિવિધ પ્રસંગે, અને તે પ્રસંગોમાં ઉભય દંપતીએ જે રીતે પોતાની ગંભીરતા દાખવી, જીવનને અધ્યાત્મના ક્ષેત્રે જે રીતે ઉન્નત બનાવ્યું તેને ખ્યાલ સંઘવી બાબુભાઈએ આ પુસ્તકમાં આપ્યું છે. સુશ્રાવક બાબુભાઈએ શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક રહસ્યના નિમિત્તે આ ક્ષેત્રમાં નવો જ એક માર્ગ ગુણપક્ષપાતી સાધકો માટે ખુલો કર્યો છે. નવી એક વૈચારિક દૃષ્ટિને વ્યાપ તેઓના આશ્રયથી ખુલે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary ore

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 406